________________
SUNDAY 26TH OCTOBER 1914, સંવત ૧૯૧. ના કારતક સુદ ૭ રવીવાર તા. ૨૫ મી અકટોમ્બર સને ૧૯૧૪ મુ, તા. ૫ લહેજ સને ૧૩૩ર ઉ. ૬-૧૮. અ. ૫-૪૨. પા. ર. ૧૪ અrદીબેહસ્ત સને ૧૨૪
કહે મુખથી તમારો છું – તમોને સૌ સમર્પણ છે. વિચારી આપ ઉત્તરને – અમારી શી કરી સેવા – ૧. હને લક્ષ્મી ઘણી વહાલી – હને કીર્તિ ઘણી વ્હાલી. કહે છે ભક્તિનો ભૂખ્યો – અમારી શી કરી સેવા – ૨. વિવેકે વિત્તના ખર્ચે – કરીને ખર્ચ પસ્તાતો. પ્રવાહે લોકના મૂંજ્યો – અમારી શી કરી સેવા – ૩. કરે અન્યો તથા તેવું – કરો કંઈ શીર્ષ પર પડીયું. વધારે અન્ય લોકોથી – અમારી શી કરી સેવા – ૪. ગણાવું ભક્તમાં પહેલું – રુચે છે ચિત્તમાં તુજને. ખરેખર ભક્ત દૃષ્ટિએ – અમારી શી કરી સેવા – ૫. રહી છે કીર્તિની પરવા – વખાણે લોક તે સારુ. ખરી નિષ્કામ દૃષ્ટિથી – અમારી શી કરી સેવા – ૯. અમે સેવા જ કરવાને – રહ્યા છેયે કહો સહુને. કહો સાચું ત્યજી માયા – અમારી શી કરી સેવા – ૭. કહ્યું કીધું કહો ક્યારે – ફરી ગ્યા વેણ બોલીને. વિચારી બોલશો સાચું – અમારી શી કરી સેવા – ૮. જગતમાં ભક્ત છે વિરલા – ખરા તો સેવકો વિરલા. બનીને દાસ, આજ્ઞાન – અમારી શી કરી સેવા – ૯. તમારો શું કહ્યું તેથી – વહ્યું શું રહેણી વણ બોલે. કહોને ભક્તિ દૃષ્ટિએ – અમારી શી કરી સેવા – ૧૦. ખમાતું ના વચન ભારે – હૃદયમાં એ વિચારી લ્યો. ઘણું દીધું કર્યું ઓછું – અમારી શી કરી સેવા – ૧૧. કહ્યું કે ભાવતું હેને – કર્યું છે વિશ્વ રીતિએ. “અહો ઉગારવાળા કંઈ અમારી શી કરી સેવા – ૧૨. ઉપગ્રહ સી થતા સ્ટેજે – નથી પ્રત્યુપગ્રહ દૃષ્ટિ. કર્યું નિષ્કામથી તદ્ધતુ – અમારી શી કરી સેવા – ૧૩. ગણાવું ભક્ત કોટીમાં – નથી કંઈ વાત એ હેલી. બુદ્ધયંબ્ધિભક્તની સેવા – રહી સ્વાત્મસમર્પણમાં – ૧૪.
જ્ઞાનીઓના સેવક બનવાની આશા રાખવી, કિંતુ અજ્ઞાનીઓના ગુરુ બનવાનો કદી વિચાર કરવો નહીં.