________________
SUNDAY 11TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના ચઇતર વદ ૧૨ ૨વિવાર તા. ૧૧ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. રપ જમાદીલાવલ સને ૧૩૩ ઉ. પ-૪૮ અ, ૬-૧ર પા..૨ આબાન સને ૧રર૪
પ્રભુને -
(કવ્વાલિ) નથી તુજવણ જરા ગમતું – કહીં ના ચિત્ત તો રમતું. કર્યું કામણ અરે કેવું – થતું જ્યાં ત્યાં પ્રભો તું તું – ૧ સદા એવું જ જો રહેશે – તદા તો અન્ય કંઈ થાશે. અતઃ એવું નિહાળીને – મળ્યા વણ છૂટકો ના છે – ૨ પ્રભો વહાલા હને મળવા – જરા ના અન્યની પરવા. જરા ના પ્રાણની પરવા – હવે ઝાઝું કર્યું ? શું ? – ૩ રહ્યું છે જે સકલ મુજમાં – રહ્યું છે તે સકલ તુજમાં. રહ્યું તુબ્ધત્વ સત્તાએ – નથી હું તેમાં જરા ખામી – ૪ હવે તલસાવ ના ઝાઝું – સતાવાથી નથી સારું. મળોને પ્રાણ !!! અત્તરથી – મિલાવી જ્યોતથી જ્યોતિ – ૫ મળ્યા વણ તવ થશે હાંસાં – લગાડો વાર ના ક્ષણની. જગતનું રાજ્ય જાહુનમમાં – જવા દો તાન તવ લાગે – ૭ કર્યું દેખું ગયો ભૂલી – પ્રભો તવ તાનમસ્તીએ. હવે ના ઝાઝું થાવા દ્યો – નહીંતર બહુ થશે વરવું – ૭ થયો તવ તાનનો તરસ્યો – થયો તવ ભાનનો ભૂખ્યો. અમારા ચિત્તમાં નક્કી – પ્રભો તું છે પ્રભો ! તું છે – ૮ પડે છે ભેદ યાચ્યામાં – પડે છે ભેદ કહેવામાં. અભેદે લેવું ના દેવ – બને તે સહ અભેદે છે – ૯ હવે તો એ થયું નક્કી – વિનંતીથી કશું ના કંઈ. પરાણે મેળ ના થાતો – સ્વભાવે મેળ સોહાતો – ૧૦ સ્વભાવે મેળ જે થાતો – નથી મર્યાદ ત્યાં રહેતી. બુદ્ધચબ્ધિ ધર્મદષ્ટિએ – અભેદે હું અભેદે તું – ૧૧
અત્રિ તા
“અમારો પ્રેમ સર્વત્ર-જરા નહિં સ્વાર્થનો છાંટો, સજીવન પ્રેમથી સઘળા, નવું જીવન જણાતું રે.”
છે 124
-