________________
WEDNESDAY 5TH MAY 1915. સંવત ૧૯૩૧ ના અ, વઈશાખ વદ ૬ બુધવાર તા. ૫ મી મે સને ૧૯૧૫, મુ. તા. ર૦ જમાદીલાખ સને ૧૩૨૩ ઉ. પ-૩૬ અ. ૬-૧૪ પા. ર. ૨૬ આબાન સને ૧૨૨૪
થવાનું તે થયા કરતું પડી સામા બની હેલી – પ્રપંચો કેળવો કોડી. નકામા શું બક્યા કરતા – થવાનું તે થયા કરતું. - ૧ ગુણોને દુર્ગુણો માની – ગુણો સામે નથી જોવું. નથી પરવા તમારી કંઈ – થવાનું તે થયા કરતું. – ૨ બનીને માન પૂજારી – બનીને સ્વાર્થના કીડા. બૂરું કરતાં નહીં ફાવો – થવાનું તે થયા કરતું.– ૩ ખરેખર નીચ દૃષ્ટિથી – કદી ના ઉચ્ચ થાવાના. ખણે ખાડો પડે તે ત્યાં – થવાનું તે થયા કરતું. – ૪ બની શયતાનના ભક્તો – બનાવો અન્યને તેવા. થશે ના તે થકી સારું – થવાનું તે થયા કરતું. - ૫ કરો જેવું લણો તેવું – ખરો એ ન્યાયનો કાંટો. ફરે ના ફેરવ્યો કોથી – થવાનું તે થયા કરતું. – ૭ અમારે શુદ્ધ બુદ્ધિથી – સદા કર્તવ્ય કરવાનું. બૂરામાં ના કદી ભળવું – થવાનું તે થયા કરતું. – ૭ પડે છે શ્રેયમાં વિઘ્નો – નથી તેથી જરા ડરવું. કર્યા કરવું બની સાક્ષી – થવાનું તે થયા કરતું. – ૮ અદા નિજ ફર્જને કરવી – સદા એ કૃત્ય સન્તોનું. બુદ્ધચબ્ધિકુદ્રતી ન્યાયે – થવાનું તે થયા કરતું. - ૯
“શરીરાદિ સુખો ક્ષણિક છે, તેના મોહથી મૂંઝાઈને અનંતીવાર જીવો મૃત્યુ વશ થયા, પરંતુ પ્રતિજ્ઞા પાળવા માટે જેઓએ પ્રાણાહુતિ આપી તેવા પુરુષો
જગતમાં વિશ્વવંધ થઈ ગયા છે.”