Book Title: Aatm chaitanyani Yatra
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Samadhi Mandir

View full book text
Previous | Next

Page 173
________________ MONDAY 17TH MAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૩ સેમવાર તા. ૧૭ મી મે સને ૧૯૧૫, મુ. તા. ૨ રજજબ સને ૧૩૩૩ ઉ. પ-૩૦ અ. ૬-૩૦ પા. રે. ૮ આદર સને ૧૨૪ - આત્મતાન તાન લાગ્યું પ્રભો તાહ્યરૂં રગ રગે – તાન મસ્તાન આનન્દ વ્યાપ્યો. ઓઘ આનન્દના ઊછળ્યા ઘટ વિષે – જીવ પરમાત્મરૂપે જ છાપ્યો. તાન – ૧ સર્વ જગ આત્મમાં ઓતપ્રોત રહ્યું – વિશ્વ તે આત્મરૂપે જણાયું. આતમા વિશ્વરૂપે સુહાયો ખરો સચ્ચિદાનન્દ જગ સર્વ છાયું. - તાન – ૨ અસ્તિનાસ્તિ અપેક્ષા થકી વિશ્વ સહુ – આત્મ સર્વ પ્રદેશ સમાયું. સર્વમાં હું પ્રભુ સર્વ જગ મુજ વિષે – વૈત તમ જોર સર્વે વિલાયું. – તાન – ૩ સચ્ચિદાનન્દના અનુભવે આત્મમાં – મસ્ત થઈને જગત ભાન ભૂલ્યો. સચ્ચિદાનન્દના પારણે પોઢીને – પૂર્ણ ગુલ્તાન થઈ પ્રેમ ઝીલ્યો. – તાન – ૪ નામ ને રૂપની ભાગી ભ્રમણા સહુ – આત્મમાં સર્વ દેવો નિહાળ્યા. જ્યોતિમાં જ્યોત જાગી પ્રભુ પૂર્ણમાં – પૂર્ણરૂપે પ્રકટ જ્ઞાન ભાળ્યા. – તાન – ૫ આત્મ સાગર વિષે શેયના બુદ્દબુદો – હાનિવૃદ્ધિ ભરતી ઓટ થાતી. શેયને જ્ઞાન ઉત્પાદવ્યયધવ્યની – સર્વ લીલા થતી ને સમાતી. - તાન – ૭ પૂર્ણ કહેવાય ના પૂર્ણ નહિ લક્ષ્યમાં – આવતો અકળને કોણ કળતું. પૂર્ણની પૂર્ણતા પૂર્ણમાં ભાસતી – પૂર્ણને અન્ય કોઈ નો છળતું. - તાન – ૭ તાહ્યરું માહ્યરું ભેદ સહ ઉપશમ્યા – વૈખરીથી કહ્યું નવજાવે. ઝાંખી ભાસે પરામાં પરા પ્રેમથી – સત્ય છુટું રહે ના છૂપાવે. – તાન – ૮ જ્ઞાન ગુલ્તાન મસ્તાન નિજ ભાનમાં – અલખધૂને અલખ રામ દીઠા. બુદ્ધિસાગર પ્રભુ તાનમાં તન્મયી – ભાવ પામ્યો પરમ બ્રહ્મ મીઠા. – તાન – ૯ अक्षयतृतीया शतःकाल ગોધાવી “જ્યારે આત્મશ્રદ્ધા પગટ થશે ત્યારે આત્મપ્રેમ જાગૃત થશે. આત્મપ્રેમથી સર્વ જીવોની સાથે મૈત્રીભાવના દૃઢ થશે.” - $ 164 –

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201