________________
ત્યાં સુધી ત્યાગી’, ‘કોઈ ન બતાવે ત્યાં સુધી શાંત', “કામિની ન મળે ત્યાં સુધી નિષ્કામી' ઇત્યાદિ તો જગતમાં જ્યાં ત્યાં અવલોકવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનનું મનન-સ્મરણ કરીને આત્માને એટલો બધો ઉચ્ચ કરવો જોઈએ કે દૃશ્યના શુભાશુભ પ્રસંગોમાં સમાનભાવે પરિણમે.
શાતા અને અશાતાનાં સ્થાનકો પ્રસંગો; મોહનાં સ્થાનકો, પ્રસંગો, સાધનોમાં પોતાના આત્માની તુલના કરવી અને ઉપર્યુક્ત સ્થાનો, પ્રસંગો અને સાધનોમાં હાલનો આત્મા પોતાના ધર્મથી ચલિત થતો નથી એવું અનુભવાય તો વર્તમાન ચારિત્ર્યની ઉત્તમતા પ્રગટે ખરી એમ જાણવું તેમજ પરભવમાં પણ હાલમાં પ્રાપ્ત થયેલા અધ્યાત્મજ્ઞાનગુણ ટકી રહેશે એમ અનુમાન પર આવવું, અન્યથા અધ્યાત્મજ્ઞાનની પરિપક્વતા કરવા અભ્યાસ સેવવો અને ઉપર્યુક્ત સંયોગોમાં નિર્લેપતા રહે એવાં સાધનો વડે અનુભવ ગ્રહવો.
જે મહાયોદ્ધો રણમાં લડવા જાય છે, તેના હૃદયમાં મૃત્યુની ભીતિ હોતી નથી. નામરૂપની અહંવૃત્તિ વિસ્મરીને તે યુદ્ધ કરે છે. તે મુજબ આત્મજ્ઞાની વિશ્વરૂપ રણક્ષેત્રમાં મોહની સાથે યુદ્ધ કરે છે, તે આવશ્યક કર્તવ્ય કાર્યો કરવા છતાં શુભાશુભ પરિણામથી લપાતો નથી. આથી કર્મ કરવાનો ખરેખરો અધિકાર નિર્લેપાધ્યાત્મ જ્ઞાનીઓને ધરી શકે છે. વિશ્વના લોકોના શુભાશુભ કોલાહલો વચ્ચે ઊભા રહીને નિર્લેપ રહેવાની શક્તિ જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે અવબોધવું કે અધ્યાત્મજ્ઞાનની પરિપક્વ દશા
થઈ.
| સર્વ પ્રકારનાં આવશ્યક કાર્યો કરતાં રહીને અન્તરમાં સર્વ જાતની કામનાઓનો નાશ થાય ત્યારે અવબોધવું કે કર્મયોગની ખરી દશા પ્રગટ થઈ. અધ્યાત્મજ્ઞાન વિના કર્મયોગનો સત્યાધિકાર પ્રાપ્ત થતો નથી. અધ્યાત્મજ્ઞાનપૂર્વક કર્મયોગ સેવવાથી ક્યાંય બંધન પ્રાપ્ત થતું નથી. સર્વત્ર સર્વદા સર્વથા વાસ્તવિક સ્વાતંત્ર્ય કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવો હોય તો અધ્યાત્મજ્ઞાનને આત્મામાં પરિણમાવવું જોઈએ.
પ્રત્યેક કાર્ય કરતાં દુનિયા મને શું કહેશે, આ કાર્યથી મને યશ મળશે કે નહિ ઇત્યાદિ જે જે વિચારો પ્રકટે છે તેથી આત્માની શક્તિઓનો હ્રાસ-નાશ થાય છે, તેથી જો પોતાના આત્માનું સંરક્ષણ કરવું હોય તો અધ્યાત્મજ્ઞાન વડે આત્માને પરિણમાવવો જોઈએ. સર્વ પ્રકારના અધિકાર સંપ્રાપ્ત આવશ્યક કાર્યો કરતાં છતાં નિર્મુક્ત રહેવાને માટે પરિપક્વ જ્ઞાન, દશા સંપ્રાપ્ત કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાન રૂપે જ્યારે આત્મા પરિણામ પામે છે, ત્યારે બાહ્ય કાર્યોમાં અહં મમત્વની વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને હર્ષ-શોક રહિતપણે આત્માનંદમાં મગ્ન થઈને કર્મયોગ કરાય છે.
અધ્યાત્મજ્ઞાનીઓ મહાન ઉદ્દેશોને હૃદયમાં ધારણ કરીને કર્મયોગને આદરે છે. તેઓ સમુચ્છિમની
“બન્યો હું વીરનો ચેલો, બનાવીશું સકલ વીરો, કર્યું અર્પણ જીવન સઘળું, અધિક નહિં ધર્મથી બીજું.”