________________
લીધી નથી. કદીય અઢેલીને બેઠા નથી. સ્વાદિષ્ટ ભોજન નિરસ કર્યા વિના વાપર્યું નથી. એક જ પાત્રમાં સઘળો આહાર આવતો ને વપરાતો. ધનાઢય શ્રીમંતો અને સમર્થ રાજવીઓ એમના ભક્ત હોવા છતાં ક્યારેય ખાદી સિવાય બીજું પહેર્યું નથી. એમનાં ચમત્કારિક અંગલક્ષણો જ એમના પ્રખર યોગિત્વની પહેચાન હતાં. તેઓ મોક્ષમાર્ગના મહાન પથદર્શક બની રહ્યા.
વિ.સં. ૧૯૮૧ના ચાતુર્માસ માટે પૂ. આ. બુદ્ધિસાગરસૂરીશ્વરજીને ઠેર ઠેરથી વિનંતી કરવામાં આવી પણ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આ વિનંતીને ટાળી દેતા હતા. બધાને એક જ જવાબ દેતા, ભાઈ, હવે કોણ ચાતુર્માસ કરવાનું છે? આ તેમનો છેલ્લો ચાતુર્માસ થયો. વિ.સં. ૧૯૮૧ની જેઠ વદ ૩ ને મંગળવારે પ્રાતઃકાળે મહુડીથી પ્રયાણ કર્યું. રાત્રે નાડી મંદ પડી ગઈ હતી. ડૉક્ટરો મૂંઝાયા હતા. સવારે આઠ વાગ્યે વિજાપુર પધાર્યા. સમસ્ત જૈન સંઘ અને અન્ય નગરજનો એકઠા થયા. દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. સવારના સવા આઠ વાગ્યે પદ્માસને બેસીને ધ્યાનસ્થ બન્યા અને બીજી જ ક્ષણે શાંત મુદ્રા સાથે એ નયનો સદાને માટે મીંચાઈ ગયાં. | સંસાર-સરોવરનું એક રમણીય કમળ અનંતમાં વિલીન થઈ ગયું. એ કમળ તો ગયું પણ દિશાઓ જાણે એનાથી મહેકી રહી.
મૃત્યુને પાર કરી જનારા યોગીને માટે મૃત્યુ એ તો વસ્ત્રપલટા જેવી સહજ બાબત હતી. આ અઢારે આલમના અવધૂતને જૈન અને બ્રાહ્મણ, પીંજારા અને પાટીદાર, મુસલમાન અને ઠાકરડા સહુ કોઈ એક સંત તરીકે આદર આપતા. કોઈ એમના અમર ગ્રંથશિષ્યોને યાદ કરે છે તો કોઈ જૈન પરંપરામાં ભુલાતી જતી ધ્યાનસાધનાને સજીવન કરનાર સાધક તરીકે યાદ કરે. કોઈ સમાજમાં એમણે
1 સુધારા જોઈને સમાજસુધારક તરીકે સ્વીકાર કરે તો કોઈ એમના રાજકીય વિચારો જોઈને દીર્ઘદ્રષ્ટા તરીકે સ્મરણ કરે. તો કોઈ આત્માનંદ મસ્તીના અવધૂત તરીકે ઓળખે છે.
શિવા પટેલ જેવા ઉદાર કણબીને ત્યાં જન્મ્યા. શેઠ નથુભાઈ જેવા જૈનને ત્યાં ઊછર્યા. ગુરુદેવ રવિસાગરજી મહારાજ પાસેથી જીવનનો રાહ મેળવ્યો. પૂ. સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા લઈને સાધુતા ઉજમાળી કરી. એકએકથી ચડિયાતા ગ્રંથો લખીને જ્ઞાનયોગી બન્યા. સમાજ અને શાસનના હિતનાં કાર્યો કરીને કર્મયોગી બન્યા અને ધ્યાનનો પ્રભાવ બતાવીને તેઓ ધ્યાનયોગી બન્યા. ધરતીની માટીની મહેકમાંથી જન્મેલો બાળક બહેચર વિશ્વવિરલ દિવ્યવિભૂતિ જેવા મહાન માનવતાવાદી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી થઈ ગયા.
આવી વિરલ વિભૂતિને ગુજરાતના મહાકવિ નાનાલાલે આપેલી અંજલિ કેટલી યથાર્થ છે. આ મહાકવિ પોતાના શોકસંદેશમાં લખે છે.
‘એ તો ખરેખર સાગર હતો જૈન સંઘ આજે જાણતો નથી કે એનું કેટલું આત્મધન હરાયું છે.
યોગનિષ્ઠ આચાર્યશ્રીની એકાવન વર્ષની જીવનયાત્રા એ સામાન્ય કુટુંબમાં જન્મીને
અસામાન્ય સિદ્ધિ મેળવી ઉચ્ચ દિવ્યતા પ્રાપ્ત કરવાની રોમાંચક કથા છે. એક જીવનમુક્તની એકાવન વર્ષની આ યાત્રા અનેકના જીવનને માટે પ્રેરક બની છે.
a 21
-