________________
આત્માની સાહજિક અનુભૂતિ
- યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાબરમતીના તીરે એકલા ચાલ્યા જાય છે. ચારેકોર સૂનકાર છે. ઊંડા કોતરો ભેંકાર લાગે છે. એકલ-દોકલ માનવી જ્યાં કદીય ફરકવાની હિંમત ન કરે, તેવા વાંધાઓ અને કોતરોમાં સૂરિજી નિર્ભયતાથી ડગ ભરતા જાય છે. કોઈ ગુફા જેવી જગ્યામાં જાપ જપવા બેસી જાય છે. ક્યાંક પદ્માસન લગાવી ધ્યાનમાં ડૂબી જાય છે. ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી આવા સ્થળે અખંડ સમાધિ લગાવી બેસી જાય છે. કોઈ ઊંડા કોતરમાં વિહાર કરે છે. નિર્ભયને વળી ભય શો? અભયને ઓળખનારને બીક હોય ખરી ? | યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિની નિર્ભય આત્મદશાથી એવા બનાવો બન્યા કે જેને જગત ‘ચમત્કાર' તરીકે ખપાવે, જગત તો સ્વાર્થની પૂજા કરે છે. જગતના લોકો પોતાનો કંઈને કંઈ સ્વાર્થ સિદ્ધ કરવા માટે સૂરિજી પાસે આંટા મારવા લાગ્યા. અનેર રોગિયા-દોગિયા ય આવવા લાગ્યા. સૂરિજી સદાય હૃદયમાં સહુનાં કલ્યાણના મંત્રો ૨ટતા હતા .
એમને સિદ્ધિઓમાં રસ નહોતો, ચમત્કારોથી નામના જમાવવી નહોતી, એ તો અવધૂત યોગી આનંદઘનની માફક પોતાની મસ્તીમાં મગ્ન હતા. માગનારને ક્યારેક માગ્યું મળતું પણ ખરું. એટલે જેને ફળે એ મહિમાનો વિસ્તાર કરે.
કોઈની પેટની પીડા મટી, તો કોઈકની સૂરિજીના આશીર્વાદે સંસારની ઉપાધિ ઘટી.
વિ.સં. ૧૯૭૫માં માણસાના શેઠ વીરચંદ કૃષ્ણાજીને પેટની ભારે પીડા ઉપજતી, પીડા એવી થાય કે જાણે હમણાં મરણ આવશે. અનેક ઉપચારો કરવા છતાં કોઈ ઔષધ કારગત નીવડ્યું નહીં. એકવાર પ્રતિક્રમણ સમયે જ સખત પીડા ઉપડી; મૃત્યુ સામે આવીને ઊભું હોય એવો વેદનાનો અનુભવ થયો. સૂરિજીએ ઓઘો ફેરવ્યો અને તેઓ સાજા થઈ ગયા. જન્મનો રોગ ગયો.
પેથાપુરના એક શ્રાવકને વ્યાખ્યાનમાં જ તાણ (ફીટ) આવી ગઈ. વર્ષોથી આ વ્યાધિ એમને વળગેલી હતી. સૂરિજીએ વ્યાખ્યાન પૂરું થયા પછી એમના શરીર પર ઓધો ફેરવ્યો અને તાણ આવતી હંમેશને માટે બંધ થઈ ગઈ. | વિ.સં. ૧૯૫૯ના મોહરમના દિવસે એક યુવાન મહેસાણાથી મુંબઈ જતા અમદાવાદ ઊતરીને સૂરિજીના દર્શન કરવા આવ્યો. આ યુવાન મુંબઈમાં ધંધાની શોધ માટે જતો હતો. સૂરિજીએ કેટલીક શિખામણો આપી. સાથોસાથ મુંબઈમાં પ્લેગ ચાલતો હોવાથી એક મંત્ર આપ્યો. આ મંત્ર ભણવાથી પ્લેગનો ભય ટળશે અને ઉન્નતિ થશે એમ કહ્યું. એ વ્યક્તિને તો મંત્રબળે પ્લેગ ન થયો, પણ એમણે મુંબઈમાં પ્લેગના કેટલાય દર્દીઓની સારવાર કરી અને છતાં પોતે જીવલેણ ચેપી રોગથી બચી ગયા.
વળી એક વાત નોંધાઈ છે. પેથાપુર ગામમાં એક જૈન સજ્જનને સર્પ કરડ્યો. સગા-વહાલાં ભેગાં થયાં અને મરી ગયેલો જાણી નનામી તૈયાર કરી અને મૃતદેહને ઉપાડીને સ્મશાને જવા નીકળ્યા. રસ્તામાં સૂરિજીનો ભેટો થયો. એમણે લોકોને પૂછયું, ‘ભાઈઓ, શું થયું છે ?”
લોકોએ જવાબ આપ્યો, ‘રાત્રે આ શ્રાવકને સર્પ કરડ્યો હતો અને તે મૃત્યુ પામ્યો છે.'
આત્માનંદી સૂરિજીએ સ્વાભાવિકતાથી કહ્યું, “ના હોય, હજી તો એ જીવતો છે.” આમ કહીને એમણે નનામી છોડવા કહ્યું. કેટલાકે શ્રદ્ધાથી અને કેટલાકે કચવાતે મને નનામી છોડી. એના શરીર પર સુરિજીએ ત્રણ વખત ઓઘો ફેરવ્યો. પેલો માનવી આળસ મરડીને બેઠો થયો !
* * *
છે
27
,