Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/032821/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ થી. સમાધિ as JCER 8 .પૂ.આચાર્ય શ્રી ભુવનભાનુધિ બાલી.. Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री नवकार महामंत्र (BOMA नमो अरिहंताणं / नमो सिद्धाणं नमोआयरियाणं नमो वडझायाणं नमो लोएसब्व-साहणं एसो पंच-नमुवारी सव्व-पावप्पणासणो मंगलाणं च सव्वेर्सि पढमं हवइ मंगलं ROVOOD दिद YOGA@8088 Page #3 -------------------------------------------------------------------------- ________________ થી સમાઈ તેરશ પ્રવચનકારક .પૂ.આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિ .સા. પ્રકાશક: કુમારપાળભાઈ વિ. શાહ દિવ્ય વટ્ટ 8 કલિકુંડ સોસાયટી, કલિકુંડ-ધોળકી) (અમદાવાદ). Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | | શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીશ્વર સદ્ગુરુભ્યો નમઃ | .: શુભાશિષ-પ્રેરક : તપાગચ્છ ભૂષણ સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા : માર્ગદર્શક : સંઘ શાસન કૌશલ્યાધાર પ.પૂ.આચાર્ય શ્રી વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજા સહાયક : સરળ સ્વભાવી પ.પૂ.પં. શ્રી પદ્મસેનવિજયજી મ.સા. પૂ.મુનિરાજ શ્રી સુધારસવિજયજી મ.સા. પ્રથમ આવૃત્તિ H 1000 | કિંમતઃ 40/ વિમોચન સુવિશાલ ગચ્છાધિપતિ સિદ્ધાન્તદિવાકર પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે શ્રી નમસ્કાર મહામંત્ર પટ્ટ તથા શ્રી સિદ્ધચક્ર મહામંત્ર પટ્ટની પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન નગરના ટેકરે, અમદાવાદ અષાઢ સુદ-૨, 10-7-2013, બુધવાર : પ્રાપ્તિસ્થાન : દિવ્યદર્શન ટ્રસ્ટ દિવ્યદર્શન ટ્રસ્ટ 39, કલિકુંડ સોસાયટી, 29/30, વાસૂપૂજ્ય બંગલો, ધોળકા-૩૮૭૮૧૦. સેટેલાઈટ, અમદાવાદ. શ્રેયકર અંઘેરી ગુજરાતી જૈન સંઘ 106, એસ.વી. રોડ, ઈર્લા-પાર્લા(વેસ્ટ) ફોન: 26719357 * ટાઈપ સેટીંગ-મુદ્રકઃ જય જિનેન્દ્ર ગ્રાફીક્સ (નીતિન શાહ - જય જિનેન્દ્ર) 30, સ્વાતિ સોસાયટી, સેન્ટ ઝેવીયર્સ હાઈસ્કુલ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૧૪. મો. 98250 24204, ફોનઃ (ઓ) 2562 1623 (ઘર) 2656 2795 E-mail : jayjinendra90@yahoo.com Page #5 -------------------------------------------------------------------------- ________________ MruNHIMAnur uman- di -EH14 ARA RAICHITR-10 an संसा II संसार Addition twit01 2inf Ritana) inarnavanitariannian an yaari244014MPCAamar 18anqurn maa na h dpraman Minist ॐ241 2012101 nhanchar - RAINimminemy nomi ARiRin 14tv 54 Angarord 443 440 min 07 ,201412 2 Airparmantim 541458444 सnिny+) 1M 52 // 112110) सं२.niv 4. 1 1 04 PM IN HIn adn सा२403hining ninni सdn६:0x2 -35 - ECONFIRS 64 - 2nluitment Ho Onh2, 2nirangan, 01 RnD सARid 5in mantioxidan.28anata Geneu Disaina GIRL 212121 2ngal Lo घ2152, ARinform 4800 40 communion amary 012044nama) 2 MBAnimtinkiner inf24nDh2 0 fsani chatt 44481452410 2774131 203244 नीले RANCanttin8247/na in May 2. 01 and num ana n e R. Anjoriantar ROO Page #6 -------------------------------------------------------------------------- ________________ VOીસુકૃત અનુમોદન૭. સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્ય શ્રી.વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા તથા સંઘશાસનકૌશલ્યાધાર પ.પૂ.આચાર્ય શ્રી વિ. જયસુંદરસૂરીશ્વરજી મ.સા. તથા પ્રવર્તિની સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા ગુરુદેવ સા.શ્રી સૂર્યશાશ્રીજી મ.ની પ્રેરણાથી માતુશ્રી પ્રભાવતીબેન રતિલાલ શાહ તથા Dr. પિયુષભાઈ રતિલાલ શાહના આત્મશ્રેયાર્થે હસ્તે અંજનાબેન પિયુષભાઈ શાહ નિધિ પિયુષભાઈ શાહ પરિવારે પુસ્તક પ્રકાશનનો લાભ લીધેલ છે. છો. અનુમોદના.... - Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂ.માતુશ્રી પ્રભાવતીબેના Dr.પિયુષભાઈ જન્મ - ચૈત્ર સુદ -13 જન્મ - માગસર વદ-૩ 19-04-1918 '02-12-1944 સ્વર્ગવાસ - માગસર વદ - 9 સ્વર્ગવાસ - જેઠ સુદ૫ 06-01-2013 27-05-1982 પૂ.માતુશ્રી પ્રભાવતીબેન | ડૉ.પિયુષભાઈ ખૂબ જ જીવનમાં અરિહંત પરમાત્મા વૈયાવચ્ચ પ્રેમી હતા. પ્રત્યે અથાગ શ્રધ્ધા અનેક મહાત્માઓની હોવાથી સ્વભાવે ખૂબ જ વૈયાવચ્ચ કરવાનો સુંદર નીડર હતા. પતિ અને પુત્ર લાભ લેતા હતા. આયુષ્ય બંનેને ગુમાવવા છતાં ખૂબ જ ટૂંકુ હોવા છતાં કાયમ માટે લોકોના ક્યારેય હતાશ, નિરાશા દિલમાં અમર થઈ ગયા. નથી થયા. જીવનના આજે પણ બધા કહે છેલ્લા વર્ષ સુધી પાંચ તિથિ પિયુષભાઈ હતા તો આયંબિલ ચાલુ. જીવનના | અમારે કોઈ જ ચિંતા છેલ્લા દિવસે પણ સવારનું નહોતી. ક્યારેય પૈસા પ્રતિક્રમણ, 3 સામાયિક કમાવવાનું લક્ષ રાખ્યું કર્યા. રોજ એક લીટી નહોતું. હંમેશા કહેતા ગોખવાનો નિયમ છેલ્લા | ઘરની આગળ ઝૂંપડા છે દિવસ સુધી ચાલુ હતો. | તે જોઈને વિચારવાનું આપણે તો તેમના કરતાં ઘણાં સુખી છીએ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાના.નં. ક્રમ વિષય 1. સંસારના ત્રિવિધ તાપ કેમટળે ? 2. ચડસ અને મમતના તોફાન 3. અપશુકનો અને કર્મનો સંબંધ 4. પાપસ્થાનકથી ધર્મ ન થાય 5. દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી દર્શન 6. માનવની કેટલી મહાન શક્તિ 7. પવિત્રતા-વિનય-સેવા 8. સ્નેહ અને શ્રમની કદર 9. સંસાર કેવો અને કેમમીટે ૧૦.સંસાર દુઃખ ફલક ૧૧.તત્ત્વનો પ્રતિભાસ ૧૨.અસાર શું અને સાર શું? ૧૩.આધિ વ્યાધિ ઉપાધિ 97 108 120 128 Page #9 -------------------------------------------------------------------------- ________________ સંસારના ત્રિવિધ તાપ કેમ ટળે ? રાગ ફંકીને કરડે છે : પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવનું શાસન કહે છે કે સંસારમાં આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી તપી રહેલા જીવોએ જો શાંતિ મેળવવી હોય, એવી ઠંડક જોઈતી હોય જેથી એ ત્રિવિધ તાપનો લેશ પણ આત્મામાં રહે નહિ, તો રત્નત્રયીની આરાધના સિવાય બીજો કોઈ પણ ઉપાય જગતમાં નથી. રત્નત્રયી એટલે સમ્યગદર્શન, જ્ઞાન તથા ચારિત્ર. એની આરાધના એટલે એનું ઉપાર્જન, રક્ષણ, વર્ધન, નિર્મલીકરણ, અનુમોદન, પ્રીતિ, ભક્તિ વગેરે વગેરે. રત્નત્રયીની આરાધના એટલે ત્રિવિધ તાપને શમાવી અપૂર્વ ચિરંજીવી શાન્તિ અને ઠંડક આપનારી પ્રક્રિયા. આવી શાંતિ, આવી ઠંડક પ્રાપ્ત કરવા માટે દર્શન, જ્ઞાન, ચારિત્ર (રત્નત્રયી)ની આરાધના સિવાય આ જગતમાં બીજી કોઈ પણ આરાધના કરી શાંતિ ને ઠંડક મેળવવા ફાંફાં મારીએ તો આત્માનું નર્યું અજ્ઞાન છે. એમાં તો આધિ-વ્યાધિ-ઉપાધિના તાપ પડ્યા કરે છે. આધિ એટલે માનસિક સંતાપ, હાયવોયની વિચારણા, સંકલ્પવિકલ્પની હારમાળા, નિરંતર અજંપો, સૂક્ષ્મ કોટિમાં ઉતરીએ તો આત્માનો જડ સામગ્રીમાં તોષ એ પણ આધિ છે. જડ સામગ્રીમાં મન ઉપાધિ થી સમાધિ તરફ Page #10 -------------------------------------------------------------------------- ________________ પડે છે કે હાય , પણ ટૂંકી રહ્યા છે ઘરની પ્રફુલ્લતા અનુભવે તો એ પણ એક પ્રકારની આધિ છે. સૂક્ષ્મ વાત છે આ. આને સૂક્ષ્મ એટલા માટે કહેવાય છે કે આમાં આધિપણું શું એમાં તાપ ક્યાં આવ્યો, એની તરત ખબર પડતી નથી. આધિ તત્કાળ સીધી પીડે. એ તો જણાય સીધું બચકું ભરે, ડંખ મારે કે કરડે ત્યાં તમે કરડ્યાનું કહેવા તૈયાર છો, પણ ઉંદર ફૂંકી ફૂંકી કરડે એ વખતે પીડા નથી જણાતી એટલે કરડ્યો લાગતું નથી. પણ ટૂંકી રહ્યા પછી જાગતાં કે લહાય ઉઠતાં ખબર પડે છે કે હાય ! ઉંદર કરડ્યો. તેમ, રાગ, હર્ષ કે રતિના ઘરની આધિ આત્માને વળગી, ડંખ મારે, પણ તરત લહાય લાગતી નથી એટલે ખબર નથી પડતી કે આ કરડી; કેમકે ફંકીને કરડવાનું છે. પણ રાગનો કાળ પૂરો થાય ત્યારે ખબર પડે છે. રાગનો કાળ પૂરો થાય એટલે ? કર્મની એક થપાટ પડે, કાં તો ઝૂંટવી લે, કાં તો પરવશ કરે, ત્યારે ખબર પડે ! પછી વિચાર કરે કે- “હું તો મનોરથ કરતો હતો પણ કંગાલ કંગાલ થયો. મેં ધાર્યું હતું બહુ સારો લાભ થશે, સારો પરિગ્રહ સાંપડશે, પણ અહીં તો સરટેક્સ, સુપરટેક્સ, આ ટેક્સ, ને તે ટેક્સ લાગુ થઈ ગયા, મને શી ખબર કે આવા ટેક્સ પડશે, નહિ તો આવી મહેનત કોણ કરે ?" પરિગ્રહ પર રાગ ન હોત, આધિને ડંખવા દીધી ન હોત તો પીડા ન હોત. ઉંદર ફૂકે છે ત્યારે ડંખની પીડાની ખબર પડતી નથી, ફૂંક પૂરી થાય ત્યારે લહાય ઉઠે છે, “અરેરે ! મેં તો આમ ધાર્યું હતું અને આમ થયું !" એમ કહી હવે પોતાની જાતને ગમાર કહે છે. દીકરો નહોતો ત્યાં સુધી, “પુત્ર કેમ થાય, ક્યારે થાય, આવો થાય, તેવો થાય” વગેરે મનોરથ કરે છે ! દીકરો મળ્યો, ખરાબ પાક્યો એટલે મારે છે બૂમ કે- “હાય ! આવો પાક્યો ?' રાગનો કાળ પૂરો થયા પછી, પીડા થયે ચાદર ઓઢીને રુએ છે ! આ બધી છે રાગની આધિ. સંસારમાં કઈ બાબતોની આધિ : બરાબર તપાસજો. રાગનો, ખુશીનો, અને આનંદ-મંગળનો ઉપાધિ થી સમાધિ તરફ Page #11 -------------------------------------------------------------------------- ________________ ઠંડકવાળો ડંખ જો લીધો, તો ઉંદરના ફંકવાળા ડંખની જેમ એ પૂરો થયે સંતાપ, ચિંતા, વગેરેની બળતરા ઊભી કરતો દેખાશે. પછી કોકને પુણ્યનું જોર વધારે હશે તો અનુકૂળતા વધારે ટકવાના હિસાબે રાગનો કાળ લાંબો ચાલશે. પણ એનો અંત તો આવવાનો, આવવાનો, ને આવવાનો જ છે. ખરું જોતાં એના વચલા કાળમાં ય ઝોલા તો આવે જ છે. છોકરો સારો આવી મળ્યો છે છતાં એને બિમારી આવી, એ વેપારાદિમાં ભૂલ્યો-ભાલ્યો, એ આધે-પાછો થયો, એને કોઈએ કનડ્યો ઉતારી પાડ્યો, વગેરે વગેરે કઈ બાબતો એવી ઊભી થાય છે કે એમાં રાગી માબાપના હૃદય વલોવાઈ જાય છે ! આધિના જુવાળ ચઢે છે ! હાલતાં ને ચાલતાં ચિંતા, વિમાસણ, ને વિકલ્પો, હૈયાને સંતાપ્યા કરે છે ! અને આ કાંઈ એક જ બાબતમાં છે ? સાંસારિક જીવનમાં એવી ઢગલાબંધ બાબતો છે કે જે આધિની આતશ સદા અણબુઝી રાખે છે. કહો કે સંસાર એટલે આધિની અગ્નિ ભઠ્ઠી. કેઈ લાગણીઓ પાછળ આધિ : આધિ પાછી એક પ્રકારની નથી. આત્માની કેઈ લાગણીઓ આધિથી પરિવરેલી બને છે. રાગની આધિ જુદી, તેમ દ્વેષની આધિ જુદી. પેલી તો હજી સંતાપ તરીકે વરતાતી નથી, પણ આ વૈષની આધિ તો સહેલાઈથી વરતાય છે. અણગમતી વસ્તુ પર અરુચિ ઉઠી એટલી વાર, એની પાછળ આધિ ઉઠી જ છે ! એમ ઈષ્યની પાછળ આધિ ! કોઈના પર દ્વેષ થયો તો ત્યાં જાગી આધિ ! આધિ સમજો છો ને ? માનસિક ખોટી ગડમથલ. એક ષ કે ઇર્ષા જાગી, કે તરત એના વિકલ્પો હાયવોય, કુવિચારોની હારમાળા, અને માનસિક યોજનાઓ વગેરે વગેરે કઈ પાપી ગડમથલ ચાલે છે ! આ બધી આધિ છે. એમ ગર્વની પાછળ, દંભની પાછળ, નિંદાની પાછળ, તૃષ્ણાની પાછળ, મમતાની, વગેરે વગેરે આંતર દુશ્મનોની પાછળ, દુનિયાની એકેક ચીજ પાછળ આધિના ઝુંડ ઊભરાય છે. આવી આધિનું જોર હોય ત્યાં સુધી જીવને શાંતિ શી રીતે મળે? ઉપાધિ થી સમાધિ તરફ * | જી Page #12 -------------------------------------------------------------------------- ________________ હૈયે તોષ અને ઠંડક ક્યાંથી હોય? ત્યારે એ વિના સુખ શું? સુખ કાંઈ બહારની વસ્તુનો ધર્મ થોડો જ છે ? સુખ એ તો આપણા અંતરમાં અનુભવવાની વસ્તુ છે. બાહ્ય જોતાં તો મમ્મણ પાસે અઢળક ધન હતું. પરંતુ એને સુખનો અનુભવ ક્યાં હતો ? કેમ નહિ વારુ ? કહો, રાત ને દી' આધિથી પીડાતો હતો માટે. ત્યારે પુણિયા શ્રાવક પાસે બાહ્યથી ધન કાંઈ નહિ, છતાં આધિની પીડા નહોતી તો સુખશાંતિમાં ઝીલવાનું અખંડ ચાલુ હતું. પણ જીવનો અનાદિકાળનો આ અભ્યાસ છે કે આધિને છોડવી નહિ. વળવાનું કાંઈ નહિ છતાં આધિની પીડા વહોર્યો જવી એ કેટલું કંગાલિયતભર્યું ? વિના વ્યાધિએ વ્યાધિની પીડાવાળું વાતાવરણ : બીજો તાપ વ્યાધિની પીડાનો છે. એ તો અનુભવની વસ્તુ છે. મનુષ્યને સારામાં સારી રીતે સંપત્તિ, પરિવાર, આબરૂ વગેરે આવી મળ્યા હોય, “શેઠ સાહેબ !' ના સન્માન મળતા હોય, ભારે ખુશીમાં બેઠો હોય, અનેક જાતિના જગતના કે ધર્મના કામો કરી રહ્યો હોય, ત્યાં એકાએક માથામાં જોરદાર પીડા થઈ આવે, શરીરમાં બેચેની થઈ જાય, એટલે ઝટ ખુશીની ભરતીમાં ઓટ આવવા લાગે છે, એ વખતે બીજું બધું ભૂલી જાય છે. એને ચેન ન પડે, દોડાદોડ કરી વૈદ્ય કે ડૉક્ટરને બોલાવે, કહે, “હમણાંને હમણાં મટે તેવું ઔષધ (દવા) જોઈએ.” વ્યાધિની પીડામાં આકુળ-વ્યાકુલ થઈ જાય છે. કંઈક તો બિચારા પૂર્વનો એવો પાપનો ઉદય લઈને આવ્યા હોય છે કે જિંદગી સુધી વ્યાધિથી તપ્યા કરે ! તેમાં ય આજના કાળમાં પોતે જ એવી કોઈ સામગ્રી ઊભી કરી છે, એવું વાતાવરણ સર્યું છે, કે વ્યાધિ ન હોય તોયે વ્યાધિની પીડા અનુભવ્યા કરે ! મન વલખાં મારે છે કે “શરીર દૂબળું દેખાય છે, હોં ! સારો રસાયણ-વિદ્યા જાણનાર વૈદ્ય છે કે નહિ ?" વૈદ્યને જઈને પૂછશે, “વૈદ્ય ! જુઓ તો ખરા, રાત્રે ઊંઘ નથી આવતી ! “ઊંઘ નથી આવતી ? કેમ ?" “તે અમને શી ખબર, જુઓ તમે.” વૈદ્ય પૂછે છે, ‘તમે ક્યારે સુઓ છો અને ક્યારે ઉઠો છો ?' આ કહે, “સુઉં છું તો ઉપાધિ થી સમાધિ તરફ Page #13 -------------------------------------------------------------------------- ________________ દશ વાગે, ઉઠું છું છ વાગે પણ વચ્ચે આંખ ખૂલી જાય છે.” પણ સુતી વખતે ભેજામાં કેઈક વિચારોની ગડમથલનું ભુંસું ભરીને સુતો હોય, એટલે અધવચ્ચે આંખ ન ખૂલી જાય તો બીજું થાય શું? પણ આજકાલનો વૈદ્ય કે ડૉક્ટર ઘરાક જોઈને મલકાય, મનમાં વિચારે, “ખમતી આસામી છે, હાથે કરીને પૈસા ખુવાર કરવા આવ્યો છે, ભલે આવ્યો. વળી ‘ના’ કહીશ તો મને અબુઝ માનીને બીજા વૈદ્ય-ડૉક્ટરને પકડશે. ત્યારે આપણે તો ધંધો માંડી બેઠા છીએ. ધંધો ન ચલાવીએ તો ઘર કેમ નભે ?'... પછી એને કહેશે, “જુઓ, તમને એનીમીયા છે, આ દવા ખાઓ, આ રીતે ખાઓ,...' વગેરે વગેરે ચાલ્યું, બસ આ રીતે વ્યાધિનો તાપ હાથે કરીને ઊભો કરે છે. વ્યાધિના તાપની કરુણ કથની : આજના કાળે વ્યાધિઓ કેટલા પ્રકારની ? એમ તો પ્રાચીન ચરક-સુશ્રુત જેવા વૈદકના ગ્રન્થો કેટલીય પ્રકારની વાતની વ્યાધિઓ, કેટલીય જાતની પિત્તની વ્યાધિઓ અને કેટલીય ભાતની કફની વ્યાધિઓ બતાવે છે; પરંતુ તે કાળે વૈદો અને વૈદોને ત્યાં જનારાઓ બહુ ઓછી સંખ્યામાં દેખાતા. એ સૂચવે છે કે વ્યાધિઓ બહુ ઓછા પ્રમાણમાં રહેતી. જયારે આજે ડૉક્ટરોની અને એને ત્યાં જનારા દરદીઓની સંખ્યા ભારે મોટી દેખાય છે, એટલે વિચારવાનું છે કે આજના કાળે વ્યાધિઓના ઉપદ્રવ કેટલા ? એમાં આજની જીવન પદ્ધતિ એવી બનાવી દીધી છે કે વ્યાધિને વહેલું તેડું મળે. એના પરિણામે દવા લેવા દોડે. એ દવાઓ પાછી એવી કે એક વ્યાધિ શાંત કરે ત્યાં બીજી વ્યાધિએ થોડા વખત પછી દેખાવ દીધો જ છે ! દા.ત. પેટમાં મળ છે, અને સાથે મેલેરિયા કે ઇન્ફલ્યુએન્ઝા છે, ક્વીનાઈનથી મેલેરિયા દાળ્યો, અથવા બીજી દવા ઇંજેક્શનથી ઇન્ફલુએન્ઝા દાળ્યો, એટલે મળને જે તાવ પકવનારો હતો, તે તાવ દૂર થયાથી પછી કેટલાય દિવસો કે મહિના સુધી માં કડવું, અંગસુસ્ત, વગેરે વ્યાધિઓ પીડ્યા જ કરે છે ! વ્યાધિઓના આ તોફાનમાં જીવને શાંતિ અને સુખના અનુભવ કેવા ! ચાલાક ડૉક્ટરો વળી ઉપાધિ થી સમાધિ તરફ Page #14 -------------------------------------------------------------------------- ________________ વાતવાતમાં પૂછી લે છે, “કેમ ધંધો શો કરો છો ?" દરદી ભલે ને મોતી પરોવતો હોય પણ પોતાની ઠાંસ બતાવવા કહેશે “ઝવેરાતનો ધંધો ચાલે છે,' એટલે ડૉક્ટર વિચારે છે કે હવે વાંધો નહિ પછી સાચવીને કહેશે, “જુઓ આ તમને જે છાતીમાં દુઃખે છે, તેનાથી જરા સાવચેત રહેવાનું છે. તમારું સ્ક્રીનીંગ કરવું પડશે, બ્લડટેસ્ટ, કફટેસ્ટ, યુરીન ટેસ્ટ... બધી તપાસ આપણે કરી લઈએ. જરાય ચિંતા કરશો નહિ, સારું થઈ જશે...' બસ દરદીને ઉતાર્યો વહેમમાં, અને નાણાં કોથળી સાવધાન કરવામાં ! દરેક તપાસનાં જુદાં બીલ, ઉપર ઇંજેક્શનો, પેટંટ દવાઓ,... ખાસું રૂપિયા 30-40 નું આંધણ ! અને દરદી પાછો સંતોષ માને છે કે- “સારું થયું બધી તપાસ થઈ ગઈ. ડૉક્ટર બહુ લાગણીવાળો.” વ્યાધિઓના તાપની પણ કરુણ કથની છે. કેટલાય પૈસા, કામો વગેરે બગાડે છે. ઉપાધિ એટલે આધિની સ્ટીમરમાં બેસવાનો પાસપોર્ટ : આધિ-વ્યાધિ-ઉપાધિના તાપનું પૂછશો નહિ ! હવે ઉપાધિ-ઉપ એટલે પાસે, પાડોશમાં, અને “આધિ' એટલે સંકલ્પ-વિકલ્પ, સંતાપ, અજંપો વગેરે. આધિ પાછી આવી ! આધિની સમીપ લાવે તે ઉપાધિ. જેની પડોશમાં આધિ રહે તે ઉપાધિ. કોણ એ? પૈસાટકા, માલમિલકત, સ્ત્રી, પુત્ર, દુકાન પેઢી, માન-સન્માન વગેરે ઘણું ઘણું, યાવત્ કાયા સુધ્ધાં, એ ઉપાધિ. એકલો પડ્યો રહે તો, શાંતિમાં હતો, લગ્ન કર્યા એટલે આધિની પડોશમાં રહેવા આવ્યો; માટે લગ્ન એ ઉપાધિ. પુત્રની ઝંખના કરી, નહોતો તે પુણ્ય મળ્યો, એટલે હવે આ આધિની પડોશમાં રહેવા ગયો ! વિચારો કે શું જોઈને આ મૂર્ણ આત્મા, આધિવ્યાધિ-ઉપાધિના એમ ત્રિવિધ તાપવાળા સંસારમાં ઠરી ઠામ બેસી શકતો હશે ! ત્રણે કાળમાં આત્માને આ ત્રિવિધ તાપો સતાવી રહ્યા છે. ત્રણે કાળ એટલે ગત ભવ, આ (વર્તમાન) ભવ, અને આવતો ભવ. ત્રણે કાળ એટલે કાર્યના બનવા પહેલાંનો કાળ, કાર્ય બનતી વખતનો કાળ, અને કાર્ય પછીનો કાળ. ત્રણે કાળમાં આત્મા આધિ ઉપાધિ થી સમાધિ તરફ Page #15 -------------------------------------------------------------------------- ________________ વ્યાધિ-ઉપાધિના તાપે તપ્યા કર્યો છે. આ રીતે તપ્યો તપ્યો છતાં માને છે, “થાય છે ! દેવભક્તિ, જ્ઞાનધ્યાન, વ્રત-પચ્ચખાણ વગેરે કરવાની શી ઉતાવળ છે ?' ધર્મમાં આ વિચાર ! અને જેમાં આત્મા સારી રીતે સળગે તેમાં પાવરધો બનવાનું ! આધિ-વ્યાધિ-ઉપાધિના કામ જલદી કરવાના ! કેવી કમનસીબી હાથે કરીને તાણી લાવવાની ! હા ! જે બિચારા વીતરાગનું શાસન પામ્યા ન હોય તે તો તેમ કરે, પણ શ્રી વીતરાગ પરમાત્માનું શાસન પામ્યા પછી આ કંગાલિયતતા રહે, મૂઢપણું થાય, એ ભવિષ્યની મહાન દુર્દશા સૂચવે છે. ઉપાધિ એનું નામ કે જેને પામવાથી આધિ મોંઘી હતી તે સસ્તી થઈ. ઉપાધિ એ આધિને તેડાવવાની કંકોત્રી છે. આધિની સ્ટીમરમાં બેસવાનો પાસપોર્ટ ઉપાધિ છે. ઉપાધિ એટલે જીવને પરમાત્માથી દૂર પાડનારો અને પરાયામાં પલોટી નાખનારો વળગાડ ! મોટરવાળાને શી ચિંતા ? : શ્રીમંતને મોટરમાં જોઈને કદાચ મનમાં થાય, “આપણે તો ટાંટીઆ ઘસીને આવવું પડે છે, આ તો આવ્યા મોટરમાં, છે કાંઈ ચિંતા ?" પણ એ વિચાર્યું ખરું કે મોટર એ ઉપાધિ છે, ત્યાં આધિ (ચિંતા) ન હોય ? કહ્યું કે, આધિની સ્ટીમરમાં બેસવાનો પાસપોર્ટ ઉપાધિ છે. હૈયાનો ફોટો લેવાતો નથી એટલે એમ ખબર ન પડે, પણ એમને પૂછ્યું ખબર પડે કે, એમને ચિંતા છે કે નહિ, અથવા કેટલી ચિંતા છે. પૂછો કે- “શેઠ ! તમારે મોટર એટલે કે કાંઈ ચિંતા ? આ તરત આવ્યા ! અમારે તો ટાંટી ઘસીને આવવાનું. પેલો શેઠ જો ઠાંશમાં રહે તો એ વાત જૂદી, બાકી સરલ હોય તો કહે, “મારી ચિંતાની ક્યાં માંડે છે ? ભલા ભાઈ ! તારે તો આ ટાંટી ઘસીને આવવું એટલી જ ચિંતા પણ મારે તો મોટર પાછળ ઢગલો ચિંતા ! મારી ઉપાધિ થી સમાધિ તરફ Page #16 -------------------------------------------------------------------------- ________________ ચિંતા કેટલી કહું ?' કહેવામાં આવે કે “કહો તો ખરા !' તો એ સંભળાવે છે, “શોફરની પરાધીનતા ભારે. સાંજે મને ઘેર મૂકીને ગયો, પછી કદાચ કામ પડ્યું કાંક જવાનું, ચાલવાની ટેવ નથી, અગર પોઝીશનમાં ખામી પડે છે તેથી ચાલતા જવાય નહિ; ને શોફર ઝટ આવે નહિ. અવસરે એ કહી દે “શેઠ ! ન બની શકે પાછી એકલા એની જ પરાધીનતા છે ? ના, પેટ્રોલ ખૂટ્યું, લેવા ગયા, કહી દે છે, ‘નહિ મળે ! કંટ્રોલ છે.” મઝિઆરું કુટુંબ એટલે મોટરમાં જરા વધારે દેખે કે આંખ કરે છે, “બસ ! ભાઈને માટે જ મોટર છે, અમારી તો હિસાબ જ નહિ ! મારી ચિંતાનું પૂછે છે ? આ મોટર દેખીને લોક દાઢમાં ઘાલે છે. એક પછી એક માગનારા આવીને ઊભા રહે છે. બસ લાવો જ લાવો. “શેઠ ! આમાં આપવા પડશે, આટલા તો દેવા જ પડશે. અમારું આટલું કામ તમે નહિ કરો તો કોણ કરી આપશે ?' હવાલદારો, અમલદારો વગેરે કેઈનાં ખીસાં ભરવાનાં ! અરે ! એક નવા વર્ષની બોણીઓ દેતાં ડૂચો નીકળે છે ! શું પૂછે છે મને ચિંતા નહિ ? મહોબતવાળો આવ્યો, કહે, “શેઠ ! એક કામ છે, જરા મોટર જોઈએ.” આ સાંભળીને પેટમાં દિવેલ રેડાય છે ! ઉપાધિ ઘરમાં વસી એટલે આધિ-ડાકણ જેવી પાડોશણની સાથે રહેવું. પેલાને ના તો કહેવાય નહિ કેમકે મહોબત રહી, એટલે હવે કેમ ઊઠાં ભણાવવા એ એને દૂરથી દેખતાં જ ગોઠવી રાખીએ, પછી એ માગણી કરે એટલે ઊઠાં ભણાવીએ, ‘લઈ જાઓ ને ! પણ જુઓને શોફર હરામી છે. પેટ્રોલ ભરાવવાનું છે.' એવાના પગનો પડછાયો દેખાય ત્યારથી ઊઠાં ભણાવવાના વિચાર આવે છે ! પાછા સારું લગાડીએ, આપણે તો મહોબત છે, એટલે એકબીજાની વસ્તુ એકબીજાને કેમ કામ ન આવે ? એમ સમજો ને આપણી મોટર એ તમારી જ છે, પણ હરામી શોફર આવશે જ નહિ..”કહો જો, આવું આવું બને છે ને ? તો ઉપાધિવાળાને કેટલી આધિ ? કેટલી પીડા ? વિચારી જુઓ કે બાળપણાથી જેમ જેમ ઉપાધિ વધી, તેમ તેમ આધિ-માનસિક ચિંતાઓ, કલેશ વગેરે-વધ્યું છે કે નહિ ? ઉપાધિ થી સમાધિ તરફ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિમાં સ્વતંત્ર ખરાબી શી ? : પ્ર.- ઉપાધિ જો આધિને લાવનાર છે. માટે પીડારૂપ છે તો તો પછી તાપ આધિનો રહ્યો, ઉપાધિનો જુદો તાપ ક્યાં રહ્યો ? તેથી તાપ બે જ જાતના કહો, આધિ અને વ્યાધિના. ઉ.- એટલે એમ કહેવરાવીને તમારે આધિ ન રાખ્યાનો ડોળ કરીને ઉપાધિના થોક વધારવા છે, એમ ને ? પણ જો જો હો, ઉપાધિના સ્વતંત્ર તાપ પણ ઓછા નથી. જુઓને, પહેલી તો આ કાયા જ ઉપાધિ કેટકેટલી વેઠ કરાવે છે ? એને ખવરાવો-પીવરાવો, નવરાવો-ધોવરાવો, અપમાનથી બચાવો, અકસ્માતથી બચાવો, રોગથી બચાવો, રોગ આવે તો દવા પથ્ય વગેરે કઈ માવજત કરો...બોલો કેટલું કેટલું ? સાધુને ઉપાધિની પીડા કેમ નહિ ? : પ્ર.- પણ એ તો મુનિ મહારાજને ય કરવું પડે છે ને ? ઉ.