________________
મુનિરાજની વિદ્વત્તા તો જાણીતી હતી. એમની વાદવિવાદની શક્તિથી તો ભલભલા અંજાઈ જતા. મુનિરાજના પડકારનો કોઈએ સ્વીકાર કર્યો નહીં. સિંહનું ચામડું ઓઢીને ફરતું લુચ્ચું શિયાળ કદી ગર્જના કરી શકે ખરું ? મુનિ બુદ્ધિસાગરજીના પડકારનો કશો જવાબ ન મળ્યો. મુનિરાજ જાણતા હતા કે આવાં પુસ્તકો એ તો ચેપી રોગ જેવા કહેવાય. એને તો ઊગતાં જ ડામી દેવા જોઈએ.
શ્રી બુદ્ધિસાગરજી તો પલાંઠી લગાવીને ઘૂંટણના ટેકે નોટબુકને ટેકવીને લખવા માંડ્યા. બરૂની કલમથી લખવાનું શરૂ કર્યું. રોજમેળ જેવી ડાયરીમાં એ પુસ્તકની એકેએક દલીલનો સચોટ જવાબ આપવા માંડ્યા.
કામ માથે લીધું એટલે પૂરું પાડવું જ એ તો એમનો સ્વભાવ હતો. દસ દિવસમાં તો એમણે એ લખાણ પૂરું કર્યું. હૃદયમાં સંતાપ એટલો બધો કે કલમ વણથંભી જ વહી રહી હતી અને અઢીસો પાનાંનો એક ઉમદા ગ્રંથ જોતજોતામાં લખાઈ ગયો. ક્યાંય આપવડાઈ કે પરનિંદા નહીં. લખાણનાં પાને પાને એમના સૌજન્યની સુવાસ મહેકે, એમાં એમણે વિરોધીની એકેએક દલીલનો જવાબ આપ્યો હતો, એનું અજ્ઞાન ખુલ્લું પાડ્યું હતું.
આ ગ્રંથનું નામ રાખ્યું - “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો - તેમાં જૈન-ખ્રિસ્તી સંવાદ.”
ગ્રંથ લખીને શ્રી બુદ્ધિસાગરજીએ શ્રી મોહનલાલજી મહારાજને બતાવ્યો. મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં એ ગ્રંથની મુક્ત મને પ્રશંસા કરી. સુરતના શ્રીસંઘે જ પુસ્તક છપાવવાનું હોંશભેર માથે લીધું. એ ગ્રંથ છપાયો. એવી નકલો ઠેર ઠેર વહેંચવામાં આવી. - એક નકલ જયમલ પદ્મીંગને પહોંચાડવામાં આવી. એ વાંચતાં જ જયમલનો જીવ ઊડી ગયો. એની એકેએક વાતનું આમાં સચોટ ખંડન કરવામાં આવ્યું હતું. જૈન ધર્મની બદબોઈ કરવાની એની મહેનત એને પોતાને જ ભારે પડી. આખરે સુરતમાંથી એને ભાગી નીકળવું પડ્યું.
આ અગાઉ શ્રી બુદ્ધિસાગરજીએ ઘણાં કાવ્યો રચ્યાં હતાં, પણ એમનો આ પહેલો ગ્રંથ તો ગદ્યમાં જ લખાયો.
| એકસો ને આઠ ગ્રંથશિષ્યો રચવાનો એમનો ભેખ હતો. એવામાં વિ. સં. ૧૯૮૦માં ક્ષીણ થતા દેહને જોઈને ડૉક્ટરે જાહેર કર્યું કે મધુપ્રમેહનો રોગ એટલો વધેલો છે કે આવો રોગી છ માસથી વધુ ન
ભાળે.
મૃત્યુને તરી ગયેલા સુરિરાજ બુદ્ધિસાગરજી હસ્યા અને કહ્યું, “હજી તો મારે ઘણા શિષ્યો બનાવવાના બાકી છે, ઘણું કામ બાકી છે.”
આ વેળાએ ઉપસ્થિત એક શ્રાવકે સૂરિજીને કહ્યું, “અરે ! આપ આ કેવી વાત કરો છે ? આપે
કાવ્ય, વ્યાકરણ, યોગ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ચરિત્ર અને આધ્યાત્મિક સાહિત્ય જેવાં અનેક ક્ષેત્રોમાં યોગનિષ્ઠ આચાર્યશ્રીએ ખેડાણ કર્યું. પોતાના કડક સાધુજીવનના આચારોના પાલનની સાથોસાથ પોતાના સમયમાં સર્જકો અને આગેવાનો સાથે એમનો સદાનો સંપર્ક રહ્યો અને
વખતોવખત એમની પ્રવૃત્તિઓને માર્ગદર્શન આપતા રહ્યા.