________________
પ્રભુનું બિંબ દેખાયું. બાજુમાં રમતા એક નિર્દોષ બળકને બોલાવીને આ દ્વાર ખોલવાનું કહ્યું. નાના બાળકે સહેજ જોરથી ધક્કો મારતાં જ વર્ષોથી બંધ રહેલાં કમાડ ખૂલી ગયાં.
* * * સાચા યોગીને માટે ભવિષ્ય એ ખુલ્લી કિતાબ જેવું હોય છે. ભાવિને ભેદતી એમની નજર કોઈને આગાહીરૂપ લાગે ખરી, પણ એમને ભવિષ્યને ખોળવા જવું પજતું નથી; ભવિષ્યની ઘટનાઓ એમની સામે સાફ-સાફ ઊભી હોય છે. માણસાના એક સજ્જનનો પુત્ર રિસાઈને ઘેરથી ચાલ્યો ગયો. એમને આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિ પર ભારે આસ્થા. આવીને સૂરિજીને પોતાની વીતકકથા કહી. ત્યારે સૂરિજીએ જવાબ આપ્યો કે, ‘બહુ ચિંતા કરશો નહિ, થોડા દિવસમાં જ તમારા પુત્રનો પત્ર આવશે.” થયું પણ એવું જ . આઠ દિવસ બાદ કલકત્તાથી એમના પુત્રનો કાગળ મળ્યો અને તેઓ ત્યાં જઈને એને પાછો લઈ આવ્યા. - એક ભાઈને પેથાપુરમાં ઉજવણું કરવું હતું. સુરિજીને તે અંગે મળવા જવાનો વિચાર કર્યો, પણ તે દિવસે જઈ શક્યા નહિ. ત્રીજે દિવસે ગયા ત્યારે સૂરિજીએ કહ્યું, ‘કેમ, પરમ દિવસે આવવાના હતા ને ?” બધાને આશ્ચર્ય થયું કે સૂરિજીને આ ખબર કેવી રીતે પડી ગઈ ?
* * *
પેથાપુરમાં સાગરગચ્છ અને વિમળગચ્છ બંનેનું જોર ચાલે. સૂરિજી તો ગચ્છના ભેદમાં માનનારા નહોતા. એમનું જ્ઞાની અને ધ્યાની ચિત્ત તો આવી સંકુચિતતાઓને ક્યારનુંય ભેદી ચૂક્યું હતું. બંને ગચ્છના બાળકો સાથે શ્રી બુદ્ધિસાગરસૂરિ ચંડીલ (શૌચ) જઈ રહ્યા હતા. એવામાં રસ્તાની વચ્ચે એક સાપ પડેલો જોયો. બાળકો ગભરાઈ ગયા. સૂરિજીએ એમને હિંમત રાખવા કહ્યું. એમણે રસ્તાની વચ્ચે રહેલા પાસને બાજુએ મૂકી દીધો. સૂરિજી āડીલ ગયા. સાગરગચ્છવાળા એક બાળકે કહ્યું, ‘જોયું ને, અમારા સૂરિ કેવા સમર્થ છે! સાપ જેવા સાપને પકડીને બાજુએ મૂકી દીધો.'
વિમળગચ્છનો બાળક આ સાંભળીને એકાએક બોલી ઊઠ્યો, “ઓહ, એમાં વળી કઈ મોટી વાત છે ? સાપને તો મદારી પણ પકડે છે, પણ તમારા સૂરિજીમાં શક્તિ હોય તો પેરિસમાં રહેલા માતા પિતા શું કરે છે, તે મને બતાવે તો હું એમને ખરા કહું.'
થોડીવારમાં આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિ પાછા આવ્યા. બાળકોએ ચડસાચડસીની વાત કરી. સૂરિજીએ વિમળગચ્છના બાળકને કહ્યું, ‘ભાઈ, તારી આંખો બંધ કર એટલે તને બધું જ દેખાશે.”
બાળકે થોડીવાર આંખો બંધ કરી અને પછી ખોલી. સૂરિજીએ પૂછ્યું, “શું જોયું ?”
બાળકે જવાબ આપ્યો, “અરે, આંખ બંધ કરી ત્યારે ફ્રાંસ દેશની રાજધાની પેરિસમાં રહેલા મારા પિતાજી દેખાયા. તેઓને પડી જવાથી ફ્રેક્ટર થયું હોય એમ લાગ્યું.'
સૂરિજીએ કહ્યું, ‘હવે ઘેર જઈ ને તપાસ કરજે. તારે ઘેર આની ખબર આપતો તાર આવ્યો હશે.” બાળક ઘર ભણી ગયો અને જોયું તો ઘેર તાર આવીને પડયો હતો.
* * *
“સાચા સાધુ હોવું, ઉચ્ચકોટિના સાહિત્યકાર થવું, અને છતાં માનવતાભર્યા સહૃદયી. સમાજસેવક બનવું - એ ત્રણે મહાભાગ્ય બહુ જ થોડી વ્યક્તિઓમાં દષ્ટિગોચર થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી એવું સૌભાગ્ય લઈને અવતર્યા હતા.”
- રમણલાલ વ. દેસાઈ