- કરવું પડે છે પણ કેવી રીતે અને શા માટે ? એ વિચારો. સાધુ તો મન-વચન-કાયાથી કરવા-કરાવવા-અનુમોદવા રૂપે લેશ પણ હિંસા ન થાય એ રીતે સર્વથા અહિંસા પાળવા પૂર્વક કાયાને ધારી રાખે છે, અને તે પણ એની સેવા કે સ્વાગત માટે નહિ. કિન્તુ કેવળ મોક્ષમાર્ગની સાધનામાં ઉપયોગી બનાવવા માટે. આ ઉપરથી સમજી શકશો કે બંને વચ્ચે કેટલો મોટો તફાવત છે. સાધુની દેહચર્યાની રીત નિષ્પાપ છે, અને દેહચર્યા પાળવાનો ઉદ્દેશ દેહ દ્વારા એકલી પવિત્ર દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની આરાધનાનો છે, તેમજ ચોવીસે ય કલાક દેહ પાસેથી એ કામ લે છે. ત્યારે ગૃહસ્થને તો દેહપાલનની રીત પણ શકાય સમારંભ અને રાગદ્વેષાદિ પાપોથી લચબચ હોય છે. એવા દેહથી કદાચ ધર્મ કરે તો ય તે કેટલો ? સાધુજીવનની અપેક્ષાએ અતિ અલ્પ, બાકી સત્તર પાપસ્થાનકનાં સેવન ભારોભાર ! માટે જ એ કાયા ભારે ઉપાધિ ! અને તે અનેકાનેક વેઠના તાપ દેનારી ! ઉપાધિ થી સમાધિ તરફ Page #18 -------------------------------------------------------------------------- ________________ પૈસા પાછળ પીડા : હવે આગળ વધો બીજા નંબરમાં પૈસા એ ઉપાધિ. કહો જો એને લાવવા, સાચવવા, વધારવા, ખરચવા, રોકવા વગેરે ક્રિયાઓમાં કેટલો શ્રમ, કેટલી તકલીફ, અને કેટલો ત્રાસ અનુભવો છો ? એ તાપ નથી તો શું છે ? એમ, ઘર, રાચરચીલું, સરંજામ, વાસણ, ફર્નિચર વગેરે વેઠ કરાવે છે કે નહિ ? કહો ને એકેકી ચીજ પાછળ કઈ જાતની મહેનત લેવી પડે છે, કષ્ટ ઉઠાવવા પડે છે. ત્યારે પરિવાર માટે શી શી તકલીફ, ત્રાસ, નથી ઉઠાવવા પડતા ? પ્ર.- પણ આ બધું ન કરીએ તો જીવન કેમ ચાલે ? ઉ.- તો એટલું તો નક્કી ને કે જીવન જે જાતનું જીવો છો એમાં આ બધા તાપ સહવા પડે છે ? માટે જ કહો કે તાપ દેનારી એ બધી વસ્તુ ઉપાધિ છે. અને તમે કહો છો “જીવન ચલાવવા માટે; પણ એ તો કહો કે બીજી જાતનું કોઈ જીવન જગતમાં છે કે નહિ કે જ્યાં આ ઉપાધિઓથી સંતાપ્યા રહેવું ન પડે. પ્ર.- જીવન તો છે, સાધુજીવન. પણ હમણાં એ બને એવું નથી, પછી શું થાય ? ઉ.- બરાબર. તો હવે તમારું ચાલુ જીવન જીવતાં એમ તો થયા કરવું જોઈએ ને કે, ગૃહસ્થની શુભ ભાવના : જીવને આ આધિ-ઉપાધિઓના યંત્રમાં પીસનારું જીવન તુચ્છ છે ! વેઠ છે ! માનવપણાના પુણ્યને નિષ્ફળ કરનારું છે ! જીવન તો સાધુપણાનું ! ક્યારે એ ધન્ય દિવસ સાંપડે કે જ્યારે હું ઉપાધિમુક્ત એવું પવિત્ર જીવન પામું ! ન પામું ત્યાં સુધી અહીંનું જીવન એવું જીવું કે એ સાધુજીવન પામવાની નિકટ પહોંચાડે. એનો સીધો ઉપાય આ કે ચાલુ જીવનમાંથી બને તેટલી ઉપાધિ ઓછી કરતો ચાલુ. જે ઉપાધિ છૂટે એવી ન હોય ત્યાં પણ એના તાપ ઓછા થાય એવો રસ્તો કાઢે !.." આવું ઉપાધિ થી સમાધિ તરફ 1C Page #19 -------------------------------------------------------------------------- ________________ આવું શ્રાવક નહિ વિચારે તો બીજો કોણ વિચારશે ? જેને વીતરાગ ભગવાન સર્વ ઉપાધિથી રહિત છે માટે વહાલા છે, એણે તો ઉપાધિને કમમાં કમ અળખામણી તો કરવી જ પડશે. સંસાર બધો ઉપાધિ ઉપર જ નભ્યો આવ્યો છે. ઉપાધિ ઉપર જ આધિ અને વ્યાધિના તાપ છે. આમાંથી છૂટવા ઇચ્છનારો ઉપાધિમાં શા હરખ અનુભવે ? શા ગર્વ લે ? કુલટા નારીના પતિ હોવાનો ગર્વ ધરવા જેવો ઉપાધિની માલિકીનો ગર્વ છે. ઉપાધિના નગ્ન સ્વરૂપને સમજનારો સારા પૈસા-પરિવાર કે સારી કાયા-કીર્તિ મળવા ઉપર ન ગર્વ કરે કે ન હરખાઈ જાય. એ તો સમજે કે “આ બધી ઉપાધિ છે, તાપની ભઠ્ઠી છે, જીવને પરમાત્માથી છેટે રાખનારી છે. એમાં આત્માની સમૃદ્ધિનું લિલામ છે.” આપણી વાત આ ચાલે છે કે આધિ-વ્યાધિ-ઉપાધિના તાપ મિટાવવા કોઈ સમર્થ હોય તો તે ભગવાન જિનેશ્વરદેવોએ ઉપદેશેલી સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રયી છે. એની વિચારણા કરવા માટે પહેલાં એ વિચારીએ છીએ કે આધિ-વ્યાધિ-ઉપાધિ જીવને કેવા કેવા તાપ આપે છે, ને સંસાર આનાથી કેવો ભર્યોભર્યો છે. આધિ-ઉપાધિને જો સુખરૂપ નહિ પણ તાપરૂપ સમજો, તો તો પછી આગળનું કામ સરળ બને એવું છે. આગળનું એટલે સમજ્યા ને ? દર્શન-જ્ઞાન ચારિત્રને જીવનમાં મહેકાવવાનું. માટે પહેલું આ કરો કે દષ્ટિ નિર્મળ થઈ આધિ-વ્યાધિઉપાધિને હિમ નહિ, ભઠ્ઠી દેખો. સારી માનેલી ઉપાધિ કેવી સંતાપે છે એના પર શાસ્ત્રનું એક દૃષ્ટાંત જુઓ. ચન્દ્ર અને મંત્રીનું દૃષ્ટાંત : એક નગરમાં ચન્દ્ર નામનો એક શ્રેષ્ઠિપુત્ર રહેતો હતો. એના ઉપાધિ થી સમાધિ તરફ Page #20 -------------------------------------------------------------------------- ________________ પિતા પાસે ધન તો ઘણું હતું પણ ભાઈને પરદેશ જઈ આપ કમાઈ કરવાના કોડ જાગ્યા ! માતાપિતાને કહે છે, ‘મારે પરદેશ વેપાર કરવા જવું છે.” પિતા કહે છે, “શા સારુ ? અહીં આપણી દુકાન ચાલે છે તેમાં ખુશીથી વેપાર કર.' પેલો કહે, “ના, એમાં મારો પુરુષાર્થ શો ? મારે તો આપકમાઈ કરવી છે. સાત્વિક માણસો બાપ-કમાઈ પર નથી જીવતા. હવે હું મોટો થયો છું માટે આપકમાઈ કરી ધન લાવીશ.” પિતા કહે, ‘તો તું અહીં જ જુદી દુકાન અને જુદો વેપાર કર.” ના, અહીં ગામમાં ને ગામમાં શી બહાદુરી ? હું તો પરદેશ જઈ વેપાર કરીશ.” માતાપિતાએ ઘણું સમજાવ્યો, પરંતુ એ એકનો બે ન થયો. પરદેશમાં જોખમ, સ્વજનોનો વિયોગ, ધર્મસાધનામાં અંતરાય, વગેરે વગેરે ઘણું સમજાવ્યું પણ મનમાં પરદેશનો ચડસ જાગ્યા પછી એના પર વિચાર જ કોણ કરે છે ? માતાપિતાએ એ પણ કહ્યું કે- “ભાઈ ! તને ઉછેરી મોટો કર્યો તે અમારી આંખ આગળ તને સુખી જોવા. તું જાય, પછી અમારે તો ઝુરવાનું ને ? અને આપણને જરૂર કરતાં વધુ મળ્યું છે. આ બધું તારું જ છે. હવે ઉપર ઢેર કરીને શું કરવું છે ? જીવન જીવવામાં એનો શો ઉપયોગ ? સંતોષ અને ધર્મસાધના એજ માનવ જીવનના અલંકાર છે, એ જ સાચી સમૃદ્ધિ છે. માટે સંતોષ રાખી પરદેશનો વિચાર છોડી દે. ચડસ અને મમતનાં તોફાન : ચડસ અને મમત ‘હિતની ગમે તેટલી જોરદાર શિખામણ પણ સાંભળવા દેતા નથી, એક વસ્તુનો ચડસ જાગ્યો અને આગ્રહ પકડ્યો એટલે સમજો કે એક ગ્રહ વળગ્યો ! સુજ્ઞ માણસે તો એ ઊભા થાય ઉપાધિ થી સમાધિ તરફ Page #21 -------------------------------------------------------------------------- ________________ ત્યાં ચેતી જવા જેવું છે; નહિતર સમજી લેવું કે કોઈ મહાન આપત્તિને નોતરી રહ્યા છીએ. ચડસ અને મમત પાછળ તો ઘોર આપત્તિઓ ઊભી થઈ છે. રાવણ સીતાને પત્ની બનાવવાના ચડસમાં ચઢ્યો તો ધર્મીને ન છાજે, એવું પરસ્ત્રી હરણનું પાપ કરનારો બન્યો. છતાં સીતા તો માની જ નહીં તો ય રાવણ એને કબજામાં રાખવાની મમત મૂકતો નથી ! યાવતું રામ-લક્ષ્મણ સાથેના યુદ્ધમાં અનેકવાર નાસીપાસ થવા છતાં મોટી વિદ્યા સિદ્ધ કરીને જયારે સીતાને કહે છે કે “બોલ, હવે માને છે કે નહિ ? નહિતર તારા રામ-લક્ષ્ય બધાનો વિનાશ કરી નાખીશ;' ત્યારે પણ સીતા મક્કમતાથી ના પાડે છે; કહે છે, રાવણ ! સમજી લેજે કે, તું ગમે તે કરે પણ મને તું સ્પર્શવા પામે એ પહેલાં મારું મડદું દેખી લેજે.' કહો હવે તો એને પકડી રાખવાનો મમત મૂકી દેવો જોઈએ કે નહિ ? પણ ના, મમત એટલે તો દુનિયાના ભયંકર ગ્રહ કરતાં ય મહાભયંકર ગ્રહ ! તે કેમ છૂટે ! રાવણને એટલું થયું કે આ સીતાથી મારું ઇષ્ટ તો સિદ્ધ નહિ થાય, માટે એને રાખવી વ્યર્થ છે. છતાં એમ તો ન જવા દઉં રામ-લક્ષ્મણને હરાવીને અહીં પકડી લાવું; દરબાર ભરી વચમાં એ બેને તુચ્છકારી પછી એક દયા-દાન કરવા રૂપે સીતાને સોંપું.' થયું આ ? સીતાને રાણી બનાવવાનો ચડસ તો ઉતર્યો, કેમકે ચાલે એવું નથી; પણ એને સીધે સીધી જવા દેવા તૈયાર નથી. મમતકદાગ્રહ થયો કે એમ કાયરની જેમ, હારેલાની જેમ ન જ જવા દઉં. આ મમતમાં લડ્યો ને લક્ષ્મણના હાથે મર્યો ! ચડસ અને મમતે એને શું પરખાવ્યું? મહાન સામ્રાજ્ય મહાસમૃદ્ધિવૈભવ-વિલાસ, યાવત્ મહામૂલો માનવભવ બધું સાફ ! અને નરકનું પ્રયાણ ! આજ ને ? એના સગા ભાઈ બિભીષણે એને સોનેરી Page #22 -------------------------------------------------------------------------- ________________ શિખામણ આપી હતી, પણ ચડસ-મમત આગળ શું કરે છે ? જમાલી પણ મમતમાં ભીંત ભૂલ્યો. પ્રભુ મહાવીરદેવનો વિરોધ કર્યો, પ્રભુને ખોટું કહેનારા માન્યા. સમ્યકત્વ ગુમાવ્યું ! ઉસૂત્રભાષી થઈ દીર્ધ સંસારી થયો ! શાના ઉપર આ બધું ? મમત ઉપર. “મને જે લાગે છે, જે નજરે દેખાય છે, તે ખોટું શાનું હોય ? બસ ! એજ સાચું.'- એવા મમત ઉપર કેટલું ય બીજું સારું ગુમાવવાનું થાય છે. ચડસ અને મમતનું સ્વરૂપ : ઓળખી લેજો ચડસ અને મમતને. ચડસમાં તીવ્ર લાલસા અને લંપટપણું છે, મમતમાં તીવ્ર પકડ અને દુરાગ્રહ છે. સુમ ચક્રવર્તીને ચડસ લાગ્યો કે “છ ખંડ નહિ, બાર ખંડનો ચક્રવર્તી થાઉં.” અને એણે લવણ સમુદ્ર ઉપર વિમાન લઈને ધાતકી ખંડમાં જવાનું કર્યું. બ્રહ્મદત્તને મમત જાગ્યો, “દુનિયાના એક પણ બ્રાહ્મણને ન છોડું, બધાની આંખો ફોડાવી નાખું ત્યારે જંપુ;' બંને ય મરીને સાતમી નરકમાં સીધાવ્યા ! ચડસ કેઈ જાતના હોય છે. જુગારનો ચડસ, સટ્ટાથી લાખો કમાઈ લેવાનો ચડસ, પરદારા ભોગનો ચડસ, સારું સારું ખાવાનો ચડસ, બધે રોફ જ બતાવવાનો ચડસ, સત્તા ભોગવવાનો ચડસ,....કઈ જાતના ચડસ હોય છે. અહીં પ્રશ્ન થાય, પ્ર.- તો પછી કોઈને ક્ષમા જ રાખવાની ટેવ હોય પરોપકારની જ તમન્ના હોય, અહિંસા-સત્યની જ ધગશ હોય, તો શું એ ચડસ ન કહેવાય ? ઉ.- ના, એ તો તીવ્ર શુભ અભિલાષા છે, સારી અત્યંત રુચિ છે, અતિશય સપ્રેમ અને સાગ છે, ચડસ નથી. ચડસ અને મમત તો ખોટી વસ્તુના કહેવાય, દુર્ગુણ-દુષ્કૃત્યોના કહેવાય. વીર પ્રભુ ઘોર તપ કર્યો ગયા, તે એમને તપનો શું ચડસ હોવાનું 1 4 ઉપાધિ થી સમાધિ તરફ Page #23 -------------------------------------------------------------------------- ________________ કહેવાય ? ના, તપનો અતિરાગ કહેવાય. તેમ પાપી સંગમ દેવ ભયંકર ઉપસર્ગોથી ડગાવવા ઘણું મથ્યો, છતાં પ્રભુએ ક્ષમા-સમતા ન છોડી, ને એની આગળ નમતું ન જોખ્યું, તે શું પ્રભુ મમતમાં ચર્ચા હતા ? ના, એ તો દેઢ પ્રતિજ્ઞ હતા, ક્ષમા-સમતાની દઢતાવાળા હતા. | મમત તો કષાયોના કહેવાય છે, અસત્યનો મમત અર્થાત્ દુરાગ્રહ કહેવાય. વડીલો, હિતૈષીઓ કે, ગુરુઓની હિતશિક્ષાને અવગણી પોતાની ખોટી વાત વસ્તુ પકડી રાખે એ મમત કહેવાય. ચડસ-મમતનાં ફળ : ચડસ એ અભ્યદય-ઉન્નતિ માટે નાલાયક બનાવે છે ત્યારે મમત એ હિતશિક્ષા અને સદ્વર્તાવ માટે અયોગ્ય ઠેરવે છે. ચડસમાં પુણ્યની ઘોર બરબાદી થાય છે, કેમકે એમાં આંધળિયા કરીને એકલું દુનિયાનું મેળવી લેવું છે, મેળવવામાં બાકી રાખવું નથી; ત્યારે મમતમાં ધર્મ માટેની લાયકાતનો નાશ છે. હઠાગ્રહી, ભારે અહંકારી, એ ધર્મ માટે લાયક નથી રહેતો. ત્યારે પૂર્વનું પુણ્ય ભોગવાઈ ગયું અને નવા પુણ્યને લાવનાર ધર્મ પણ ગયો પછી કઈ દશા ? ખૂબી તો એ છે કે ચડસમાં કાંઈ દુનિયાભરનું ધન વગેરે મળી જતું નથી, અને મમતમાં કાંઈ દુનિયાભરની શાબાશી મળતી નથી, છતાં રાંક જીવ આ ટૂંકાશા પ્રકાશમય ભવમાં ઘોર અંધારા કરી મૂકે છે ! આ દુનિયાની નજરે પણ હલકો ઠરે છે, અને પરલોકમાં દીર્ઘકાળ પડે એવી પાપબુદ્ધિ દઢ કરે છે ! પૂર્વવાસનાઓને પુષ્ટ ન કરાય ? જીવનમાં વિચારી જો જો કે ક્યાં ક્યાં ચડસમાં ચઢવાનું થાય છે, ને ક્યાં ક્યાં મમતમાં પડવાનું થાય છે, નાની પણ વસ્તુનો ચડસ ખોટો; એમાંથી ય કંઈ ને કંઈ અનર્થ ઊભો થાય છે; દા.ત. ઘરમાં જરા દમામથી બોલવાનો ચડસ છે. ઉપલક દૃષ્ટિએ જોતાં લાગે કે એથી કુટુંબીઓ દાબમાં રહે છે, પરંતુ ખરું જોતાં અંદરખાને એ ઉિપાધિ થી સમાધિ તરફ 15 Page #24 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક સ્નેહભર્યું આકર્ષણ નથી ધરતા હોતા; કદાચ વિરુદ્ધ વલણવાળા પણ થાય છે, તેથી બીજાની આગળ ઘસાતું ય બોલે છે. એવા બીજા ય કેઈ અનર્થો ચડસ પાછળ ઊભા થાય છે. એવું જ મમતથી એક વસ્તુની તાંત પકડી રાખવા જતાં ય નુકસાન ઊભાં થાય છે, ને પાછળથી પસ્તાવો યાને શેક્યા કરે છે ! આ જગતમાં આત્માને વિષે અનંતાનંત કાળથી ચાલી આવતી પૂર્વવાસનાઓની કારમી અસરનો ગંભીર વિચાર થાય, તો પોતાના મતાકિંમતી આત્મદ્રવ્યને બિનજરૂરી ચડસ અને મમત કરી એ કુવાસનારૂપી ડાકણોને પોષવા-વધારવાનું કેમ જ કરાય ? આમ તો હજી બીજી કેટલી ય વાસના અને વિકારો નડે છે, જે હાલ છૂટે એમ નથી, પરંતુ આવી ચડસ-મમતની વાસનાઓ તો ધારીએ તો છોડી શકીએ. તો એટલું તો કરી જ લેવું ઘટે ને ?. સામાન્ય વસ્તુઓમાં ચડસ શા? : એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કમમાં કમ નજીવી વાતવસ્તુના તો ચડસ-મમત નહિ જ રાખવા; કેમકે જેમાં બહુ માલ નથી, જેથી બહુ મોટો લાભ નથી, એના ચડસ રાખવાથી શું ? એના મમત કર્યાથી શું વિશેષ ખાટી જવાનું ? દા.ત. રોજ એની એ કાળી ચા પીવાની, એની એ રોટી-દાળ ખાવાની, કે ધોઈ ધોઈને એના એ સાદા ચાર ચીંથરા ઓઢવાના, તેમ એના એ સામાન્ય મકાનમાં રહેવાનું, એ વસ્તુ નજીવી છે. હવે એમાં બહુ ટેસનો, બહુ સફાઈનો, બહુ શોભાનો ચડસ રાખવામાં મુશીબત એ ઊભી થાય છે કે પછી એ ચડસની પાછળ જે ચોક્સાઈ, મહેનત, ધન-સમયાદિવ્યય અને વિચારસરણી કરવામાં આવે છે, તે ધર્મસાધનાને ધક્કો પહોંચાડે છે. શાથી આ બધું? ચડસને લીધે. જો ચડસ ન હોત તો મન મનાવી લેત કે “આ તે શું બહુ સારું કિંમતી મળ્યું છે કે એમાં વળી પાછા ઓરતા કે આવું જ જોઈએ ને તેવું જ જોઈએ ?' “એ તો જેવું મળ્યું તેવું ચાલે.' બહુ ખટપટ કરી જરાક સારું બનાવવા ગયા, પણ પછી એના પર દિવાળી કોને ? લુચ્ચી ઇન્દ્રિયોને ! ને લીધેલું હરામ કરનાર મનને ! પણ 16 ઉપાધિ થી સમાધિ તરફ Page #25 -------------------------------------------------------------------------- ________________ આપણા પ્રાણપ્યારા આત્માને શું ? એને તો નવાં પાપોની લોથ ઊંચકવાની ! જે ધર્મભાવનાના અખંડ સ્રોત અહીં વહેવડાવી શકાય એ ધર્મભાવનામાં નજીવી વાત-વસ્તુના મમત-ચડસ પાછળના સંકલ્પ-વિકલ્પો આવીને ભંગ પાડવાના, અંતરાય કરવાના ! વિચારવું તો એ જોઈએ છે કે ખોટા અધિકાર શા બજાવવા ? વસ્તુ મળે છે આપણા પુણ્ય મુજબ જ, વધારે ઓછું નહિ. તો જે મળ્યું તેમાં બહુ માની લેવું જોઈએ. વિચારવું જોઈએ કે દુનિયામાં ઘણાને મળે છે એના કરતાં તો આ બહુ છે. તો એના સામે નજર રાખીને જે મળ્યું તેને વધાવી લેવું, પણ ચડસ નહિ રાખવો. ચડસના નુકસાન H જડ અને તે પણ નજીવી વસ્તુઓના ચડસ રાખવામાં તો હૈયું એની બહુ કિંમત આંકતું બને છે, તેથી આત્માની અને આત્મહિતની વસ્તુની કિંમત આંકતું ભૂલાય છે. દાખલા તરીકે, છોકરો જો પોતાની પરણી લાવેલી પત્નીની બહુ કિંમત આંકતો બને છે, તો માતાની કિંમત આંકવાનુ ભૂલે છે. સ્વાર્થના મૂલ્યાંકન કરનારાના મગજમાં પરમાર્થનું મહત્ત્વ વિચારમાં નથી આવી શકતું. રમતિયાળ છોકરાને રમતના ચડસ હોય છે તો વિદ્યાના મહત્ત્વનો ક્યાં વિચાર જ આવે છે ? દુરાચારના ચડવાળો પવિત્ર સદાચારી જીવનના મહામૂલ્યાંકન શું કરી શકે ? બસ, એ જ વાત અહીં છે. દુન્યવી વાત-વસ્તુના જો ચડસ-મમત રાખો તો મન એની જ ગડમથલમાં રોકાયેલું રહેશે ! એનાં જ મહત્ત્વ વિચાર્યા કરશે ! એટલે સ્વાભાવિક છે કે આત્મા, પરમાત્મા અને આત્મહિતના વિચારોને કે એનાં મૂલ્યાંકનને મગજમાં જગા નહિ મળે, એના માટે સમય નહિ રહે ! તો પછી આવા સુંદર ભવમાંથી પશુ જીવન કરતાં વિશેષ શું મેળવ્યું ? કર્તવ્યસાદ : માટે જ, જો આ ઉજળા અવતારની સાર્થકતા કરવી હોય, તો વારે ઉપાધિ થી સમાધિ તરફ 17 Page #26 -------------------------------------------------------------------------- ________________ ને વારે પોતાના આત્માનું મૂલ્યાંકન કરો, પરમાત્માનું મહત્ત્વ વિચાર્યા કરો, આત્મહિતકારી વસ્તુઓ, પરમાર્થ-પરોપકાર, દયા, કૃતજ્ઞતા, દયા, વિશ્વ વાત્સલ્ય વગેરે ગુણો અને દેવ-ગુરુ-ધર્મની ઉપાસના, એની મહત્તા મનમાં લાવ્યા કરો, એની જ તીવ્ર અભિલાષા સેવ્યા કરો. આધિ-ઉપાધિ ઉપર ચડસ-મમત : ભૂલશો નહિ, આ ચડસ અને મમત એક પ્રકારની આધિ છે, અને એ દુન્યવી કોઈને કોઈ ઉપાધિ ઉપર ઊભા થાય છે, આધિ અને ઉપાધિના તાપ, કહો, કેવા ? માણસ કલ્પી ભલે લે કે હું વધુ સુખી થઈ રહ્યો છું પણ આધિ-ઉપાધિમાં દિલને જંપ, સ્વસ્થતા, શાન્તિ, પ્રસન્નતા ન હોય. એમાં પાછા ચડસ-મમત કરાય એટલે એ અજંપાઅશાન્તિ વધે છે. માણસ કેટલીય માનસિક કલ્પનાઓ અને ચિંતાઓ ઉપર ચડસમાં ચડે છે. એટલે મૂળ આધિ ઉપાધિ છે. તો કહો, આ આધિ-ઉપાધિના તાપ આવી પડ્યા છે કે ઊભા કર્યા છે ? મન ઠગતું હોય, મનાવતું હોય કે “શું કરીએ આ બધું આવી પડ્યું છે,” તો એવા મનને ઓળખી લેજો, અને ઠગાશો નહિ. આધિ પર કેટલું ગુમાવવાનું? : શ્રેષ્ઠીપુત્ર ચન્દ્ર પરદેશ અને તે પણ દરિયાપાર જવાનો ચડસ લઈ બેઠો, માનસિક એક આધિ જાતે ઊભી કરી, તો પછી માતા-પિતાનું ભંગાતું હૃદય જોવા તૈયાર નથી, એમની સોનેરી શિખામણ પર પણ ધ્યાન દેવા તૈયાર નથી. ત્યારે ધર્મકમાઈનો જે અહીં અણમોલો અવસર આવી મળ્યો છે એનો તો વિચાર જ શું કામ કરે ? પિતા પાસેથી ઉછીની મૂડી-માલ લઈ જવા તૈયાર થઈ ગયો. નવી ઉપાધિ ઊભી કરી તો જુઓ કે એ કેવા તાપમાં તપશે. અપશુકનો અને કર્મનો સંબંધ : - હવે એ (શ્રેષ્ટિપુત્ર ચન્દ્ર) નીકળવા માટે જ્યાં ઊભો થવા જાય છે ત્યાં પગના અંગૂઠામાં ધોતિયાની કિનાર ફસાઈ પડી. ત્યાં જ માતાપિતા ઉપાધિ થી સમાધિ તરફ 18 Page #27 -------------------------------------------------------------------------- ________________ કહે છે, “ભાઈ જો, આ અપશુકન થાય છે, માટે આ વાત રહેવા દે.' પણ માનવું છે કોને ? આધિ અને ચડસના હઠાગ્રહ ભારે ! ચાલવા જાય છે ત્યાં બહારનો શબ્દ સંભળાયો કે “શું ધૂળ સારું છે ?" જરા આગળ ચાલ્યો કે ઉમરામાં ઠેસ વાગી. પાછું ત્યાં સ્નેહીઓએ અપશુકન થયાનો ખ્યાલ આપ્યો. પરંતુ એની એ પરવા નથી કરતો. ઘરની બહાર નીકળતાં બિલાડી આડી ઉતરી, તો ય આગળ ચાલ્યો. સામેથી વિધવા બાઈ, રાખોડી ચોળેલો ચિપિયાવાળો બાવો, ગધેડું, વગેરે અપશુકન સામા આવતા મળ્યાં. વળાવા આવેલા સ્વજનો કહે છે, ભાઈ ! આવા અપશુકનમાં જવાનું પરિણામ સારું નહિ.' આ કહે છે, “અપશુકન શું કરતા હતા ? કર્મમાં લખ્યું હશે તે બન્યા વિના રહેવાનું છે ? શું અપશુકનથી ખરાબ થશે ?' “અપશુકનથી ખરાબ બને એમ નહિ, પણ અપશુકન ખરાબ કર્મ ઉદયમાં આવવાની આગાહી કરે છે. માટે ચેતી જવું જોઈએ.' પણ આપણાં કર્મ ખરાબ હશે તો તો અહીં બેઠા પણ એનો ભાવ ભજવશે; ને ખરી વાત તો એ છે કે પુરુષાર્થ આગળ કર્મ રાંકડા છે.' વિચારજો ચન્દ્રના કુતર્ક અને બિઠ્ઠાઈ પાછળ ચડસ કેવું કામ કરી રહ્યો છે ! એ એને એટલું વિચારવા નથી દેતો કે જીવનમાં એવી કેટલીય બાબતો બને છે કે જો સાવચેતી રાખીએ તો નુકસાનથી બચીએ છીએ, અને ન રાખીએ તો નુકસાનમાં ઉતરવું પડે છે, અશુભ કર્મના ઉદયના ભોગ બનવું પડે છે. શરીરની પ્રકૃતિથી વિરુદ્ધ એવી વસ્તુ ખાઓ કે વધારે પડતું ખાઈ નાખો, તો અશાતા ઉદયમાં આવે છે. થોડા પગારમાં પતશે એમ માની અપ્રામાણિક નોકર રાખ્યો તો ધોખામાં ઉતરવું પડે છે. ઉપાધિ થી સમાધિ તરફ Page #28 -------------------------------------------------------------------------- ________________ પરિવાર સાથે મિજાસથી વર્તે તો એની અપ્રીતિ-દુર્ભાવ ઊભા થાય છે. કર્મના ઉદય બે જાતના : આ બધું શું સૂચવે છે ? અલબત સાવચેતી-સાવધાનીથી વર્તવામાં પણ કોકવાર નુકસાન આવે છે, નથી આવતા એમ નહિ. પરંતુ એમાંથી એ સૂચિત થાય છે કે આત્મામાં એવા કેટલાંય કર્મ હોય છે કે જેને નિમિત્ત મળે તો ઉદયમાં આવવાનું થાય; ત્યારે કેટલાંક એવાં કર્મ છે કે જે નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના જ એના નિર્ધારિત સમયે ઉદયમાં આવે જ. પ્ર.- નિમિત્ત નહિ મળવાના અભાવે ઉદય નહિ આવતાં કર્મોનું શું થતું હશે? ઉ.- ચિંતા કરશો નહિ. સિલિકમાં રહેલાં કર્મ ઉપર તો ઘણી પ્રક્રિયાઓ થાય છે. એનું કારણ એ કે કેટલાંય કર્મ શિથિલ બંધવાળા હોય છે, ને એમાંથી પોતાની જાતની બીજી પ્રકૃતિમાં સંક્રમણ થાય છે. દા.ત. અશાતા વેદનીય કર્મનું શાતા વેદનીય કર્મમાં સંક્રમણ; અથવા શાતાનું અશાતામાં સંક્રમણ. એમ, ઉદ્વર્તના અપવર્તનાથી પણ કર્મની કાળસ્થિતિના વૃદ્ધિ-છાસ. એમ કેટલાક કર્મ એનો રસાનુભવ કરાવીને આત્મા પરથી ખરી જવાને બદલે માત્ર પ્રદેશોદયથી ખરી જાય છે. એમાં એના રસનો અનુભવ નથી થતો. આવું કામ ચાલુ જ છે. હા, એવા ઢીલાં કર્મોને તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના નિમિત્ત મળી જાય તો ઉદયમાં આવી જાય. નહિતર ન આવે. જેમકે, જ્ઞાન મેળવ્યા પછી જો એનું વારંવાર આવર્તન ન કર્યું તો જ્ઞાનાવરણકર્મ ઉદયમાં આવી જાય, અને ભણેલું ભૂલાઈ જાય છે. એમ, વૈરાગ્યાદિથી કષાય મોહનીય, કામ મોહનીય, કે હાસ્યાદિ મોહનીયને દબાવ્યા છતાં જો તેવા ખોટા નિમિત્તને સેવ્યાં, કે બાધક સંયોગોમાં જઈ ઊભા, તો કષાય મોહનીયાદિ કર્મ ઉદયમાં આવવા તૈયાર છે ! ઉપાધિ થી સમાધિ તરફ Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્ર.- કર્મની ઉપર વિવિધ પ્રક્રિયાઓ થવામાં મુખ્ય કારણ કોણ ? ઉ.- આત્માના શુભાશુભ અધ્યવસાય અને પરિસ્થિતિ. આ એક મહત્ત્વની વસ્તુ છે કે જીવ જેવા જેવા અધ્યવસાયમાં રમે છે, અર્થાત્ વિચારો કરે છે, લાગણી અને વલણ ધરાવે છે, માનસિક ભાવમાં રમે છે, તેવી અસર કર્મના બંધ, સંક્રમણ, કાળસ્થિતિ વગેરે પર પડે છે. અધ્યવસાય શુભ ચાલતા હોય, તો (1) શાતા વેદનીય, યશ નામ કર્મ, ઉચ્ચ ગોત્ર વગેરે શુભ કર્મ બંધાય છે; અને (2) જે જ્ઞાનાવરણાદિ અવશ્ય બંધાનારા અશુભ કર્મો છે, તેનો રસ મંદ બંધાય છે, જે મંદ રસનો ઉદય થાય ત્યારે તે ઉગ્ર રસ જેટલી પીડા નથી આપતો. (3) વળી બંધાતી શુભ કર્મ પ્રકૃતિઓમાં તેની સજાતીય, અશુભ કર્મપ્રકૃતિઓમાંના કેટલાંક કર્મનાં દળિયાં સંક્રમિત થવાથી શુભ જેવા થઈ જાય છે. વળી (4) શુભ અધ્યવસાયના બળે પૂર્વબદ્ધ અશુભ કર્મોની સ્થિતિમાં તથા રસમાં મંદતા થાય છે, હ્રાસ થાય છે, અને શુભના સ્થિતિ-રસમાં વૃદ્ધિ થાય છે. શુભ અધ્યવસાયની બલિહારી છે, અને અશુભ અધ્યવસાય એ તો શ્રાપરૂપ છે. માટે શુભનો જ ખપ રાખવો. વળી પરિસ્થિતિ એ રીતે કામ કરે છે કે જીવની વર્તમાન પરિસ્થિતિ કોઈ એક મનુષ્યાદિ ગતિ ભોગવવાની ચાલતી હોય તો તે વખતે બીજી નરકાદિ ગતિના કર્મ એના એના ઉદય ક્રમશઃ પ્રાપ્ત થયેથી એમજ પ્રદેશોદયથી ભોગવાઈ જાય છે. વળી પરિસ્થિતિ જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમની ઊભી કરી હોય, તો કેટલાંય કર્મોની અનુદાય અવસ્થા કરાય છે. ઉપાધિ થી સમાધિ તરફ Page #30 -------------------------------------------------------------------------- ________________ આ બધું સૂચવે છે કે, અવળા પુરુષાર્થથી અશુભ કર્મ જાગતાં થઈ જાય અને શુભ કર્મ દબાઈ જાય; તેમ સવળા પુરુષાર્થથી એથી ઊલટું થાય, એવું બનવા સંભવ છે. ઉપાધિ શું કરે છે? : જગતની આધિ-ઉપાધિઓ આ કામ કરે છે કે એ કેટલાંય અશુભ કર્મને જગાડી આપી એના દ્વારા દુઃખના તાપમાં તપવાનું ઊભું કરી આપે છે, માટે જ, પૈસા વધ્યા એટલે કદાચ લાગે કે “ચાલો, સુખ-સગવડનું સાધન વધ્યું, પરંતુ ખરી રીતે તો એ ઉપાધિ વધી. તે કેટલાંય કષાય મોહનીયાદિ કર્મને સતેજ કરી ક્રોધાદિના તાપ વરસાવે છે, અમુક પ્રકારના આરોગ્યના નિયમના ભંગ કરાવી સૂતેલા અશાતાકર્મને જાગ્રત કરે છે, રોફ અથવા કૃપણતાના યોગે અપયશ જગાડી આપે છે, બીજાની અપ્રીતિ ઊભી કરે છે. આવું આવું આધિ-વ્યાધિ-ઉપાધિ કરતી હોવાથી, આધિ-વ્યાધિઉપાધિમય સંસારને જ્ઞાનીઓ તાપ, અશાંતિ અને દુઃખનું કારણ કહે છે. ચન્દ્ર સમુદ્રપ્રવાસે : શ્રેષ્ઠિપુત્ર ચન્દ્ર ચડસમાં ચડ્યો છે. મમતમાં ફસાયો છે, કર્મસિદ્ધાન્તના મર્મને સમજતો નથી એટલે કુતર્ક કરે છે કે “અપશુકન શું કરતા'તા ? કર્મમાં લખ્યું હશે તો અવશ્ય બનશે, અને ખરી વાત એ કે પુરુષાર્થ આગળ કર્મ રાંકડા છે.' એમ અપશુકન તથા વડીલોની હિતશિક્ષાની અવગણના કરી આગળ ચાલ્યો, તે બંદરે પહોંચી માલ ભરેલાં વહાણ લઈ સમુદ્રમાં મુસાફરી કરી રહ્યો છે. 