________________
TUESDAY 2ND MARCH 1915. સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧ મંગળવાર તા. ૨ જી માર્ચ સને ૧૯૧૫. મુ. તા. ૧૫ બીલાપર સને ૧૩૩૩ ઉ. -૧૨ અ. ૫-૪૮ પા. રે. ૨૨ શારેવર સને ૧રર૪
| HF /તા િતી નો
*
સહુ ધર્મજીવન યંત્ર છે એ દાન જગનો ધર્મ છે. એ દાન જનની ફર્જ છે એથી સદા શિવશર્મ છે. દાતાર બાંધે કીર્તિનું મન્દિર અવિચ દીપતું. કવિનું કર્યું બહુવર્ષ સુધી રહી સકશ્ન જીપતું – ૨૮ દાનેશ્વરી જે હોય છે તે આશ પરની પૂરતો. દાનેશ્વરી જે હોય તે દુઃખી દુઃખો ચૂરતો. દાનેશ્વરી જે હોય છે તે યાચના સહતો નહીં. શુભદાન શૂરલોકનાં નામો અમર શોભે સહી – ૨૯ કર્તવ્યરૂપ જ ફર્જ છે શભદાન દે નિજશક્તિથી. કર્તવ્યરૂપ જ ફર્જ છે તવ દાન દે નિજ ભક્તિથી. કર્તવ્ય આવશ્યક સદા તવ દાનનું દિન દિનપ્રતિ. નિજશક્તિની એ ફર્જથી અધિકે નહીં તવ એ ગતિ – ૩૦ કિર્તવ્ય તારું કર સદા નિજ શક્તિથી શુભ દાનનું. કિર્તવ્યદાનની ફર્જમાં ના નામ શોભે માનનું.
જ્યાં જ્યાં ખરે દેવું ઘટે જે જે જ જે શક્તિ વડે ત્યાં ત્યાં જ તે તું દેખ રે તે તેજ તુજને પરવડે – ૩૧ તવ શક્તિઓ જે દાનમાં વપરાય તે વૃદ્ધિ લહે. વિશ્વાસ એવો રાખીને તું દાન કર જ્ઞાની કહે. એકેન્દ્રિયાદિ જીવ સર્વે દાન ફર્જ જ સાચવે. જીવાજીવોપગ્રહ વડે સર્વે જીવે ગણધર કવે – ૩૨ નીતિ પ્રામાણ્યાન્તર્ગત નીતિ વિનાનું જીવવું તે જીવવું પણ ધૂળ છે. સામાન્ય નીતિ ધર્મ છે તે વિશ્વ જીવન મૂળ છે. નીતિ વિના રીતિ નથી નીતિ વિના સુખ છે નહીં. નીતિ ઘરે શાંતિ પ્રતિષ્ઠા કીર્તિયશ વધતો સહી – ૧
જ્યાં નીતિ નહિ ત્યાં ધર્મ નહિ અત્તર વિચારી દેખવું. નીતિ વિના નર રાક્ષસા અત્તર વિવેકે પખવું. નીતિ વિના વિદ્યા અને લક્ષ્મી થકી જગ શું થયું. સામ્રાજ્ય સાચું નીતિથી આ વિશ્વમાં શોભી રહ્યું – ૨ નીતિ વિશે ઈશ્વર વસે સાહાય દેવોની મળે. નીતિ વિના માનવપણું શોભે નહીં જગ પળપળે.
જ્યાં નીતિ ત્યાં સહુ ધર્મ આ જગમાં સદા વાસો કરે. સત્તા વધ્યાથી શું થયું નીતિ વિના સમજો ખરે – ૩
પ્રામાય નીતિથી સદા શોભી રહે દિનકર સમું. નીતિ વડે જે શોભતો તેના અહો પાયે નમું. સન્નીતિની શુભ જીવતી મૂર્તિ બની વિલસી રહ્યો. જયગુરુ આ વિશ્વમાં મહિમા ન જાવે તવ કો – ૪
અંતરનું જ્ઞાનબળ જ્યારે મોહના એક વિચારને પણ રહેવા ન દે
ત્યારે અંશે અંશે જૈનત્વ પ્રગટેલું સમજવું.
છે 68
–