________________
પ્રભુ આપો સદા મુજને સુમતિ, પ્રભુ વણ દિલ બીજું ન ઇચ્છું રતિ.
મહેસાણામાં ગુરુ શ્રી રવિસાગરજી મહારાજ મળી ગયા. બાળપણમાં એમણે જ સાચા બળનો બોધપાઠ આપ્યો હતો. આવા ગુરુનાં દર્શન અને એમનો નિત્ય સહવાસ, નિત્ય પરિચય અને નિત્ય સેવાભક્તિની બહેચરદાસને સોનેરી તક મળી. બીજી બાજુ ગુરુ પાસેથી કર્મ, આત્મા અને પરમાત્માની બહેચરદાસને સમજણ સાંપડી, એટલું જ નહીં પણ ધર્મ વિશેની શંકાઓનું સમાધાન સાંપડ્યું. પૂજ્યશ્રી રવિસાગરજી મહારાજની ગુરુકૃપાનો બહેચરદાસને અનુભવ થયો. એવામાં બહેચ૨દાસને જાણ થઈ કે એમનાં માતા-પિતા આસો માસમાં ચાર-પાંચ દિવસનાં આંતરે સ્વર્ગવાસી થયાં. ઘેર આવીને લોકવ્યવહાર કર્યો. એ પછી બહેચરદાસે નક્કી કર્યું કે હવે તો કદી ન મરે તેવાં માબાપ કરવાં છે. ગુરુદેવ રવિસાગરજી મહારાજના શિષ્ય સુખસાગરજી પાસે પાલનપુરમાં ભારે ધામધૂમપૂર્વક દીક્ષા લીધી.
વિ. સં. ૧૯૫૭ના માગસર સુદ છઠ્ઠનો એ દિવસ હતો. ૨૭ વર્ષના બહેચરદાસે એ દિવસે નક્કી કર્યું કે સ્તુતિ અને નિંદાથી દૂર રહીશ. હર્ષ અને શોકને ધારણ કરીશ નહીં. રાગદ્વેષ રાખીશ નહીં, આ જીવન જૈન ધર્મને અર્પણ કરીશ.
દીક્ષાવિધિ સમાપ્ત થયો અને નવા જીવનનો પ્રારંભ થયો. બહેચરદાસમાંથી મુનિ બુદ્ધિસાગર બન્યા અને આત્મસાધનાની અનેરી યાત્રાનો પ્રારંભ થયો. મુનિ બુદ્ધિસાગર પઠન-પાઠનમાં ડૂબી ગયા. ષદર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ૪૫ આગમોનું ઊંડું અવગાહન કર્યું. સ્વ-૫૨શાસ્ત્રોના પારગામી બન્યા. અભ્યાસની મહેક એમનાં વ્યાખ્યાનોની વાણી બની અને પુસ્તકોનો શબ્દ નથી. ખુદ કાશીના મહામહોપાધ્યાયોએ મુનિરાજને ‘શાસ્ત્રવિશારદ’ની પદવી આપી.
રાજા હોય કે રંક, સાધુ હોય કે શ્રાવક. જૈન હોય કે અર્જુન એ દરેક એમનો ઉપદેશ સાંભળે છે. એમને આદરપૂર્વક વંદન કરે છે. અઢારે આલમના અવધૂત તરીકે તેઓ જાણીતા થયા. આત્મકલ્યાણના આ મસ્તવિરાગી સાધક ઠેર ઠેર વિહાર કરે છે. પોતાના મનના વિચારો આદર્શો અને ઉદ્દેશ્યો સમાજ સમક્ષ રજૂ કરીને સમાજને બેઠો કરવા પ્રયાસ કરે છે. સમાજને બળવાન, જ્ઞાનવાન અને ધ્યાનવાન બનાવવાનો અહાલેક પોકારે છે. એમના વિશાળ દૃષ્ટિફલકમાં કોઈ સ્થિતિ, પરિસ્થિતિ કે દશા અજાણી રહેતી નથી. માનવીને કાયરતા તજીને વીરતાનો ઉપદેશ આપે છે, તો સમાજને વહેમયવન સાથે યુદ્ધ કરવા પ્રેરે છે. સ્વદેશ અને સ્વધર્મની ઉન્નતિના ઉચ્ચ ખ્યાલો વહેવડાવે છે. તો યોગ અને અધ્યાત્મનાં શિખર તરફ જિજ્ઞાસુઓને વાળે છે.
સંસારનો યાત્રાળુ આધ્યાત્મિક ભાવનાનું ભાતું લઈને જાય એ માટે ઘંટાકર્ણ વીરની સ્થાપના કરી વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડની વિનંતીથી તેઓએ રાજમહેલમાં જઈને પ્રતિબોધ આપ્યો. એ વ્યાખ્યાન શ્રવણ કરીને વડોદરાનરેશે આદર અને માનપૂર્વક કહ્યું,
‘જો થોડા પણ આવા સંતો આર્યભૂમિ પર વિચરીને જનતાને સન્માર્ગે લઈ જાય તો આ આર્યભૂમિનો ઉદ્ધાર જાણે નજીકમાં જ દેખાય છે.’
વડોદરાનરેશે વિજયાદશમીના દિવસે પાડાના વધની કુળપરંપરા હતી તે યોગનિષ્ઠ આચાર્ય
યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીની એક વિશેષતા એ છે કે એમણે આ તમામ ગ્રંથોની રચના કર્યા પછી એ ગ્રંથોનું મોટેભાગે સ્વયં પ્રૂફરિડિંગ કર્યું. પોતાના ગ્રંથ માટેની કાળજી અને ચીવટનું આ એક વિશિષ્ટ ઉદાહરણ છે.
18