2 2 ઉપાધિ થી સમાધિ તરફ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાભર્યો સચોટ નિર્ણય કરો : ‘અમને આત્માની શ્રદ્ધા છે'- એમ બોલવું સહેલું છે, પણ અંદરખાને જયારે તપાસવામાં આવે કે જગતની વસ્તુ કરતાં આત્માનું મમત્વ કેટલું છે, પોતાના શરીર કરતાં પોતાના આત્મા પ્રત્યે પક્ષપાત કેટલો છે, અને એ બધાનું સમાલવા જતાં આત્મહિત ન ઘવાય, આત્મહિત સારું સધાય એનો વિચાર કેટલો રહે છે, ત્યારે સમજાય કે હૈયે આત્મશ્રદ્ધા ખરેખર ફરસી છે કે માત્ર બોલવા પૂરતી છે. હૃદયનો પ્રદેશ પ્રદેશ એ શ્રદ્ધાભર્યા નિર્ણયથી સચોટ રંગાઈ જાય છે, 'एगो मे सासओ अप्पा, णाणदंसणसंजुओ / सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा // ' - મારો આત્મા જગતથી તદ્દન નિરાળો, જગત પાસેથી કોઈ આધાર નહિ પામનારો, અને સ્વયં સ્વરૂપસ્થ રહેનારો છે; શાશ્વત સનાતન છે, તેમજ શુદ્ધ જ્ઞાન-દર્શનથી તદ્રુપપણે પરિવરેલો છે. બાકીના સર્વ જડ-ચેતન ભાવો મારાથી બાહ્ય છે, અને એ બધાં જ સાંયોગિક છે, સંયોગને લીધે જ મારા સંબંધમાં આવેલા છે, પણ સંયોગ તો અવશ્ય નાશવંત છે, તો મારા આત્મસ્વરૂપને એની સાથે શું લાગે-વળગે ?' 'संजोगमूला जीवेण पत्ता दुःखपरंपरा'બાહ્ય સંયોગને લીધે જ આ વિરાટ ભવસાગરમાં મારે દુઃખની પરંપરા ચાલી આવી છે, તો એવા વિનાશી પર પદાર્થનો ધડો રાખ્યાથી શું ? હું તો મારા સહજ જ્ઞાનદર્શન-સ્વરૂપ ઉપર જ નિર્ભર રહું..” -આવો અટલ વિશ્વાસ આત્માના તાણેવાણે વણાઈ જવો જોઈએ, પછી અણધાર્યા અશુભ કર્મના ઉદય જાગે ત્યારે કાંઈ જ આશ્ચર્ય ન લાગે, એના પર મન વલોપાત ન કરે કે- “અરે ! આ કેવુંક ભારે દુઃખ આવ્યું ! હાય ! શું કરું ?.." ત્યાં તો મનમાં નિશ્ચિતપણે ફુરતું હોય કે, ઉપાધિ થી સમાધિ તરફ Page #32 -------------------------------------------------------------------------- ________________ “આ આપત્તિને મારા આત્મસ્વરૂપ સાથે કાંઈ સંબંધ નથી, મારા આત્માનો એક પણ પ્રદેશ એ બગાડી કે નષ્ટ કરી શકતી નથી. તેમ, આવેલા અનિષ્ટનો સંયોગ ટકવાનો પણ નથી. તો આવી બધી પરિસ્થિતિમાં મારે એના તરફ ઉદાસીન રહી મારા આત્મસ્વભાવભૂત જે રાગદ્વેષ વિનાના શુદ્ધ જ્ઞાનદર્શન, તેમાં જ લીન રહેવાનું...” આવી નિર્ધારિત માન્યતા જાગતી રહેતી હોય તો ભારે ઉપદ્રવો પણ મનને આકુલ-વ્યાકુલ કરી શકે નહિ. મન નિશ્ચિતપણે જોયા કરે શું થાય છે,' વિચારે કે, “આ બધાં કર્મનાં નાટક છે, એમાં મારે શા સારું હર્ષ-ખેદ કરવા ?" વહાણ ભાંગ્યું ! : શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રનું વહાણ ભાંગ્યું, અંદર બેઠેલાની ચિચિયારીનો કરુણ આર્તનાદ વાતાવરણમાં ગુંજી રહ્યો ! ચન્દ્રના પણ હોશકોશ ઊડી ગયા ! પ્રયાણ પહેલાની અભિમાનનાં પૂર સડસડાટ ઓસરી ગયા ! હાય ને વોય કરવા લાગ્યો ! વહાણ ભાંગી જતાં પડ્યો વિશાલ સમુદ્રમાં ! ડૂબું ડૂબું થઈ રહ્યો છે ! કોણ બચાવે ? ઊંચે આભ ને નીચે મહાકાય જળનિધિ ! વગર જોઈતી ઉપાધિ ઊભી કરી તો આ પરિણામ આવીને ઊભું રહ્યું ! પરદેશની આપકમાઈની માનસિક આધિ ઉપાધિ ઊભી કરી તો અપશુકનનાં એંધાણ પરખાં નહિ! આધિ ને ઉપાધિમાંથી બચ્યો તે ભાગ્યશાળી ! આજના જગતમાં ઊભરાઈ ઉઠેલા સંતાપના મૂળમાં, જુઓ, શું દેખાય છે ? આધિ, વ્યાધિ ને ઉપાધિ કે બીજું કાંઈ ? પછી એમાં વેર ને ઝેર, અસત્ય ને અનીતિ, દમ ને દમામ, વગેરે કેઈ અવગુણોથી માનવ જીવનને વિડંબવાનું જોરમાં ચાલી રહ્યું છે ! એ તો જ મીટે કે સમ્યજ્ઞાનદર્શન-ચારિત્રના પવિત્ર માર્ગ અપનાવાય. પાટિયું મળ્યું? ચન્દ્ર ભર દરિયામાં પડ્યો છતાં પુણ્ય થોડું જાગતું છે તે એના હાથમાં એક પાટિયું આવી ગયું. તેને ઝટ વળગી ગયો ! વળગે જ 'ઉપ' થી ધ ને Page #33 -------------------------------------------------------------------------- ________________ ને ? જ્યાં દરિયામાં ડૂબાડૂબ સ્થિતિમાં હોય, ને પાટિયું હાથ લાગે ત્યાં જીવવાનો લોભ તત્કાલ એને હાથમાં પકડાવી જ દે. પણ મુશીબત અહીં એ છે કે સંસારમાં ડૂબાડૂબ સ્થિતિમાં ધર્મનું આલંબન મળે છે તે પકડવું નથી ! કેમકે ડૂબાડૂબ લાગ્યું છે કોને ? પાટિયાના આધારે ચન્દ્ર સમુદ્રતટે કોઈ દ્વીપના કિનારે આવ્યો. થાક્યો છે ભારે, એટલે થોડી વિશ્રાન્તિ લે છે. ચન્દ્રની નિરાશા : પછી વિચાર કરે છે, “હવે શું કરવું ? બધાના ના કહેવા પર નીકળ્યો, અને બધું ગુમાવ્યું, હવે તો આ સ્થિતિમાં એમને માં શું બતાવું ? મારે ઘેર તો જવું જ નથી. ત્યારે હવે આગળ જઈને ય શું કરું ? પાસે કાંઈ જ રહ્યું નથી તો શેના પર વેપાર પણ થાય ? ત્યારે આપકમાઇની ટેકવાળો હું શું કોઈની નોકરી-ગુલામી કરું ?.. અરેરે ! મારે કેટલું બધું દુઃખ આવ્યું ! હવે ક્યાં જાઉં ? શું કરું ?' સંયોગને પરવશ : જે ચન્દ્ર એક વખત ભારે ગુમાન કરતો હતો એ જ અત્યારે ગરીબડો થઈ ગયો છે. તમે કહેશો કે “સંયોગો ફરી ગયા ને ?' તો વિચારવા જેવું છે કે સંયોગો પર માણસનો કાબૂ કે માણસ પર સંયોગોનું નિયંત્રણ ? સંયોગ માણસના ગુલામ કે માણસ સંયોગોનો ગુલામ ? સંયોગને તો આવવું હોય ત્યારે આવે છે, ને જવું હોય ત્યારે જાય છે. જો માણસ સંયોગોનો ગુલામ છે, અર્થાત્ સંયોગોને ધાર્યા કાબૂમાં રાખી શકતો નથી, ઇષ્ટ સંયોગોને ધાર્યા કાબૂમાં રાખી શકતો નથી, ઇષ્ટ સંયોગોને ધારણા મુજબ નથી તો ઊભા કરી શકતો કે નથી ટકાવી શકતો, તેમ અનિષ્ટ સંયોગોને જો નથી હટાવી શકતો કે નથી ઉપાધિ સમાધિ તરફ Page #34 -------------------------------------------------------------------------- ________________ નિવારી શકતો, તો મનગમતા સંયોગ પર ગુમાન શા ધરવા'તા ? કે એના શા ઓરતા કરવા'તા ? ગુમાન કર્યું એ થોડા જ ટકે છે ? આશાઓ ધર્યું એ થોડા જ મળી જાય છે ? એવું જ અણગમતા સંયોગના ખેદ કર્યું કે એ ન આવવાના વલખા માર્યો થોડા જ અટકે છે ? તો શા સારુ ખેદ કે વલખાં મારવા ? જ્યાં ગુલામી છે, જ્યાં આપણું ધાર્યું થવાનું નથી, ત્યાં તો ઉદાસીન બની રહેવું જોઈએ. પણ આ સમજ કે હોશિયારી નથી એટલે વરણાગી કે વિહવળ થવાય છે; અને એની પાછળ કઈ પાશવી કૃત્યો આચરાય છે, ઘમંડ-હિતેષીઓની અવગણના, અન્યાય, ઇર્ષ્યા, સ્વાર્થોધતા, અસહિષ્ણુતા વગેરે સેવાય છે. વિચારો કે આ બધું શાના ઉપર ? બેકાબૂ સંયોગો પર જ ને ? જો એ જાગ્રતિ હોય કે “સંયોગો તો એની રીતે વર્તવાના-ટકવાના, મારી ઇચ્છા પ્રમાણે નહિ, તો એમ થાય કે તો પછી શું કામ હું મળેલી મહાદુર્લભ માનવતાને દોષ-દુષ્કૃત્યોથી વિણસાડી નાખું? શા માટે સંયોગોના ગુને મારા આત્માને પાપોથી દંડું? તો ઊલટું એજ સંયોગોમાંથી આત્મહિતનો કસ ખેંચી લઉં. એના જ દ્વારા પછી ભલે એ સારા હો, યા નરસા, ઉત્તમ સદ્ગુણો, સદ્ભાવના અને સત્કૃત્યોની ભરચક કમાઈ કરી લેવાની.” ચન્દ્ર આપઘાત કરવા જાય છે : ચન્દ્ર બિચારો મનગમતા સંયોગ બળજબરીથી ઊભા કરવા ગયો તો જાતનું કમાવવાને બદલે બાપનું ગુમાવી બેઠો ! હવે પાછું એ અહત્વ નડે છે કે- “હું સગાંને મોટું શું બતાવું ? કે કોઈની નોકરી કેમ કરું ?' એટલે કપરા સંયોગમાં સમતાભાવ, હિંમત અને લઘુતાનું સારું તત્ત્વ ઊભું કરી શકતો નથી. એણે તો નક્કી કર્યું કે- ‘હવે તો મારાથી જીવતા રહેવાય એમ નથી. બસ આપઘાત કરી દઉં !' નક્કી કર્યું એટલું જ નહિ, પરંતુ ત્યાંથી થોડું ચાલી એક ઝાડ પર ચઢ્યો અને ગળે કપડાનો એક છેડો ફાંસી બાંધી બીજો છેડો ઝાડ પર બાંધી દે છે ! ઉપાધિ થી સમાધિ તરફ Page #35 -------------------------------------------------------------------------- ________________ આધિ-ઉપાધિ અને ચડસથી સત્ત્વનો નાશ : કહો, માનવજીવનનો આજ સાર ખેંચવાનો ? ના, ત્યારે આવો ઝટ ફરી મનુષ્યભવ મળે ? તે ય ના. બધું ના ના કહીએ છીએ ખરા, પરંતુ પોતાના જીવન માટે વારંવાર આ જાગ્રતિ ક્યાં છે કે જીવન તો એવું જીવ્યે જાઉં કે જે મને જરા ય પશ્ચાત્તાપમાં ન મૂકે, પરાધીન અને વેવલો ન બનાવે ! આપઘાત કરવાની પ્રવૃત્તિ સુધી પહોંચી જાય, એની પાછળ કેટલો હૃદયકલેશ ન કરે ત્યાં સુધી મારી શી કિંમત ?" અને ચડસ-મમતમાં ચઢી વડીલોની સલાહને ઠોકર મારી તો સંયોગ એવા ઊભા થયા કે એણે આત્માનું સત્ત્વ હણી નાખ્યું ! સત્ત્વ હોય તો કાયરતાથી મરવાનો વિચાર શાનો આવે ? સત્ત્વનાશનાં નુકસાન : સત્ત્વ હણાયાની નુકસાની તો અપરંપાર છે. કેટલી નુકસાની એનું લેખું ન મંડાય. અહીં જ જુઓને કે આ શ્રેષ્ઠિપુત્ર ચન્દ્ર આપઘાત કરી નાખે પછી, એની પાસે શું રહ્યું ? અને કેટકેટલું ગુમાવ્યું ? તથા, ભાવી ભવ કેવો ? અને, એવા કોઈ હલકા ભવની પાપલીલા પછી શું દેખવાનું ? (1) આપઘાત પછી પાસે શું રહ્યું ને કેટલું ગુમાવ્યું. એનો વિચાર કરો તો દેખાશે કે રહેવામાં માત્ર પોતાનો આત્મા, કર્મ અને સંસ્કારો; ગુમાવવામાં અહીંની માલમિલકત, કુટુંબ-પરિવાર ...યાવત્ વર્ષોની મહેનતથી પાળેલો-પોષેલો પોતાનો દેહ ! આટલું જ નહીં, માનવભવ અને એમાં રહેલી સત્ય, નીતિ, પરોપકાર, સજ્જનતા, સૌમ્યતા, વગેરે ગુણો કેળવવાની તથા દયા-દાન-શીલ-તપ-ભાવનાદિ અનેકવિધ સાધનાની તક પણ ગુમાવવાની ! દેવાધિદેવ, એમનું શાસન, સદ્ગુરુઓ શાસ્ત્રો, અને કલ્યાણમિત્રો તથા ધર્મસ્થાનો... આ બધું ગુમાવવું પડે ! મહાન પુણ્યોપાર્જન અને વિપુલ કર્મનિર્જરાના સોનેરી અવસર ઉપાધિ થી સમાધિ તરફ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગુમાવી દેવાનું બને ! ત્યારે, (2) ભાવી ભવ કેવો? શાસ્ત્ર કહે છે મોહવશ આપઘાત કરનારની સદ્ગતિ થતી નથી. અને દુર્ગતિનો ભવ એટલે દુઃખ, દુષ્કૃત્યો, અને છે, સારો ભવ મળવા ઉપર તો કેટલાય દુઃખ અને પાપોથી બચી જવાય છે; જ્યારે હલકા ભવમાં સહેજે સહેજે તેવા તેવા પાપોભર્યું જીવન જીવવું પડે છે. બિલાડીનો ભવ જ એવો કે ઉંદરા, કબૂતરાને મારવાની ચોંટ રહ્યા કરે ! મનુષ્યભવની સરખામણીમાં બીજા હલકા ભવમાં પાપકૃત્યો પણ ભારે ! પાપબુદ્ધિ ય ભારે ! તેમ પીડા અને પરાધીનતા ય બહુ ! આટલી તો પછીના ભવની વાત થઈ. હવે, (3) એવા ભવની પાપલીલાના પરિણામે શું દેખવાનું એ વિચારો, હલકા અવતારમાં સેવેલાં પાપવિચારો અને પાપકૃત્યોથી આત્મા પર ભારે અશુભ કર્મનાં બંધન લદાય; ને એથી દીર્ઘ દુર્ગતિના દુ:ખો ઉતરી પડે એ સહજ છે. વળી હલકા ભવની કાર્યવાહીમાં કેળવાયેલા હિંસાદિના કુસંસ્કારોની કેટલાય ભવો પર્યત પુનરાવૃત્તિ થયા કરે ! આ બધી પરિસ્થિતિમાં દેવગુરુ અને ધર્મને દેખવાની વાત જ ક્યાં મળે ? તે નહિ, તો સારી વાત ક્યાંથી સૂઝે ? માનવભવમાં કરવા યોગ્ય શું? આ બધું શાની પાછળ ? મોહવશ આપઘાત કરવા પાછળ જ ને ? ત્યારે વિચારો કે આપઘાત કરીને કદાચ અહીંના કોઈ ત્રાસઅપમાનથી છૂટ્યા ય ખરા, પણ બીજું કેટલું ભયંકર નુકસાન ? આ નુકસાન પણ એકલા આપઘાત પાછળ જ છે એમ સમજતા નહિ. જીવનમાં સેવેલા થોકબંધ પાપાચરણો, સ્વાર્થોધતા, વિષયાંધતા, ગુમાનગુસ્સા-પ્રપંચાદિ દુર્ગુણો વગેરેની પાછળ પણ એવાં જ નુકસાનો છે;માનવ ભવની કઈ ઊંચી તકો ગુમાવવાની ! પછીનો ભવ હલકો ! અને એના પરિણામે પારાવાર દીર્ઘ આત્મવિટંબણા ! 28 ઉપાધિ થી સમાધિ તરફ Page #37 -------------------------------------------------------------------------- ________________ માટે જ, દયાળુ જ્ઞાની ભગવંતો કહે છે કે, માનવ ભવનાં ઊંચા મૂલ્યાંકન કરો.” સુંદર તકોને સમજો ને સફળ કરો, “જડનાં આકર્ષણ પડતાં મૂકી નિજના આત્માનાં આકર્ષણ કેળવો વધારો.' આધિ-વ્યાધિ-ઉપાધિના તાપમાં તપ્યા રહેવાને બદલે એને ઘટાડતા આવો અને સમ્યમ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની શીતલતાનો અનુભવ કરતા ચાલો. આપણી વાત એ હતી કે સત્ત્વ હણાઈ ગયા પછી માણસ આપઘાત સુધી પહોંચી જાય છે, ને અપરંપાર દુર્દશાને નોતરી લે છે. સત્ત્વના ઘાત તામસભાવને વેગ આપીને કેઈ અપકૃત્યો-અનર્થોને ઊભા કરે છે. માણસ સત્ય મૂકી અસત્યને કેમ ભજવા જાય છે ? જૂઠું કેમ બોલે છે ? નીતિ-પ્રામાણિકતા જેવા સુંદર ગુણને બદલે અનીતિ કહો સત્ત્વ હણાઈ ગયું છે, ને તામસભાવ જોરમાં આવ્યો છે, માટે એ બધું બને છે. ત્યારે હમણાં કહેલા આ ભવ-પરભવના દુઃખદ પરિણામોને વિચારતાં સત્ત્વનાશની પાછળ ભયંકરતા કેટલી, અને એની સામે અહીં સેવેલ અસત્ય-અનીતિ વગેરેથી કદાચ પૈસા-ટકા વગેરેનો લાભ થયો દેખાયો તો તે શી વિસાતમાં ? જીવનમાં કઈ ઈર્ષ્યા, ગુમાન, વિષયાંધતા, હિંસા-પરિગ્રહ વગેરેના કુમાર્ગ પર દોડ્યા જાઓ છો, પણ જરા ઊભા રહો, થોભો અને વિચાર કરો કે એ ઈર્ષ્યાદિ બધું કરવાની કોઈ જ જરૂર નથી જો દિલમાં સત્ત્વ જાગતું છે, સાત્ત્વિક ભાવ સલામત છે. એ બધાં તો તામસભાવનાં તોફાન છે. એકેન્દ્રિયાદિ કેઈ હલકી યોનિઓ વટાવી ત્યારે તો આ સત્ત્વ સુલભ બને એવો રૂડો માનવજન્મ પામ્યા ! હવે શું અહીં જ સત્ત્વને હણી ઉપાધિ થી સમાધિ તરફ 29 Page #38 -------------------------------------------------------------------------- ________________ નાખવાનું ? ને તામસીવૃત્તિને જગાવવા ખીલવવાની ? તામસીવૃત્તિના ફળરૂપે શું તામસી હલકા ભવોની હારમાળા મળે કે સાત્ત્વિક ઊંચા ભવની હારમાળા ? આજે પૂર્વના રાજ્યાધિકારીઓ અને કર્મચારીઓ કરતાં આજના કાળના રાજયાધિકારીઓ અને કર્મચારીઓમાં લાંચરુશ્વતનો સડો ભયાનક વકરેલો કેમ દેખાય-સંભળાય છે ? એજ કારણ કે એમના દિલમાંથી સત્ત્વનાં તેજ હણાઈ ગયાં છે, ને તામસભાવનાં ઘોર અંધકાર પ્રસરી ગયાં છે; તેથી અનીતિ-અસત્ય વગેરે ચાલી રહ્યા છે. રહનેમિએ સત્ત્વ ગુમાવ્યું : અરે ! ઇતરધર્મી તો શું, પણ શ્રાવક કે સાધુ પણ જો સત્ત્વ હણી નાખે તો એ ય સન્માર્ગ, સદાચાર અને સબુદ્ધિ ખોઈ બેસે છે ! રહનેમિ મુનિવર તો તીર્થંકર પ્રભુ શ્રી નેમનાથના ભાઈ ને ? છતાં સાધ્વી રાજીમતીને ગુફામાં વરસાદભીનાં વસ્ત્ર શરીર પરથી ઉતારતી જોઈ ક્ષોભાયમાન થયા અને સત્ત્વ ગુમાવ્યું, તો એની આગળ ભોગની માગણી કરતાં ખચકાયા નહિ ! એ તો સારું થયું કે રાજીમતી સાવધાન હતા, સ્થિતપ્રજ્ઞ હતા, તો રહનેમિને પ્રતિબોધ કરી પાછા સત્ત્વવાળા બનાવ્યા ! ને માર્ગસ્થ કર્યા ! બાકી સત્ત્વ ગુમાવ્યાનું ખતરનાક પરિણામ કેવું ? આજના કેટલાય જૈનોમાં પણ સત્ત્વહીનતાના કારણે વિકસતા દુર્ગુણ-દુષ્કૃત્યોનાં નાટક દેખાય છે ને ? તમારે એથી બચવું હોય તો સાત્ત્વિક બન્યું જ છૂટકો છે. સત્ત્વની રક્ષા કર્યે જ નિતાર છે. એક સત્ત્વરક્ષા કેઈ અનર્થોથી બચાવે છે. કડી ધ્યાનમાં રાખો : ત્યારે આ પણ સાથે સમજી રાખજો કે સત્ત્વ ગુમાવવામાં મોટું નિમિત્ત આધિ અને ઉપાધિ છે, ચાહીને નોતરેલી વ્યાધિ છે. એટલે એ આવ્યું કે, આ ઊંચા ભવના મહાન લાભો ગુમાવવાનું, પરભવ ભારે કરવાનું, ને દીર્ઘ દુર્દશાની પરંપરા ઊભી કરવાનું ન ખપતું હોય, તો દુર્ભાવના, 30 ઉપાધિ થી સમાધિ તરફ Page #39 -------------------------------------------------------------------------- ________________ દુર્ગુણો અને દુષ્કૃત્યોથી બચો. એનાથી બચવું હોય તો તામસીવૃત્તિ ન આવવા દો. એ ન આવવા દેવી હોય તો અખંડ સત્ત્વની રક્ષા કરો. સત્ત્વને સાચવી રાખવું હોય તો આધિ-વ્યાધિ-ઉપાધિને આમંત્રો નહિ; પણ ઓછી કરતા ચાલો. ચન્દ્રને બચાવનાર મળે છે : શ્રેષ્ઠિપુત્ર ચન્દ્ર આધિ-વ્યાધિમાં ફસાયો તો એને સત્ત્વ ગુમાવવાનો અવસર આવ્યો, અને આપઘાત કરવા ગળે ફાંસો નાખી ઝાડ પરથી નીચે લટકે છે. પરંતુ હજી એનું સદ્ભાગ્ય કાંઈક જાગતું છે તે તરત જ દૂરથી આ જોઈને એક દયાળુ બ્રાહ્મણ દોડતો આવીને ઝાડ સાથે બાંધેલો છેડો છોડી નાખે છે ! ચન્દ્ર હેઠો પડે છે, ને આ બ્રાહ્મણને કહે છે, ‘ભલા ભાઈ ! શા સારુ મને મરવામાં વિન કરે છે ?' આ કહે છે, “વિપ્ન ? અરે નવજવાન ! આ તો હું તને સારાં કૃત્યો કરવા બચાવી લઉં છું. શા માટે આવા સુંદર માનવભવને, અકાળે મૃત્યુને નોતરી, ગુમાવી રહ્યો છે ?' “બીજાને માટે ભવ સુંદર હશે, મારા માટે નથી, હું તો ઘણો દુ:ખી છું. દુઃખથી છૂટવા મર્યે જ છૂટકો છે.” અરે ! જીવતો નરભદ્રા પામે; જીવતો રહે, તો કોઈ દિ' દુઃખ ચાલ્યાં જશે !' ચન્દ્ર કહે છે, “મારું દુ:ખ જીવતાં જાય એવું જ નથી, માટે હું તો મરવાનો.' બ્રાહ્મણે જોયું કે- “આ તો નિર્ધારવાળો છે, તો હું એને ક્યાં સુધી ઝાલી બેસી રહેવાનો હતો ? મારા ગયા પછી એ મર્યા વિના નહિ રહે માટે એને યોગ્ય રસ્તો બતાવું.” શો રસ્તો બતાવે છે ? ઉપાધિ થી સમાધિ તરફ 31 Page #40 -------------------------------------------------------------------------- ________________ સલાહના આધારે કક્ષાનું માપ : જો જો, માણસ કોઈને જે રસ્તો બતાવે છે એ પરથી માપ નીકળે છે કે પોતે કેટલી કક્ષામાં છે. સલાહકારની જેવી કક્ષા તેવા માર્ગની સલાહ મળવાની. બીરબલને દંડ કરવા એના કહેવાથી બાદશાહે ભંગીઓની સલાહ માગી, તો એમણે સાડી ત્રણ કોડી (અર્થાત્ સિત્તેર) રૂપિયાનો દંડ કરવાની સલાહ આપી; કેમકે ભંગીની કક્ષા એટલી બધી નીચી હતી. નાગકેતુના જીવે પૂર્વ ભવમાં શ્રાવક મિત્રની સલાહ માગી કે મને ઓરમાન માતા બહુ હેરાન કરે છે, તો હું શું કરું ?' મિત્રની આત્મિક કક્ષા ઊંચી હતી તો એવા માર્ગની સલાહ દીધી કે “જો, પૂર્વ જન્મમાં તે તપ નથી કર્યો તેથી તારે આ પરાભવ સહન કરવો પડે છે. માતા ઉપર દ્વેષ ન કરીશ; તપ કર.” એમ કહીને પર્યુષણમાં અક્રમની તપસ્યા કરવાનું બતાવ્યું. એ સલાહ મળવાના પરિણામે તો એ નાગકેતુ તરીકે શ્રીમંતપુત્ર થઈ જન્મ પછી તરત પૂર્વ જન્મના સ્મરણવાળો બની અઠ્ઠમ કરનારો થયો ! અને ધરણેન્દ્ર એનું સન્માન કર્યું !... યાવત્ નાગકેતુ તે ભવમાં મોક્ષગામી બન્યા ! સલાહની તો ચમત્કારિક અસર છે. આપણે બીજાને અવસરે અવસરે કેવી સલાહ આપીએ છીએ એના પર આપણી કક્ષાનું માપ નીકળે છે. આપણા હૃદયમાં સાત્વિક ભાવનાઓ અને ઉમદા આદર્શો રમતા હોય તો કક્ષા ઊંચી ગણાય, અને એમાંથી બીજાને ઉચ્ચ માર્ગદર્શનની સલાહ અપાય, ત્યારે એવું પણ બને છે કે દિલ કદાચ એટલે ઉચ્ચ ન હોય પરંતુ બીજાને સલાહ સારી ઉમદા આપતાં આપતાં ય દિલમાં ઉચ્ચતા આવતી જાય છે. ભાગ્યની સાબિતી : બ્રાહ્મણે બિચારે જોયું કે આ ચન્દ્ર આપઘાત કરવાનો નિર્ણય કહે છે, તો એને એનો યોગ્ય માર્ગ દેખાડું. એટલે ? સારા આપઘાતનો ઉપાધિ થી સમાધિ તરફ Page #41 -------------------------------------------------------------------------- ________________ માર્ગ, એજ ને ? ચિત્ત અને સંભૂતિ પણ લોકોનો પરાભવ પામવાથી આપઘાત કરવા જ જંગલના માર્ગે દોડ્યા જતા હતા, પરંતુ ભાગ્યશાળી હતા તે એમને મુનિ સલાહકાર મળ્યા ! જગતમાં બધું જ છે, પરંતુ એ મળવા માટે પોતાનું ભાગ્ય જોઈએ. સકલ પદારથ હૈ જગમાંહી, ભાગ્યહીન નર પાવત નાહીં.” ભાગ્યની આથી શી સાબિતી જોઈએ છે ? અમુકને વસ્તુ સહેજે મળી આવે છે. બીજાને પ્રયત્ન છતાં નથી મળતી, એમાં ભાગ્ય સિવાય બીજું શું કારણ કહી શકાય ? ભાગ્યના વિશ્વાસ કરનારી આર્ય પ્રજામાં આજના જેવા રગડા-ઝગડા કે ભારે દુર્ગુણો ને અપકૃત્યો નહોતા. પ્રશ્ન થશે કે, પ્ર.- શું ભાગ્યની શ્રદ્ધા નિર્બળતા નથી લાવતી? ઉ.