________________
SATURDAY 29TH MAY 1915, સંવત ૧૯૭૧ ના વઈશાખ વદ ૧ શનિવાર તા. ૨૯ મી મે સને ૧૯૧૫. મુ. તા. ૧૪ જબ સને ૧૩૩૩ ઉ. ૫-૭ અ. :-૩૩ પ. રે. ૬૦ આદર સને ૧૯૨૪
કવાલિ ભલાઈનાં કરી કાર્યો – કમાણી ધર્મની કરશો. કર્યું તે આવશે સાથે – વિચારી કાર્યમાં લાગો. – ૧ ભલું કરતાં ભલું થાશે – બૂરું કરતાં બૂરું થાશે. તમારી શક્તિઓ સર્વે, ભલું કરવા મળી જાણો. – ૨ સરોવર પાસે આવીને - તૃષાતુર ના રહો ક્યારે. ભર્યું ભાણું ક્ષુધા લાગી – અહો ના ખાય તે મૂર્ખા. - ૩ કરો ઉપકારનો કાયો – યથાશક્તિ અનુસારે. ગરીબોમાં હૃદય હુવા – તમારી ઉન્નતિ એમાં. - ૪ મળ્યું ના ખૂટશે ક્યારે – ખરેખર ધર્મના પન્થ. નકામા ખર્ચ ત્યાગીને – મળી વેળા સફલ કરશો. – ૫ નમીને આમ્રલંબોથી – અદા કરતો ફરજ આંબો. અહો તે કારણે તેની મહત્તા પત્ર તોરણમાં. - ૬ ભલા દિવસો ભલા માટે – બૂરામાં ભાગ ના લેવો. નકામા શોખ મારીને – નકામો ખર્ચ ના કરવો. - ૭ મળ્યામાં ભાગ સૌનો છે – મળેલું સર્વનું માની. ભલું સૌનું કરો તેથી – થશો મોટા કશું સાચું. - ૮ રહે પાછળ ભલી કીર્તિ – વહે છે કર્મ તો સાથે. અતઃ પરમાર્થ કૃત્યોમાં – ભલો નિજ હસ્ત લંબાવો. – ૯ હશે તેને સકલ કહેશે – ભલામાં ભાગ લેવાને. ગુણોથી ઉન્નતિ થાશે – સુસંપી ચાલશો જગમાં. - ૧૦ પરસ્પર સંપીને રહેવું – વિરોધી ના થવું કોના. બુદ્ધચબ્ધિસદ્ગુરુ શિક્ષા – હૃદયધારી થશો સારા. - ૧૧
ॐ शान्तिः
“જે ગુરુના ઉપાસક હોય છે, તેમની બુદ્ધિ નિર્મળ રહે છે.
બ્રાહ્મી ઓષધિ ખાવાથી જેમ બુદ્ધિ નિર્મળ રહે છે, તેમ ગુરુ મહારાજને વંદન અને તેમની ભક્તિ કરવાથી બુદ્ધિ નિર્મળ થાય છે.”
છે 174
-