________________
SATURDAY 6TH MARCH 1915. સંવત ૧૯૭૧ ની ફાગણ વદ ૫ શનિવાર તા. ૬ ઠી માય સને ૧૯૧૫, મ. તા. ૧૯ રબીલા ખર સને ૧૯૩૩ ઉ. -૯ અ. ૫-૫૧ ૫. ૨. ૧૬ શારેવર સને ૧રર૪.
સ્થિરતા વિના સમતા નથી જગમાં જુઓ જ્યાં ત્યાં ફરી. સ્થિરતા વિના સિદ્ધિ નથી ને ધ્યાન આશા નહિ જરી. સ્થિરતા વિનાનો માનવી શુભ ઠામ બેસી ના ઠરે. સ્થિરતા વિના જ્યાં ત્યાં જુઓ ચંચલ જીવો ભટકી મરે. – ૨૫ સ્થિરતા વિના તો યોગની સિદ્ધિ કદી ના થાય છે. સ્થિરતા વિના ચંચલ મને ચિંતા ઘણી પ્રગટાય છે. સ્થિરતા વધે ત્યાં સહુ વધે આનન્દ મર્યાદા નહીં. આનન્દ અપરંપાર સ્થિરતા વૃદ્ધિથી જાણો સહી. – ૨૬ સ્થિરતા વિના શોભે નહીં ચારિત્રનો દીક્ષા ગ્રહી. સ્થિરતા ખરું ચારિત્ર છે સ્થિરતા વિનાનું કંઈ નહીં. સ્થિરતા વિના અનુભવ નથી પરમાત્મ પદનો વિશે. સ્થિરતા વિના શિવશર્મનો અનુભવ અને ક્યાંથી દિસે. – ૨૭ સ્થિરતા વિના શિવ શર્મનો અનુભવ હૃદયમાં થાય છે. આત્માનુભવ સ્થિરતા વડે પરમાત્મપદ પરખાય છે. સ્થિરતા વડે નિજ યોગ્યતા પ્રગટે ખરેખર જાણવું. વિદ્યા સમયે સદ્દગુરુ નિજશિષ્યને એ માનવું. – ૨૮ જે રાજયોગી મંત્રયોગી કર્મયોગી જ જન થતા. સ્થિરતા વડે લયયોગીઓ આ વિશ્વમાં થાતા છતા. સંવર અને જે નિર્જરાતે વૈર્ય અવલંબી રહે. સ્થિરતા સમાધિ યોગમાં પરમાત્મ પદ શોભા લહે. – ૨૯ સ્થિરતા વડે સાધુત્વ છે જ્યાં વ્યક્તિભાવે સ્વૈર્ય છે. ત્યાં ઉપશમાદિ ભાવથી નિજવ્યક્ત વૈર્ય છે. જ્યાં ઉપશમાદિ સદ્દગુણો સ્થિરતા લહે ત્યાં શર્મ છે. જ્યાં ઉપશમાદિ સદગુણે સ્થિરતા વધે ત્યાં ધર્મ છે. – ૩૦ ë સ્વૈર્યની વૃદ્ધિ કરી ચારિત્ર દીપાવ્યું ખરું. આદર્શ જીવન શૈર્યનું ભાવે સદા એ અનુસરું. તવ દેહવાણી ચિત્તની સ્થિરતા વધી અનુભવ કર્યો. તે પૂજ્ય પ્રાણાધાર મહારા ધ્યેય રૂપે મેં વર્યો. – ૩૧
લોકસંજ્ઞા-કીર્તિસંજ્ઞા વગેરે વાસનાઓ છે, તે આત્મા નથી, તેથી તેમાં આસક્ત થવાની જરૂર નથી.