________________
ઓટરમલજી નામના એક મારવાડી ભક્ત હતા. અદ્દભુત આજ્ઞાપાલક. એને દીક્ષા લેવાની ઇચ્છા થઈ. સૂરિરાજ ચાહતા હતા કે વધુ ધમાલ વગર દીક્ષા આપી દેવી. પણ ગામમાં ખબર પડી ને સહુ આવી પહોંચ્યા. બધાએ આમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું,
‘સંન્યાસનો દીક્ષા ઉત્સવ તો એવાઓને શોભે કે જે કાં તો લક્ષ્મી ત્યજીને આવતા હોય કાં સરસ્વતી લઈને આવતા હોય, બાકી શા વરઝોળા !’
આ ઓટ૨મલજી મુનિ વેશે ઉત્તમસાગરજી. સૂરિજીના અનન્ય ભક્ત હતા. એક વાર સૂરિજીએ કહ્યું, ‘મારી ગમે તેવી આજ્ઞા પાળે તેવો કોઈ શિષ્ય છે ખરો?'
ઉત્તમસાગરજી પાસે હતા. તેમણે કહ્યું, ‘કૂવામાં પડવાની આજ્ઞા કરો તો કૂવામાં પડું. આજ્ઞા
આપો.'
‘નહીં પાળી શકો આજ્ઞા !'
‘જરૂર પાળીશ.’
‘તો લંગોટ કાઢીને માંડો દોડવા .’
કૂવામાં ઝંપલાવવું સહેલું હતું. આ કાર્ય મુશ્કેલ હતું. એ રીતે સૂરિજીએ એમના અભિમાનને ફટકો માર્યો કે માનવીએ મગરૂરી ન કરવી. આજે જ્યાં પ્રેમ ત્યાં પ્રેમાભાવ થતાં વાત લાગતી નથી.
ભક્તો કહેતા, ‘સાહેબજી, લોકો ટીકા કરે છે કે આપ હમણાં હમણાં જાત્રાએ જતા નથી.’
‘શું જાત્રાએ જાઉં ?’ ને સૂરિજી ક્ષણભરમાં સમાધિમાં સ્થિર થઈ ગયા. થોડી વારે જાગીને કહ્યું, ‘યાત્રા કરી આવ્યો. એટલો આનંદ મળી ગયો. બાકી તો જગ જે કહેતું હોય એ કહેવા દે ! ભાઈ, પેલું યાદ છે ને !’
‘માં કો કહાં ઢૂંઢો રે બંદે
મેં તો તેરી પાસ મેં.’
આ સાધુરાજ તે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી !
ચરિત્રો ચારિત્ર્યને ઘડે છે. પોતાના ગુરુ સુખસાગરજી, દાદાગુરુ રવિસાગરજી, અવધૂત આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજીનાં ચરિત્રોનું આલેખન કર્યું તેમજ શ્રીમદ્ દેવચંદ્રજી વિશે આશરે ૨૫૦૦ પૃષ્ઠના બે મહાગ્રંથો ગુજરાતને અને જૈનસમાજને સરસ્વતીપ્રસાદ રૂપે આપ્યા.
26