________________
રાજાઓના વખતમાં જૈનોનું જોર વધવાથી શાસ્ત્રાર્થ પ્રસંગે તેમની હાર થયા બાદ તેમની વસતિ ટળવાનો પ્રસંગ આવ્યો હોય અથવા તેમની વસતિ મરણાદિથી નષ્ટ થઈ હોય, એમ અનુમાન થાય છે.
હુંબડ દિગંબર વીસા જૈનો બે પ્રકારના છે. એક દિગંબર વિસા હુંબલ જૈનો અને બીજા વીશા શ્વેતાંબર હુંબડ જૈનો. વીશા શ્વેતામ્બર સુંબડ જૈનો પ્રાય: વડગચ્છના આચાર્યોના ગચ્છની પરંપરાના છે. વડાલીમાં શ્વેતાંબર જૈનોની પૂર્વ સારી જાહોજલાલી હતી. વડાલીમાં પૂર્વ શ્વેતામ્બર જૈનોની વસતિ હોવું જોઈએ અને પશ્ચાતુ દિગંબર જૈનોનાં ઘર વસ્યાં હોવાં જોઈએ. હાલમાં વડાલીમાં શ્વેતાંબર જૈનોની વસતિ અને વ્યાપાર ઘટવા માંડ્યો છે ભવિષ્યમાં જે બને તે ખરું. વડાલી ગામના જૈનો કેળવણી ધર્મશ્રદ્ધા વ્યાપાર વગેરેમાં આગળ પડતા નહીં થશે અને પોતાની સુરક્ષાવૃષ્ટિના ઉપાયોથી પ્રમાદી રહેશે તો ભવિષ્યમાં તેમના વંશજોને ઘણું સહેવું પડશે. આશા છે કે તેમની આંખ ખૂલશે. વડાલીમાં પૂર્વ ચાવડા રાજપૂતોની વસતિ હતી. ચામુંડાદેવીનું અત્રે મોટુ મંદિર છે. ચૌહાણ, રાઠોડ વગેરે ૨જપૂતોનાં અત્રે ઘર છે. વડાલીમાં પહેલાં સંવેગી સાધુ શ્રી નેમિસાગરજી મહારાજ તથા શ્રી રવિસાગરજી મહરાજે આવીને ઉપદેશ દીધો હતો અને લોકોને સાધુના આ માર્ગથી વાકેફ કર્યા હતા. આ ગામમાં એક જૈન પાઠશાળા છે. જૈનોનો પ્રાચીન પુસ્તકભંડાર નથી.
જૈનોની જાહોજલાલી સંવત ૧૯૭૧ના પોષ વદ ૧૩, બુધવાર, તા. ૧૩-૧-૧૯૧૫ ઈડર-વડાલી, બ્રહ્મખેડ દેરોલ પોળો વગેરે વગેરે પ્રદેશમાં પૂર્વ ઘણા જૈનો વસતા હતા એવું પ્રાચીન મંદિરોથી સિદ્ધ થાય છે. આ ઈડર પ્રદેશમાં પૂર્વે અનેક સત્તાવંત ગૃહસ્થ જૈનો વસતા હતા. એવું જૈન દેરાસરોથી સિદ્ધ થાય છે. આ પ્રદેશમાં દેરોલ પાસેનાં જૈનમંદિરો દેખવાલાયક છે. જે સાધુઓ-સાધ્વીઓ અને ગૃહસ્થ જૈનો આ તરફ પધારે તેઓએ દેરાસરો આ તરફનાં દેખવાં જોઈએ. પોળોનાં જૈનમંદિરો દેખતાં એવો વિચાર આવે છે કે પૂર્વે ક્ષત્રિયવંશી જૈનોના અનેક ઘરો હશે. મુસલમાન બાદશાહોના વખતમાં આ દેરાસરો અત્રે બંધાયેલાં હોવાં જોઈએ, એમ કેટલાક ધારે છે અને તે બાબતની દલીલ આપે છે કે બાદશાહોના ભયથી જ્યારે ચિત્તોડનો રાજા ભાગ્યો ત્યારે તે અહીં આવ્યો હશે. તેની સાથે ગૃહસ્થ જૈનો આવ્યા હશે અને તેઓએ જૈનમંદિરો બંધાવ્યાં હશે. અમારું ધારવું એવું છે કે ચિત્તોડ ઈડરની પેઠે પુર્વે પર્વતો પાસે નિર્ભય સ્થાનો દેખીને જૈન રાજાઓ વા જૈનેતર રાજાઓએ પોળોમાં નગરી વસાવી હશે, તે વખતે જૈન ગૃહસ્થોએ પૂર્વે જૈન મંદિરો બંધાવ્યાં હશે.
બ્રહ્માની ખેડ વગેરે તરફ દિગંબર જૈનોની પૂર્વે વસતિ હતી, પણ પાછળથી તે નષ્ટ થઈ છે. આ દેશ / ટફ મુસલમાન બાદશાહો તરફથી સવારીઓ મોકલવામાં આવતી હતી અને તેથી તેઓના વખતમાં
“જાગો આતમ ! અગમ પંથમાં-નિજ ઉપયોગે ચાલો.
મન વચન કાયાથી શુદ્ધ થઈને, સત્યાનંદમાં હાલો મોરા આતમ રે ! દિવ્ય પ્રદેશે ચાલો, વ્હાલામાં તું વ્હાલો.”