________________
સંકટો પ્રાપ્ત થવા છતાં અને મરણાંત ઉપસર્ગ થયા છતાં પણ એ મનુષ્ય પ્રમાણિકપણે ત્યજતો નથી. તે મનુષ્ય વિશ્વમાં ઉન્નતિના શિખરે વિરાજિત થાય છે.
મનુષ્યની કસોટી કર્યા છતાં પણ જ્યારે અડગ રહે ત્યારે અવબોધવું કે તે ખરેખરો પ્રમાણિક મનુષ્ય છે. પ્રમાણિકપણું ધારણ કરવામાં વિનો, સંકટો આવ્યા વિના રહેતાં નથી. જે મનુષ્ય પ્રમાણિકપણાને પ્રભુસમાન માને છે, તે મનુષ્ય પ્રમાણિકતાને ધારણ કરવાને શક્તિમાન થાય છે. પ્રમાણિક મનુષ્યની જિંદગી જેટલી ઉચ્ચ ગણાય છે તેટલી અન્યની ગણાતી નથી. વસ્તુતઃ વિચાર કરીએ તો પ્રમાણિક જીવનવાળો નીતિમાર્ગને અનુસરનારો થાય છે. - ઘણા દિવસના પરિચયથી મનુષ્યમાં પ્રમાણિકતા છે કે નહીં તેનો નિશ્ચય થાય છે. પ્રમાણિક મનુષ્ય જ્યારે કંઈ પણ બોલે છે, ત્યારે તેના વચન પર અન્ય લોકોની ઘણી શ્રદ્ધા થાય છે. પ્રમાણિક મનુષ્યના આચારો અને વિચારોની અન્ય મનુષ્યો પર ખરેખરી અસર થાય છે. પ્રમાણિકતાનો ગુણ ખીલવવા માટે પ્રમાણિક મનુષ્યો અને પ્રમાણિક ગુણદર્શક ગ્રંથોની સેવા કરવાની ઘણી જરૂરી છે. પ્રમાણિક મનુષ્ય આ વિશ્વમાં દૃષ્ટાંત વડે જીવતો રહે છે અને તેના જીવનચરિત્રના દૃષ્ટાંતથી અનેક મનુષ્યોને વાસ્તવિક લાભ પ્રાપ્ત થાય છે.
પ્રમાણિકપણામાં જે સુખ અને મહત્તા છે, તેવી મહત્તા અન્યત્ર દેખાતી નથી. પ્રમાણિક મનુષ્ય મહાત્માઓની સંગતિથી બોધિ બીજ અને સમ્યકત્વની પ્રાપ્તિ કરવા શક્તિમાન થાય છે. પ્રમાણિક મનુષ્ય પોતના સદ્વિચારોમાં મક્કમ રહે છે. પ્રમાણિકપણે પ્રાપ્ત કરવા માટે જેટલું બને તેટલું કરવું અને જેટલો બને તેટલો આત્મભોગ આપવા પ્રયત્ન કરવો એ જ સત્ય કર્તવ્ય છે.
પ્રમાણિકપણાને ધારણ કરવા માટે ઇચ્છા, સ્વાર્થ, લાંચ, માન, કપટ, અવિશ્વાસ વગેરેનો ત્યાગ કરવાની જરૂર છે. ભય-સ્વાર્યાદિના વશમાં થયેલ મનુષ્ય પ્રમાણિકગુણને દેશવટો આપવા સમર્થ થાય છે. જે મનુષ્ય અનેક પ્રકારની લાંચને વશ થાય છે, તે પ્રમાણિકપણાનો ત્યાગ કરે છે અને અપ્રમાણિકપણાથી પોતાની જિંદગીને કલંકિત કરે છે. જે મનુષ્ય પોતાના આત્માની કિંમત કરી શકતો નથી, તે અપ્રમાણિકપણાને વશ થાય છે. અપ્રમાણિકપણે વર્તતાં રાજ્યાદિની પ્રાપ્તિ થાય તો પણ તે ન ઇચ્છતાં પ્રમાણિકપણા વડે સામાન્ય ગૃહસ્થની જિંદગી ગુજારવાની વૃત્તિને પ્રમાણિક મનુષ્યો ઇચ્છે છે. પ્રમાણિક મનુષ્યો કોઈપણ પ્રકારના સ્વાર્થ કે પ્રતિકૂલ લોભને તાબે થઈ અપ્રમાણિકપણું ધારણ કરવાને ઇચ્છતા નથી .
પ્રમાણિક મનુષ્યને પ્રમાણિકતામાં સ્વર્ગ અને સિદ્ધના સુખની માન્યતા હોય છે, તેથી તે
“ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, બોલે મીઠી વાણી, ઊંચ ને નીચનો ભેદ ગણ્યા વણ, કરે ઉપકાર કમાણી.”