- ના, નિર્બળતા તો જયાં ભાગ્યની શ્રદ્ધા નથી ત્યાં હોય છે; કેમકે શ્રદ્ધાના અભાવે સત્કૃત્યો કરવાની તાકાત નથી, ને ગમે તેવાં ઘોર પાપાચરણ કરતાં એ અચકાતા નથી. એ નિર્બળતા નહિ તો બીજું શું છે ? ત્યારે યથેચ્છપણે પાપ કરવા એ શું બહાદુરી છે ? ખરી રીતે ભાગ્યની શ્રદ્ધા તો જીવનમાં ઊભી થતી કેટલીય વિષમતાઓ અને સમસ્યાઓનાં સમાધાન કરી આપે છે. ભાગ્ય પર વિશ્વાસ કરનારો માણસ તેવા તેવા સંયોગ કે પરિસ્થિતિમાં બહુ આકુળ-વ્યાકુળ અને અસહિષ્ણુ બનવાને બદલે આ તો નિશ્ચિત ભાગ્યનું પરિણામ છે, એમ સમાધાન શોધી લે છે, ને એ સમાધાનવૃત્તિના હિસાબે વિહળતા, કુવિકલ્પો, ષ વગેરેથી બચી જાય છે. ધંધામાં પૈસા ગુમાવ્યા, ભાગ્ય પર વિશ્વાસ કરનારો મન વાળી લે છે કે- “આપણું ભાગ્ય નહિ તેથી આમ બન્યું. એમાં બીજાનો દોષ નથી. હમણાં ભાગ્ય નબળું છે તો ખોટું સાહસ ખેડવાનું રહેવા દો. તેમ, ભાગ્યને સબળ બનાવનાર પરમાત્મા છે, ધર્મ છે; માટે એમની વધુ ઉપાસના કરવા દો..' વગેરે. ઉપાધિ થી સમાધિ તરફ Page #42 -------------------------------------------------------------------------- ________________ ત્યારે, ભાગ્ય પર જેને વિશ્વાસ નહિ હોય, એ તો ચડભડાટ કરશે કે “આણે મારું બગાડ્યું... પેલાએ બગાડ્યું..' વળી પુરુષાર્થના અભિમાનથી નવું ખેડવા જશે ને વધુ ગુમાવશે. વળી વખત નબળો છે એટલે હમણાં ભગવાન, ધર્મ વગેરેને બહુ ક્યાંથી ભજાય ? ઊલટું એ તો ટૂંકે પતાવવું પડે...” એમ લોચા વાળશે. એને સમાધાન કરતાં નહિ આવડે. સમાધાનવૃત્તિનો ઉપાય : સમાધાનવૃત્તિ એ તો શાંતિ અને સ્વસ્થતા જાળવવા માટેનો એક મહાન ઉપાય છે. ઘરમાં કદાચ કલેશ થયો, કુટુંબી કોઈ ચડભડ્યો, તો એ સમાધાનવૃત્તિ મન મનાવી લે છે કે આપણું પુણ્ય ઓછું હોય ત્યાં તદન કલેશ રહિત શાંત ખુશનુમાં વાતાવરણ ક્યાંથી મળે ? વળી એ પણ વસ્તુ છે કે જેમ હું ય કોઈ વાર કલેશ કરું છું અને વાજબી માનું છું, તેમ આમને પણ કલેશ કરવો વાજબી લાગતો હોય એ બનવા જોગ છે. આમને ય મારા જેટલા હક જરૂર છે.' અથવા “આમને બિચારાને કલેશ કરવો પડ્યો એમાં ય દુર્ભાગ્ય મોટું કારણ છે તેથી આ તો દયાપાત્ર છે. હે ભગવાન ! આમને સબુદ્ધિ અને સ્વસ્થતા પ્રાપ્ત થાઓ.” અથવા એમ પણ થાય કે “આ તો સંસાર છે. એમાં વિષમતાઓ આવ્યા કરે. માટે સંસારના સ્વભાવની સામે ઉદ્વેગ શા કરવા'તા ? હોય, સારું-નરસું બધું ચાલ્યા કરે.' અથવા, ‘ભવિતવ્યતા બળવાન છે. એ એના ભાવ ભજવે જ છે; તો આપણે આકળા-ઉતાવળા શા સારુ થાવું ?' - આવી એક યા બીજી રીતે પણ સમાધાન કરી લેતાં આવડે તો પોતે કલેશમાં નહિ પડે; ને સામાના કલેશને વધારી નહિ મૂકે. બીજી રીતે બધી અનુકૂળતા હોય, છતાં જો કલેશ થયો તો એ પેલી અનુકૂળતાઓને વિસાતમાં નથી રહેવા દેતો. બધામાં જાણે ઝેર પડ્યું 34 ઉપાધિ થી સમાધિ તરફ Page #43 -------------------------------------------------------------------------- ________________ એવું થાય છે. સમાધાનવૃત્તિવાળાને એવું કાંઈ થતું નથી. જેને પોતાના મનથી સમાધાન કરતાં નથી આવડતું એને તો કેટલીક વાર જિંદગીભરના અંટસ ઊભા થઈ જાય છે, ઉપરાપર કલેશ જમ્યા કરે છે... કેટલું ગણવું ? મન મર્યા પછી દુઃખ નથી : ચિત્ત અને સંભૂતિને ઊંચી કક્ષાવાળા મુનિ મળ્યા તો એમણે ઊંચી સલાહ એ આપી કે - મહાનુભાવ ! તમે જો આપઘાત કરી કાયાનો સર્વનાશ કરવાની શૂરવીરતા ધરાવો છો, તો એના કરતાં તો કાયાને કષ્ટ પડે એવી ત્યાગવૃત્તિ અને તપસ્યા આદરવાની બહાદુરી કાં નથી કરતા?” આપઘાતથી તો દુ:ખ ઊભાં રહેશે, અહીંના દુ:ખ કરતાં ભાવી જન્મના ભારે દુઃખના ભોગ થવું પડશે. ત્યારે, સંયમ અને તપથી તો દુ:ખના કારણભૂત આત્માનાં પાપ બળીને સાફ થઈ જશે. તો આવી સુંદર તક શા સારુ ગુમાવો ? માનજો ને કે- “મરીને બધું મૂકવું'તું, ‘દેખવું નહિ ને દાઝવું નહિ એમ એ બાબતનું મન પણ મૂકી દેવું'તું, તો અહીં જીવતા રહી સંયમ અને તપમાં ચઢીને પૂર્વનું મન વિસારે કાં ન પાડી દઉં ?" જે મન પલટાઈ ગયા પછી દુઃખ ક્યાં રહેવાનું છે ? મન મરીને મૂકાય તો જીવતા ન મૂકી શકાય ? : વાત પણ સાચી છે કે જીવનમાં મોટું પણ કોઈ નુકસાન ઊભું થઈ ગયું છતાં જો પછી મન એમાં ન લઈ જાઓ તો દુઃખ નહિ લાગે; ત્યારે, નાના પણ નુકસાનમાં જો મન ગયા કરશે તો દુ:ખ લાગ્યા જ કરશે, તો જો મરીને મનને મૂકી શકાય, તો શું જીવતા ન મૂકી શકાય ? સુખમય જીવન જીવવું હોય અને ઉજ્જવળ કાર્યો કરતાં રહેવું હોય તો આ એક ઉપાય છે કે જૂની નુકસાનની વાતોના વિચાર કે સ્મરણ મૂકી દેવા. ઉપાધિ થી સમાધિ તરફ 35 Page #44 -------------------------------------------------------------------------- ________________ આપઘાતનો બીજો રસ્તો કહે છે : મુનિએ તો ચિત્તસંભૂતિને ચારિત્ર અને તપના માર્ગે ચઢાવી દીધા, પરંતુ અહીં તો બ્રાહ્મણ ચન્દ્રને કહે છે, “જો તારે મરવું જ હોય તો આ સામે દેખાતા પર્વત પર એક “કામિતપતન' નામનું પતન સ્થળ છે, તેના ઉપરથી જે ઇચ્છાનો સંકલ્પ કરીને માણસ પડતું મૂકે છે ને મરે છે, તેને તે ઇચ્છા પછીના જન્મમાં સફળ થાય છે. માટે આપઘાત જ કરવો હોય તો ત્યાંથી પડીને કર.” ઢ, નિર્વિકાર મન બનાવવા શું કરવું? ચન્દ્રના પગમાં આ સાંભળીને જોર આવ્યું. બ્રાહ્મણે મનગમતું કહ્યું ને ? બસ, આ વાત છે કે આપણી ઇચ્છાને અનુકૂળ કોઈ કહે, કે અનુકૂળ કોઈ વર્તે તો આપણે ખુશી-ખુશી ! સ્વાર્થ લગનીનો આ નાચ છે. સ્વેચ્છાની ગુલામીનું આ એક પ્રદર્શન છે. અને ઇચ્છાની પૂર્તિ પરનો આનંદ એ ઇચ્છાની સફળતા ન થવા પર ઉદ્વેગને અવકાશ આપે જ છે. “થયું તો વાહવાહ અને ન થયું તો ય વાહવાહ,” એવું માનસિક સમતોલપણું ક્યારે આવે ? મનવાંછિત બનતું આવ્યું કે ઝટ એના પર હરખાયા, એથી નહિ. એ તો મનને ઘડતા રહેવું પડે, ટીપતા રહેવું પડે, ને એવું કઠિન બનાવતાં રહેવું પડે કે બાહ્ય સંયોગ-વિયોગો થવા પર એ લેવાઈ ન જાય, આનંદ-ઉદ્વેગની પીગળામણ ન અનુભવે, રતિઅરતિના વિકારે વિકૃત ન થાય. વર્ષોના સતત અભ્યાસનું આ કાર્ય છે, એક બે પ્રસંગનું નહિ. અનેકાનેક પ્રસંગોમાં મજબૂત રહી રહીને મનને પીગળતું, લેવાઈ જતું, ને વિકૃત થતું અટકાવવાનો અભ્યાસ કર્યો જવાય, ત્યારે એવું દઢ મન, નિર્વિકાર મન તૈયાર થાય. ચન્દ્ર પર્વત પરથી પડવા જાય છે ? ચન્દ્ર બ્રાહ્મણનો ઉપકાર માન્યો, ને ત્યાંથી જઈ પર્વત પર ઝપાટાબંધ ચઢી જાય છે. ભારે ઉછરંગ છે પડતું મૂકી કુટાઈ છુંદાઈ જવાનો. કહો, આવું પર્વત પરથી ખીણમાં પટકાઈ મરવાનો ઉત્સાહ 36 ઉપાધિ થી સમાધિ તરફ Page #45 -------------------------------------------------------------------------- ________________ હોય ? મહામુનિઓના તેવા ઉપસર્ગમાં તમને ઝટ ગભરામણ થાય છે, “હાય ! આ તો કેમ સહન થાય ? અને આવું ભયંકર સહવામાં તે ઉછરંગ હોતો હશે ?' પરંતુ દુનિયાના પણ આવા ચન્દ્ર જેવાના દાખલા જુઓ-વિચારો તો લાગશે કે, કષ્ટમાં ઉછરંગ ક્યારે થાય ? : કોઈ ચોક્કસ લક્ષ્યની લગની લાગ્યા પછી એ સિદ્ધ કરનારા ઉપાય ભલે ને કઠિન હોય, ભારે કષ્ટ-ત્રાસભર્યા હોય, તો ય એ આદરવાના ઉછરંગ છે, આદરવામાં જરાય ગભરામણ નથી થતી. મોક્ષપ્રાપ્તિનું, આત્મસંશોધનનું, અને કર્મક્ષયનું પાકું લક્ષ્ય બંધાઈ એની લગની લાગી જવી જોઈએ. પછી એના ઉપાયભૂત કષ્ટમય અનુષ્ઠાનોમાં પણ ભારે ઉત્સાહ અને ખંતથી પ્રયત્ન થાય છે. આત્માને ખડતલ બનાવો : જીવનની નદી વહી ચાલી છે. એને કદાચ આખી નહિ તો ય એમાંથી અમુક નહેરને મોક્ષમાર્ગની કષ્ટમય સાધનાના ક્ષેત્ર પર વહેવડાવવાની જરૂર છે. એ કરવાથી આત્મા ખડતલ બને છે. સુંવાળી સાધનામાં ખડતલ નહિ બનાય. સાધના કરતાં, તન, મન, ધન વગેરે જે કોઈ સંપત્તિ મળી છે તેનો ભોગ આપવો જોઈએ. જીવને એમ થાય કે હું સાધના કરી રહ્યો છું તેમાં તન-મન-ધનનો ઘસારો ઉપાડી રહ્યો છું, તો આત્મા ખડતલ બને અને એથી ઊંચી ઊંચી સાધનાઓના પરાક્રમ ખેડી શકે. આ બધું શક્ય છે હોં, પણ મૂળમાં મુખ્ય લક્ષ્યની લગની લાગવી જોઈએ. એક વાર સમુદ્રમાંથી બચ્યામાં સંકેત : ચન્દ્રને લગની લાગી છે તેથી પર્વત પર સડસડાટ ચઢી જઈ એક મોટી શીલા પર ચઢી આપઘાત માટે નીચે પડતું મૂકવાની તૈયારી કરે છે. કેવી દુર્દશા ! માનવજીવનનો સર્વનાશ સર્જવા તૈયાર થયો છે ! એને એ વિચાર નથી આવતો કે- “આ હું, સમુદ્રમાં વહાણ ભાંગીને ઉપાધિ થી સમાધિ તરફ 37 Page #46 -------------------------------------------------------------------------- ________________ કટકા થઈ જવા છતાં તરવાનું પાટિયું પામ્યો, બચ્યો અને સમુદ્રના કિનારે આવી પહોંચ્યો, એમાં ભાગ્યનો મને જીવતો રાખવાનો અને માનવપણાના ફળ પમાડવાનો કોઈ ગુઢ સંકેત લાગે છે !' નહિતર ત્યાં જ કેમ ડૂબી ન મરત ? કહે છે ને કે “અણી ચૂક્યો સો વરસ જીવે !" માટે આપઘાત નકામો છે ! આ વિચાર નથી માટે આપઘાત કરવા તૈયાર થઈ ગયો છે. વસ્તુના એંધાણ પરખીને ચાલો : માણસ જો એટલું દેખે કે- “અમુક અમુક બાબત બની ગઈ, અગર બની રહી છે, એ આ-આ સારી-નરસી વસ્તુની સૂચક છે,' તો પછી સારી વસ્તુને અનુકૂળ અને નરસીને પ્રતિકૂળ વર્તાવ રાખે, પણ એથી ઊલટું નહિ. પરંતુ આ નથી જોવાતું માટે નુકસાનકારી પ્રવૃત્તિ કરાય છે. બાકી જીવનમાં બનતા બનાવો એ તો કેટલીયવાર સારા-નરસા રખાય તો કેટલાય હિતને વિકસાવી શકાય અને અહિતને સંકોચી શકાય. સટોડિયા પાયમાલ કેમ થાય છે ? : એક, બે, ચાર વારના ખોવાના પ્રસંગમાંથી કમ ભાગ્યની એંધાણી પરખતા નથી માટે. ક્યારેક કોઈ સારો માણસ મળી ગયા પછી સારા લાભને અનુકૂળ વર્તવામાં કેમ ખામી રખાય છે ? એ જોવાતું નથી કે “મને આવો સારો માણસ અચાનક કેમ મળે ? એને અકસ્માતુ કેમ મારી સાથે વાત કરવાનું બને ? જરૂર આમાં કોઈ શુભ ચિન પડેલા છે. તો આમને હું સારી રીતે વધાવી લઉં.' શુકન, મુહૂર્ત, અંગફુરણ, સહજ ત્રાહિતના સહજ શબ્દોનું શ્રવણ વગેરે કેઈ નિમિત્તો શુભ-અશુભની એંધાણી આપે છે. પથારીમાંથી સવારે ઉઠ્યા અને અજીર્ણનો ઓડકાર આવ્યો, એ શું છે? પેટની અસ્વસ્થતાનું સૂચન. હવે જો એના પર ચેતી જાય અને ભોજનનો ત્યાગ કરે તો અજીર્ણનું આગળ પૂછડું ન ચાલે, પણ ઠેકાણું પડતું આવે. 38 ઉપાધિ થી સમાધિ તરફ Page #47 -------------------------------------------------------------------------- ________________ એમ, પરોઢે સારું સ્વપ્ન આવ્યું અને જાગ્યા, પછી સારી પ્રવૃત્તિ રાખે તો લાભ સારો થવાની વકી રહે. એવી રીતે સ્નેહી-કુટુંબીના મુખમાંથી જો અરુચિભર્યો શબ્દ નીકળ્યો, તો તરત સમજી લેવું જોઈએ કે આમના દિલમાં ઉદ્વેગ, અભાવ જેવું થયું લાગે છે; માટે હવે એ શમી જાય એવી પ્રવૃત્તિ કરવી. એમ જો કરાય તો મામલો સુધરી જાય.' વાત છે કે જીવનમાં બનતા બનાવોના એંધાણ પરખો, અને એ પરથી આગળની પ્રવૃત્તિ-નિવૃત્તિ ઘડો. એથી જીવન જીવવાની મઝા આવશે ! કેમકે કેઈ અનર્થોથી બચી જવાશે, અને કેઈ કલ્યાણના દ્વાર ખુલ્લા થશે ! જીવતર કંટાળાભર્યું ક્યારે લાગે છે ? ડગલે પગલે અણગમતું બનતું હોય અને મનગમતું થોડે અંશે પણ ન બનતું હોય તો જ ને? અલબત, એમાં પૂર્વકૃત કર્મના ઉદય કારણ હોય છે, પરંતુ પહેલાં આપણે કહી આવ્યા છીએ તેમ કેટલાંય કર્મોને તો નિમિત્ત આપીને જગાડવામાં આવે છે, એ ન ભૂલતા; અને મહાન નિમિત્ત આ છે કે બનતા બનાવો, આપણી પરિસ્થિતિ, આજુબાજુનું વાતાવરણ, ઉપસ્થિત થતા સંયોગો, સ્નેહી-સંબંધીના પલટાતા દિલ, ઇત્યાદિની સૂચિત થતા ભાવને આપણે લક્ષમાં લેતા નથી અને ઊંધી પ્રવૃત્તિમાં દોડ્યા જઈએ છીએ એથી પછી અનિષ્ટ ઊભાં થાય છે, અને ઈષ્ટ દૂર રહે છે. એથી જીવન ભારે નિરાશા, ખેદ અને કચવાટભર્યું ન થાય તો બીજું શું થાય ? ચન્દ્રને રોકવા “સબૂર” !: શ્રેષ્ઠિપુત્ર ચન્દ્ર સમુદ્રમાંથી બચી ગયાના સંકેતને નહિ સમજતો અત્યારે પર્વત પરથી નીચે ખીણમાં પટકાઈ-બુંદાઈ મરવા તૈયાર થયો છે. ત્યાં પાછળથી અવાજ આવે છે, “સબૂર !" આને થાય છે કે, વળી આ વિડ્ઝ ક્યાં આવ્યું !" ઉપાધિ થી સમાધિ તરફ 39 Page #48 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા ને મરવા માત્રથી ધાર્યું મળે ? : એ તો મનમાં એ કામના રાખે છે કે- “મરીને આગળના જીવનમાં દુનિયામાં મહાન નામ કાઢે ! ને આખી દુનિયા મને સન્માને !' કેમ જાણે ફરી તરત મનુષ્યભવ મળશે, અને એ પુણ્યાઈને યોગ્ય સુકૃત વિના જ ખાલી ઇચ્છવા તથા પટકાઈ મરવા માત્રથી એવી વિશ્વ વ્યાપી નામના અને લોક-સન્માન મળી જશે ! મળે ? એમ મળતું હોય તો તો જિંદગીભર પાપાચરણ, જુલ્મ, ને અનાડીપણું વગેરે કરીને અંતે આટલું કરી લે એટલે પત્યું ! બધાં દુષ્કૃત્યો માફ ! પણ એવું નથી. સુકૃત વિના દુન્યવી સુખ-સૌભાગ્ય અને સન્માન-સુયશ મળવા ક્યાં નવરા પડ્યા છે ? આ બધું ખૂબ જોઈતું હોય તો દેવગુરુ-ધર્મની સાધનાના ખૂબ ખૂબ સુકૃતો આચરો, પરમાર્થ સેવો, ઇન્દ્રિયો અને મનના સ્વેચ્છાચાર અટકાવો. પણ આ બધું ન બનવામાં કારણ જોશો તો પેલી આધિ-વ્યાધિઉપાધિના તોફાન જ દેખાશે. ત્યાં એટલો વિચાર નથી કે આધિવ્યાધિનાં તોફાનમાં સુખનું સંગીત બજી રહ્યું છે કે સંતાપના આર્તનાદ ઉઠી રહ્યા છે ? આનંદના સુખદ શ્વાસ ચાલી રહ્યા છે કે ઉગના નિસાસા નંખાઈ રહ્યા છે? ચન્દ્ર શું કરે છે, “સબૂર !' એવો અવાજ કોનો છે, પછી શું થાય છે, એ બધું જોવાનું છે, પણ તે પહેલાં એટલું કરવાનું છે કે આધિ-વ્યાધિ-ઉપાધિ એ સંતાપકારી છે, એ બરાબર હૈયે ચી જાય, અને આજની દુનિયાની નવી જાતની આધિઓ, લેવા-દેવા વિનાની માનસિક ચિંતાઓ, તથા વધતી જતી ઉપાધિઓ અને પાછાં એનાં ગવાતાં ગુણગાનમાં આકર્ષાઈ ન જવાય ! હિસાબ તો તપાસો! આવી આધિ-વ્યાધિ-ઉપાધિની ભડભડ બળી રહેલી જવાળાઓનો તાપ મિટાવવાને જગતમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના સિવાય બીજું કોઈ ઔષધ નથી. અનુભવમાં હોય તો લાવો, બતાવો ! રત્નત્રયીની સાધનામાં કશી ચિંતા નહિ, ધારીએ ત્યારે ઉંઘ આવે, ઉપાધિ થી સમાધિ તરફ 4 ) Page #49 -------------------------------------------------------------------------- ________________ ત્રિવિધ તાપની પીડા નહિ. રત્નત્રયીના શરણ વિના જીવનમાં છૂટકો નથી, બીજો ઉપાય નથી; હોય તો બતાવો ! રત્નત્રયી એ ઔષધરૂપ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, ત્રણેય ઔષધરૂપ પણ તેમાં જોરદાર ઔષધ કહેતા હતા, આજે આ જુદું ?' જુદું નહિ અને જુદું ખરું ! સમ્યકત્વને જોરદાર ઔષધ કહેતા હતા એ વાત સાચી. સમ્યકત્વ એટલે ?- “ધર્મ પર અનન્ય શ્રદ્ધા રાખો, સંસારને અસાર માનો, સારું જે બને તે બનાવો, ન બને તે માટે અકળામણ અનુભવો. પાપને ય માન, ધર્મના ગુણગાન ગાઓ.” આ સમ્યકત્વ, એમાં ના નહિ પણ હિસાબ તો તપાસો ? 1010, 15-15 કે 20-20 વર્ષથી એમ સાંભળ્યું, માન્યું, હવે આધિવ્યાધિ-ઉપાધિના તાપમાં ઘટાડો થયો કે વધારો ? જો ઘટાડો નહિ, તો સમજો કે હવે ચારિત્ર એ જોરદાર ઔષધ સેવવાનું. ચારિત્ર એટલે ઓધો જ એમ નહિ, ઓઘો લેવાય તો સારી વાત; ન લેવાય તો વ્રત, પચ્ચકખાણ. વિરતિ. શાસ્ત્ર કહે છે, કેટલીકવાર એના સારા અભ્યાસ પછી નિશ્ચય-સમ્યકત્વ આવે. પરિગ્રહ એ આત્માની પૂંઠે પડેલી બલા છે : વ્યવહારથી તો દર્શન-ઔષધ ઘણું પીધું; પણ આધિ-વ્યાધિઉપાધિના તાપ વધી રહ્યા છે એને શાંત કરવાનો ઉપાય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પંચાશકમાં ચારિત્રથી બતાવે છે. પહેલા પંચાશકમાં વિશેષરૂપે ચારિત્ર લીધું; દર્શનની બહુ વાત ન કરી, જ્ઞાનનું ઘણું પિંજણ ન કર્યું, પણ લગભગ ત્રતોની જ વાત કરી. ત્યાં કહ્યું, શ્રાવક વ્રતો લે. આ શું સમજીને ? યુગોના આધિ-વ્યાધિ-ઉપાધિના તાપોને શાંત કરવા માટે અણમોલ ઔષધ વિરતિ છે. એ વસ્તુ નજર સામે રાખી વિચારો. વિરતિ હોય એટલે ઝટ થાય, પચ્ચકખાણ છે, પાછો હટ' હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મનો ચૂલથી ત્યાગ, પરિગહ પરિમાણ, વ્રત ન હોય તો તો આધિ-વ્યાધિ-ઉપાધિના અનહદ તાપ અવશ્ય થવાના, આધિ એટલે માનસિક ચિંતા. કોઈને બજારમાં સોદાનું વલણ ઉપાધિ થી સમાધિ તરફ 41 Page #50 -------------------------------------------------------------------------- ________________ સારું આવ્યું, એ વખતે પરિગ્રહ-પરિમાણ વ્રત કહે છે : ‘તારે એ વિચાર પણ ન થાય કે સારું થયું. પરિગ્રહને પાપ સમજયો છે, ત્યારે તો પરિમાણ રાખ્યું છે.' પરિમાણ પાપનું હોય, ધર્મનું નહિ કે આથી વધુ ન કરવો. દાનશીલ તપ-ભાવ એ ધર્મમાં પરિમાણ નથી કહ્યું, ‘વધારે દાન નહિ દઉં, આટલું જ દેવું, તપમાં એક જ ઉપવાસ કરવાનો, વધારે નહિ? શું એમ કહ્યું ? ના. પરિગ્રહમાં કહ્યું. પરિગ્રહનું પ્રમાણ રાખવું એ નિષ્પરિગ્રહપણામાં પહોંચવા માટે છે. પરિગ્રહ એ આત્માની પૂંઠે પડેલી બલા છે, ડાકણ વળગી છે ડાકણ ! ડાકણ લોહી ચૂસી જાય! પરિગ્રહ એ આત્માનું ભાવ લોહી ચૂસી જાય છે. આરંભ-વિષય પરિગ્રહના મૂલ્ય જેટલા પ્રમાણમાં વધારે તેટલા પ્રમાણમાં દાન, શીલ, તપ ભાવનું મૂલ્ય ઘટવાનું. એ ઘટે તો આ વધે. મિથ્યાત્વનું જોર : બીજા પાપો કરતાં પરિગ્રહનું પાપ એક દષ્ટિએ વિશેષ છે. એક આત્મા હિંસામાં રક્ત હોય, કોઈ જૂઠમાં રક્ત હોય, ચોરીમાં રક્ત હોય, અબ્રહ્મમાં રક્ત હોય, એ આત્મા કંગાલ જરૂર છે, પણ સાથે સાથે સમજવાનું કે એટલી અધમ કોટિના વિચારનો તે ન હોય કે જેટલો અધમ વિચારવાળો જેના હૃદયમાં પરિગ્રહ વસી ગયો હોય, તે હોય. સમરાઈથ્ય કહાની શરૂઆતમાં કહ્યું છે, અર્થ તથા કામ બે ય અધર્મ, પણ તેમાં ય કામ કરતાં અર્થ વધારે અધર્મ છે. અર્થની લગની કામની લગની કરતાં ભૂંડી છે. કેમકે કામની વાસનામાં તેટલા ક્રૂર પરિણામ અને કાળી લેશ્યા નથી જેટલી અર્થની લાલસામાં છે. અર્થ એ લોભનો બાપ છે અને લોભ પાપનો બાપ છે : અઢાર પાપ સ્થાનકમાં અઢારમું મિથ્યાત્વશલ્ય મહાન છે. એક અઢારમું હોય તો સત્તર વાપસ્થાનકો ખતરનાક છે, પણ જો મિથ્યાત્વશલ્ય ન હોય તો આત્મા એટલો સંસારમાં રૂલે નહિ. 42 ઉપાધિ થી સમાધિ તરફ Page #51 -------------------------------------------------------------------------- ________________ સત્તરનું જોર : આમ જોર મિથ્યાત્વશલ્યનું છે. પણ સત્તરમાં એ જાતિનું જોર છે કે એ સત્તર જીવનમાં જો વધારે કૂદતા-મહાલતા થાય, તો એ દૂર બેઠેલા અઢારમાને પોતાની પાસે લાવીને બેસાડે. મિથ્યાત્વ-શલ્ય, સલામત હોય તો સત્તરે પાપસ્થાનક કે તેમાંનું કોઈ પણ આત્માનું સત્યાનાશ વાળે. હિંસા હોય તથા સાથે મિથ્યાત્વ હોય તો શું થાય ? બેફામ લેઆમ. જગત પર હત્યાકાંડ મચ્યા તે એથી. દુશ્મનને શું નબળા માત્રને બેસાડી દેવા, બસ એક લગની ! મિથ્યામતિના યોગે ત્રણ લાખની વસ્તિવાળા શહેરનો વસ્તિ સાથે બોંબમારાથી સંહાર થયો ! મહત્ત્વ મિથ્યાત્વના ત્યાગનું છે : મિથ્યાત્વ હોય તો સત્તર કે તેમાંનું એક પણ પાપસ્થાનક આત્માનો કચ્ચરઘાણ વાળે. સત્તર હોય કે તેમાંનું એક હોય પણ મિથ્યાત્વ ન હોય તો એટલો કચ્ચરઘાણ ન નીકળે. હિંસા ખરી પણ મિથ્યાત્વ નહિ એવા દષ્ટાંતો વિચારો. મહાશ્રાવક ચેડા મહારાજા જેવા યુદ્ધમાં ઉતર્યા છે, બાહુબલી જેવાએ ભરત સામે સંગ્રામ ખેલ્યા છે. વેપાર હિંસાનો કે બીજું કાંઈ ? યુદ્ધમાં સગા ભાઈની સામે ઉતરીને બાહુબલી એવા લડ્યા કે જોનારનાં કાળજાં કંપી ઉઠે. એવી હિંસામાં પડે છતાં મિથ્યાત્વશલ્ય ન હોય તો પરિણામ શું ? એ પાપ આત્માનું એવું સત્યાનાશ ન કાઢે. ઊંધો અર્થ ન કરતા, ન સમજતા કે મહારાજે હિંસાનું મહત્ત્વ ગાયું. મહત્ત્વ હિંસાનું નથી, મિથ્યાત્વના ત્યાગનું છે. પાપચાનકથી ધર્મ ન થાય : એમ બાર મહિના સુધી બાહુબલી કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. અભિમાનથી ? ના. ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસગણિ મહારાજ કહે છે, - જો ધર્મ મદથી થતો હોય તો બાહુબલીને ભયંકર જંગલમાં તપ કરવાની જરૂર નહોતી, બીજા ઘણા પ્રકાર હતા. એ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા, ટાઢ-તડકો એમણે વેક્યો તે પરિણામ મિથ્યાત્વના ત્યાગમાંથી જન્મે ઉપાધિ થી સમાધિ તરફ 43 Page #52 -------------------------------------------------------------------------- ________________ હતું, નહિ કે અભિમાનમાંથી. માન્યું કે- “મારા નાથે કહ્યું છે કે ચારે આહારનો ત્યાગ કરાય, જમીન પર બેસવા સરખાની વાત નહિ, ઘોર ગરમી કે કાતીલ ઠંડીમાં પણ કાઉસ્સગ્ગ ધ્યાનથી ન ચૂકાય, જગતની માયાનો ઉત્તર પણ ન દેવાય, કોઈ મારવા આવે તો ચસકાય પણ નહિ, તો કેવલજ્ઞાન થાય.' કહો, બાહુબલીનું કાઉસ્સગ્ગ ધ્યાને રહેવું એ અભિમાનથી છે કે મિથ્યાત્વશલ્યના ત્યાગથી ? એમણે શું કર્યું, જરા વિચારો ! બાર બાર મહિના કેવી રીતે ઊભા રહ્યા ! શરીરે વેલડીઓ વીંટાણી, દાઢે વધાર્યું તેમાં ચકલાએ માળા ઘાલ્યા, સિંહાસને બેસનાર એક વખતના ફક્કડલાલ બાહુબલીની કાયામાં (દાઢીમાં) પંખેરા માળા ઘાલે છે. શરીરની શુશ્રુષા કરતા નથી, સારસંભાળ લેતા નથી; શું આ અભિમાનથી ? ના. અભિમાન તો પાપસ્થાનક છે. એણે તો માત્ર નાના ભાઈ પાસે નમવા જવાથી અટકાવ્યા. બાકી ચારિત્ર લઈ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા, એ તો પ્રચંડ ધર્મ-ધગશથી, ગર્વ તો પાપસ્થાનક છે, પાપસ્થાનકથી ધર્મ ન થાય. ધર્મ તો મિથ્યાત્વના ત્યાગથી થાય. તુલનામાં પાપને મહત્ત્વ ન આપતા. ભરતે અન્યાય કર્યો ત્યારે બાહુબલીએ મૂઠી ઉગામી હતી ! : એજ બાહુબલી યુદ્ધમાં હિંસા કરતા હતા પણ મિથ્યાત્વ નથી, એટલે હિંસાના વ્યાપારમાં પણ મિથ્યાત્વના ત્યાગે, એના તાલ પર ટકોરો માર્યો, હૃદયમાં જઈને ભંભા વગાડી-હાં-હાં, ભાઈને મારવા ઊભો થયો ?" યુદ્ધમાં એ કેવા સમર્થ હતા ! છતાં મિથ્યાત્વશલ્ય નથી તો એ ભાઈને મારવા ઊભો થયો ?' યુદ્ધમાં એ કેવા સમર્થ હતા ! છતાં મિથ્યાત્વશલ્ય નથી તો એ ભાઈને મારવા ઊભા રહે ? કરોડોની મેદની જોઈ રહી હતી, દેવતાઓ જોઈ રહ્યા હતા, એમને ભય હતો કે હવે બાહુબલીની મૂઠીથી ભરતનું શું થશે ! ભરત ન જીવે !! ભરતના દંડે બાહુબલીનો મુગટ માત્ર તૂટે છે, જ્યારે બાહુબલીના દંડે ભરતના કવચ તૂટે છે. ભરત પણ ચક્રી છે, એમના ફટકાથી બાહુબલી ઉપાધિ થી સમાધિ તરફ 44 Page #53 -------------------------------------------------------------------------- ________________ જંઘા સુઘી જમીનમાં ખેંચી જાય છે. જયારે બાહુબલીના ફટકાથી ભરત કંઠ સુધી ખેંચી જાય છે. એજ બાહુબલી એજ ભરતને દડાની જેમ આકાશમાં ઉછાળે અને નીચે પડતાં ઝીલે. આવા વિજયી બાહુબલીએ ભરતે જયારે અન્યાય કરી ચક્ર ફેંક્યું ત્યારે બાહુબલીએ મૂઠી ઉગામી. શું હવે કલ્પના ન આવે કે આ મૂઠી પરાક્રમ શું કરશે ? ભરત ભૂલ્યા ભરોસે : પ્ર.