________________
અહર્નિશ ચાલતી વાચનયાત્રા
યોગનિષ્ઠ આચાર્યશ્રીએ એમના જીવનમાં આશરે દસ હજારથી વધારે પુસ્તકોનું વાચન કર્યું હતું. આ પુસ્તકોમાં ધાર્મિક ગ્રંથો તો ખરા જ, પરંતુ એ ઉપરાંત ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજનીતિ વગેરે વિષયક ગ્રંથોનું વાચન કર્યું હતું. વિહારમાં હોય કે ચાતુર્માસમાં હોય, પણ એમની વાચનયાત્રા અવિરતપણે ચાલુ રહેતી હતી. વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, પુરાણો, સાંખ્ય શાસ્ત્રો, બૌદ્ધ ધર્મ વિશેના મહત્ત્વના ગ્રંથો, બાઈબલ, કુરાન વગેરેનું વાંચન કર્યું હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારે અધ્યાય એમણે વાંચ્યા હતા અને ‘કર્મયોગ’ પુસ્તકના રચયિતા યોગનિષ્ઠ આચાર્યશ્રીએ આઠ વખત ‘ભગવદ્ગીતા’નું વાચન કર્યું હતું.
સામાન્ય રીતે સહુ કોઈ એક ગીતાથી પરિચિત છે, જ્યારે આચાર્યશ્રીએ સાત ગીતાઓનું લેખન કર્યું, જેનાં નામ છે આત્મદર્શનગીતા, પ્રેમગીતા, ગુરુગીતા, જૈનગીતા, કૃષ્ણગીતા, અધ્યાત્મગીતા અને મહાવીરગીતા.
એ જ રીતે એમણે આત્મા અને અધ્યાત્મ વિશે ઘણી વિવેચના કરી. મહાયોગી આનંદઘનજીના પદોના ભાવાર્થમાં રહેલી આધ્યાત્મિકતા પ્રગટ કરવાની સાથોસાથ ‘અધ્યાત્મશાંતિ’, ‘આત્મપ્રદીપ’, ‘આત્મતત્ત્વદર્શન’, ‘આત્મશક્તિપ્રકાશ’ અને ‘આત્મપ્રકાશ’ જેવા ગ્રંથો લખ્યા. આ રીતે આચાર્યશ્રીએ જગતને વિશાળ ગ્રંથસમૃદ્ધિ અને અનુપમ વિચારસૃષ્ટિ આપ્યાં.
સાંજઠ્ય
શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન (શ્રી તારાપુરા ચાર રસ્તા પાસે, અમદાવાદ-૧૩)
58