________________
સર્વજીવોને ૫૨માત્માઓ રૂપે જુએ છે, તેથી તેઓ જ ખરેખરી જગતની ક્રિયાઓ (કર્મો) વડે ઉન્નતિ કરવા સમર્થ થાય છે.
અધ્યાત્મજ્ઞાનીઓમાં હૃદયમાં પરમાત્મા પ્રગટેલા હોવાથી અને તેથી જીવતા જાગતા ખરેખરા થવાથી મોહથી ભરેલા એવા અજ્ઞાની જીવોને પ્રતિબોધ આપીને જીવંત ક૨વાને સમર્થ બને છે. અધ્યાત્મ જ્ઞાનીઓની શારીરિક ચેષ્ટાઓથી પરીક્ષા કરવી એ તો વ્યર્થ છે. તેઓના વિચારોમાં, ભાવનાઓમાં અને તેઓના આંતરિક ઉદ્ગારોમાં તેઓ ખરેખરા પ્રકાશી નીકળે છે. શ૨ી૨ના ધર્મો તો સર્વ મનુષ્યોના સરખા હોય છે.
આત્મામાં પરમાત્મત્વ માનીને તેઓ આત્મામાં એટલા બધા મસ્ત બની ગયા હોય છે કે તેઓના શારીરિક પ્રવૃત્તિ ધર્મમાં પણ તેઓનું મન ન લાગવાથી પૂર્વ કરતાં તેઓની જુદી અવસ્થા અનુભવાય છે. અધ્યાત્મજ્ઞાનીઓ જેમ કોઈ શેરડીનો રસ ચૂસીને શેરડીના કૂચાઓને ફેંકી દે છે તેમ ષડ્દર્શન કથિત ધર્મતત્ત્વોને અનુભવીને અનેકાન્ત દૃષ્ટિથી આત્મોપયોગી સાર ભાગને ગ્રહણ કરે છે અને બાકીના ભાગરૂપ કૂચાઓને ગુરુગમથી જ્ઞાન પામીને ફેંકી દે છે, તેથી તેઓના હૃદયમાં કદાગ્રહ તો રહેતો નથી. સર્વ જીવો પર તેઓ મૈત્રીભાવના ધારી શકે છે.
“ભક્તિ માતા, બોધ પિતા છે', કર્મયોગ છે ભાઈ, ઉપાસના છે વ્હેની નીતિ, જીવનની છે કમાઈ.”
46