- સમજુ ભરત ચક્ર ફેંકવાનો અન્યાય કેમ કર્યો ? ઉ. માટે જ જ્ઞાની કહે છે, મોહરાજાના ખેલ અનેક પ્રકારના છે. ભરત ભરોસે ભૂલ્યા ! એમણે ધાર્યું હતું, ચક્ર પાછું નહિ ફરે, એને જોઈને કાં તો સામો વશ થઈ જશે, કાં ચક્ર તેનો નાશ કરશે. લોભને લઈને વિશ્વાસે રહ્યા, એટલે બીજું ન સૂઝયું. ચક્ર છોડ્યું ! શું તારી મુક્તિ જુદી છે? : પાર્શ્વનાથ ભગવાનના ચાર સાધુને કોઈ કેવળી મળ્યા, તેમણે પેલાઓના પ્રશ્ન ઉત્તરમાં કહેલું, “તમે ચરમશરીરી છો, આ ભવમાં જ મોક્ષે જશો. હાથમાં રજોહરણ છે એવા આ ચાર સાધુને આ સાંભળીને શું વિચાર આવ્યો ? કર્મના મેલને જલદી દૂર કરવાનો ? કર્મના સદંતર ફુરચા ઉડાડવાનો ? ના. ‘છ માસી તો કરી છે, બાર માસી કરી લેવા દે, જ્ઞાનીએ આ ભવમાં મુક્તિ કહેલ છે, ચરમશરીરી કહેલ છે, એટલે કાયા પડવાની નથી એ તો નિર્ધાર છે.” આવું કાંઈ સૂઝયું ? ના. પોતે ચરમશરીરી હોવામાં, એજ ભવમાં મોક્ષે જનારા હોવામાં, જ્ઞાનીએ મહોર છાપ મારી છે માટે ચાર સાધુઓએ શું એવો વિચાર કર્યો કે, બારમાસી થઈ જાય ? ના, ત્યારે ? “જ્ઞાનીએ આ ભવમાં મોક્ષે જનારા છીએ, ચરમશરીરી છીએ, એવી મહોરછાપ મારી છે, તો પછી હવે સંયમ પાળવાનું કષ્ટ વેઠવાની જરૂર શી ?" આવો વિચાર કરી એ ચાર સાધુ વેશ મૂકી ઘરે ગયા છે, પતિત થયા છે ! ત્યારે તો રહનેમિને રાજિમતીએ કામાસક્ત જોઈ જયારે કહ્યું કે, ઉપાધિ થી સમાધિ તરફ ૪પ Page #54 -------------------------------------------------------------------------- ________________ “આવું ચારિત્ર પામીને, કિંપાક ફલ જેવાં ઝેરી વિષય-સુખોની કામના શી કરો છો ?' ત્યારે એના જવાબમાં રહનેમિએ “ઘરે જઈને ય મોક્ષ જઈ શકાય છે. એવો જવાબ આપ્યો છે. પોતે ભગવાન શ્રી નેમિનાથ સ્વામીની દેશનામાં કદી સાંભળ્યું હશે કે- ‘ભવિષ્યમાં પાર્શ્વનાથ ભગવાનના ચાર શિષ્યો, તેમને કોઈ કેવળી ભગવાન ચરમશરીરી તથા તદ્દભવ મુક્તિગામી હોવાનું જણાવશે, ત્યારે આવી કેવળીની મહોર છાપ જાણી એ સંસારમાં જશે. એવા ય પણ પછી ફરી સંયમ લઈ અંતે એજ ભવમાં મોક્ષે જશે. રહનેમિએ રાજિમતીને કહ્યું. “શી કરો તો પાર્થપ્રભુ અણગાર જો, ઉપદેશ ઘર ઠંડી થશે મુનિ ચાર જો, તે ભવ મુક્તિ સુણીને કિમ જઈ ઘરે વસ્યા છો ?' એ આ દૃષ્ટાંત આગળ ધરી કહે છે, “આવાની પણ મુક્તિ થાય, માટે મૂકી દે સંયમ, તું યુવતી, હું યુવાન ! મોજ કરીએ. મુક્તિ આથી કાંઈ અટકવાની નથી.' મોહના પ્રકારોના નાટકોનો પાર પામી શકાતો નથી : પ્રશ્ન થશે કે-“ચરમશરીરી સાધુને, પોતાનું ચરમશરીરીપણું તથા તભવમુક્તિગામીપણું કેવળીના મુખે સાંભળી ઘરે જવાનું મન થાય, એ કેમ બને ?' પણ મોહના ઉદય વિચિત્ર છે એટલે એમ બન્યું ! રહનેમિ એટલે કોણ ? તીર્થકર ભગવાન નેમનાથ સ્વામીના ભાઈ, રુડું ચારિત્ર પાળી રહ્યા છે, ચરમશરીરી છે, એને સાધ્વી રાજિમતી સાથે વિષયસુખ ભોગવવાનું મન કેમ થાય ? રાજિમતી એટલે ઉત્તમ સાધ્વી ! એટલા માટે જ જ્ઞાની કહે છે કે, મોહના નાટકોના પ્રકારનો પાર પામી શકાતો નથી. દુનિયામાં અભુત પ્રકારો પડેલા છે. દોષમાં બેઠેલા માનવીને અસર થતાં વાર શી ? રાજિમતી મોહરાજાના નાટકનું રહસ્ય સમજનારી હતી, એટલે રહનેમિએ ગમે તેમ લલચાવી પણ એને અસર ન થઈ, ઊલટું ઉપદેશ દઈ રહનેમિને પણ પાછા માર્ગસ્થ 46 ઉપાધિ થી સમાધિ તરફ Page #55 -------------------------------------------------------------------------- ________________ કર્યા ! ભરત જેવા અન્યાયથી ચક્ર મૂકે એ પણ મોહનો પ્રકાર, મોહના અનેક પ્રકારોના નાટકોમાંનું એક છે. આપણે એ બોધપાઠ લેવાનો છે કે દુન્યવી સંયોગોનો વિશ્વાસ કરવા જેવો નથી કે ક્યારે એ કેવા મોહમાં ફસાવે. અન્યાયનો માર્ગ એ ન્યાયસંપન્નતા નામના પ્રથમ માર્ગાનુસારી ગુણનો ઘાતક છે. ઠરાવેલા યુદ્ધ કરતાં દૂર થઈ, ન્યાયનો પરિહાર કરી ચક્ર મૂક્યું, અન્યાયનો માર્ગ લીધો તે પરિણામ શું આવ્યું ? એ જ કે બાહુબલી ગુસ્સાથી મૂઠી મારવા દોડ્યા ! એ પણ મોહવશ તો થયા, પરંતુ મિથ્યાત્વ નહોતું તો બુદ્ધિ ફેરવી. એ મુષ્ટિથી કેશ લોચ કર્યો, કાઉસ્સગધ્યાને પોતે ઊભા રહ્યા એટલે એમના ચરણે પડી ભરતને રોવું પડ્યું. ભરત રોયા એ સારું, છતાં પ્રશ્ન એ કે, આ કેમ બન્યું ? લડાઈ પતી ગઈ, ભરત ભરતને ઘેર, બાહુબલી બાહુબલીને ઘેર, પગમાં પડીને રોવાનું કેમ બન્યું ? કહો એમને ય ભાન હતું. અન્યાયના માર્ગથી આત્માના હિતનું લિલામ છે. સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ-એ ત્રણ રત્નો છે; માર્ગાનુસારી ગુણોનું લિલામ થાય તો ત્રણે રત્નનું લિલામ થતાં વાર નહિ લાગે. આ વાત ન ભૂલશો. દિલ્હી હજી દૂર છે !: માર્ગાનુસારીના ગુણો એમને એમ નહિ સચવાય. એ સાચવવા ભોગ દેવો પડશે. તનનો ભોગ એટલે કે કાયકષ્ટિ ઉઠાવીને ગુણ સેવવાનો. મનનો ભોગ એટલે કે ગર્વ, કંટાળી વગેરે દૂર કરીને અને બુદ્ધિ ખરચીને; તેમ લક્ષ્મીનો, માનપાનનો ભોગ આપીને ગુણ સચવાય. માતાપિતાની ભક્તિ કરવી, પૂજા કરવી એ માર્ગાનુસારીનો ગુણ છે. હવે માતા-પિતા જરા કડવું સંભળાવે અને અક્કડ થઈ જાય તો ગુણ ટકે ? ગુણ સાચવવો હોય તો, એક જ વાત, માતાપિતા કહે તે સાંભળે, ઉપકાર માને અને પૂજા-ભક્તિ કરવાનું ય ચાલુ રાખે. એવો આત્મા જો ચારિત્ર પામે, એને ગુરુ જરા ટોણો મારે તો માને કે ઉપાધિ થી સમાધિ તરફ Page #56 -------------------------------------------------------------------------- ________________ ‘ફૂલના મેહ (મેઘ) વરસે છે !' શિક્ષાવચનોરૂપી ફૂલના મેઘથી પ્રમાદરૂપી દુર્ગધ દૂર થાય છે, અને આત્મામાં આરાધકભાવનું સુગંધ સુગંધમય વાતાવરણ બને છે. ગૃહસ્થપણામાં એ ગુણ ખીલવ્યો ન હોય અને અહીં આવીને બેસે, પછી ભૂલેચૂકે ગુરુએ કાંઈ કહ્યું તો જોવા જેવું જ થાય ને? રત્નત્રયીની આરાધનામાં માર્ગાનુસારી ગુણો મહાન મદદગાર છે. આ ભાન હોય તો રત્નત્રયીની જેમ માર્ગાનુસારી ગુણોનો ભારે ખપ કરે. જો એમ ન બને તો દિલ્હી હજી દૂર છે. ચારિત્ર વિના આધિ-ઉપાધિ મટે શી રીતે ? : વાત એ છે કે આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપની શાંતિ કરવા માટે રત્નત્રયી સમો ઠંડા પાણીનો ઝરો કોઈ નથી. એ રત્નત્રયીમાં ચારિત્ર ઘણું પ્રબલ ઔષધ છે, બહુ જરૂરી છે. સમકિત સારું, પ્રબલ સમકિત હોય એ વધારે સારું, પણ ચારિત્ર વિના આધિ-ઉપાધિ મટે શી રીતે ? એટલા જ માટે આ વારંવારનો ઉપદેશ, કે વ્રતોમાં આવો, તપ કરો, જપ કરો, ત્યાગ કરો, વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરો, ઉત્તમ પ્રકારના ચારિત્રના ભાવ કેળવો, ઉશૃંખલ જીવનનો ત્યાગ કરો. વ્રતાદિના બંધન વિનાનું જીવન એ જંગલી જીવન છે, ગમે તે આધિઉપાધિના જંગલમાં ગમે તેમ વિચરનારું જીવન છે; ત્યારે બંધનવાળું જીવન એટલે શહેરી જીવન છે. વીતરાગનું શાસન પામીને તો જીવન ઓછે વત્તે અંશે પણ વ્રત-નિયમાદિની શૃંખલાથી બદ્ધ હોય; રખડતું છૂટું ન હોય. “અઢારમું પાપસ્થાનક ન હોય તો સત્તર વાપસ્થાનક એટલું નુકસાન ન કરે,'- એ વાતની સાથે એ વાત પણ ધ્યાનમાં રાખવી કે- “વ્રતનિયમાદિ પવિત્ર આચારોના અભાવે જો સત્તર પાપથાનકોનું જોર વધી જાય તો નાસી ગયેલા મિથ્યાત્વને સહેલાઈથી નોતરી લાવીને બેસાડે.' દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી દર્શન : જોવા જેવું છે કે ચારિત્ર વિના કેઈક સમકિતી ચોથે ગુણઠાણેથી ઉપાધિ થી સમાધિ તરફ Page #57 -------------------------------------------------------------------------- ________________ પહેલે મિથ્યાત્વે પટકાઈ ગયા, અને સમકિત વિના કેઈ ચારિત્રી છકે ગુણસ્થાનકેથી પહેલે પટકાઈ ગયા. જીવનમાં બંનેની જરૂર છે. સમ્યક્ત્વ એટલે દર્શન, એની પહેલી જરૂર. પરંતુ એ જગાવવા માટે પણ ચારિત્રની વિવિધ સાધનાઓ કરવી આવશ્યક છે. “મારામાં હજી સમ્યકત્વ જ ઝળહળતું નથી, તો હું ધર્મસાધનાઓ કરીને શું કરું ?' એમ માની ધર્મસાધનાઓને મૂકી નથી દેવાની. સમ્યકત્વ માટે પણ એ આરાધવાની છે. સમ્યગ્દર્શનના ઉદેશથી સાધેલી ધર્મક્રિયાઓ અને વ્રત-નિયમાદિ સફળ બને છે, સંસાર ટૂંકાવી આપે છે. આધિ-વ્યાધિઉપાધિઓના હલ્લા મોળા પાડી દે છે. આધિ-વ્યાધિ-ઉપાધિના તાપ દૂર કરવા હોય તો સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રને સેવો. એ ક્રમશઃ એકેક એકેકનું ઔષધ છે, અને ત્રણેયનું પણ ઔષધ છે. એનો આપણે વિચાર કરીએ. ત્રિવિધ તાપનું ઔષધ સમ્યકત્વાદિ શી રીતે ? : આધિના તાપમાં માનસિક ચિંતાઓ, કલેશો, કુવિકલ્પો, દુર્ગાન...એવું બધું આવે છે. સમ્યગ્દર્શનની ઉપાસનામાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આવે છે. શમ એટલે કષાયોના ઉકળાટનું ઉપશમન. એનાથી ઘણા કલેશ શમી જાય છે. કૃષ્ણ વાસુદેવને જંગલમાં જરાકુમારનું બાણ વાગ્યું છે, અને મરણની પીડા ઉપડી છે. એ માનસિક કલેશ કેટલો કરાવે ? પરંતુ એમની પાસે સમ્યગ્દર્શન છે તેથી કલેશ ન કરતાં પોતાના કર્મને જવાબદાર ગણી કર્મની નિંદા કરે છે, અને જરાકુમારને બળરામજી આવી મારે નહિ માટે કૌસ્તુભ મણિ લઈ તરત ભાગી જવા કહે છે. પ્ર.- આવું હતું તો પછી પાછળથી ભાવના કેમ ફરી? સમ્યગ્દર્શન તો હતું જ. ઉ.- સમ્યગ્દર્શન તો હતું જ પરંતુ સાથે લેશ્યા બગાડી. કૃષ્ણ લેશ્યાને ઊભી કરી. એટલે કામ બગડ્યું. એમ પણ કહેવાય કે ચારિત્રનો ઉપાધિ થી સમાધિ તરફ 48 Page #58 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ નહોતો તેથી એટલી દીર્ઘ ક્ષમા ક્યાંથી લાવે ? બાકી સમ્યગ્દર્શને એટલું તો કામ જરૂર કર્યું કે જરાકુમારને મોકલી દેવા સુધીમાં ચિત્તકલેશ ન કર્યો. સમ્યત્વના પાંચલક્ષણથી આધિ કેમ મટે ? : સમ્યગ્દર્શન જ શમ-સંવેગાદિ ગુણોને અવકાશ આપે છે, એ ચિત્તમાં એવી સચોટ સમજો ઊભી કરી દે છે કે ત્યાં પછી તેવી આધિને સ્થાન મળવું મુશ્કેલ બને છે. શમ એટલે કે ઉપશમ ભાવ આવવાથી ક્રોધાદિ કષાયમય આધિને મોળી પાડી દે છે. | સંવેગ એટલે કે મોક્ષ-પ્રીતિ અને ધર્મરુચિ મોક્ષ અને ધર્મની ચિંતા રખાવે છે તેથી બીજી ચિંતારૂપ આધિ ક્યાંથી કૂદાકૂદ કરી શકે ? ત્યારે નિર્વેદમાં ભવરાગ્ય, વિષયવૈરાગ્ય આવે, એ સંસાર અને ઇન્દ્રિયવિષયોના પક્ષપાતથી થતી આધિને શાની ઊભી રહેવા દે ? અનુકંપામાં તો ચિત્ત દયાથી તરબોળ છે, ત્યાં હિંસાદિના કલેશ ક્યાંથી મહાલી શકે ? અને આસ્તિષ્પ ગુણમાં જિનવચન પર અનન્ય શ્રદ્ધા ઝળહળે છે, તો જિનવચને ત્યાજ્ય બતાવેલી વાતોની ખેંચતાણ કે શિરફોડી શું કામ કરે ? એમ આસ્તિક્યમાં એ પ (છ) સ્થાનનો વિશ્વાસ આપે છે કે (1) આત્મા છે, (2) એ નિત્ય છે, (3) કર્મનો કર્તા છે, (4) કરેલાં કર્મ પોતાને જ ભોગવવા પડે છે, (5) એનો મોક્ષ પણ છે, અને (6) મોક્ષના ઉપાય પણ મોજુદ છે,' આવાં પર્ (છ) સ્થાનની પાકી શ્રદ્ધા બેઠી હોય, તો વિચારો કે એ કેટકેટલા ચિત્તકલેશોને અર્થાત્ કેટકેટલી આધિને દૂર રાખી શકે ! સમ્યત્વનાં ષ સ્થાન પર આધિ કેમ ટળે ? : જીવનમાં જોશો તો દેખાશે કે પોતાના ને બીજાના આત્માના એ ઉપાધિ થી સમાધિ તરફ Page #59 -------------------------------------------------------------------------- ________________ જસ્થાનની ખરેખરી દેઢ પ્રતીતિ અસ્થિમજ્જા નથી વસી હોતી, એટલે જ જડ પુદ્ગલના વિશ્વાસે જીવને કૂટાઈ મરવાનું થાય છે. “આત્મા જેવી સ્વતંત્ર વસ્તુ છે અને તે પોતે છે. તેમજ એની સાચી સંપત્તિ તો વિશુદ્ધ જ્ઞાનાદિ ગુણો છે, બાકીનું બધું ધનમાલ વગેરે તો બાહ્ય અને પારકું છે આવી શ્રદ્ધા બેઠા પછી તો ધનમાલ વગેરે અંગેની કેટલીય આધિ ઓછી થઈ જાય. મનને થાય કે “કોની વેઠ કરું ? મારા આત્માની કે પારકાની ?' (2) “આત્મા નિત્ય છે, પરલોકમાંથી ફરતો ફરતો અહીં આવેલો અને અહીંથી દીર્ઘ ભાવીકાળમાં અવશ્ય જનારોઆ શ્રદ્ધા ઉપર પણ આધિ ઘટવાને અવકાશ છે, કેમકે માનસિક આધિ માટે મોટે ભાગે વર્તમાન જડ પદાર્થો અને કાયા અંગે થાય છે. ત્યારે નિત્ય આત્મા પર દૃષ્ટિ કેન્દ્રિત થઈ એટલે પછી એનો હિસાબ મુખ્ય બની જાય અને વર્તમાન જડ સંયોગ તો એક મુસાફરખાનાના સંબંધો જેવા લાગે.' (3-4) “આત્મા કર્મનો કર્તા-ભોક્તા છે' એ શ્રદ્ધા તો દુ:ખમાં પોતાના પૂર્વકર્મ તરફ નજર નખાવી એટલું બધું આશ્વાસન આપે છે કે પછી બહારની વસ્તુ વ્યક્તિના વાંક કાઢવાનું અને એની આધિથી પીડાવવાનું રહેતું નથી. ત્યારે સુખમાં પણ પુણ્યકર્મ અને એના કારણભૂત પરમાત્મા તથા ધર્મની ઉપર દૃષ્ટિ લઈ જઈને ઘમંડી બનતા અટકાવે છે, પાપબુદ્ધિ નથી થવા દેતા-આમ, આધિ કાબૂમાં આવે છે, (5) “મોક્ષ છે,' એ શ્રદ્ધા સ્વાત્માની એ અનંત ઉન્નત દશા પર મુસ્તાક બનાવી તે પૂર્વનાં સુખ-દુઃખની આધિ નથી કરાવતા; અને મન-વચન-કાયાની પ્રવૃત્તિ માત્રમાં એ મોક્ષનું ધ્યેય જાગતું રખાવી કેઈ બીજી આધિઓથી બચાવી લે છે. ત્યારે (6) “મોક્ષના ઉપાય છે' એ શ્રદ્ધા જીવનનાં સાચાં કર્તવ્ય સમજાવી કેઈ ખોટી આધિથી બચાવી લે છે. આત્મજ્ઞાનના અભાવે દુઃખદ સ્થિતિ : આજે આ આત્મજ્ઞાનની કોઈ વાત શિક્ષણમાં નથી ને ? બસ વાત છે વિજ્ઞાનની. વિજ્ઞાન શાનું? જડનું જ ને ? એમાં આધિ કેટલી ઉપાધિ થી સમાધિ તરફ 5 1 Page #60 -------------------------------------------------------------------------- ________________ બધી વધી ગઈ ? આજે વિજ્ઞાનની પાછળ આટલી બધી ઘેલછા કેમ લાગી છે ? એની નવનવી શોધો પર કેમ ઓવારી જવાય છે ? આત્મતત્ત્વની શ્રદ્ધા હોત તો આ બનત ? ના, કેમકે આત્મતત્ત્વ શ્રદ્ધા તો મનાવે છે કે આ જડની વધારે પડતી લીલામાં શું અહીં કે શું પછીથી પરલોકમાં, આત્માની મહાન વિટંબણા છે; આત્મહિતકારી જે પરમાત્મા અને આત્મગુણો, જે વૈરાગ્ય, દયા, વગેરે ગુણો, તથા ત્યાગતપસ્યાદિ ધર્મો, એને વિસરવાનું થાય છે ! એ જડલીલામાં હૈયાનાં હત શા ઊભરાય ? તેને માટે ચિત્તના કલેશરૂપી આધિ શા સારુ વહોરાય ? જીવનમાં જરૂરી અગર આવી પડેલા ગમે તેવા ઊંચા જડસંયોગોને પણ આસ્તિષ્પ ગુણવાળો આત્મા આત્મસ્વરૂપથી તદ્દન અળગા પરાયા સમજે છે, વેઠ અને વિટંબણારૂપ સમજે છે, વિનશ્વર લેખે છે, ભવવર્ધક હોવાનું જાણે છે, પછી એની પાછળ ખોટી આધિ શું કામ કરે ? કદાચ આધિ થઈ જાય તો ય તે કેટલી મંદ હોય ! અને કેવી અલ્પ કાળ ટકનારી હોય ! દિલમાં ખરેખરા આસ્તિક્યના વાંધા હોય છે માટે જ ચિત્તની અગણિત વિહ્વળતાઓથી વિડંબાવું પડે છે ! જડની કારમી તૃષ્ણા મૂકાતી નથી, નવનવા વિલાસનાં સાધનો તરફ હરખી ઉઠાય છે ! અને જડપદાર્થો પાછળ હિસાબ વિનાના રાગદ્વેષ, મોહમદ-મત્સર, માનસિક આંટીઘૂંટીઓ વગેરે કેટકેટલું થાય છે ! સમ્યગ્દર્શન શું શિખવે ? : ચન્દ્રને જુઓને, એટલે જ જડનાં ચક્કર ચડ્યા હતા ને ? સમ્યગ્દર્શનથી તાપદાયી આધિ ઓછી નથી કરી એટલે કેટલા ચક્કરે ચઢવું પડે છે ! મનને થાય છે, જેમની આગળ ઠાંસ મારીને નીકળ્યો હતો, એમની આગળ હવે દરિદ્ર સ્થિતિમાં ઊભા કેમ રહેવાય ? અત્યાર સુધી ત્રાસ વેઠ્યા એ તો વિલાપના આંસુ કઢાવે જ છે, પણ હવે તો મૃત્યુને ભેટવાના ખૂનસ ચઢ્યા છે ! આંતરિક વિલાપ પણ આધિ ! અને મરવાના ખૂનસ પણ આધિ ! 5 2 ઉપાધિ થી સમાધિ તરફ Page #61 -------------------------------------------------------------------------- ________________ પાસે સમ્યગ્દર્શન હોત તો એ શિખવત કે, (1) “ખેર ! પૂર્વે કરેલી ખોટી ધનલાલસા, ચડસ અને મમતની આધિમાં ભૂલ્યો, પણ હવે શા સારુ ભૂલવું ? હવે તો માનવું કે સારુ થયું કે કમેં મારી લાલસા, ચડસ અને મમતને પોષ્યા નહિ ! નહિતર તો વળી એ ખતરનાક દુર્ગુણોમાં હું આગળ ક્યાંનો ક્યાં ય ઘસડાઈ ગયો હોત !' (2) “એટલે જે થાય તે સારા માટે. ભવિતવ્યતા બળવાન છે ! એણે મને આ અવશ્ય ભાવી વસ્તુ દેખાડીને તક આપી, જાણે કહ્યું કે ઊભો રહે ઊભો, આ પ્રકાશભર્યા માનવ અવતારમાં ઊંધો ક્યાં ચાલ્યો જાય છે ? લે પકડ આ સન્માર્ગે જવાની દિશા.” (3) “જે અવશ્ય મૂકીને જ મરવાનું, એવા જડ પદાર્થોના કારમાં મોહ અને કાળી મહેનતમાં જકડાઈ, જે પરભવે સાથે આવે એવા આત્મગુણો, સદ્ભાવનાઓ અને સમ્રવૃત્તિઓને કાં અવગણી રહ્યો છે ?' (4) જડના ગુણો ખીલવ્ય, જડના સારા-નરસાપણાની ભાવનાઓ કેળવ્યું, અને જડ પાછળની આંધળી દોટ મૂક્ય તારો પોતાનો આત્મા વિસરાઈ ટળવળી રહ્યો છે ! (5) અહીંનો જડ સરંજામ તો એક દિ જશે, પણ તારા આત્માને ભાવી કાળની જે મંજીલ લેવી પડશે, એ વખતે એ જો સદગુણો, સભાવનાઓ અને સમ્પ્રવૃત્તિઓરૂપી ધનવાળો નહિ હોય તો એ દરિદ્રની દશા કઈ ? અહીં જડની પાછળ કેળવેલ લંપટતા, મોહ, કષાયો, વગેરે દુર્ગુણો અને આહાર-વિષય-પરિગ્રહની કુટેવો પરભવ આત્માની સાથે લાગી જઈને કેવી દુર્દશા કરશે? માટે, (6) “સાવધાન બન, જાગ્રત થા, ટટાર થઈ જા, હજી માનવઆયુષ્યનું મહાન પુણ્ય હાથમાં છે એની કદર કરી એના દ્વારા આત્મધન ખૂબ ખૂબ કમાઈ લે...' ભવિતવ્યતા આ તક આપે છે, એમ સમજ. (7) વિશ્વનાં જીવ, પુદગલ વગેરે દ્રવ્યો પર ઉત્પત્તિ-વ્યય-ધ્રૌવ્યની ઉપાધિ થી સમાધિ તરફ 53 Page #62 -------------------------------------------------------------------------- ________________ મહાસત્તાનાં નિરંતર ચાલી રહેલ અબાધિત શાસનને ઓળખ. (8) જગતનું કોઈ જ દ્રવ્ય, કોઈ જ વસ્તુ ઉત્પત્તિ, નાશ અને કાયમપણાનાં વર્ચસ્વમાંથી બાદ નથી. તો આત્માને સંપત્તિ-દરિદ્રતા વગેરે ક્યાં કાયમ જ છે ? (9) એકલો પુણ્યોદય જ કે એકલો પાપોદય જ માત્ર આવ્યા જ કરે એવું ક્યાં છે ? કે માત્ર વિખરાઈ જ જાય એવું ક્યાં છે ? આવે છે, જાય છે, આવે છે, જાય છે... એવું ચાલ્યા કરે છે. તો પણ જ્યાં સુધી જીવે વિષય-કષાયો અને કુમતિ-કુપ્રવૃત્તિઓમાં ડૂળ્યા રહેવાનું રાખ્યું હોય ત્યાં સુધી. બાકી તો, (10) એની લત મૂકી દઈ વૈરાગ્ય, ત્યાગ, સણો, સદ્ભાવનાઓ, અને બાહ્ય-આભ્યન્તર તપભર્યા જીવન બનાવાય તો એ શુભાશુભ કર્મનાં ફિંદામાંથી સર્વકાળ માટે છૂટી જવાય છે. (11) “એ ન બને ત્યાં સુધી ઉત્પત્તિ-નાશ-પ્રૌવ્યના મહાશાસનથી બનતી ઘટનાઓ પાછળ હર્ષ-શોકની વિટંબણા તું કાં વહોરે ?...' સમ્યગ્દર્શન હોત તો આવી આવી કઈ હિતશિક્ષા અને પ્રેરણાઓ આપી હોત; અને આધિ-ઉપાધિની આધિ ઓછી કરાવી હોત ! પણ વો દિન કહાં કે મિયાં કે પાંઉ મેં જૂતી ? “સબૂર” અવાજ ફરીથી ? : ચન્દ્ર તો બિચારો માનસિક આધિના તાપમાં તપી રહ્યો છે, એટલે “સબૂર” અવાજ તો સાંભળ્યો, જરાક ખચકાયો ય ખરો, પણ પછી પાછો વળી જુએ છે તો કોઈ દેખાતું નથી, એટલે પાછો પૃપાપાત કરવા હાથ ઊંચા કરી તૈયાર થાય છે. ત્યાં ફરીથી તરત જ “સબૂર' અવાજ આવે છે. એટલે પાછો ચમક્યો, મનોમન વિચારે છે, આ કોણ બોલી રહ્યું છે ?' પાછો વળી ચારે કોર દષ્ટિ નાખે છે, પણ કોઈ નજરે ચઢતું નથી. મનને એમ થાય છે કે, 54 ઉપાધિ થી સમાધિ તરફ Page #63 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રની વિચારણા : એક તો પેલો બ્રાહ્મણ મળ્યો, મરવામાં વિઘ્ન કરનારો ! ને આ ફરીથી વળી કોણ અંતરાય કરી રહ્યું છે ? ત્યારે શું હું સબૂરી પકડીને ન મરું ? ન મરું તો મેં જે ઘરેથી નીકળતાં “આપકમાઈ પરદેશથી કરી લાવવાના નિર્ધાર દેખાડેલા, તે હવે મારે કુટુંબીસ્નેહીઓને મોં શું દેખાડવું ? નાલેશીભર્યું મુખ દેખાડવા કરતાં અહત્વ જાળવીને મરવું સારું. માટે હું તો મરીશ.' એમ વિચારીને પૃપાપાત કરવા સજ્જ થાય છે. અભિમાનની જોહુકમી : અહંકાર અને અભિમાન ક્યાં લઈ જાય છે ! અહંકારઅભિમાનવશ બાહુબલજી મુઠ્ઠી ઉપાડી ભાઈને મારવા દોડ્યા ! પણ સાથે જ ભાવનાનો પુરુષાર્થ આદર્યો તો બાહુબલજી અધવચ્ચે ઊભા રહી ગયા ! એ સદૂભાવનાના વેગમાં જે ચઢ્યા, એ પ્રસંગ બહુ વિચારવા જેવો છે. માણસ એકાદ વાર પાપ કરવા માટે પ્રેરાયો છતાં પાછો ફરી શકે છે, જો કોઈ સદ્વિચારને મનમાં જગા આપે. નહિતર તો અભિમાન એટલી બૂરી ચીજ છે કે એ અનર્થમાં ક્યાં ને ક્યાં સુધી તાણી જાય એનો પત્તો ન લાગે ! પેટ ભરવા પૂરતાં જ પાપ કરવાં પડે એ જુદી વાત, પણ માણસ અભિમાનને પનારે પડ્યો કેટલાં ય નિરર્થક નઠારાં પાપો આચરે છે ! મોટે મોટા કલેશ અને લડાઈઓ, જોશો તો જણાશે કે, અભિમાનના પાયા ઉપર મંડાયા હોય છે. માણસ લાખોની કમાઈ કર્યા પછી પણ જો અહંકાર કરે છે કેહું બુદ્ધિમાન, મારા વેપાર સવળા જ પડે છે, બીજાને શું આવડે છે ?" તો પછી એ મોટા વેપારના જોખમ ખેડે છે અને આવેલા લાખો રૂપિયા તો શું, પણ ઉપરથી બીજા ય ગાંઠના કેટલાય ગુમાવે છે ! એમ, સમાજમાં જરા પ્રતિષ્ઠા મળી એના પર અહંકારમાં ચઢે ઉપાધિ થી સમાધિ તરફ 5 5 Page #64 -------------------------------------------------------------------------- ________________ છે તો એ પ્રતિષ્ઠાના આધારે એ લોકને ઊંધે રસ્તે દોરવવાના ગુપ્ત અનીતિ-દુરાચાર સેવવાના, શાસ્ત્રને કોરાણે મૂકવાના, ગુરુઓ તથા વિવેકીજનોને અવગણવાના, વગેરે કેટકેટલાય પાપો કરવા અચકાતો નથી ! એમ, બળનાં અભિમાન, વિદ્યાનાં અભિમાન, સમૃદ્ધિનાંપરિવારનાં-સત્તાનાં...વગેરે કેઈનાં અભિમાન જગતના રાંક જીવને એવો ધિ કરી દે છે કે પછી એ ધૃષ્ટતાથી પાપનાં પરાક્રમ ખેડવા દોડે છે. ત્યાં પછી એ ધર્મ, કુળ, ગુરુઓ, વગેરે કોઈને ગણકારતો નથી; ચંદન સમા માનવભવની સુગંધ અને શીતળતા લેવાને બદલે એને બાળીને કેવી ગરમી લેવાઈ રહી છે, ને રાખ કરાઈ રહી છે... એવું એવું એ કશું જ લેખામાં લેતો નથી. અભિમાનની આ કેવી જોહુકમી ! એને ખબર નથી પડતી કે હું આ કેવા પિશાચની સંગતિ કરું છું ! એ મારી પાસે કેવાં કનિષ્ઠ પાપ કરાવશે ! અભિમાન શાથી? : પણ માણસ ઘણું ખરું તો પુણ્યાઈની ઓથ ઉપર ભૂલો પડી અભિમાનની જોહુકમી માથે વહોરે છે ! અને એના પર સરવાળે પેલી પુણ્યાઈને તો ધોઈ નાખે ધોઈ નાખે, પણ ઉપરથી દીર્ઘ ભવો સુધી ચાલે એવાં અઢળક પાપનાં થોક ભેગાં કરે છે ! ભાન નથી કે- “જે પુણ્યાઈની ઓથ પકડી આ ભયંકર સાહસ ખેડી રહ્યો છું, એ પુણ્યાઈ તો એક આગન્તુક પરદેશી મારી સાથે થઈ ગયો છે. એની ઓથે મારી પોતાની આત્મસંપત્તિ કાં ગુમાવું? મારા સાચા તારણહાર ધર્મને કાં કાઢી મૂકું ? શા સારું નવા પાપ-પિશાચોને ઘરમાં ઘાલું ?' ધ્યાનમાં રહે કે પૂર્વે પુણ્યાઈ કમાયો હતો એ પાપના સહારે નહિ, પણ ધર્મના સહારે, દેવ-ગુરુના સહારે. હવે એમની આપેલી પુણ્યાઈ પર એમનો જ દ્રોહ કરવાનો ? આ કેવી ઊંધાઈ ? પ૬ ઉપાધિ થી સમાધિ તરફ Page #65 -------------------------------------------------------------------------- ________________ સાપ જેમ દૂધ પીનારને કાટે, ને વાઘ જેમ એને અગ્નિમાંથી બચાવનારને ખાઈ જાય, તેમ હેવાન બનેલો જીવ પુણ્યાઈ દેનારા દેવગુરુ-ધર્મનો એજ પુણ્યાઈના જોર પર સામનો કરે છે ! વિશ્વાસઘાત કરે છે ! અથવા એમને સરાસર વિસારે મૂકે છે ! ઊંચા માનવભવમાં નીચા કૃત્ય શાથી ? : અરે, બીજી પુણ્યાઈ તો પછી, પણ એક માનવભવ પામવાની પુણ્યાઈ ક્યાં ઓછી છે ? એના પર વિચારો કે શું ચાલી રહ્યું છે. એ પુણ્યાઈની બક્ષીસ કરનારા દેવ-ગુરુ-ધર્મને બદલે વિષય-કષાયની અને વિષયી-કષાયીની જ સેવા ને ? ઉચ્ચ ભવની પુણ્યાઈ મળી છે એના જ આધાર પર આ ને ? કહો ને કે “એ તો જનાવરના અવતારમાં પણ અમે આ જ કરત !' પણ જનાવરના ભવો ય ક્યાં એકેન્દ્રિય-વિકસેન્દ્રિયના કરતાં અધિક પુણ્યાઈ વિના મળે છે ? છતાં ય ત્યાં તો ધર્મની સમજ નથી, વિવેકશક્તિ નથી. ત્યારે અહીં તો એ મળ્યાની અદ્દભુત વિશેષતા છતાં આ કરાય છે ! પુણ્યાઇના પાપે - વળી, પશુના ભવ કરતાં તો આ માનવના અવતારે વધારે પુણ્યાઈથી મળેલી બુદ્ધિ અને સામગ્રીના જોરે વિષયોને કેળવી કેળવીને સેવાય છે, તથા કષાયોને હોશિયારીપૂર્વક અને જરૂર પડ્યે સત્કર્તવ્યનો અંચળો ઓઢાડીને સેવવામાં આવે છે, એનું શું? માનવભવ અને વિશિષ્ટ સામગ્રીની પુણ્યાઈના જોર પર આ જ કરવાનું ? શું કોઈ વિચાર આવે ખરો કે “આ પુણ્યાઈ દેનારા મારા પરમ ઉપકારી અને પ્રાણ પ્યારા દેવગુરુ-ધર્મનું ઋણ મારાથી કેમ ભૂલાય ?' અરે ! હજી આટલેથી અટકતું હોત કે જીવનમાં મર્યાદિત અને છાજતા વિષયોથી કામ પતાવાય છે, તો તો જુદી વાત હતી. પણ ના, આ તો મર્યાદા બહાર અને અણછાજતા વિષયો ભોગવવા ઉપાધિ થી સમાધિ તરફ 57 Page #66 -------------------------------------------------------------------------- ________________ જોઈએ છે ! નહિતર શું રુડા શ્રાવકના ખોળિયે અનાર્યની જેમ ગુરુ, ધર્મ, અને સાધર્મિકની નિંદાના શ્રવણ અને ઉચ્ચારણ, અભક્ષ્યનાં ભક્ષણ, અપેયનાં પાન, છાકટાં ગીતોનાં અને ઉન્માદકારી વાતોનાં શ્રવણ, બીભત્સ અને રાગદ્વેષ પોષક છાપાં-નવલિકાનાં વાંચન, પરસ્ત્રીના રૂપનાં દર્શન, તથા દુરાચાર સેવન વગેરે ઉભટ વિષયનાં સેવન ચાલતાં હોત ? તેમ, શ્રાવકના અવતારમાં જે મન પર વીતરાગના અધિકાર હોય, એ મનમાં વધારે પડતા કષાયો, જેવા કે, વેરઝેર, ઇષ્ય-અસૂયા, તુચ્છ વાત વસ્તુ પર અભિમાન, વૈષ અને કલેશ, માયા, પ્રપંચ અને જૂઠ-અનીતિ, ભારે તૃષ્ણા, મમતા, ને લંપટપણું, કોઈનો પણ દ્રોહ કે કૃતજ્ઞતા, વગેરે કચરા ઘાલત ? આમાં માનવતાને ય છાજતા ગુણો ક્યાં ઊભા રહ્યા ? પછી જિનાજ્ઞા-બંધન, ગુરુશરમ અને ધર્મચુસ્તતાની તો વાતે ય શી? આ બધું પુણ્યાઈ પર જ ને ? ત્યારે હવે વિચારજો કે દેવ-ગુરુધર્મ પુણ્યાઈ આપી, એ પુણ્યાઈથી શું એમની જ સેવામાં આ પુણ્યાઈ નવરી નથી એમ ને ? બાકી પાપો માટે તૈયાર છે ! કેવી કૃતજ્ઞતા ? પણ એ તો કહો બિચારી ક્યાં સુધી એ પહોંચશે ? પુણ્યાઈ ખૂટ્યા પછી શું ? જરા પુણ્યાઈને ઓળખી લો કે એ તે સાધુ છે કે શેતાન? દેવી છે કે ડાકણ? ધર્મે એ દીધી છે, તો એનાથી જ ધર્મનો ઘાત ન થાય. સપુરુષાર્થ વિનાનો એ ગરીબ કી જોરુ જેવો : બાહુબલ પુણ્યાઈના જોર પર અભિમાન અને ગુસ્સાથી ભાઈને મારવા દોડ્યા ખરા, પણ અધવચ્ચે ઊભા રહી ગયા ! કેમ વારુ ? હૃદયમાં સદ્ભાવના જગાડી, શું ? જાગી એમ નહિ કહેતા જગાડી કહેજો, જેથી પુરુષાર્થ યાદ આવે. આપણેય પુરુષાર્થ કરીએ તો શુભ ભાવનાને કપરા સંયોગમાં પણ જગાડી શકીએ છીએ. આ તો ‘ફલાણાને ભાગ્યોદયે કે ભવિતવ્યતાથી સારી ભાવના જાગી,' એવું યાદ રાખીએ છીએ માટે જ માંડવાળ થાય છે કે, “ભાવના એમ થોડીજ આવે ? 