________________
સેતાન, માણસ હોય કે દેવ, ગમે તે કાં ન હોય, પોતાની સ્વાર્થસાધના માટે એ સહુને પુજે ! આ પવિત્ર આત્માની ખ્યાતિ થતી ચાલી, ઇચ્છિત પ્રાપ્તિ માટે અનેક રોગિયા-દોગિયા આવવા લાગ્યા. આ યોગીના હૃદયમાં સદાકાળ સહુના કલ્યાણના મંત્રો રટાતા હતા. માંગનારને માગ્યું મળતું પણ ખરું ! જેને ફળે તે મહિમાનો વિસ્તાર કરે.
જંગલમાં ગયેલા મહાન યોગી આનંદઘનજીને એવી વીતી હતી, તો બીજાની શી વાત ! અપુત્રીઆ રાજાએ હઠ લીધી કે, “વચન સિદ્ધિવાળા છો. એવો મંત્ર આપો જેથી પુત્ર થાય.'
યોગીરાજે છૂટવા ઘણું કર્યું, પણ પેલો સ્વાર્થી માનવી એમ કંઈ છોડે ?
યોગીએ મંત્ર આપ્યો. માદળિયું બનાવી બાંધવા કહ્યું. વર્ષે દહાડે તો રાજનો ભાવિ ધણી જભ્યો રાજા તો ઠાઠમાઠથી યોગીરાજ આનંદઘનજીને વધામણે ચાલ્યો. જંગલની કોઈ ગુફામાં બેઠેલા યોગીએ કહ્યું, ‘ભોળા રાજા !ચિઠ્ઠી ઉઘાડ ! વાંચ તો, કયો મંત્ર છે ?”
રાજા માદળિયું તોડી વાંચે છે, ‘રાજા કી રાની કો લડકા હો તો આનંદઘન કો ક્યા ? ન હો તો ભી ક્યા ?'
સહુ વિસ્મય પામ્યા. રાજા કહે, ‘યોગીરાજ , તમારું વચન ને મારી શ્રદ્ધા ફળી.
જેમ સૂરિરાજ જેમ જેમ બધાનો સંગ છોડતા ચાલ્યા. એમ એમ એમના સંગી વધવા લાગ્યા. અમદાવાદના શેઠ જગાભાઈ જેવા આવે, ‘બાપજી, મલબાર ટીંબર નામની કંપની કાઢી છે.' હજી એ પૂરું કહે તે પહેલાં સાધુરાજ ટ૫ દઈને બોલી દે, ‘ખોટું કર્યું. લીલાં ઝાડ વાઢવાનો ધંધો બંધ કર.”
પણ કંપની લાખોની થાપણથી શરૂ થઈ ગઈ હોય. હવે બંધ કરવી એક માણસના હાથની વાત નથી. આખરે શબ્દો સાચા પડ્યા. કંપની શરૂ થતાં પહેલાં તૂટી ગઈ. કેસ ચાલ્યો, દીવાની ને ફોજદારી ચાલી. સજા થવાનો ઘાટ આવ્યો.
જગાભાઈ શેઠ સાધુમહારાજ પાસે આવ્યા. બહુ બહુ વિનંતી કરી. આખરે એક માળા આપી. ‘ગણજો , કર્યા કર્મ છૂટતાં નથી. છતાં ધર્મ પસાથે સારું થશે.'
દંડ તો દેવો પડ્યો પણ જેલની સજામાંથી છૂટી ગયા.
અને આવા તો અનેક કિસ્સા કહેનારા અમને મળ્યા છે. કોકને પેટની પીડા મટી છે. કોકને સંસારની પીડ મટી છે. કોક કહે, ‘એમણે ના કહી, હું ન ગયો ને મને લાભ થયો.
એક સાધ્વીજીને રાત્રે સર્પ કરડ્યો. માત્ર પાણી મોકલાવ્યું ને સર્પ ઊતરી ગયો. એક બીજાને કરડ્યો, કહ્યું, ‘નહીં ઊતરે. કાળ ચોઘડિયે કરડ્યો છે.'
- ઘનિષ્ઠ પરિચય ધરાવનાર શ્રી ભાખરિયા કહે છે, “મને ટાઇફોઈડ તાવ હતો. દાક્તરો ચિંતા કરતા હતા. ટેમ્પરેચર હઠે જ નહીં.”
યોગનિષ્ઠ આચાર્યશ્રીએ અહિંસા, અસહકાર, ખાદી, સ્વદેશી વ્રત વગેરે વિષયમાં ઊંડો
રસ લઈને એમણે જનસમૂહને જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો છે. એમણે જીવનભર ખાદી પહેરી હતી અને સ્વતંત્રતાનો મહિમા કર્યો હતો.