________________
| સૂરિજી ચાતુર્માસ કરવા માટે સુરત આવ્યા હતા. એક વાર તેઓ તાપી નદીને કાંઠેથી પસાર થતા હતા. તાપીના ઊંડા જળમાં એક માછીમાર જાળ નાખીને બેઠો હતો. માછલાં ફસાય એની રાહ જોતો હતો.
- આચાર્યશ્રી તેની સમીપ ગયા અને એને કહ્યું, ‘ભાઈ, તારી આ જાળ બહાર કાઢી લે. તું મારા દેખતાં ફરી જાળ નાખીશ નહિ.”
માછીમાર પર સૂરિજીના વાતની કોઈ અસર ન થઈ. એમનો હુકમ માનવાની એને શી જરૂર ? માછીમાર ને અવળચંડાઈ સૂઝી. એણે પોતાની જાળ વધુ પહોળી કરી.
| સુરિજીએ એક કાંકરી લઈને પાણી તરફ ફેંકી અને બોલ્યા, “ખેર, તારે જાળ નાખવી હોય તો નાખ, પહોળી કરવી હોય એટલી પહોળી કરે, પરંતુ એમાં એકે ય માછલી આવશે નહીં.”
માછીમાર હસી પડ્યો. સૂરિજી તો કાંઠે કલાક સુધી નજર ઠેરવીને ઊભા રહ્યા. માછીમારે માછલું સપડાવવા ઘણી માથાકૂટ કરી., જાળને ખૂબ ફેરવી પણ ખરી. પણ લાંબી મહેનતને અંતે જાળ કાઢીને જુએ છે તો જાળમાં એક નાનું માછલું પણ એને જોવા ન મળે. માછીમારને થયું કે નક્કી આ કોઈ યોગી લાગે છે. દોડીને એમને પગે પડ્યો અને કહ્યું, ‘બાવાજી, કોઈ હુકમ આપો.'
સૂરિજીએ જવાબ આપ્યો, ‘આજનો દિવસ આ પાપની કમાણી બંધ કર ! જાળ ઉઠાવીને ઘેર જતો રહે.’
માછીમારે સુરિજીને પગે લાગીને પોતાની જાળ ઉઠાવી લીધી. એ ઘર તરફ ચાલવા લાગ્યો.
વિજાપુરના વતની ચુનીલાલ દુર્લભદાસ એલ.એલ.બી.નો અભ્યાસ કરે પરીક્ષા અગાઉ બીમારીમાં સપડાયા. પૂરતી તૈયારી થઈ નહિ, પરીક્ષા આપવાનું માંડી વાળ્યું. સૂરિજીને ખબર પડતાં એમને માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં કહ્યું, ‘પરીક્ષામાં જજે . જરૂર પાસ થઈશ.’ સૂરિજીની આજ્ઞા માની તેઓ પરીક્ષામાં બેઠા અને પાસ થયા.
| વિ. સં. ૧૯૭૪માં સૂરિજી પોતાના વતન વિજાપુરમાં આવ્યા. ત્યાં પ્લેગ ફાટી નીખલ્યો હોવાથી ગામ ખાલી થઈ ગયું હતું. સૂરિજી કાજુમિયાં નામના એક ભક્ત મુસ્લિમના ખેતરમાં આંબા નીચે રાવઠીમાં રહ્યા. જંગલમાં મંગલ થયું. આ આંબા પર છેલ્લાં ચાલીસ વર્ષથી ફળ નહોતાં આવ્યાં, તે આંબો સૂરિજીના પવિત્ર પગલે, એજ વર્ષે ફળ્યો. એ પછી વર્ષોવર્ષ એના પર ફળ આવવા લાગ્યા. આજે પણ એ આંબો ગુરૂ આંબા તરીકે પ્રસિદ્ધ છે.
* * રિદ્રોલ ગામના દેરાસરમાં એક ભૂગર્ભ લગૃહ હતું. ઘણા લોકોએ એ ખોલવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ એને કોઈ ખોલી શક્યું નહિ. એક વખત સુરિજી આ ગામમાં આવ્યા. ગામના જૈનોએ વર્ષોથી બંધ રહેલા ભૂગર્ભગૃહની વાત કરી. સૂરિજી ઊંડી સમાધિમાં ઊતરી ગયા. ધ્યાન કરીને જોયું તો એમને અંદર
ગુજરાતની પ્રકૃતિને યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ કાવ્યસોંદર્યથી મઢી આપી છે. તાપી, નર્મદા, તારંગા, પાવાગઢ, ગિરનાર, ડાંગ વગેરે નદી અને પ્રદેશના આટલાં વર્ણનો ભાગ્યે જ કોઈ કવિએ આપ્યા હશે. એમાં પણ સાબરમતી નદીના સૌંદર્યને
એમણે અનુપમ કાવ્યોથી પ્રગટ કર્યું છે.