58 ઉપાધિ થી સમાધિ તરફ Page #67 -------------------------------------------------------------------------- ________________ અત્યારે તો આપણાથી શું થાય ? જયારે ભવિતવ્યતા પાકશે, જયારે ભાગ્યોદય જાગશે ત્યારે સારી ભાવના જાગશે.” આ ખોટું છે, કેમકે એથી પુરુષાર્થ કરવાને તો સ્થાન જ રહેતું નથી ! ને તેથી વિપરીત સંયોગો એનું તાંડવ મચાવ્યે જાય છે. અશુભ ભાવનાઓ, મેલી લાગણીઓ, અને પાપી કષાયોને આ ગરીબડાના આત્મ ઘરમાં મહાલવા મળે છે ! કહેવાય છે ને કે “ગરીબકી જોરુ સબકી ઓરત એ બિચારીની પાસે સૌ વૈતરું કરાવે. એમ, પુરુષાર્થના ચમત્કાર નહિ સમજનારા અને એથી જ પુરુષાર્થધનથી રહિત બનેલા દરિદ્ર રાંકડા જીવની પાસે સંયોગો માનસિક અશુભ મેલા ભાવો સેવવાનું વૈતરું કરાવે છે ! એના નધણિયાતા દિલમાં એ સંયોગો મલિન વલણો અને દુર્ગાનને વિના રોકટોક ખુશમિશાલ કૂદાકૂદ કરવા દે છે ! હમણાં જો પુરુષાર્થરૂપી ધનથી માલદાર શ્રીમંત બનો તો એ લુચ્ચાઓની શી દેણ હતી કે આત્મઘરમાં ગમે તેમ ઘૂસીને તાગડધિન્ના કરે ? મોક્ષની ચાવી જ આ છે કે અશુભ ભાવનાઓ-વલણો-લાગણી અને દુર્ગાન વગેરેની સામે, * શુભ ભાવનાઓ ચિંતવવાના ધરખમ પુરુષાર્થ આદરો. * શુભ વલણ કેળવવાના મહાન ઉદ્યોગ કરો. * સારી લાગણીઓ ધરાવવાના અથાગ પ્રયત્ન સેવો. * શુભ ધ્યાનમાં ઝીલ્યા કરવાના ભારે ઉદ્યમ આદરો. * સારી ભાવના માટે શું કરવાનું : પાતંજલ સૂત્રમાં પણ કહ્યું છે કે વૈરાગ્ય ભાવનાના અભ્યાસથી અર્થાત્ એને વારંવાર સેવવાના પુરુષાર્થથી રાગ-દ્વેષ-અભિનિવેશના સંસ્કારોને નાબૂદ કરી શકાય છે. કોઈ પણ કુસંસ્કાર, કુવાસનાને દાબવા-હટાવવાનો પહેલો ઉપાય એની પ્રતિપક્ષી ભાવનાઓને હૃદયમાં રમતી કરી દેવી, તે છે. એને રમતી કરી દેવાનું શી રીતે બને ? પુરુષાર્થથી જ ને ? એની મહેનત, એની ગડમથલ, ને એની ચોટ ઉપાધિ થી સમાધિ તરફ 59 Page #68 -------------------------------------------------------------------------- ________________ લાગવાથી જ ને ? એ જો નથી કરવું, ને ભવિતવ્યતા કે ભાગ્યોદયની દયા ઉપર છોડવું છે, તો શું લાગે છે કે આપણા પુરુષાર્થ વિના એવી દયા વરસી જાય ? ભાળ્યા કોઈ જગતમાં, જે પુરુષાર્થ વિના સારા થઈ ગયા ? આ પુરુષાર્થમાં પહેલું તો આ કરવાનું આવશે કે, સારી ભાવનાને બાધ કરે અને નરસી ભાવનાને જગાડે-પોષે એવા નિમિત્તો અને સંયોગોને શક્ય પ્રમાણમાં દૂર કરવા; અથવા આપણે એમાંથી દૂર રહેવું. એવું જ સત્સંગ, તીર્થયાત્રા, કલ્યાણમિત્ર યોગ વગેરે સારી ભાવનાના પોષક સંયોગો અને નિમિત્તાનું શક્ય પ્રમાણમાં સેવન કરવું. માદક આહાર, તામસી આહાર, પ્રકૃતિ વિરુદ્ધ આહાર અને અધિક આહાર એ પણ ભાવનાને બગાડે છે, તો એમાં ન ફસાવું. બાકી, શુભ ભાવના માટે : * ભવનો ભય, પરલોકભય અને પાપનો ભય જોઈએ. * તત્ત્વજ્ઞાન અને ઉત્તમ પુરુષોના ચરિત્ર પ્રસંગો ભરચક પ્રમાણમાં યાદ કરવા જોઈએ. * સદા ધર્મવાચન-ધર્મશ્રવણ જોઈએ. * અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના વગેરે બાર ભાવનાઓનું તથા મૈત્રી આદિ ચાર ભાવનાઓનું રટણ જોઈએ. * તત્ત્વોનું ચિંતન તો ચાલ્યા જ કરે. * મહાપુરુષોના ઉત્તમ પરાક્રમોનું ચિંતન. * પરમાત્માનું સ્વરૂપ, જીવન, ગુણો, શક્તિ અને ઉપકારોની વિચારણા. * વિવિધ વિશેષણો અને ઉપમાઓથી પરમાત્માની અનેક માનસિક ઉપાધિ થી સમાધિ તરફ Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ કરવાનો પ્રયત્ન. * એમ પાંચેય પરમેષ્ઠિના વિવિધ સ્વરૂપે સ્મરણ. * પરમેષ્ઠિ-જાપ વગેરેનું ખૂબ આલંબન જોઈએ. હવે ખાસ કરીને નરસી ભાવનાને દૂર કરવા માટે, મસ્તક પર સુકુલપણાનો ભાર રહેવો જોઈએ. એવો દેવ-ગુરુ-ધર્મનો ભાર. ધર્મી તરીકેની જવાબદારીનો જાગતો ખ્યાલ. પાપકાર્યોમાં આત્મ સ્વરૂપની કેવી વિટંબણા છે, ઉત્તમ ભવની કેવી વિટંબણા છે. પાપનાં નતીજા કેવા કેવા આવશે, સરવાળે લાભહાનિ શી શી, પાપ કાર્યમાં જે સાધન સામગ્રી વપરાય તેનો દુરુપયોગ કેવો થઈ રહ્યો છે ને સદુપયોગ કેવો ગુમાવાઈ રહ્યો છે, વગેરે વગેરે વિચારણા કરવી જોઈએ. તો શુભ ભાવના સુલભ બને. બાહુબલજીએ શુભ ભાવનાનો પુરુષાર્થ કર્યો તો એમાં આગળ વધીને મુઠ્ઠી વડે પોતાના કેશનો લોચ કરી સાધુ બન્યા ! માનવની કેટલી મહાન શક્તિ ! : માણસ ધારે તો કેટલા ઊંચા પરાક્રમ સુધી જઈ શકે ? અનાદિની ઘોર સ્વાર્થોધ બુદ્ધિ, વિષય-તૃષ્ણા, અને કષાય-કુશળતાની સામે, કેટલી વિશાળ પરમાર્થ બુદ્ધિ ! કેવો ગાઢ વિષયોનો તિરસ્કાર ! કઈ ઊંચી ક્ષમાદિની કુશળતા ઊભી કરી દીધી હશે ! ભાવી દીર્ઘકાળ સુધી દૃષ્ટિના ફોક્સ કેવા નાખ્યા હશે ! પાર્થિવ જીવનના ઊંડા સાગરમાંથી એકદમ જ ઊંચે આવી જ્ઞાન વૈરાગ્યમય આધ્યાત્મિક ભાવોના ગગનમાં વિહરવાનું કેવુંક કર્યું હશે ! ત્યારે જ દુન્યવી યુદ્ધમાંથી કર્મ સામેના યુદ્ધમાં ઝુકાવવાનું હોય ! ઉપાધિ થી સમાધિ તરફ 61 Page #70 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય દુશ્મન ભરતને છોડી આંતર દુશ્મન રાગાદિને કચરવા-પીસવાનું હોય ! આ તો તમે કહેશો કે બહુ ઊંચી દિવ્ય જીવનની વાતો કહેવાય. પરંતુ હું તમને પૂછું કે ખેર ! એ નહિ સહી, અરે ! ઉચ્ચ માનવતાનીય નહિ, પરંતુ સામાન્ય માનવતાની તો ભૂમિકાએ રહેવાય કે નહિ ? પ્ર.- સામાન્ય માનવતાની ભૂમિકા એટલે ? ઉ.- એ જ, કે પશુ જે ભૂમિકાનું જીવન જીવે છે એના કરતાં સારી ભૂમિકા, ઊંચી ભૂમિકા. પશુમાં ન્યાય, નીતિ, સદાચાર, સવિચાર, દાન, દયા ભાવના, પવિત્રતા, પરોપકાર, સૌમ્યતા, સજ્જનતા વગેરે જે નથી હોતું એ મનુષ્યમાં હોય તો માનવતાની સામાન્ય ભૂમિકા આવી ગણાય. અસ્તુ. આપણી વાત શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રની ત્યાં ઊભી છે કે એનો અહંકાર અને બે વાર “સબૂર” સાંભળવા છતાં આપઘાતથી અટકવા દેતો નથી. કથાસાર : ચન્દ્ર આપકમાઈ કરવાના, અને તે પણ પરદેશમાં આપકમાઈ કરવાના ગુમાનમાં ચઢી અનેક અપશુકન થવા છતાં, સમુદ્ર પ્રવાસે નીકળ્યો, અને વહાણ ભાંગ્યા પછી નસીબ જોગે પાટિયું હાથ લાગ્યું તો બચીને કિનારે આવવા પામ્યો. પરંતુ હવે એને સ્વમાનના ચૂરા થઈ જવાનું દેખાવાથી ઝાડે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં દયાળુ બ્રાહ્મણે ફાંસો છોડી બચાવ્યો. તો હવે પર્વત પરથી ઝંપાપાત કરી મરવા તૈયાર થયો છે. છતાં ત્યાં પણ પાછળથી બબ્બે વાર “સબૂર” નો અવાજ આવ્યો. એને ઉવેખીને જ્યાં નૃપાપાતનો ત્રીજી વાર પ્રયત્ન કરવા જાય છે, ત્યાં વધુ જોસથી “સબૂર”નો અવાજ આવ્યો ! પુણ્ય જાગતું હોય તો બચાવનાર મળે ! ને પુણ્ય જ પરવારી ગયું હોય તો ઘણી સલામતી વચ્ચે પણ કચ્ચરઘાણ નીકળે છે. એ માટે કહેવાય છે કે, પુણ્યની સલામતી ખાસ રાખો. દ ર ઉપાધિ થી સમાધિ તરફ Page #71 -------------------------------------------------------------------------- ________________ અવાજ આવ્યો ત્યાં ચન્દ્ર ચોકે છે ! મનને એમ થાય છે કે- “આ શું? અહીં કોઈ આવતું નથી, અને દૂર રહ્યા રહ્યા અવાજ કરતું લાગે છે ! તો શું એ કોઈ દૈવી સહાય છે ? શું એની પાસે કોઈ મંત્રવિદ્યાજડીબુટ્ટી હશે કે જેથી હું પાછો સારી રીતે શ્રીમંત બની જાઉં ? લાવ, હવે તો જોવા દે કે આ કોણ બોલી રહ્યું છે ? કદાચ વળી દૈવી સહાય એવી મળે કે પછી બધાનાં મુખ બંધ કરી દઉં !' મનોરથ સુકૃતના ખરા?: જુઓ, માણસને આશાના શબ્દ ક્યાં સુધીની મધલાળ મોમાંથી ઝરતી કરી આપે છે ! કેવા મનોરથો જગાવી આપે છે ! જીવન આખું કેવું મનોરથોથી ભર્યુંભર્યું રખાય છે ! પરંતુ મનોરથ કેવા ? કોઈ પરમાર્થ-પરોપકારના સુકૃતના ખરા ? કોઈ ક્ષમાદિના ખરા ? કોઈ મહાન દેવ-ગુરુ-ધર્મભક્તિ કે વ્રત નિયમના, ને ત્યાગ-તપસ્યાના ખરા ? ચારિત્રના કે ઉત્કટ પરીસહ-ઉપસર્ગ સહવાના ખરા ? અને માનવતાના મધ્યમ ગુણોના પણ મનોરથ ખરા ? મનોરથ સમજો છો ને ? જેના કોડ થાય કે “આ ક્યારે મળે ! મળે તો કેવું સારું ! કેવી રીતે મળે ! બસ, મળી જાય તો પછી હું આવો આવો ભાગ્યશાળી બની જાઉં ! તો હું આમ કરું !..' આવા આવા કોડ થાય એ મનોરથ કહેવાય. આપણે કોડ કરવાના છે આવા હિતકર વસ્તુના, આત્માના પ્રાથમિક સગુણોથી માંડીને ઉચ્ચ કોટિના સદ્ગણોના. માનવ જીવન વિશિષ્ટ શાના પર ? : એવા સારા મનોરથ કેમ નથી જાગતા ? શું એ જરૂરી નથી કે એવી આશા નથી ? સારા મનોરથ જરૂરી નથી એમ કહેવા જતાં જંગલી જીવન કે પશુના જીવન કરતાં કોઈ ઊંચા સારા જીવનની જરૂર નથી એમ માન્ય ગણાશે ! માનો છો આવું? માનવ જીવનમાં જો ધર્મ અને ગુણોને સ્થાન ન હોય તો પશુ જીવન કે જંગલી જીવન કરતાં વિશેષતા શી? ઉચ્ચતા શી? મઝા ઉચ્ચ જીવનમાં ઉપાધિ થી સમાધિ તરફ Page #72 -------------------------------------------------------------------------- ________________ છે. હલકા પશુ જેવા જીવનમાં મઝા માનતા નહિ. ઢોરને નાગા ફરવાની છૂટ છે એમાં મઝા કહેવાય ? શોભા કહેવાય ? આને મઝા અને શોભા ગણશો તો પછી ઢાંક્યા રહેવામાં મઝા ને શોભા નહિ ગણાય. મઝા અને શોભા તો ઢાંક્યા રહેવામાં છે. બસ, એ જ ન્યાયે મઝા ને શોભા ગમે તેમ ઢાંક્યામાં નહિ અર્થાત્ ઉદ્ભટ પહેરવેશમાં નહિ, પરંતુ વિવેકભર્યા સુશીલ પહેરવેશમાં છે. આ વિવેક અને વેશની સુશીલતા એ ગુણ છે, મઝા અને શોભા માટે એની જરૂર છે. તો શું મનોરથ આવા ગુણોના અને સુકૃતોના કરવાના કે માટીની માયાના ? મનોરથના જોર પર પ્રયાસનો વેગ : કહો, પાછો એજ પ્રશ્ન છે કે સારા મનોરથો કેમ નથી જાગતા ? જરૂરી લાગ્યા નથી ? કે એ ફળવાની આશા નથી ? જરૂરી તો છે જ, પણ ફળવાની આશા નથી એમ કહેશો ? દુન્યવી તો એવા મનોરથો કરો છો કે જેની સંભાવના ઘણીઘણી દૂર હોય છે. ત્યારે, અહીં તો સફળતાની સારી સંભાવના છે. હા, એકલા મનોરથથી ફળ નહિ પમાય. તે માટેનો પ્રયાસ પણ જોઈશે. પરંતુ વેગવાળો પ્રયાસ મનોરથમાંથી જન્મે છે, એ ન ભૂલશો. ખૂબ કમાવાના મનોરથ હોય છે તો એ માટે દોડાદોડી પણ જોરદાર થાય છે ને ? કદાચ આજે સફળતાની શક્યતા ન લાગતી હોય તો ય સારા મનોરથ કરવામાં જાય શું ? ખરી રીતે મનોરથને શક્યતાની સાથે બહુ સંબંધ નથી રહેતો. સંબંધ રહે છે રુચિ સાથે. આજ સીમંધર ભગવાન અહીં પધારવાની શક્યતા નથી, છતાં મનોરથ સેવાય છે કે “પ્રભુ અહીં પધારે તો કેવું સારું !' બસ, એજ રીતે નાની-મોટી આત્મહિતકર વસ્તુની રુચિ, અને તનમનાટ રાખશો તો મનોરથ એના થયા કરશે, અને આશાનું કિરણ દેખાતાં કે આશાનો શબ્દ સંભળાતાં એની તરફ પ્રયત્ન થશે. “સબૂર” અવાજ કોનો ? : ચન્દ્રને આપઘાત માટે આપઘાત નહોતો કરવો, પરંતુ સરાસર ઉપાધિ થી સમાધિ તરફ Page #73 -------------------------------------------------------------------------- ________________ નિષ્ફળતા દેખાઈ તેથી એવું મન થયું હતું. બાકી અંદરખાને કંચનકીર્તિની રુચિ હતી જ, તેથી જોશથી ત્રીજીવારનો “સબૂર” અવાજ સંભળાતાં કોડમાં ચઢે છે કે કોઈ મંત્રવિદ્યા-જડીબુટી મળે તો કેવું સારું ! હવે એ ચાલ્યો તપાસ કરવા. ત્યાં અંદર ઝાડીમાં તપાસ કરતાં કરતાં એક મુનિને જોયા. પૂછે છે, “સબૂર” અવાજ તમે કર્યો ? મુનિ કહે છે, “હા, તું શા માટે મરવાનું કરી રહ્યો છે ?' ન કરું તો શું કરું ? મારે દુઃખનો પાર નથી.” મુનિનું આશ્વાસન : દુઃખની દવા : મુનિ કહે છે, “પણ તે તારે શું મારા જેટલું દુઃખ છે ? અને તને શું એમ લાગે છે કે આમ મરી જવાથી દુઃખનો અંત આવી જશે ? મૃત્યુ એ દુ:ખની દવા નથી. મૃત્યુ પછીનો જન્મ જ જો કોઈ એવો મળ્યો કે જયાં અહીં કરતાં ઘોર કષ્ટ હશે તો ત્યાં શું કરીશ ? એમ માનતો મા કે ત્યાંય આપઘાત કરીશ; કેમકે ત્યાં તો એવો બંધાયેલો હોઈશ, કે તેમ નહિ કરી શકે, અને રીબામણ અપરંપાર હશે. શાસ્ત્ર કહે છે કે આત્મહત્યાથી દુર્ગતિમાં પટકાવું પડે છે. એ યુક્તિયુક્ત પણ છે; કેમકે મનના ભાવ એવા કલુષિત હોય છે, કે એથી દુર્ગતિ થાય એ સહજ છે; અને દુર્ગતિનો અવતાર એટલે ? પાપનાં ફળરૂપે ઘોર ત્રાસ-વિટંબણાનો પાર નહિ, તેમ પાપદાયી કરણી ય ભરપૂર ! માટે આપઘાત એ દુઃખની દવા નથી, દુઃખનો અંત તો શું પણ દુઃખમાં ઘટાડો ય કરી શકતો નથી, ઊલટું વધારો કરે છે. ત્યારે એ પણ જો જે કે દુ:ખ બીજાને નહિ અને તારે આટલું બધું ક્યાંથી આવ્યું ? “મારાં કર્મ એવાં,' એમ કદાચ કહીશ, એમાં તો દોષ જાતનો જોવાને બદલે કર્મનો જોવાનું થાય છે ! એથી એક તો જાતને સુધારવાનું સૂઝતું નથી; ને બીજું, કર્મ આગળ લાચારી તથા દીનતા અનુભવવી પડે છે. જોયું તો એ જોઈએ કે, ઉપાધિ થી સમાધિ તરફ Page #74 -------------------------------------------------------------------------- ________________ અહીંનાં ઘણાં દુઃખ તો આપણે જ આધિ-ઉપાધિથી ઊભા કરેલાં હોય છે. તને જે કોઈ દુઃખ હો, પણ એ જો કે દુઃખ આવતાં પહેલાં તું કોઈ ઉપાધિમાં પડેલો કે નહિ ? ઉપાધિ ઊભી કરેલી કે નહિ ? પછી વાંકું પડતા તે માનસિક આધિ જગાવેલી કે નહિ ? ત્યારે તું એકદમ જ દુ:ખમાંથી બહાર કૂદી પડવા ચાહે છે, પરંતુ આધિ-ઉપાધિમાંથી છૂટવાનો વિચાર સરખો કરે છે ? અરે ! હજી એટલે શું સમજાય પણ છે કે દુઃખ આધિ-ઉપાધિથી ઊભું કર્યું છે? એટલી સમજ પણ નહીં હોય તો પછી એના તરફ ધૃણા અને એને છોડવા તરફ દૃષ્ટિ જ ક્યાંથી થવાની હતી ?.. આધિ-ઉપાધિ એ શિકારી છે : મુનિના કરુણાભીના દિલમાંથી નીકળતો તત્ત્વવાણીનો પ્રવાહ એકલા ચન્દ્ર માટે જ સમજતા નહિ. આપણે પણ એમાં આત્મજ્ઞાન કરવાના છે. આધિ-વ્યાધિ-ઉપાધિ તો શિકારી છે; એ જીવ પર દુઃખનાં બાણો વરસાવે છે. શિકારીનો સામનો કરવાને બદલે, બાણને બચકાં ભયે, નવાં નવાં બાણના જ ભોગ થવાનું ને ? સિંહ અને કૂતરામાં આ ફરક કહેવાય છે, કૂતરું પથરો મારનારને બદલે પથરાને બચકાં ભરે છે, પથરા પર ગુસ્સે થાય છે; ત્યારે સિંહ તો સીધો મારનાર પર જ હલ્લો કરી એને ભગાડે છે. એકલું દુઃખ પર દાંતિયા કરવા, દુ:ખનાં રોદણાં રોયે જવાં, દુઃખનાં તાત્કાલિક નિવારણ માટે મથવું, એ બધું વધારે દુઃખી થવાનો ધંધો છે ! ખરું તો દુ:ખ વરસાવનાર જે આધિ-ઉપાધિ છે, એના હલ્લા નિવારવાની જરૂર છે; એને જ ઓછી કરવાની આવશ્યક્તા છે. સીતાજીએ ઉપાધિ પરખી : સીતાજીએ દિવ્ય કર્યા પછી લોક પગે લાગે છે “જગદંબા' કહીને 6 ઉપાધિ થી સમાધિ તરફ Page #75 -------------------------------------------------------------------------- ________________ વધાવી લે છે, કહે છે, “અહો ! કેવું એમનું નિષ્કલંક સતીત્વ કે અગ્નિની ત્રણસો હાથ લાંબી પહોળી ભડભડતી ચિતાનું ઠંડગાર જળસરોવર થઈ ગયું !! રામચન્દ્ર, લક્ષ્મણ, વગેરે સમગ્ર કુટુંબ ઓવારી જઈ હવે સીતાજીને અયોધ્યામાં સ્વાગતભેર પધારી મહારાજ્ઞીના પદે આરૂઢ થવા ગદ્ગદ વિનંતિ કરે છે. ગગદ વિનંતિ હો. ! કારણ છે, કે સીતાજીને પહેલાં મહાસતી છતાં ગર્ભિણી અવસ્થામાં વિકરાળ વન વિષે એકલા અટુલા ત્યજાવી દીધેલા હતા એનો ભારે પશ્ચાત્તાપ છે ! એમાં વળી દિવ્યનો ચમત્કાર નજરે નિહાળ્યો એટલે તો પૂછવું જ શું ? બહુ ઊંચા ભાવભર્યા હૃદયે કહી રહ્યા છે કે, જ્યારે સીતાજી રથમાં બેસે ? સૌને મુંઝવણ થાય છે કે શું સીતાજીના મનમાં રીસ હશે ! આવા આવા મિશ્ર સંવેદનોમાં સૌ અટવાઈ રહ્યા છે. કારણ કે સીતાજીના ભવ્ય હૃદયની એમને ગમ નથી, અને ફરીથી સીતાજીને વિનવે છે, ત્યારે સીતાજીએ શું કહ્યું જાણો છો ? આજ કે, “કર્મથી ત્રણ ત્રણ વાર ઠગાણી, હવે ઠગાવાનો મોખ નથી. એ મને કચરે એના કરતાં હું જ એને કચરીશ ! એ કચરવા માટે એક જ શ્રેષ્ઠ ઉપાયભૂત અને આધિ-ઉપાધિ વિનાનું ચારિત્ર હું લઈશ.' સીતાજી પોતાને 3-3 વાર ઠગાણી માને છે. જ્યારે જનકરાજાને ત્યાંથી દશરથનંદન રામચન્દ્રજીને પરણી રાજશાહી સુખની આશા રાખતી હતી તેમાં ઠગાઈ વનવાસમાં જવું પડ્યું. ત્યાં ય છેવટે પતિના સહવાસે રહ્યાના આનંદમાં હતી પણ ત્યાં ય રાવણે એનું અપહરણ કરી સહવાસ તોડાવ્યો. ત્યાંથી વળી છૂટી પાછી અયોધ્યા ભેગી થવા પામી, તો ગર્ભિણી દશામાં વનવગડે મૂકાઈ જવું પડ્યું ! ત્યારે હવે ય શી ખાતરી કે વળી અયોધ્યામાં મહારાણી-પદે આરૂઢ થયા પછી કદાચ એવું નહિ સહી, તો ય કાંઈ ઇદંતૃતીય નહિ જાગે ? સીતાજી સમજે છે કે “મૂળે આધિ-ઉપાધિમાં ફસાવાની ચીજ જ ખોટી છે. એ ફસામણીમાંથી જ આવી બધી કર્મની ઠગાઈ ઊભી થાય છે. મારે સારા રામચન્દ્રજી જેવા પતિ ! સારા રાજશાહી મહેલવાસના Page #76 -------------------------------------------------------------------------- ________________ સુખો ! પતિની હુંફ ! મહારાણી-પદે નિષ્કલંક કીર્તિ !'... આવી આવી ઉપાધિ ઊભી કરી તો એની પાછળ કલેશ કષ્ટ ઊભા થયા ને ?" ઉપાધિમાં નાના કલેશનો રાફડો : આ તો મોટા કષ્ટની વાત છે. બાકી નાના-મોટા તો કેટલાય ક્લેશકષ્ટ ઉપાધિમાંથી જન્મે છે અને વધે છે. તમે કહેશો કે સુખ પણ એમાંથી જ મળે છે ને ? પણ આ એક ભ્રમણા છે. ઉપાધિથી નિવૃત્ત રહેનારને પૂછો તો ખબર પડે કે એમને કેવી મહાશાંતિ મહાસ્વસ્થતા, અને આંતરિક મહા-આનંદના અનુભવ થાય છે. દહાડામાં દસવાર આરોગનારને શી સમજ હોય કે રોજ એકાશનમાં કેટલી બધી મઝા અને તાઝગી રહે છે ? દસ ટંકની પાછળ કાંઈ એક જાતનો કલેશ ઊભો થાય છે ? ના, સત્તર જાતના કલેશ ! કલેશનો રાફડો ખડકાય છે ! “ઓછું પડ્યું, “વધુ દબાયું,' “મોડું થયું,” “જોઈએ તેવી ભૂખ નથી.” “ખરચો ઘણો થાય છે,' “ખાવા ટાણે ક્યાંથી વિઘ્ન ઊભું થાય છે ?," “જંપીને જમવા ય દેતા નથી,' “મસાલો ઓછો છે,’ ‘ઠંડુ થઈ ગયું,” “ઉતાવળ છે, ને ઝટ ઠંડુ પડતું નથી,” બોલો, બોલો, કેટલાક કલેશ ? તો શું એકાશનમાં આ બધું નહિ, એમ પૂછશો; પણ એ જોજો કે ટંક ઘણા, માટે જ કાંઈ ને કાંઈ નવા ફતવા ફૂટી નીકળે છે ! આવું એક બાબતમાં નથી, ઉપાધિમય ઢગલાબંધ બાબતો આજના જીવનમાં એવી ઊભી કરી દીધી છે કે એમાં કલેશકષ્ટનો રાફડો ઊભરાયા છે ! સીતાજીએ એનાથી બચવા માટે ચારિત્ર-જીવન પસંદ કર્યું. કેમકે આધિ-ઉપાધિથી એમાં લગભગ દૂર રહેવાનું. માટે જ રાજશાહી વૈભવવિલાસો દેખીતા સુખભર્યા છતાં ઉપાધિના ઘર ! એટલે કલેશમય ! આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી બચાવનાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, એની દાન-શીલ-તપ ભાવની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ છે. એ તો કુદરતી છે કે જીવનમાં સારો વ્યવસાય નિયમિત સ્થાન પામે તો નરસા વ્યવસાય પર કાપ પડે; સારી વૃત્તિઓ અને ભાવનાઓને અવકાશ મળે, તો આધિરૂપી નીચી મનોવૃત્તિઓ ઓછી થતી આવે. 68 ઉપાધિ થી સમાધિ તરફ Page #77 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રને મુનિ એજ કહી રહ્યા છે કે, “તું દુઃખની રાડ પાડે છે, અને આપઘાતને એનું ઔષધ સમજે છે, પરંતુ આ તારી રાડ પણ ખોટી અને સમજ પણ જૂઠી ! રાડ પાડવી હોય તો એ પાડ કે આ ક્યાં મેં ઉપાધિરૂપી ડાકણને પગભર કરી ? ક્યાં મેં ઉપાધિરૂપી શિકારીને નોતર્યો ? તેમ, ઔષધ સમજવું હોય તો ઉપાધિ વિનાની જીવનપદ્ધતિને ઔષધ સમજ. એજ સાચું ઔષધ છે, એનાથી જ દુઃખ દૂર થાય છે, ને પછી રાડ પાડવી પડતી નથી.” બીજી વાત એ છે કે તારું દુઃખ મારા દુઃખ આગળ શા વિસાતમાં છે ?' ચન્દ્ર પૂછે છે, “હું તમને દુઃખ ? ઘણું દુઃખ ? દેખાઓ છો તો મસ્ત !" “હા, મને દુઃખ, પણ તે અત્યારે નથી, આજ જીવનમાં પહેલાં હતું.' એવું તે તમને શું દુઃખ હતું ?' ચન્દ્રના આ પ્રશ્ન પર મુનિ પોતાની આત્મકથા કહે છે. બહુ રસિક છે હો, સાથે એમાં ઘણી ઘણી વાતો શીખવા મળે એવી છે. ચન્દ્રને મુનિએ કહેલ આત્મકથા : અનંત ઉપકારકારી અનંત ગુણનિધાન ત્રિલોકનાથ શ્રી અરિહંત પરમાત્મા સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપી રત્નત્રયીને મોક્ષના અનન્ય સાધન તરીકે જે ફરમાવે છે, એ એટલા માટે કે મોક્ષ સંસારના અંતથી નીપજે છે, અને સંસારનો અંત એટલે આધિ-વ્યાધિ-ઉપાધિમય સંસારના ત્રિવિધ તાપનો અંત. વ્યાધિને હજી કદાચ પૂર્વના કર્મથી નીપજતી કહો, પણ કેટલીય આધિ અને ઉપાધિ તો જીવ પોતે ઊભી કરે છે. એમ તો ગમે તેમ ખાનારા, ગમે તેમ વર્તનારા, અને આજના શોધકો પણ કહે છે તેમ ભારે કામ, ક્રોધ, ઇર્ષ્યાદિની લાગણીને ઉત્તેજિત રાખનારા, એ ય વ્યાધિને જાતે ઊભી કરે છે. પરંતુ આધિ એટલે ઉપાધિ થી સમાધિ તરફ Page #78 -------------------------------------------------------------------------- ________________ માનસિક ચિંતાઓ વગેરે અને ઉપાધિ એટલે બહારના સરંજામો તો જીવ જાતે ઊભા કરે છે. એ તો દેખો છો ને ? “એ તો કર્મ કરાવે છે.” એમ કર્મને આડે લાવતા નહિ; નહિતર એની સામેના પુરુષાર્થની સબળતા મનમાં નહિ જશે. સમ્યક્ પુરુષાર્થથી ઘણી ઘણી આધિ, વ્યાધિ, ઉપાધિને દૂર રાખી શકાય છે, ને એમ કરવાથી એના તાપમાંથી ઘણું બચી જવાય છે. રત્નત્રયથી આધિ-ઉપાધિ કેમ મીટે ? : આધિ-ઉપાધિના નિવારણ માટે રત્નત્રયીનો પુરુષાર્થ એ સપુરુષાર્થ છે. એમાં પહેલું સમ્યગ્દર્શન જ એવી શ્રદ્ધા કરાવે છે કે આધિ-ઉપાધિ એ પાપ અને દુઃખનું મૂળ છે. ત્યારે મૂળમાં આ શ્રદ્ધા ન હોય તો આધિ ઉપાધિને ટાળવાની બુદ્ધિ જ થવી મુશ્કેલ છે, પછી એ ટાળવાની પ્રવૃત્તિનું તો પૂછવું જ શું ? સમ્યગ્દર્શનના શમ-સંવેગાદિ લક્ષણો અને પરમાર્થ-પરિચય વગેરે બીજા વ્યવહારો આધિ-ઉપાધિના કેટલાય વેગને નરમ પાડી દે છે. સમ્યજ્ઞાન એ વેગ નરમ પાડવામાં વિશેષ આગળ વધારે છે, અને સમ્યક ચારિત્ર આધિ-ઉપાધિને લગભગ મિટાવી દે છે. આધિ ઉપાધિને મિટાવ્યા વિના દુઃખ મટાડવાની આશા ફોગટ છે. શ્રેષ્ઠીપુત્ર ચન્દ્રને આપઘાત કરવામાંથી અટકાવી મુનિએ એને દુ:ખના કારણ તરીકે આધિ-વ્યાધિ-ઉપાધિને સમજાવી, પછી કહ્યું. ‘તને બહુ દુઃખ એટલું બધું તે શું છે ? દુઃખ તો મારું સાંભળ' એમ કહી પોતાની હકીકત કહે છે. “જો હું આજ જન્મમાં પૂર્વે રાજમંત્રી હતો. રાજાને મારા પર પૂરો વિશ્વાસ અને ખાતરી હતી કે આ પ્રમાણિકપણે અને એક સમર્થ બુદ્ધિમાન શાસક તરીકે રાજ્ય ચલાવશે. ત્યારે મેં પણ એજ વિશ્વાસ અને ખાતરીને બરાબર વફાદાર રહીને રાયતંત્ર સંભાળવાનું રાખ્યું હતું.” શું ? ધ્યાનમાં લીધું ? મંત્રી રાજાના વિશ્વાસને બરાબર વફાદાર છે. ઉપાધિ થી સમાધિ તરફ Page #79 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ પ્રત્યે વફાદારી : ત્યારે, જીવનમાં વફાદારી બરાબર પાળવામાં સામાની પ્રીતિ, કીર્તિ વગેરે લાભ મળવા ઉપરાંત માનસિક કેવી સરસ સ્વસ્થતા, આનંદ અને ઉછરંગ રહે છે, એ આઘે ક્યાં શોધવા જશો ? સાંસારિક જીવનમાં જુઓ કે સુશીલ પત્ની જો પતિના વિશ્વાસને વફાદાર રહી વર્તે છે તો એ એવા લાભ પામે છે કે નહિ ! પણ કુટિલ મોહમૂઢતાની એ અવળચંડાઈ છે કે આવા વફાદાર સ્નેહી ઉપર વિશ્વાસ નથી કરવા દેતો. મોહમૂઢ માણસ પત્નીની વફાદારી ઇચ્છવા છતાં પોતે સ્વામી તરીકેની વફાદારી બજાવવા તૈયાર નથી હોતો. સમાજ પોતાના પર વિશ્વાસ રાખે એ જોઈએ છે. પોતે એને વફાદાર રહેવું કે વર્તવું નથી. જ્યાંથી સ્વાર્થ સરે છે ત્યાં પણ જો આમ, તો પછી બીજાઓના વિશ્વાસને વફાદાર રહેવાનું તો ક્યાંથી જ બને ? મૂઢતાવશ માને છે કે “બધા મને વફાદાર વર્તા, હું બધાની પ્રત્યે વફાદાર ન રહું તો ય ગુનેગાર નથી. બીજા મને વફાદાર ન રહે તો એમનામાં માણસાઈ નથી, હું વફાદાર ન રહું છતાં માત્ર માનવ નહિ, સારો માનવ છું !' કેવી ઊંધાઈ ! આવો ઊંધો હિસાબ કોણ મંડાવે છે ? મૂઢતા. એ ઊભી રાખીને તો, પછી વફાદારી કેટલાય ક્ષેત્રમાં ચૂકાય છે ! કોઈએ કંઈક ખાસ વાત કરી તો એવા વિશ્વાસથી કરી છે કે “આ વાત આના પેટમાં રહેશે;' પરંતુ એ વિશ્વાસને વફાદાર રહેવાને બદલે એનો ભંગ કરીને બીજાને એ વાત કહી દેવાય છે ને ? અથવા કોઈએ પોતાના દોષની વાત કરી તે એ વિશ્વાસમાં કે આ કહેવા પર “સામો ગાંઠ નહિ વાળે, કિન્નો નહિ લે પણ વધુ સ્નેહાળ બનશે,' છતાં એ વિશ્વાસનો ભંગ કરીને શું શું નથી આચરાતું ? પિતા પુત્રને ધનમાલ સોપે છે, એ વિશ્વાસ પર જ ને ? અરે ! નાનેથી મોટો કરે છે એ પણ વિશ્વાસ પર જ ને ? આજે છડેચોક એનો ભંગ કેવો થઈ રહ્યો છે ? ગુરુ-શિષ્ય વચ્ચે કેટલા વિશ્વાસ અને એની વફાદારી ? ગુરુ ઉપાધિ થી સમાધિ તરફ Page #80 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પર એ વિશ્વાસ મૂકે છે કે આ શિષ્ય હવે પાકો વિરાગી અને સાધક તથા સમર્પિત છે. શિષ્ય ગુરુ પર એ વિશ્વાસ મૂકે છે કે આ ગુરુ કેવળ નિઃસ્વાર્થ ભાવે મને શુદ્ધ આરાધનામાં જોડવાના, અને ઝીણા પણ પાપથી બચાવવાના. તો બંનેએ વિશ્વાસ કેવો અદા કરવો જોઈએ ? છતાં કળિકાળની બલિહારી છે કે એવું પણ જોવા મળે છે કે ગુરુ શિષ્યને ચારિત્ર વિરાધનાના પાપમાં જોડતા હોય, કષાયમાં ચઢાવતા હોય, કે શિષ્યની સાધના, ઉત્સાહ વગેરે પ્રત્યે બેદરકાર હોય ! ત્યારે શિષ્ય પણ એવા જોવા મળે છે કે ગુરુને ઉઠા ભણાવતા હોય ! વૈરાગ્ય, સમર્પણ અને સાધનામાં દંભ, પ્રમાદ, અહંત વગેરે સેવતા હોય ! તારક વફાદારીરૂપી મહાદેવીની ઉપાસના કરી લેવાના આ અનન્ય ભવમાં એની વિટંબણા, આશાતનાદિ કરવાનું બને એ કેવીક મૂઢ અવસ્થા ! પૂછો, એવું કોણ કરાવે છે ? જવાબ માટે પાછું એજ આધિ-વ્યાધિ-ઉપાધિ પર જવું પડશે. એ ત્રિપુટી જબરી છે; એવી એ આડે આવે છે કે આરાધનાને અટકાવી આશાતના કરાવે. શિષ્યને જાતે ગુરુ બનવાની ને સ્વતંત્ર વર્તવાની લાલસા, અને ગુરુને મોટાઈ સત્તાધીશપણું, સુખશીલતા તથા સ્વાર્થના અન્ય કામો વગેરેની લગની અને લયલીનતા એ આધિ ઉપાધિ છે, એનાથી વફાદારીનો ભંગ થાય એ સહજ છે. એવું જ સંસારમાં પિતા-પુત્ર, પતિ-પત્ની, સ્વજનસ્નેહી, શેઠ-નોકર વગેરેને એવી કોઈને કોઈ ખોટી ઉપાધિના વળગાડ છે, આધિના રંગ છે, કે જે બીજાના વિશ્વાસને વફાદાર નથી રહેવા દેતા. મંત્રી પર રાજાને પ્રામાણિક અને સમર્થ તરીકેનો વિશ્વાસ હતો, તો મંત્રી પણ એ વિશ્વાસને બરાબર વફાદાર રહીને વર્તતો. ઊંચું જીવન જીવવામાં જે મઝા અને નિશ્ચિત્તતા છે, તે અધમ જીવન જીવવામાં નથી. મંત્રીની વફાદારીથી રાજાનો પ્રેમ ગાઢ બનતો હતો; અને લોકને પણ સારી પ્રીતિ રહેતી. જીવનમાં ત્રણ મહાન ગુણ : પવિત્રતા, વિનય, સેવા. ઉપાધિ થી સમાધિ તરફ 7 2. