________________
SATURDAY 24TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ સુદ ૧૦ શનિવાર તા.૨૪મી એપ્રીલ સને ૧૯૧૫. યુ. તા. ૯ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૧ અ. ૬-૧૯ પા. રે ૧૫ આબાન અને રર૪
| ભયત્રસ્ત મયુરને તુજને જરા પણ દુઃખ દેવાની નથી વૃત્તિ મહને. ભયથી ઘણી શંકા કરી આવે નહીં તે મુજ કને. આ હૃદય સઘળું દેખી લે ત્યાં – દ્રોહનું સ્થાન જ નથી. આ હૃદયમાં અહિંસા વિના બીજું નથી દેખો મથી – ૧ ઉપદેશ તવ રક્ષાભણી મારા થકી જ કથાય છે. તેમજ છતાં ભીતિ ધરે મારા થકી શું જાય છે? ભીતિ હને મનમાં થઈ તો માફ માગું અરે. માફી મહને તું આપ એવું પ્રાણું છું તુજને ખરે – ૨ મમ આત્મવત્ પ્રેમી સદા તવ જીવમાં મમ પ્રાણ છે. એવી હૃદયની ભાવનામાં પ્રાણ સહુ કુરબાન છે. તેમજ છતાં તું ભય ધરે ત્યાં જોર મહારું છે નહીં. સેવા બજાવું માહ્યરી એ જાણજે નિશ્ચય સહી – ૩ તુજને થયો સંતાપ રે કાંઈ માહ્યરી ચેષ્ટા થકી. નિન્દુ અને ગહું અહો એ ભાવથી દિલમાં વકી. આ વાતનો સાક્ષી પ્રભુ વા ચિત્ત મારું જાણવું. મારા વિષે સમજ્યા વિના ઓછું જરા ના આણવું – ૪ પરિણામ જેવું ફલ થતું ઉપયોગમાં એવું સદા સમજી હૃદય મારું અરે તું ભીતિ ના ધરજે કદા. કરુણા હૃદયનો તાર છે એ તાર તવ મન જાણશે. બુરાબ્ધિસાચાભાવથી મેળો હૃદયનો માણશે – ૫
ॐ शान्तिः
તમે જો મુક્તિસુખને ઇચ્છતા હો, તો એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવોની દયા કરો,
સર્વ જીવોનું પુત્રવત્ રક્ષણ કરો. કોઈપણ જીવની આંતરડીને દુઃખવશો નહિ.
છે 140
-