________________
| ‘અરે ભાઈ, આ તો અબોલ પ્રાણી કહેવાય. એને આવો ફટકો ન મરાય. જેવો જીવ આપણો, તેવો હોય છે સહુનો. તારા ફટકાથી એ અબોલની આંતરડી કેટલી બધી કકળી ઊઠી હશે! અમારો ધર્મ કહે છે કે અબોલનેય આત્મા હોય છે અને એનો જીવ દુભાતો હોય છે.'
યુવાન બહેચર ઉત્સુકતાથી પૂછી બેઠો. ‘તે હૈ મહારાજ, પોતાની જાત કરતાં પારકાની વધુ ફિકર રાખવાનું કહેતો આ તે વળી કયો ધર્મ ? મને કહેશો?’
મહારાજે કહ્યું, ‘ભાઈ, અમારો ધર્મ એ જૈન ધર્મ. એ બળની વાત કરે છે. પણ બાવડાંના બળની નહીં. આત્માના બળની. એ કહે છે કે મારનાર મોટો નથી. તારનાર મહાન છે. તારી પાસે જે બળ છે એ ભેંસ પાસે પણ હતું. પણ સાચું બળ તો આત્મબળ છે. અધ્યાત્મબળ છે. શરીરની શક્તિ અને મનની શુદ્ધિ ભેગાં મળે તો જ જીવ્યું સાર્થક થાય.' | વૃદ્ધ મુનિની લાગણીભરી વાણી જાણે હેતની સરવાણી લાગી. હૃદયમાં ઝંઝાવાતોને બદલે શ્રદ્ધાની વેલ પાંગરવા લાગી. યુવાન બહેચરદાસના જીવનમાં નવો પ્રકાશ પથરાયો. એના સુષુપ્ત સંસ્કારો જાગી ઊઠ્યા . અબોલ પ્રાણીઓને જડ માનનાર બહેચરદાસને અબોલના અંતરની વેદના સમજાવા લાગી. વાછરડાને ગોધલો બનાવવાની રીત પર નફરત જાગી. એણે જોયું કે માનવી સ્વાર્થની નજરે જોઈને પારકાનું અહિત કરતાં અચકાતો નથી. એણે સમજાવ્યું કે અબોલની આંતરડી દુભવવાની ન હોય પણ એના અંતરના અમી સરખા આશીર્વાદ લેવાના હોય. બહેચરદાસ આત્મબળની ઓળખ માટે મુનિરાજ પૂજ્ય રવિસાગરજી મહારાજને મળવા ગયો. - બહેચરદાસ તો મુનિરાજના દર્શન માત્રથી ધન્ય બની ગયો. એમના આત્માની નિર્મળતા. એમની સૌમ્ય મુખમુદ્રામાં પ્રગટ થતી હતી. એમનાં નયનમાં જીવતત્ત્વ પરની અપાર કરુણા અનુભવાતી હતી.
વંદનું પ્રસાદસદન સદચંદ્રદય સુધામુચો વાચઃ | કરણે પરોપકાર યેષાં કેષાં ન તે વન્ધાઃ ||
પ્રસન્નતાથી ભરેલું મુખ, દયાથી છલકાતું હૃદય, અમૃત ઝરતી મધુર વાણી અને જેનાં કાર્ય માત્ર પરોપકારનાં હોય, તે કોને વંદનીય ન બને ? અર્થાતુ તે સર્વથા વંદનીય બને છે. - પૂ. રવિસાગરજી મહારાજે આ યુવાનને હેતથી કહ્યું, ‘ભાઈ, પરમાત્માને ખોળવા જવાની જરૂર નથી. એ તો આપણા આત્મામાં જ બેઠો છે. આત્માના રાગ-દ્વેષ સાથે આપણે યુદ્ધ કરવાનું છે. અહિંસા, સંયમ અને તપ એ આ યુદ્ધનાં શસ્ત્રો છે. બાકી તો પેલા ભજનવાળા કહે છે તેમ, ‘ઘટઘટમાં રામ’ રહેલો છે. તારે તારા અંતરમાં છુપાયેલા એ પરમાત્માની પિછાન મેળવવાની છે.” - બહેચરદાસના અંતરની વેલ જાણે ફરી પાંગરવા લાગી. કર્મનાં કાળા ડિબાંગ વાદળાંઓ વીખરાવા લાગ્યાં. હૃદયમાં નિરાશાને સ્થાને આશાનો પ્રકાશ ઝળહળી ઊઠ્યો.
વિ.સં. ૧૯૪પના આસો માસની શુભ તિથિએ બહેચરદાસ વિદ્યાશાળામાં શાસ્ત્રના અધ્યયન માટે દાખલ થયા. વિદ્યાશાળાના ગુરુ શ્રી રવિશંકર શાસ્ત્રી પાસે આ કણબી યુવાન જૈન ધર્મના મર્મરૂપ નવકાર મંત્રનું પહેલું ચરણ શીખ્યો. નમો અરિહંતાણે. અને મનોમન એ ભાવનાનો વિચાર કરવા લાગ્યો
જીભના સ્વાદને તો બાળક બહેચરદાસે પહેલેથી વશ કર્યો હતો. કણબીના આ સંતાને બાળપણથી જ રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. લસણ અને ડુંગળી તજવાને પરિણામે ઘણીવાર ભૂખ્યા રહીને દિવસો કાઢ્યા હતા. ક્યારેક કાચા ઘઉં કે કાચી બાજરી
ચાવીને પછી પાણી પી ને પેટની આગ બૂઝાવી હતી.
16