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રને મુનિ આગળ કહે છે “મારે એક સરસ્વતી નામની પત્ની હતી. પત્ની સુશીલ, વિનયી અને સેવાભાવવાળી હતી. એ કારણે એના પર મારો વિશેષ કરીને સ્નેહ હતો.” આવા ગુણ હોય તેના પ્રત્યે કોને આકર્ષણ નથી થતું? હા, બહુ કામાંધ હોય કે સ્વાર્થી હોય અને બીજેથી એની કામવાસના કે સ્વાર્થ પૂરવાનું મળતું હોય તો ન આકર્ષાય એ વાત જુદી, બાકી તો પવિત્રતા, વિનીતભાવ અને સેવાનો ગુણ ચીજ જ એવી છે કે એ મહાન આકર્ષણ કરે. એ મહાન વશીકરણમંત્ર છે. સીતાને રામનું, કે રામને સીતાનું આકર્ષણ શાનું હતું ? સૌંદર્યનું કે વૈભવ-હોશિયારીનું સમજતા નહિ; આકર્ષણ તો પવિત્રતા, વિનય-મર્યાદા અને સેવાનું હતું માટે તો વનવાસમાંય કોઈ રોદણું નહોતું. (1) પવિત્ર જીવન : પવિત્ર જીવન તો કેટલાય ગુણો અને પરમાર્થનો પાયો છે. પવિત્ર જીવન મનને ફોરું રાખે છે. જેનો વ્યવહાર અને વિચારસરણી પવિત્ર છે એને મગજ પર ચિંતા શેની? ચિંતા તો વાંકાટેડા વર્તાવથી ઊભી થાય છે; મનને દહેશત રહે છે કે “આમ વર્યો પણ એનું ખરાબ પરિણામ આવ્યું તો ? ચોપડામાં ઘાલમેલ કરી છે, પણ ખુલાસો કરતાં પકડાયો તો ? આપવા-લેવામાં પોલીસી કરી છે પણ સામાને ખબર સામાને ઊલટી અસર થઈ તો ?...આવી આવી રિ અપવિત્ર મનને સતાવ્યા કરે છે, સંતાપ્યા કરે છે. પવિત્ર મનની સલાહ : પ્ર.- સીધો વર્તાવ અને સરળ વાણી રાખે એમાંય શું કેટલીકવાર ચિંતા નથી રહેતી કે નથી ઊભી થતી ? ઉ.- એવી ચિંતા કદાચ થાય તો એનું નિવારણ પવિત્ર મનથી થઈ જાય છે; કેમકે પવિત્ર મન એમ સલાહ આપે છે . ઉપાધિ થી સમાધિ તરફ - 93 Page #82 -------------------------------------------------------------------------- ________________ આપણે સરળ અને પ્રામાણિકપણે વર્તવા કરવાનું, ને એમ કરવા છતાં કોઈને પસંદ ન પડ્યું તો પણ આપણે તો આપણા દિલથી કશું ખોવાનું નથી. હા, સરળ વ્યવહારમાં ઔચિત્ય અને વિવેક જરૂર જાળવવાના. તેમ છતાં સામાને ખોટું લાગે તો કાં આપણાં પુણ્ય ઓછાં, અગર સામાની કક્ષા જ તેટલી હશે કે એને એમ લાગે. પવિત્રપણે વર્તાવ છતાં આપણને કોઈ આપત્તિ પણ આવે, તો માનવું કે ભવિતવ્યતા જ એવી હશે. અગર, એમાં જવાબદાર આપણાં પૂર્વના કર્મ છે, અને એ કર્મ એવાં છે કે એ એનો ભાવ એક યા બીજી રીતે ભજવ્યા વિના નહિ રહે. જૂઠ કે માયા કરીને પૈસા કમાઈ લાવ્યા, પણ જો પૂર્વના કર્મ ભૂંડા હશે તો ચોરી થઈને કે ભૂલી જઈને અથવા છોકરો માંદો પડીને કે બીજો કોઈ પ્રસંગ ઊભો થઈને પૈસા તો જવાના જ ! ઉપરાંત પેલું પાપ માથે ચઢ્યું. ને બીજી ત્રીજી હાયવોય ઊભી થાય એ જુદું ! ત્યારે સરળતા, પ્રામાણિકતામાં કદાચ પૈસા ન મળ્યા તો એટલું જ પાપ ભોગવી લીધું ! કોઈ પણ આપત્તિ કે નુકસાન એ તો આપણાં પોતાના જ દુર્ભાગ્યનો અવસ્થંભાવી વિપાક છે. એમાંથી ભલભલા બુદ્ધિ-વૈભવવાળા, સમર્થ કે ભારે આગળ વધેલા પણ, જો બચી શકતા નથી. તો આપણે ક્યાંથી બચવાના હતા ? ‘ભગવાન તીર્થંકરદેવ જેવાને પણ પૂર્વનાં અશુભ કર્મ કનડ્યા વિના રહેતા નથી તો આપણે કોણ માત્ર ? નહિતર જોઈએ તો શું એ પરમપુરુષે પૂર્વ જીવનમાં અને અહીં જન્મથી માંડીને પુણ્ય ઓછા ઉપાભર્યા છે ? કેમ એણે બચાવ ન કર્યો ? આપણને ઝટ ઉતાવળ થાય છે કે “હું આટલો ધર્મ કરું છું છતાં મને કેમ આ દુઃખ આવ્યું ?' મેલાં કપડાંને ગમે તેટલો સાબુ દો, તેથી કાચો મેલ કપાય, પણ કોઈ પાકો 74 ઉપાધિ થી સમાધિ તરફ Page #83 -------------------------------------------------------------------------- ________________ ગાડાની મળીનો લીટો હોય તો તે ન જાય. એમ, ધર્મ બહુ કરવાથી કાચાં પાપ ધોવાઈ જાય, પણ પાકાં પાપ ન ધોવાય. એ પેલા ડાઘની જેમ કપડાં જેવા આત્માને આપત્તિ-નુકસાન દેખાડીને જ જાય. એટલે, જ્યારે આપત્તિ તો આવવાની હોય તો આવે જ છે, તો પછી વધારામાં અપવિત્ર વાણી-વર્તાવ કે વિચારનું પાપ આત્મ ઘરે કાં ઘાલું ? વ્યવહાર તો પવિત્ર જ રાખું,” મનની આવી સલાહથી ચિંતા દૂર થાય છે. “માનવ જીવન પામ્યાની આ લહાણ છે કે જીવનમાં પવિત્રતા જીવીને જીવનને ધન્ય બનાવાય ! અપવિત્ર જીવનમાં શું ખાટી જવાનું છે ? ઊલટું લોકમાં અપકીર્તિ થાય છે. આજે જુઓ છો ને કે લાંચિયા અને ઘાલમેલ અધિકારીઓની કેટલી હલકાઈ બોલાય છે ? (2) વિનય મર્યાદા : પવિત્રતા સાથે વિનય-મર્યાદા પણ બહુ જરૂરી ગુણ છે. જીવન સરળ, પ્રામાણિક અને સદાચારી હોય પરંતુ વિનયભંગ, મર્યાદાભંગ ને ઔચિત્યભંગ વર્તતો હોય, અર્થાત્ અવિનય, ઘમંડ કે યથેચ્છ અને ભોગવવા પડે છે. જીવનમાં પવિત્રતા છતાં મર્યાદા-ઔચિત્ય, નહિ સાચવવાથી લોકપ્રિયતા મળતી નથી; અને લોકમાં અપ્રિય થવા ઉપરાંત ઊલટું એમ માનવાનું મન થાય છે કે આપણે સરળસ્વભાવી અને ચોખ્ખાબોલા, એટલે બીજાને એ રુચતું નથી. કહો, આ સાચી વાત છે ? બોલેલું-ચાલેલું ન રુચે એમાં વાંક શું બોલવા-ચાલવાની સરળતાનો છે કે અનુચિતતાનો છે ? દુરાગ્રહ અને મર્યાદાભંગનો છે ? કોનો વાંક છે ? મોટા મોટા મહાપવિત્ર પુરુષોના જીવન જોશો તો દેખાશે કે એ બહુ મર્યાદાશીલ અને ઉચિત વાણી-વર્તાવવાળા હોય છે. માનવમાનસને જે સમજે છે, એ તો ભિન્ન ભિન્ન જીવોની કક્ષા ભિન્ન ભિન્ન હોવાનું સમજનારા હોય છે, તેથી જ એ માત્ર પોતાની ઉપાધિ થી સમાધિ તરફ 75 Page #84 -------------------------------------------------------------------------- ________________ સરળતા-પ્રામાણિકતા અને હિતૈિષિતા જ નહિ પણ સાથે સાથે સામાની કક્ષાસંયોગ વગેરેને ધ્યાનમાં લઈને વર્તનારા હોય છે. તમને મનમાં થશે કે, પ્ર.- બધે સામાનું મન જોયા કરીએ ? તો હિતની વાત કે વર્તાવ શી રીતે કરી શકીએ ? છોકરાને તો રમવાનું મન હોય, ઉદ્ધતાઈની કુટેવ હોય, હવે તેનું મન જોઈ વર્તવાનું એટલે તો કાંઈ ઠપકો કે તાડના તર્જના, કશું કરવાનું નહિ ને ?' ઉ.- આવું તમારા દિલને થાય, પરંતુ એ જુઓ કે એમ અણઘટતા અવસરે અને સામો ન પચાવી શકે એ રીતે ઠપકારવા કરવાથી શું પરિણામ સારું આવે છે? શું એ સુધરી જાય છે ? ના, ઊલટો એ દુરાગ્રહી અને વિરોધી બને છે. પછી તો સાંભળવાની લાયકાત પણ નથી રહેતી, આવું જો થાય, તો તમે એનું શું હિત સાધ્યું ? બસ તમે તો તમારા મનને સંતોષ માની લીધો કે “મેં તો મારી ફરજ બજાવી. હવે એ ન માને એમાં એની નાલાયકતા, અગર મારું પુણ્ય કાચું.” જીવનમાં કેટલાય પ્રસંગોમાં આમ મર્યાદા બહાર અનુચિત અને સ્વાગ્રહભર્યું બોલી ચાલીને પોતાની છાયા અને મોભો ગુમાવાય છે, સંબંધો બગાડાય છે. તેમ બીજા પણ કેઈ નુકસાનો વહોરવા પડે છે. (3) સેવાભાવ : તમારે પવિત્રતા અને ઔચિત્ય-મર્યાદા છે, પણ જો સેવાભાવ નથી, અને એના બદલે સ્વાર્થભાવ કે એદીપણું છે, તો કેટલાય અનર્થ જન્મે છે, ને મહામૂલા માનવજીવનના ખરા લાભ કમાઈ લેવાનું ગુમાવાય છે ! સેવાભાવમાં અખાડા કેમ થાય છે ? કાં નીતરતા સ્વાર્થની લગની છે, અગર એદીપણું છે. ખૂબી તો વળી એ છે કે એવા માણસને પાછી બીજાની સેવા લેવી ગમે છે ! અને બીજા અવસરોચિત સેવા ન આપે તો પોતે સેવા માગવાનો હક્ક પણ કરે છે. સામાને ઠપકો દે છે કેમ આટલું તમારાથી બનતું નથી ?' પણ પોતાને બીજાનાં પાણીનો પ્યાલો ય ભરવો નથી ! ઉપાધિ થી સમાધિ તરફ Page #85 -------------------------------------------------------------------------- ________________ પોતાના અને બીજાના કાટલાં જુદા : એકલી સેવામાં આ થોડું જ છે ? આત્માના કોઈ ગુણોમાં આવું બને છે કે માણસ ચાહે છે, હક કરે છે કે મારી પ્રત્યે બીજાઓએ ગુણનો વર્તાવ કરવો જ જોઈએ, ન કરે તો ન ચાલે, ગુણનો વર્તાવ કરે તો એ સારો માણસ.” આમ બીજા માટે ખરું પણ પોતાના માટે નહિ ! કેવો વિચિત્ર ન્યાય ! પોતાના માટેના કાટલા જુદા અને બીજા માટેના જુદા ! બીજાએ મારી આગળ સાચું જ બોલવું જોઈએ. હું બીજા આગળ જૂઠું બોલું તો વાંધો નહિ,' “બીજા મારી નિંદા બિલકુલ ન કરે, હું “બીજાની નિંદા ભારોભાર કરી શકું એ કરવાનો જાણે પરવાનો ! “બીજા મારી પત્ની ઉપર નજર ન નાખે; નજરો નાખ્યા કરે તો એને હું બદમાશ ગણું, અને મારે પરસ્ત્રીઓ પર દષ્ટિ નાખવાની છૂટ ! ત્યાં હું બદમાશ નહિ.” “બીજાઓ મારી સેવા કરવા બંધાયેલા; ન કરે તો એ સ્વાર્થી કહેવાય. હું બીજાની સેવા કરવા બંધાયેલો નહિ !' જગતના કેવા ઊલટા રાહ છે ! ના, ત્યારે ત્યાં એમ હશે કે મને બીજાઓ બિચારા નરકાદિ દુર્ગતિમાં ન પડે એની દયા આવે છે, માટે એ સીધા ચાલે એમ ઇચ્છું છું.” એમ ? ને જાતની દયા નથી આવતી ? ના, વાત જ એક છે સ્વાર્થ સાધુતા અને જાતવડાઈમાં મચ્યા રહેવું. કિંમત માત્ર પોતાની; બીજા એટલે કિંમત વિનાના ! માનવ જેવા મહા અવતાર છતાં કેટલી કંગાળ ચિંથરેહાલ દશા ! ગુણ કેળવવામાં કઠિનાઈ પડે તો ય કઠિનાઈના તાપ વેઠીને પોતાના આત્મારૂપી સુવર્ણને ગુણોની શુદ્ધિ આપવાને બદલે અનાદિના જે દોષ, જે મલિનતા ચાલી આવે છે એમાં વધારો કરવાનો ? શું નથી લાગતું કે આવું તો અનંતા ભવોમાં કર્યું માટે જ રખડતા છીએ ? એટલું વિચારો કે આ અવળચંડાઈ કોની ખાતર થઈ રહી છે. ઉપાધિ થી સમાધિ તરફ Page #86 -------------------------------------------------------------------------- ________________ માલમિલકત અને રંગરાગ રૂપી ઉપાધિની જ ખાતર ને ? એ ઉપાધિ માનસિક આવી ઊંધી આધિ રચે છે. માટે જ કહેવાય છે કે આધિવ્યાધિના ત્રિવિધ તાપથી ભર્યો આ સંસાર જીવના હીર ચૂસી લે છે. એનાથી જો ન બચાય તો આત્માના તેજ ખીલવાના નથી. ઉપાધિના પહેલાં તો મૂલ્યાંકન કરવા જ ખોટાં છે. મૂલ્યાંકન કરો છો એટલે જ “ઉપાધિ પહેલી, અને ગુણ કે ધર્મ પછી,'- એમ ધોરણ રાખો છે. પરિણામ એ આવે છે કે જે ગુણો અને ધર્મ આત્માને મહાશાન્તિ અર્પનારા છે, તાજગી આપનારા છે, મસ્ત અને માતબર રાખનારા છે, એને અવગણી માલમિલકત અને રંગરાગના ભોગની ઉપાધિને માથે ચઢાવી કેઈ ચિંતાઓ, કેટલીય અશાન્તિ, નિરાશા, નિસાસા વગેરેના ભોગ બનવું પડે છે. સેવાથી શા શા લાભ? : સ્વાર્થ સાધનામાં રચ્યાપચ્યા રહેવાથી સરવાળે આવું જ બધું જોવા મળે છે. ત્યારે સેવા અને પરોપકારથી જીવનને સુવાસિત રાખવામાં મન પ્રફુલ્લિત રહે છે, હૃદયને આશ્વાસન રહે છે કે ચાલો કાંઈક સુકૃત કમાયા ! આમ તો તન-મન-ધન અંતે બધા જ ખોવાઈ જવાના છે. એમાંથી જેટલા સેવા અને પરમાર્થના કાર્યમાં વપરાયા, એટલા લેખે લાગ્યા” સ્વાર્થભાવને બદલે સેવાભાવને જીવનમંત્ર બનાવી દેવો જોઈએ. એજ વેશ્યા રહે કે હું અને મારું બીજાના ખપમાં કેમ આવીએ !" જ્યાં એની તક દેખાય કે ઝટ ઝડપી લેવાય. સેવા માટે હાડકાં હરામ નહિ, પણ આખાં, સેવા માટે ધન મોઘું નહિ પણ સસ્તું.” સેવા કરતાં કરતાં તો સેવાનો એક નાદ લાગે છે, સેવામાં જ રસ આવે; સેવા કરવાની મળ્યાથી આનંદ થાય, સ્ફર્તિ આવે; રાત પડ્યે દિલને ઠંડક વળે કે આજે આટલી સેવા કરવાનું કમાયો.” જાતે સેવા કરવાની આદત કુટુંબ પર પણ એવી આદતની હોંશ જગાવે છે. ત્યારે એ પણ વસ્તુ છે કે સેવાભાવ લોકપ્રિયતાને લાવે છે. કહો છો ને નમે એ સૌને ગમે ? જો નમવા માત્રથી આ, તો સેવા કર્યાથી તો એથીય વિશેષ થાય એમાં શી નવાઈ ? ઉપાધિ થી સમાધિ તરફ Page #87 -------------------------------------------------------------------------- ________________ તો જીવનમાં આ ત્રણ ગુણનો ખૂબ ખપ કરો, પવિત્રતા, વિનયભાવ અને સેવાપરાયણતા. મંત્રી પત્ની રડે છે : વાત આ ચાલે છે કે શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રને મુનિ પોતાનું ચરિત્ર સંભળાવતા કહે છે “હું રાજમંત્રી, મારે સરસ્વતી નામની સુશીલ, વિનયી અને સેવાપરાયણ પત્ની હતી. એકવાર એ રાતના ઝબકીને જાગીને રોવા લાગી. એના અવાજથી હું પણ જાગી ગયો. મેં પૂછ્યું “કેમ આમ એકાએક રડે છે ?' પણ એણે ઉત્તર ન દીધો. એથી તો મને લાગ્યું કે આ એના રડવા પાછળ કોઈ ગંભીર કારણ છે. એના પર મને અથાગ પ્રેમ તો હતો જ, એમાં એને કોઈ ગંભીર દુઃખ ઉપસ્થિત થયું હોવાનું મને લાગ્યું, તેથી લાગણી વિશેષ ઊભરાઈ ઉઠી ! મારા દિલમાં ભારે દુઃખ ઊભું થયું. મારા મનને થયું કે “અરે ! આ બિચારીને આટલું બધું દુઃખ ! તેય હું જીવતો જાગતો અને સારી સ્થિતિમાં ઊભો છું તોય જો આટલું દુઃખ, તો મારા મરી ગયા પછી તો એના દુઃખની અવધિ જ શી ?' ખરેખર ! એને જે દુઃખ હશે એના કરતાં મને વધુ દુઃખ ઊભરાઈ આવ્યું. એટલે મેં વધુ આગ્રહ કરીને પૂછ્યું, પણ ઉત્તર મળવાને બદલે રુદનનો રણકાર મળ્યો તેથી મારો ઉદ્વેગ વધતો ગયો. સામાના દુઃખે દુઃખી શું દયાથી જ થવાય છે? મહાનુભાવ ! શું આ ઉદ્વેગ મારો સામાની દયાના ઘરનો હતો ? ના, એમ તો જગતમાં આથી પણ વધુ દુઃખમાં કઈ જીવો રીલાય છે; અરે ! સામાના દુઃખ આપણી નજરે ચઢે છે, છતાં ક્યાં એ ઉદ્વેગ થાય છે ? માટે ઉગ દયાને લીધે નહિ પણ મોહને લીધે થતો હતો, એ વાત સ્પષ્ટ છે. આ ય મને હવે સમજાય છે, તે વખતે તો મોહના કેફમાં કાંઈ સમજાતું નહોતું. બાકી એ જોજો કે મોહ જીવને વગર જોઈતા કેટલાય દુઃખ-ઉદ્વેગ ખડા કરી આપે છે ! જગતમાં મોહની ઉપાધિ થી સમાધિ તરફ Page #88 -------------------------------------------------------------------------- ________________ કેવી ખૂબી છે ! કે ભલભલા ઇંદ્ર જેવાને પણ ગુલામ બનાવે છે ! જીવને એક યા બીજા પ્રકારે દુઃખ સંતાપમાં ઘસડે છે ! પ્ર.- તો શું સ્નેહીના દુઃખથી દુઃખી ન થવું ? ઉ.- અહીં દુઃખી ન થવાની વાત નથી. વાત એ છે કે દુઃખી થતા હો એમાં તપાસ કરો કે એની પાછળ કયું તત્ત્વ કામ કરી રહ્યું છે ? મોહ કે દયા ? દયા કહેશો તો પાછો પ્રશ્ન એ ઊભો રહેશે કે દયા બીજા જીવની કેમ એવી નથી ઊભરાતી ? કહેવું જ પડશે કે ત્યાં દયાની લાગણી કરતાં મોહની લાગણી કામ કરી રહી છે. મોહ દુઃખી કરે છે, મોહ રોવડાવે છે. એ પણ વિચારવા જેવું છે કે દુઃખ કે મોહના રુદન કરવાનું કયા કારણે બને છે ? શું સ્નેહીને સારું લગાડવા ? તો એ દુ:ખ કરવાનું ને રોવાનું પાછું માનાકાંક્ષારૂપી મોહના ઘરનું થયું ! મુનિનું આ કથન આત્મનિરીક્ષણ કરવા માટે સમજવાનું છે. આવી વિચારણા આવે ત્યાં ભડકવાની જરૂર નથી. તમે પોતાના આત્માના અને વસ્તુતત્ત્વના ઊંડાણમાં ઉતરો, જુઓ, તપાસો કે કોઈ પણ પ્રવૃત્તિ કે પ્રસંગમાં રહસ્ય શું છે, કેવી કેવી લાગણી વસ્તુના કયા કયા અંશને સ્પર્શી છે. એ તપાસથી સાચો ક્યાસ કાઢતા કમમાં કમ જાગૃતિ અને સાવધાની પ્રાપ્ત થશે. દુનિયાદારીમાં પણ દેખાય છે કે કોઈને અયોગ્યપુત્ર નભાવવો પડતો હોય, એને એમ કહેવામાં આવે કે આ તું નાલાયક પુત્રની નાલાયકીને નબળાઈથી નભાવી રહ્યો છે, ત્યારે જો એ કહે કે તો શું હું એને કાઢી મૂકું ? તો એને કહેવું પડે છે આ કાઢી મૂકવાની વાત નથી, માત્ર તમે એ જોવો કે એવો પુત્ર નભાવવા પૂંઠે તમારી નબળાઈ કામ કરી રહી છે કે નહિ ? એવી રીતે મુનિ અહીં કહે છે કે સ્ત્રીના રુદન પાછળ મારું દુઃખ મોહના ઘરનું હતું. સમજ હોય તો તે એ દુઃખને મોહને બદલે વિવેક અને ભાવદયાના ઘરનું કરી શકત. પણ સમજ લાવવી ક્યાંથી !' શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રને મુનિ આગળ પોતાની મંત્રી-અવસ્થાની હકીકત 80. ઉપાધિ થી સમાધિ તરફ Page #89 -------------------------------------------------------------------------- ________________ કહે છે, “જ્યારે મેં બહુ આગ્રહથી મારી પત્ની સરસ્વતીને પૂછ્યું આમ એકાએક રોવાનું શું કારણ છે? શું તમારું કોઈએ અપમાન કરેલું તમને કોઈ પીડા થાય છે ? છે શું ?' મંત્રી પત્ની રોવાનું કારણ કહે છે : ત્યારે પત્ની કહે છે, “ના, એવું કાંઈ નથી. માત્ર મને એક સ્વપ્ન આવ્યું, અને એમાં મેં તમને બીજી સ્ત્રી સાથે વાત કરતા જોયા !! આ સાંભળતાં મારા મનને થયું કે અહો ! આ જો આટલી વાત માત્ર એના ઉપર, અને તે પણ સ્વપ્નામાંની વાત છતાં એના પર આટલી ઉદ્વિગ્ન બને છે, તો પછી ખરેખર તેમ બનતાં અને તેથીય આગળ કશું બનતાં એના દિલને કેટલો આઘાત લાગે ? સ્ત્રીના સ્નેહ અને શ્રમની કદર : વિચારવા જેવું છે કે જે સ્ત્રી જાત આટલો સ્નેહ ધરાવે છે, અને ઘરનું કેટલુંય વૈતરું કરે છે, તે પણ વગર પગારે, એની પુરુષ કેટલી કદર કરે છે ? તમે કહેવાના કે “કદર તો કરીએ જ છીએ ને ? માટે તો એના પર રાગ ધરીએ છીએ, એને ખર્ચના નાણાં કમાવી લાવીને દઈએ છીએ. પરંતુ, આના બંને વસ્તુની પાછળનો આશય શું કદર કરવાનો છે, કે બીજો કોઈ આશય છે, તે તપાસજો . તેમ એ કદાચ કદરરૂપ હોય તોય એટલેથી પતી જાય છે કે એથીય વિશેષ કાંઈ જોઈએ છે, એ તપાસજો. પત્ની પર રાગ કરો છો તે કામરાગ છે કે કદરનો રાગ છે ? રાગની પાછળનો આશય એના પરનો મોહનો કે વાસનાનો ખરો કે નહિ ? ખર્ચનાં નાણાં કમાવી લાવી આપો તે શું એની કદર કરવા માટે કે તમારું ઘર ચલાવવા, અને લોકમાં આબરૂ, સ્વમાન જાળવવા ? ઉપાધિ થી સમાધિ તરફ Page #90 -------------------------------------------------------------------------- ________________ કદરમાં શું કરવાનું? : હજીય સૂક્ષ્મતાથી જોશો તો જણાશે કે મોટેભાગે હજી તો ત્યાં સ્વાર્થની વાસના કામ કરી રહી હોય છે, કદર તો એથી ઊંચે છે. કદર તો એ કહે છે, કદર તો એ માગે છે કે “આ જ્યારે આટલો રાગ અને સેવા કરે છે, તો પછી મારે એની પ્રત્યે સૌમ્ય વાણી-વર્તાવ રાખવો, એના દિલનો ભંગ થાય એને આઘાત લાગે એવા શબ્દ ન બોલવા, એવી પ્રવૃત્તિ ન કરવી. એનો મારા પ્રત્યે કોઈ કટુ બોલ કે પ્રતિકૂલ વ્યવહાર મારે ખમી ખાવો. તેમ પત્ની પ્રત્યે એ પણ એક કદર છે કે એને જવાબદારીઓ ઉપાડવામાં મદદગાર થવું. જીવનમાં ધાર્મિકતા પવિત્રતા રાખી પત્નીને બહુ પાપમાં ન જોડવી. વાસનાતૃપ્તિમાં એને ન ઘસડવી; તેમ, એના સિવાય કોઈ સ્ત્રી પ્રત્યે દૃષ્ટિ સરખી ન નાખવી. કદર નથી માટે ક્લેશ વગેરે : કદરમાં જો આવી આવી બાબત સચવાતી હોય તો ઘરફ્લેશ થાય ? પત્નીને આકરા શબ્દો કહી એના હૃદયમાં ભંગ કરાવી જાતે તો ધર્મસાધના નહીં કરવી પણ પત્ની પર બધો બોજો નાખી એનેય વ્રત-પચ્ચખાણ તથા ધર્મક્રિયામાં અંતરાયભૂત થવાનું કરાય ? આર્યપતિની કદરની ઊંચી કક્ષા : પત્નીની એક પતિ-નિષ્ઠાની કદર ઉપર એનું ખમી ખાવાની એનું સહી લેવાની વાત રખાય તો આજે જે ઘર ઘર ક્લેશ દેખાય છે તે હોય ? એ તો જુઓ કે સવારથી રાત સુધી એ કેટલું વૈતરું કૂટે છે? કેટકેટલું એ સહે છે? કેટકેટલી બાબતો એ સંભાળે છે ? એનો 8 2 ઉપાધિ થી સમાધિ તરફ Page #91 -------------------------------------------------------------------------- ________________ વિચાર હોય તો એની પાછળ માત્ર સહાય કે સહિષ્ણુતા જ શું, પણ ઉપરાંતમાં એક આર્યપતિ તરીકે એના ચિત્તને સમાધિ, ધર્મ અને આધ્યાત્મિક ઉન્નતિકારક પ્રેરણા-પ્રોત્સાહન અપાય. આર્યપતિની કદરની એ ઊંચી કક્ષા છે, પણ કહેવાના કે પહેલાં અમારા જીવનમાં આધ્યાત્મિક્તા ભરચક ભરી હોય ત્યારે ને ? આધ્યાત્મિકતા માટે શું શું કરવાનું આધ્યાત્મિક્તા એટલે કોઈ મોટી સાધુતા અર્થાત્ મુનિચર્યા સમજતા મા. એમાં એટલું આવશે કે, તમારે હવે સ્વાત્મા પર મોહનો અધિકાર નહિ રખાય. અધિકાર ધર્મનો રાખવો પડશે. જાત ઉપર વર્ચસ્વ ધર્મનું રાખવું જોઈએ. જીવનને માયા, પ્રપંચ, વિષયલંપટતા, સ્વાર્થોધતા, અવિવેક, અનુચિતતા, વગેરે દોષોભર્યું નહિ રખાય. સ્વજન સ્નેહીને કોરી કડકડતી જડની વાતો અને અર્થકામની રામાયણમાં નહિ ઘસડાય. એમને શું કે પોતાની જાતને શું, પણ આત્મા, પરમાત્મા ને સદ્ગુરુઓના મમત્વવાળા બનાવવા જોઈએ. સગુણો અને સદ્ આચાર-વિચારોનો ખૂબ ખપ કરે એવા સંસ્કારી કરવા જોઈએ. જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ, સૌના ભલાની ચિંતા, દુઃખીની દયા, ગુણીયલના ગુણની અનુમોદના, પરના