Book Title: Aatm chaitanyani Yatra
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Samadhi Mandir

View full book text
Previous | Next

Page 185
________________ SUND IY 30TH JIAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખવદ ૨ રવીવાર - તા. ૩૦ મી મે સને ૧૯૧૫. સ. તા. ૧૫ રજજબ રાતે ૧૩૩૩ ફ પ-૨૭ અ, ૬-૩૩ પા. ડો. ૨૧ આદર સને ૧૨૪ તન્મયહૃદયે કર્તવ્યપ્રગતિભાવના આત્માઓ સૌ હૃદયરસથી એક્યરૂપે રસાઈ. સાચા મેળે અનુરૂપ બની સત્યકી જે સગાઈ. આવો સર્વે હૃદય ઘરમાં પ્રેમપ્યાલા જ પીજે. પેસોભાવે હૃદયઘરમાં ઐક્યક્રીડા રમીએ – ૧ હારું હારે નહિ નહિ કશો ભેદ રે ચાલવાનો. આત્માàતે પરમરસમાં તન્મયી ભાવતાનો. છાનું છાનું નહિ નહિ કશું આત્મભોગી થવાનું. ઊંચા ઊંચા પ્રગતિ પથમાં પૂર્ણ વેગે જવાનું. – ૨ ભેટો સર્વે નયન મનમાં પ્રેમનું પાત્ર દેખો. પ્રીતિના એ હૃદયરસિયા સર્વેમાં પૂર્ણ પંખો. કાયા માયા નહિ નિજ ગણી સ્વાર્પણે પૂર્ણ રાચી. એવા મેળે હૃદયરસથી નિત્ય રહીએ જ માચી. – ૩ કાયા પ્રાણો વચન મનને ઐક્યરૂપે કરીને. મેળે રહેવું અનુભવ બળે ભેદભાવો હરીને. પ્રેમાનન્દી સતત થઈને વિશ્વને સ્વર્ગ કાજે. મુક્તાત્માઓ સકલ થઈએ પૂર્ણ આનન્દ લીજે. – ૪ એકીભાવે હૃદયરસનું પાન કીજે મઝાનું. સર્વે સાથે સકલ કરવું કાર્ય સૌ એકતાનું. સાથે ખાવું સહચર બની બોલવું સર્વ સાથે. સર્વે માથે વહન કરવું કાર્ય સૌ સર્વે હાથે. – ૫ સાથે સર્વે પ્રગતિ કરીએ સર્વ શક્તિ સમર્પી. હું ને તું એ નહિ નહિ કશું ભેદ જ્યાં આત્મદર્યાં. એવા ભાવ સતત વહવું આપણો ધર્મ એવો. એકીભાવે અનભવ વહી ઉન્નતિ માર્ગ લેવો. - ૯ એવો નક્કી પ્રગતિ પથમાં આપણો ધર્મ સાચો. સેવી સેવી પ્રગતિકરણી આત્મમાં પૂર્ણ રાચો. પ્રામાયે સત્રકટ કરવી શક્તિઓ પૂર્ણ ભાવે. બુદ્ધચબ્ધિસત્મગતિવિભુતા પામવી એક્સદાવે. – ૭ શતા ની આ “પ્રભુના ગુણોનું સ્મરણ અથવા સગરુના કે આત્મગુણ ચિંતવનમાં મનને રોકો, આમાનું સામર્થ્ય પ્રાપ્ત કરો ! આત્મા વડે આત્માનો ઉદ્ધાર થવાનો છે, હે મિત્રો ! તમે પોતાના સામર્થ્યથી જ સંસાર સમુદ્ર તરી શકશો.” 176 -

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201