________________
MONDAY 17TH MAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૩ સેમવાર તા. ૧૭ મી મે સને ૧૯૧૫, મુ. તા. ૨ રજજબ સને ૧૩૩૩ ઉ. પ-૩૦ અ. ૬-૩૦ પા. રે. ૮ આદર સને ૧૨૪
- આત્મતાન તાન લાગ્યું પ્રભો તાહ્યરૂં રગ રગે – તાન મસ્તાન આનન્દ વ્યાપ્યો. ઓઘ આનન્દના ઊછળ્યા ઘટ વિષે – જીવ પરમાત્મરૂપે જ છાપ્યો. તાન – ૧ સર્વ જગ આત્મમાં ઓતપ્રોત રહ્યું – વિશ્વ તે આત્મરૂપે જણાયું. આતમા વિશ્વરૂપે સુહાયો ખરો સચ્ચિદાનન્દ જગ સર્વ છાયું. - તાન – ૨ અસ્તિનાસ્તિ અપેક્ષા થકી વિશ્વ સહુ – આત્મ સર્વ પ્રદેશ સમાયું. સર્વમાં હું પ્રભુ સર્વ જગ મુજ વિષે – વૈત તમ જોર સર્વે વિલાયું. – તાન – ૩ સચ્ચિદાનન્દના અનુભવે આત્મમાં – મસ્ત થઈને જગત ભાન ભૂલ્યો. સચ્ચિદાનન્દના પારણે પોઢીને – પૂર્ણ ગુલ્તાન થઈ પ્રેમ ઝીલ્યો. – તાન – ૪ નામ ને રૂપની ભાગી ભ્રમણા સહુ – આત્મમાં સર્વ દેવો નિહાળ્યા.
જ્યોતિમાં જ્યોત જાગી પ્રભુ પૂર્ણમાં – પૂર્ણરૂપે પ્રકટ જ્ઞાન ભાળ્યા. – તાન – ૫ આત્મ સાગર વિષે શેયના બુદ્દબુદો – હાનિવૃદ્ધિ ભરતી ઓટ થાતી. શેયને જ્ઞાન ઉત્પાદવ્યયધવ્યની – સર્વ લીલા થતી ને સમાતી. - તાન – ૭ પૂર્ણ કહેવાય ના પૂર્ણ નહિ લક્ષ્યમાં – આવતો અકળને કોણ કળતું. પૂર્ણની પૂર્ણતા પૂર્ણમાં ભાસતી – પૂર્ણને અન્ય કોઈ નો છળતું. - તાન – ૭ તાહ્યરું માહ્યરું ભેદ સહ ઉપશમ્યા – વૈખરીથી કહ્યું નવજાવે. ઝાંખી ભાસે પરામાં પરા પ્રેમથી – સત્ય છુટું રહે ના છૂપાવે. – તાન – ૮ જ્ઞાન ગુલ્તાન મસ્તાન નિજ ભાનમાં – અલખધૂને અલખ રામ દીઠા. બુદ્ધિસાગર પ્રભુ તાનમાં તન્મયી – ભાવ પામ્યો પરમ બ્રહ્મ મીઠા. – તાન – ૯
अक्षयतृतीया शतःकाल
ગોધાવી
“જ્યારે આત્મશ્રદ્ધા પગટ થશે ત્યારે આત્મપ્રેમ જાગૃત થશે. આત્મપ્રેમથી સર્વ જીવોની સાથે મૈત્રીભાવના દૃઢ થશે.”
- $ 164
–