________________
પ્રમાણિકતાનો મહિમા
આજે દેશમાં સૌથી મોટી અછત પ્રમાણિક માનવીઓની છે રાજકારણ હોય કે ધર્મકારણ બધે જ પ્રમાણિક માનવીઓની ખોટ દેખાતી હોય છે. આવે સમયે પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્યશ્રી શ્રીમદ્ બુદ્ધિસાગર-સૂરીશ્વરજીએ છેક વિ. સં. ૧૯૭૧ની પોષ વદ આઠમ ને શનિવારે અર્થાત ઈ. સ. ૧૯૧૫ની નવમી જાન્યુઆરીએ એમની રોજનીશીમાં પ્રમાણિકતા વિશે વિસ્તૃત નોંધ કરી છે. આ નોંધ પરથી ખ્યાલ આવશે કે મહાન સાધુપુરુષો ક્રાંતદર્શી એટલે કે પોતાના જમાનાની સીમા ઓળંગીને સર્વકાલીન તત્ત્વોને પેખનારા હોય છે. એમની દૃષ્ટિ વર્તમાનના સીમાડા પાર કરીને ભવિષ્યને જોતી અને જાણતી હોય છે. યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીનો અદ્યાપિ અપ્રગટ રહેલો પ્રમાણિકતા વિશેનો લેખ આજે પણ એટલો જ આચરણ કરવા યોગ્ય લાગે છે. પ્રમાણિક મનુષ્યની મહત્તા દર્શાવીને એના પ્રભાવની કરેલી ચર્ચા આજે જ્યારે ચોતરફથી અપ્રમાણિકતાનું આકર્ષણ વ્યક્તિના જીવનને ઘેરી વળવાની કોશિશ કરે છે ત્યારે આ વિચારો દિશાસૂચક બને છે. આર્યાવર્તની અવનતિ થવાનું મુખ્ય કારણ અપ્રમાણિકતા જણાવીને આચાર્યશ્રીએ ધર્મના આચરણ, આત્માની ઉન્નતિ, રાષ્ટ્રની પ્રગતિ અને સમાજના ઉત્કર્ષમાં આ પ્રમાણિકતા કેટલી પ્રભાવક છે તેનો પરિચય આપ્યો છે. જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ માટે એ દીવાદાંડીરૂપ છે. યોગનિષ્ઠ આચાર્યશ્રીના વ્યાપર અને મર્મગામી વિચારોનો આમાંથી એવો સચોટ પરિચય મળે છે અને માનવીના મનને સાચે માર્ગે વિચારતા કરી મૂકે તેવું સઘન ચિંતનપાથેય સાંપડે છે.
સંવત ૧૯૭૧ના પોષ વદ ૮, શનિવાર, તા. ૯-૧-૧૯૧૫
પ્રમાણિક વર્તનથી જેટલી આત્માની અને અન્યજનોની ઉન્નતિ કરી શકાય છે તેટલી અન્યથી કરી શકાતી નથી. જે મનુષ્ય પ્રમાણિક થયો નથી તે અન્યની ઉન્નતિ કરવાને શક્તિમાન થતો નથી. જે મનુષ્ય પ્રમાણિકપણે વર્તે છે, તેના પર સર્વ મનુષ્યોનો વિશ્વાસ પ્રગટે છે. રાગ-દ્વેષ વગેરે દોષોનો જેમ જેમ નાશ થતો જાય છે, તેમ તેમ પ્રમાણિકપણું વિશેષ પ્રમાણમાં ખીલતું જાય છે.
મનુષ્યમાં પ્રમાણિકપણું હોય અને તેનામાં અન્ય દોષો હોય, તોપણ તે અંતે હળવે હળવે દૂર થાય છે અને તે અનેક ગુણો વડે વિરાજિત થાય છે.
પ્રમાણિક મનુષ્ય પ્રથમ સત્યવક્તા બને છે અને પછી સત્યને આચારમાં મૂકી બતાવે છે. પ્રમાણિક માણસ પોતાનું વચન પાળવા માટે જેટલું બને તેટલું કરે છે. મનુષ્યોમાં સર્વગુણો કરતાં પ્રથમ પ્રમાણિકપણાનો ગુણ હોવો જોઈએ.
જે મનુષ્યમાં પ્રમાણિક ગુણ પ્રકટયો હોય છે, તે ધર્મકૃત્યનો તથા શુદ્ધ વ્યવહારકર્મનો અધિકારી થાય છે, જે મનુષ્યો પ્રમાણિક ગુણાલંકૃત હોતા નથી, તે અન્ય ગુણોથી ભ્રષ્ટ થાય છે અને છ પ્રકારનાં
છે 47