દોષો પ્રત્યે ઉદાસીનતા, વગેરે વલણમાં રમતા થાય એવી જ વાતચીતો અને પ્રોત્સાહન કરવા જોઈશે. આવી આવી આધ્યાત્મિકતા ઉપરાંત ધાર્મિક્તા જાતમાં અને પત્નીમાં કેળવવાની ધગશ અને પુરુષાર્થ જો કેળવો તો એની પાછળ કુટુંબ સ્વર્ગીય આનંદમાં મહાલતું થઈ જાય ! એક કલ્યાણ સ્નેહી તરીકે તો એ કેળવવાનું જ છે, પણ કદર તરીકે ય કેળવવાનું છે. માણસને 83 Page #92 -------------------------------------------------------------------------- ________________ વિચાર નથી કે “આમની મારા પ્રત્યે કેટકેટલી લાગણી છે ! એ કેટકેટલું મારી પાછળ સહન કરે છે ! કેવો ભારે શ્રમ ઉઠાવે છે ! તો એ લાભ અને ઉપકાર પાછળ મારે કોઈક અવસરે થોડા કઠીન શબ્દ સહી લેવા, થોડી અગવડ વેઠી લેવી, એ તો કોઈ મોટી વાત નથી, કોઈ મોટું પરાક્રમ નથી. ક્યાં એમના સ્નેહ અને શ્રમદાન ! ને ક્યાં આ સહવાનું ! એ તો સહવું જ જોઈએ. ઉપરાંતમાં મારે ભોગ પણ દેવો જોઈએ.' આવો વિચાર નથી માટે ખોટા રોફ અને રોષમાં ઘસડાઈ જવાય છે, ક્લેશ કંકાસ મંડાય છે, સામાને નિરાશા અને હૃદયભંગ કરાય છે. દેવ-ગુરુધર્મની પાછળ પણ આવું જ બને છે. એમના ઉપકારની અમાપ કિંમત વિચારાતી નથી, કદર કરાતી નથી, તેથી જિનની આજ્ઞા ઉઠાવવી ભારે પડે છે, ગુરુની હિતશિક્ષા કે કડકાઈ કડવી લાગે છે, ધર્મના કષ્ટ ગમતા નથી, એમને માટે ભોગ આપવાની ઉર્મિઓ નથી ઉછળતી. નહિતર મનને શું એમ ન થાય કે ક્યાં એમના અનંત ઉપકાર અને ક્યાં આ કષ્ટ ! પત્નીના રૂદનનું નિવારણ : મુનિ કહે છે, મારા મંત્રીપણા વખતની એ પત્નીના કહેવાનો ભાવ હું સમજી ગયો. તરત જ એને સાંત્વન આપવા મેં કહ્યું, “મારા પર તારે શંકા કરવાની જરૂર નથી. લે હું આજથી પ્રતિજ્ઞા કરું છું કે આ જીવન પર્યત તારા સિવાય બીજી કોઈ પણ સ્ત્રીનો મારે ત્યાગ છે.” | મારી આ પ્રતિજ્ઞાથી એના મુખ ઉપર આનંદની ઉર્મિ છવાઈ ગઈ. તે પછી તો અન્યોન્યનો પ્રેમ બહુ વધ્યો. પરંતુ એનું એક ખતરનાક પરિણામ જે આવ્યું તે જાણતાં તને થશે કે તારું દુ:ખ તે શા વિસાતમાં છે ? બન્યું એવું કે કેટલાક વિઘ્નસંતોષીઓને અમારી આ પ્રેમની વસ્તુ પર કારસ્તાન કરવાનું મળ્યું. ‘ચન્દ્ર ! તને લાગ્યું હશે કે મેં આ પ્રતિજ્ઞા કરી અને બંનેનો ઉપાધિ થી સમાધિ તરફ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ વધ્યો એ સરસ થયું. તને શું, મને પણ એમજ લાગતું. પરંતુ એ તો જ્યારે એના ભયંકર પરિણામની પરંપરા જોઈએ ત્યારે જ સમજાય છે કે જ્ઞાનીઓએ આધિ-ઉપાધિને કેઈ અનર્થોની ખાણ કહી છે તે તદ્દન યથાર્થ છે. પ્રેમ વધાર્યો એ ઉપાધિ જ વધારી હતી, આધિ જ વધારી હતી. એમાં કારણભૂત મારી જીવનભર એકપત્નીવ્રતની પ્રતિજ્ઞા હતી. પણ તે તું સમજતો હશે કે સદાચારની ભાવનામાંથી જન્મી હતી ? ના, સદાચાર-પ્રેમી તો હું પહેલેથી હતો જ, પરંતુ એક પત્ની મર્યા પછી પણ બીજી પત્ની ય ન કરવી એવું કાંઈ મેં નક્કી નહોતું કર્યું, તે નક્કી કર્યું તેમાં આ પત્ની ઉપર અથાગ મોહ અને તેના રુદનથી લેવાઈ જવાપણું હતું. તો આ ય એક આધિનો વધારો જ ને ? હે ભાગ્યવાન ! માટે એ જો કે દેખીતા કેટલાક ગુણો પણ દોષના ઘરના હોય છે, એટલે જ એ દોષમાં પરિણમે છે ! પરિણામે દોષરૂપ નીવડે છે ! જીવનભર એકપત્ની વ્રત એ ગુણ છે; પરંતુ એ મારે સ્નેહાળ પત્ની ઉપરના ગાઢ મોહરૂપી દોષમાંથી જન્મ્યો હતો, માટે એ અધિક સ્નેહના બંધનરૂપી દોષમાં પરિણમ્યો. હવે એ આટલેથી અટકવાનો નથી. પણ અધિક અનર્થમાં ને મહાદુઃખમાં પરિણમવાનો છે, એ તને આગળનું સાંભળીશ એટલે સમજાશે.” | મુનિએ સમજાવેલ આ તત્ત્વ બહુ વિચારવા જેવું છે. આજે જડ પદાર્થોનાં સંશોધન, જડની ખાસિયતોનાં પૃથક્કરણ વગેરે બહુ ચાલી પડ્યું છે. પરંતુ આત્મવૃત્તિઓના ઊંડાણમાં ઉતરવાની જરૂર છે. એના પૃથક્કરણ અને સંશોધન કરવાની જ ખાસ જરૂર છે. શું આપણે ગુણરૂપ માની લીધેલ વૃત્તિઓ ખરેખર ગુણસ્વરૂપ છે ? અને છે તો એ કોઈ દોષના લીધે તો નથી જન્મી ને ? એ તપાસવાની જરૂર છે. સંસારમાં રહ્યા એટલે સ્નેહ તો થવાના અને કરવાના, પણ એ સ્નેહને જો મોહના સ્નેહને બદલે ઔચિત્યના સ્નેહ બનાવી દો, ધર્મના સ્નેહ કરી દો, મૈત્રી, કરુણા અને પ્રમોદભાવના સ્નેહરૂપ બનાવી દો, ઉપાધિ થી સમાધિ તરફ Page #94 -------------------------------------------------------------------------- ________________ તો એ દોષરૂપને બદલે ગુણરૂપ બની જાય, કુટુંબને આપણી છાયા ઝીલનારા સાધર્મિક તરીકે સ્નેહના પાત્ર બનાવી શકાય; અથવા એના વડેરાપણાના ઔચિત્યનો સ્નેહ દાખવી શકાય. ત્યારે મોહપાત્ર કુટુંબી તરીકેનો સ્નેહ ન કરો, અને આવો સ્નેહ કરો, એથી કાંઈ વ્યવહારમાં વાંધો ન આવે. ઊલટું એમ કહો કે, વ્યવહાર સારો ચાલે, કેમકે ધર્મસ્નેહ અને ઔચિત્યસ્નેહમાં વિવેક જાગતો રહે છે દિલ ઉદાર અને ગંભીર રહે છે, સ્વાર્થ ગૌણ થઈ પરાર્થવૃત્તિ મુખ્ય બને છે, સ્વાર્થકુશલતા મટી પરાર્થકુશલતા આવે છે. આર્ય રક્ષિતની માતાને પુત્રસ્નેહ કરતાં ધર્મસ્નેહ વધુ હતો તો એ ભણીને આવ્યો અને નગર આખાએ તથા અન્ય કુટુંબીઓએ વધાવ્યો, પણ માતાએ વિશાળ અને દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરી વધાવવાને બદલે પુત્રની દષ્ટિ વિકસાવી, અને મહાન શાસનપ્રભાવક અને પૂર્વધર મહાજ્ઞાની આચાર્ય બનવાના પંથે વાળ્યો ! મદનરેખા મહાસતીએ પતિ ઉપરના ધર્મસ્નેહને લીધે જ મરતા પતિને એની અને પોતાની હાય બળતરામાં, ને મારનાર જેઠ પર કષાયની આગમાં સળગાવ્યો નહિ, ઊલટું મહાક્ષમા અને સમતાસમાધિમાં ઝીલતો કરી દીધો ! અને એ સમાધિ મરણ પામી પાંચમા દેવલોકમાં દેવતા થયો ! કષાય તો એવો ભયંકર ઉઠ્યો હતો અને રૌદ્ર ધ્યાન એવું ભયંકર ભભૂકી ઉઠ્યું હતું કે એ રહ્યું મૃત્યુ થતાં નરક જેવામાં જઈ પટકાવું પડત ! એના બદલે દેવગતિ; અને તે પણ ભવનપતિ-વ્યંતર-જયોતિષ્કની નહિ, પણ ઊંચા વૈમાનિક દેવલોક, અને ત્યાં પણ પાંચમા દેવલોકમાં જન્મ મળ્યો ! એટલે ઊંચે પહોંચાડનાર મદનરેખાનો ધર્મસ્નેહ, ગંભીર દૃષ્ટિ અને ઉદારતા સાથે પરાર્થકુશળતા કેવી ! પોતાનો પતિ મરે છે એટલે પતિના ખૂની જેઠ રાજાની ચુંગાલમાં ફસાઈ પડવાનું છે ! પાછો એ પોતાની ઉપર આસક્ત બન્યો છે ! એને જો પોતે વશ ન થાય તો પોતાના પુત્રને વચમાં લાવી એ રાજા કઈ દુષ્ટતા પર જાય તેનો કોઈ પત્તો નથી. બધી જાત પરની વિકટ ઉપાધિ થી સમાધિ તરફ Page #95 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ વચ્ચે આ રાજાની હકુમતમાં બચાવનાર કોણ ? એટલે, પતિના મરણ વખતે પોતાના આ બધો સ્વાર્થ ભંગાતો નજરે ચઢે એવો છે; છતાં એ બધાનો હમણાં કોઈ જ વિચાર ન કરતાં, અત્યારે તો તત્કાળ ઉપસ્થિત થયેલ પતિના પરલોકનો વિચાર જ એણે મુખ્ય ર્યો ! એ પણ એક મહર્ષિને છાજે એવી ભવ્ય તત્ત્વવાણી સુણાવીને, ને દુષ્ટ જેઠ પ્રત્યે પણ ભારોભાર ક્ષમાના દાન કરાવીને ! | મુનિ કહે છે, “હે ચન્દ્ર ! બધી પંચાતી મોહના ઘરના સ્નેહમાંથી ઊભી થાય છે. મોહ-સ્નેહ વિટંબણા અને કલેશ કલ્પાંત વિના કશું સારું આપી શકતો નથી. ત્યારે ધર્મસ્નેહ તો ધર્મના મમત્વ જગાવીને સામાના વિશેષ આત્મહિતનું લક્ષ ઊભું કરે છે, એની જ ચિંતા કરાવીને એ માટેનો પુરુષાર્થ કરવામાં તત્પર રાખે છે, અને સુખદ પરિણામની પરંપરાનો સ્વામી બનાવે છે. પણ આ બધી સમજ તે વખતે મારામાં નહોતી અને મોહાંધ સ્નેહમાં હું તણાયો ! પરિણામ એ આવ્યું કે વિજ્ઞસંતોષીઓએ રાજાને ચઢાવવાનું કર્યું. “આ મંત્રી તો એની પત્નીમાં બહુ આસક્ત છે, અને પત્ની પણ એનામાં અત્યન્ત આસક્ત છે. બે કદી છૂટા ન પડી શકે,” વગેરે વગેરે કાન ભંભેરણી એમણે કરી અને અમારા પર મહાન આપત્તિ વરસવાના વાદળ ઊભા કર્યા ! અસહિષ્ણુતા અને ઈર્ષાની નાગણ : હે ચન્દ્ર ! આ જગતમાં માણસને કાં સાચી પ્રવૃત્તિ આખા દિવસભરની હોતી નથી, અગર હોય છે તો એને ખોરબે રાખીને પણ અસહિષ્ણુ દિલની ખોટી ખણજને લીધે આવી ઇર્ષાભરી ગલીચા પ્રવૃત્તિમાં રાચે માચે છે, એમાં એને પોતાને શું મળવાનું હોય છે ? કાંઈ જ નહિ. પરંતુ ઝેરીલી નાગણ જેવી આ ઝેરીલી દષ્ટિ દુષ્કૃત્યોના ઝેર ઓકાવ્ય જ રાખે છે. કહે છે ને “સાપ ખાય ને મુખડું થોથું,' કોઈને સર્પ ડેસે ત્યારે ગામડામાં કહેવાય છે કે “આને સાપે ખાધો.' હવે જો સાપ ખાતો હોય તો સાપના મોમાં કાંઈ આવવું જોઈને ને ? પણ ના, ઉપાધિ થી સમાધિ તરફ Page #96 -------------------------------------------------------------------------- ________________ અહીં તો એનું મુખડું થોથું એટલે કે ખાલી જ રહે છે, મોમાં કાંઈ જ આવતું નથી, ને મોંનું ઝેર બહાર જાય છે. બસ, એજ રીતે અસહિષ્ણુ અને ઈર્ષ્યાભર્યા માણસોને પોતાને કાંઈ લાભ ન થતો હોય છતાં પોતાનું ઈર્ષાદષ્ટિ અને અધમ વિચારનું ઝેર અધમ પ્રચાર દ્વારા અને અધમ યોજનાઓ મારફતે બહાર ફેલાય છે. વાત પણ બરાબર છે કે અસહિષ્ણુતા અને ઇર્ષ્યા કેટલા બધા ઝેરીલા બને છે ! માનવ જીવનનો જે અમૂલ્ય કાળ તો અનાદિની ખોટી આદતો, દુષ્ટ વૃત્તિઓ અને દોષ-દુર્ગુણોને ભૂંસી નાખવા માટે મળ્યો છે, મહા પુણ્યયોગે મળ્યો છે, એને એ જ નભાવવા-પોષવામાં વપરાય એ કેટલું બધું ખતરનાક ! આપણી ભૂલભાલની વાત આવે ત્યારે બચાવ તો કરીએ છીએ કે “શું કરીએ, અનાદિના સંસ્કાર છે, પરંતુ એ જોતા નથી કે (1) આવા બચાવ પૂર્વભવોમાં શું નહિ કર્યા હોય ? ખેર, આ જન્મમાં તો ક્યારનાય બચાવ કરતા આવ્યા, તો શું સુધારો થઈ ગયો ? (2) વળી, આવા ઊંચા આત્મ-સંશોધન-સુધારણાનો ભાવ પૂરો થયા પછી શું પછી આવો ઊંચો ભાવ ઝટ મળશે ? અને કદાચ જો મળશે તો મનનો ખોટો બચાવ કરવાની આદત ત્યાં શું સાથે નહિ આવે? મનને નિર્ધાર કેમ ન થાય કે “આ ભવ જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી મારી કુટેવો, દુષ્ટ વૃત્તિઓ અને દુર્ગુણોને તોડી નાખવા મથીશ ! દુઃખ-નાનમ-આપત્તિ વેઠીને પણ આ મહાન કાર્ય કરીશ ! આ ન કરું તો માનવમગજ અને માનવ શક્તિઓ પામ્યો શા માટે ? શું પટપટારા ભરવા અને જડ વિષયો પાછળ નાચવા ? મુનિ કહી રહ્યા છે કે જ્યારે વિજ્ઞસંતોષીઓએ રાજાને જઈને અમારા ગાઢ પ્રેમની વાત કરી, ત્યારે રાજા કહે છે, “પ્રેમ તો હોય. કયા સુશીલ પતિ-પત્નિને પ્રેમ નથી હોતો ? 88 ઉપાધિ થી સમાધિ તરફ Page #97 -------------------------------------------------------------------------- ________________ પેલા કહે છે, “મહારાજ ! આ પ્રેમ જુદો. એકબીજાનો વિરહ ખમી શકે નહિ એવો એ છે. તમારે પારખું કરી જોવું હોય તો જુઓ, વિરહમાં અવનવું જોવા મળશે !' રાજાની યોજના : રાજા, વાજાં ને વાંદરા, ત્રણેયની એક સ્થિતિના શા ભરોસા ? મંત્રી પર અથાગ પ્રેમ અને વિશ્વાસ છતાં એણે એક પોતાના મનથી સાદી પણ ખરેખર જે ભયંકર નીવડી એવી પરીક્ષા કરવાની યોજના મનમાં ઘડી કાઢી; અને તે અનુસાર મને રાજય વ્યવસ્થા સોંપીને પોતે યુદ્ધ જવાનું નક્કી કર્યું. યુદ્ધબુદ્ધ શાનું ? ખોટો પેતરો જ હતો, છતાં મારે જવાનું નહોતું તેથી મને આનંદ થયો. શાથી એ તું સમજી શકે છે ને ? મોહને પનારે પડેલા જીવની કેવી દુર્દશા હોય છે ! અતિશય રાગમાંથી અનર્થ : હે ચન્દ્ર ! અધિક પડતા રાગની મોટી મોંકાણ છે ! એવા રાગાંધના હૈયાં એટલા બધા નબળાં પોચલાં બને છે કે પછી ત્યાં ઉમદા સાત્ત્વિક વિચારણાઓ માટે અવકાશ રહેતો નથી, સારી વાતો જીવનમાં ઉતારવા માટે પુરુષાર્થ જાગતો નથી.” આજે શું છે ? લક્ષ્મી અને હોદ્દાના અધિક પડતા રાગ જ મલિન વિચારણાઓને અધમ કૃત્યો આચરાવે છે ને ? મુનિ કહે છે “હે ચન્દ્ર ! દિલ તો એટલું બધું વિશાલ અને ધરાયેલું બનાવવું જોઈએ કે કુવિચાર અને કુયોજનાઓને એમાં સ્થાન ન મળે. પણ એ ક્યારે બને ? રાગમૂઢતા ઓછી થાય તો ને ? સુજ્ઞ યુવક ! ભૂલતો મા, ભવિષ્યના દીર્ઘ કાળપંથે હજી જે પ્રયાણ કરવાના છે, તે સુખદ અને શાબાશીભર્યા તો જ બનશે કે જો આપણે સઘળા દોષોના મૂળભૂત આ રાગ પર ભારે અંકુશ મૂકીશું. બધાય અનર્થો મૂળભૂત અતિશય રાગમાંથી જન્મે છે. દુનિયાની સારી સારી ચીજો, ધનસંપત્તિ, ઘરદુકાન, કુટુંબપરિવાર, માનપાન વગેરે પર વધારે પડતા આકર્ષણ થાય છે તો ઉપાધિ થી સમાધિ તરફ 8 9 Page #98 -------------------------------------------------------------------------- ________________ એમાંથી કેઈ અનર્થો અને કેઈ અસદ્ આચરણો ઊભા થાય છે. હે ચન્દ્ર ! આવા સમજદાર અને સશક્ત માનવરૂપી મહાપ્રાણી બન્યા પછી શા માટે એટલા બધા લહેવાઈ જવું જોઈએ ? પણ જો જે કે ઉપાધિ ચીજ જ એવી છે કે સામાન્ય જીવને સહેજે સહેજે પોતાના તરફ નિર્વિચાર આકર્ષણ, આંધળો રાગ, અને પલટો પામતો કરી દે છે, માટે ઉપાધિથી જેટલા આઘા રહ્યા તેટલું એ આકર્ષણ, એ રાગ અને એ લહેવામણથી બચાશે. નહિતર તો સમજજે કે ઉપાધિ આ રાગાદિ આધિના ભારે તોફાન જગાવી કેઈ દુઃખ-સંતાપની આગ સળગાવે છે. મંત્રીને તેડાવે છે : રાજા તો લશ્કર લઈને બહાર ગયા પછી એણે એક માણસ મોકલીને મને કહેવડાવ્યું કે “લડાઈ અંગે તમારી ખાસ જરૂર છે માટે તરત આવી જાઓ.” હવે ? રાજાનો હુકમ એટલે બીજો વિચાર કરવાનો નહિ. તેથી હું પત્ની સરસ્વતીને આશ્વાસન દઈ રાજા પાસે પહોંચી ગયો. રાજાએ બધો દેખાવ એવો રાખ્યો હતો કે મને કોઈ વહેમ પડ્યો નહિ. બે ચાર દિવસ એમજ પસાર થયા પછી રાજાએ મારાથી ગુપ્તપણે એક ખાસ માણસ મારી પત્ની પાસે મોકલ્યો.” મંત્રીના મરણના ખબર ? એણે જઈને ઉદાસ ચહેરે એને કહ્યું કે “મંત્રી લડાઈ બહુ બહાદુરીથી લડ્યા પરંતુ દુશ્મનનો સીધો ઘા લાગવાથી મરી ગયા !" “માણસ કહેવા જનારો આ તૂત જાણતો હતો. એને જોયું હતું કે હવે મારી પત્ની શું કરે છે. પણ મારા પર અથાગ પ્રેમભરી પત્ની પતિના એકાએક મૃત્યુ અને તેય પોતાની ગેરહાજરીમાં થયેલા મૃત્યુના સમાચાર સાંભળીને ક્યાં ઊભી રહે ?' “હે ચન્દ્ર ! જગતમાં બીજી કષ્ટ-તકલીફ સહવી હજી સહેલી છે, પરંતુ જ્યાં અથાગ પ્રેમ છે એના વિયોગના અને તેય કાયમી વિયોગના 90 ઉપાધિ થી સમાધિ તરફ Page #99 -------------------------------------------------------------------------- ________________ સમાચાર પણ સાંભળવા દુ:સહ છે. એમાંથી જે માનસિક આધિ ઉઠે છે એનો સંતાપ પારાવાર પીડા આપે છે ! માણસ એ બીજામાં નજરે જુએ છે પણ ખરો, છતાં પાછો પોતાને એવી આધિનો શિકાર બનાવનારી ઉપાધિને હોંશપૂર્વક વહોરે છે ! એ એની કેવી અજ્ઞાન અને મૂઢ દશા !" “હે ચન્દ્ર ! જ્યારે જગત પર શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવાનનું કલ્યાણશાસન મોજૂદ છે, અને એ સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રના ભવ્ય સાધનાપંથને પ્રકાશમાં મૂકે છે, એવો કે જે આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપને મિટાવી શકવા, તદ્દન નાબૂદ કરી દેવા સમર્થ છે, ત્યારે જીવ એ સાધના-પંથે વળી જવાને બદલે ઉપાધિઓના મજૂર બની એને માથે ઊંચકી ઊંચકીને ફરે એ એની કેવી કંગાલિયત ! બંને ત્રિપુટીનાં વહેણ જુદી તરફ : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આધિ-વ્યાધિ-ઉપાધિના તાપ મિટાવનારા શાથી ? કારણ સ્પષ્ટ છે. આધિ-વ્યાધિ-ઉપાધિનાં વહેણ જડ વસ્તુની તરફ છે, અને આત્માને એ તરફ ઘસડાવું પડે છે. પછી જડના સંપર્કમાં આત્મા તણાયો એટલે તાપ સિવાય બીજું કાંઈ જોવા મળે એમ નથી. કેમકે જડ વિષયો આત્માથી તદન પર વસ્તુ છે, આત્માને પરાધીન અને પામર બનાવનાર છે. જીવના કહ્યામાં એ નહિ, જીવના કબજામાં એ નહિ, જીવની સાથે એ કાયમી નહિ, જીવની ઇચ્છા કરતાં સવાયાં તો નહિ પણ હંમેશ અધૂરાં, પછી એ સંતાપ ન આપે તો બીજું શું આપે ? દુનિયામાં દેખો છો ને કે પત્ની કે પુત્ર જો કહ્યામાં નહિ, કબજામાં નહિ, કાયમી નહિ, ઇચ્છીએ એવા નહિ બલ્ક ઇયા કરતાં ઉપાધિ થી સમાધિ તરફ 91 Page #100 -------------------------------------------------------------------------- ________________ છે ! બસ એવો આ જડસંયોગ છે. આધિ-વ્યાધિ-ઉપાધિ એ જડ વિષયોના માર્ગે વહેનારા છે, એટલે એ ય શાંતિ, સ્વસ્થતા કે ઠંડક ક્યાંથી આપે ? ત્યારે, સમ્યગ્દર્શન વગેરે આત્માના માર્ગે વહનારા છે, ને જડની ફસામણમાંથી આત્માને છોડાવતા આવે છે; એટલે સહજ છે કે એ જડગામી આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રાસ-તાપમાંથી મુક્ત કરે જ. જડનાં ને આત્માનાં સગાં : આ સાયન્સ, આ વિજ્ઞાન બરાબર ઊંડા વિચારપૂર્વક લક્ષમાં ઉતારવાની જરૂર છે. જડના તરફ જેટલા તમે વહી જાઓ એટલા સરવાળે સંકટસંતાપમાં ઉતરશો, અને આત્મા તરફ જેટલા ચાલ્યા આવો એટલા શાંતિ, ઠંડક અને ફુર્તિ તરફ ચાલ્યા આવશો. બીજા શબ્દમાં કહીએ તો, આધિ-વ્યાધિ-ઉપાધિની ફસામણ સંકટ-સંતાપ આપે છે, ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો સત્સંગ શાંતિ, સ્ફર્તિ અને ઠંડક અર્પે છે. કેમકે આધિ વગેરે, એ જડના સાગ્રીત છે, અને સમ્યગ્દર્શનાદિ એ આત્માના સગાં છે. આત્મા જડથી અલિપ્ત હોત તો કોઈ પંચાતી નહોતી, પરંતુ આ તો જડના ગાઢ સંપર્કમાં છે, માટે જડનાં તોફાને એને સહવું પડે છે. સારા ઘરનો પણ છોકરો જો જુગારી વગેરે વ્યસનીઓના સંગમાં ભળે છે, તો એ તોફાનીઓના યોગે એને સહવું પડે છે. એવું જડના છંદે ચઢવામાં સમજવાનું છે; અહીં જડનાં તોફાન આધિ-વ્યાધિઉપાધિ છે, એ પારાવાર મુશીબતો અને બળતરા ઊભી કરે છે. પેલા છોકરાને પોતાના ઘર તરફ વાળનાર સમજુપણું, શિખામણ અને શરાફી વેપાર વગેરે સારી ચાલ છે, એમ અહીં આત્માને આત્મ-ઘર તરફ વાળનાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. સમ્યગ્દર્શન એટલે સમજુપણું, સમ્યજ્ઞાન એટલે શિખામણ અને સમ્યક્રચારિત્ર એટલે સારી ચાલ. માટે એ જ આધિ-વ્યાધિ-ઉપાધિમય સંસારના ત્રિવિધ તાપને મિટાવનાર છે. ઉપાધિ થી સમાધિ તરફ Page #101 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ધર્મ : આ સમ્યગ્દર્શનાદિ એ શુદ્ધ ધર્મ છે. મેલા ધર્મ જગતમાં ઘણા; પણ શુદ્ધ ધર્મ આ, અને શુદ્ધ ધર્મથી જ સંસારવાસનો અંત આવે એમ જૈન દર્શન કહે છે. પંચસૂત્રમાં લખ્યું છે કે સંસાર કેવો અને કેમ માટે : 'अणाई भवे दुक्खरूवे दुक्खफले दुक्खाणुबंधी एअस्स णं वुच्छित्ती सुद्ध-धम्माओ / ' સંસાર અનાદિનો છે, એ દુ:ખરૂપ છે, દુઃખનું કારણ છે, અને દુઃખનો પ્રવાહ વહેવડાવનારો છે. એનો ઉચ્છેદ શુદ્ધ ધર્મથી થાય છે. સંસારનું સ્વરૂપ પણ દુઃખમય, એનું કાર્ય પણ દુઃખ, અને એનું મર્મ પણ દુઃખની પરંપરાનું દાન. (1) સંસાર દુઃખરૂપ કેમ ? : એળિયાને ગમે તે ભાગમાં તપાસો તો ય કડવો જ જણાય, એમ સંસારને કોઈ પણ ભાગમાં જુઓ તો એ દુ:ખરૂપ જ જણાશે. જોતાં આવડવું જોઈએ. મોહ-મૂઢતારૂપી કમળાની આંખે જુઓ તો ઊંધુ જણાય; બાકી ચોખી દૃષ્ટિથી દેખો તો દુ:ખ સિવાય બીજું કંઈ નહિ જણાય. પ્ર.- બંગલા, બગીચા, વૈભવ, વિલાસ, વગેરે બધું સંસાર જ છે ને ? એ બધા તો સુખરૂપ દેખાય છે, એવું કેમ ? ઉ.- જોતાં ભૂલ્યા ! સુખરૂપ શાથી દેખાય છે? એટલા જ માટે કે એની પાછળ “મારે બંગલો વગેરે જોઈએ” એ ઝંખનાનું, એ વલવલાટનું દુ:ખ ઊભું થયું, છે. વળી “આ બંગલો વગેરે રહે તો સારું એવી ચિંતાનું દુ:ખ બેઠું છે માટે એ સુખરૂપ ભાસે છે. બાકી માથે દેવું ચઢી ગયું હોય, બંગલા પર રૂપિયા વ્યાજે લીધા હોય, વ્યાજ પણ મોટું ચઢતું હોય, બંગલાના ખરચા ભારે પડતા હોય તો તો એમ થાય છે કે સારી કિંમતમાં જો બંગલો વેચાઈ જાય તો સારું, હવે બંગલો ઉપાધિ થી સમાધિ તરફ Page #102 -------------------------------------------------------------------------- ________________ રાખવાની ચિંતા, વલવલાટનું દુઃખ ગયું તેથી એ બંગલો સુખરૂપ નહિ પણ દુઃખરૂપ લાગે છે. માટે કહો કે એ શું કે બીજું શું, સઘળો ય સંસાર અસલમાં દુ:ખરૂપ છે, કેમકે એ મૂળે વલવલાટ, ચિંતા વગેરે દુઃખના પાયા પર સુખનો આભાસ કરાવે છે. તૃષ્ણા, મમતા અને રાગ, ઇચ્છા, આતુરતા અને આશ્ચર્ય વગેરે ખંજવાળ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી જ વિષયોના સંપર્કરૂપી ખણવાનું સુખરૂપ લાગે છે. અને એ ખંજવાળ ખસ, ખરજવાની જેમ દુ:ખરૂપ જ છે. પ્ર.- ખરો અંદરનો સંસાર, આત્મા સાથે એકરસ બનેલો સંસાર, આ તૃષ્ણા-મમતા-રાગાદિરૂપ છે. તો એકલો એ જ દુઃખરૂપ છે, બાહ્ય વિષયોનો સંસાર ક્યાં દુઃખરૂપ બન્યો ? ઉ.- એ પણ દુઃખરૂપ એટલા માટે કે બાહ્ય સંસારના વિષયો આ તૃષ્ણા-મમતા-રાગાદિને ઉખેળે છે, સૂતેલા જગાડે છે, અને જાગેલા પગભર તથા પુષ્ટ કરે છે. અરે ! કહો કે વિષયો જાણે તૃષ્ણાદિમય બને છે, માટે એ પણ દુઃખરૂપ છે. તાવનો રોગ છે જ, પણ શ્રાવણ ભાદરવાની કાકડી પણ રોગરૂપ ગણાય છે. જુગારની હાર તો નિકંદન કાઢનારી છે જ, પરંતુ જુગાર પણ નિકંદન કાઢનારું જ ગણાય છે. ઝેર તો ઝેરી ખરું જ, પણ ઝરમિશ્રિત લાડુ પણ ઝેરી જ કહેવાય છે. બસ, એ જ પ્રમાણે આંતર તૃષ્ણાદિ તો દુ:ખરૂપ ખરા જ, પણ એના સ્થાનભૂત બાહ્ય વિષયોરૂપી સંસાર પણ દુઃખરૂપ છે. એ બંનેનાં જ રૂપકો છે. અનેક પ્રકારની માનસિક આધિઓ, શારીરિક વ્યાધિઓ અને બાહ્ય ઉપાધિઓ, એ બધા જ જ્યારે દુ:ખરૂપ હોવાનું સમજશો ત્યારે એની મોહમાયા પર તિરસ્કાર છૂટશે ! અને એને નિવારનારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પર અત્યંત રુચિ અને પ્રીતિ, શ્રદ્ધા અને અભિલાષા જાગશે, ક્યારે અને કેમ કેમ એ સાધું, એ તલવલાટ જાગતો રહેશે. 94 ઉપાધિ થી સમાધિ તરફ Page #103 -------------------------------------------------------------------------- ________________ સંસાર સારભૂત માન્યો છે માટે : વિચારી જુઓ કે આવા સંસારમાંથી કોણે સાર કાઢ્યો છે તે તમે કાઢી જશો. મોટા ચમરબંધી ચક્રવર્તીઓ અને ઇંદ્રો પણ કોઈ જ સાર કાઢી શક્યા નથી. “ના, અમે એમાંથી સાર નીકળવાનું તો સમજતા નથી.' એમ કહેતા મા; સાર નીકળવાનું ન સમજતા હો તો કદાચ કમ તાકાતે એને છોડી ન શકો. પણ એ તો કહો કે એની પાછળ માનવતાના ગુણો કેમ ગુમાવાય છે ? અસાર લક્ષ્મી લાવવા પાછળ કેટ-કેટલા પ્રપંચ અને જૂઠ ડફાણ હંકાર્યો રખાય છે ! કેટલી કારમી તૃષ્ણા અને અનીતિ સેવાય છે ! ઉપકારી માતા-પિતા અને ભાઈ-ભાંડુ સાથે પણ કેવા ઝઘડા કરાય છે ! સાધર્મિક ને સાધુ પર પણ કેવો અભાવ કેળવાય છે ! શું લક્ષ્મીને સારભૂત અને જીવન-સર્વસ્વ માન્યા વિના જ એ તુચ્છ ને ક્ષણિક માટી પાછળ નિજનું જીવન અને આત્મા માટી જેવો કરાય છે ? શું શરીરને મળતા માનસન્માન અને ભોગ સુખો સારભૂત અને કિંમતી માન્યા વિના એની પાછળ દંભ, ઈર્ષા, જોહુકમી વગેરે શિયાળિયા, કૂતરા વાઘ-વરુ આદિની રમત કરાય છે ? અલબત્ત માણસને જીવન-નિર્વાહ માટે વ્યવસાય કરવો પડે તેથી અધિકનો પણ લોભ થાય, કિન્તુ એની પૂર્તિ કરવા પાછળ માણસાઈ ગુમાવાય ? માણસાઈનો ઘાત કરનારા એ અસત્ય, અનીતિ, જીવઘાતક ધંધાધાપા, મદ, માયા વગેરેથી પાપો પરલોકમાં કેવાં જીહાછેદ, હસ્તછેદ, જીભ, દાંત, મુખ, હસ્ત વગેરેના રોગ, પશુ-પંખીના કે કીડા મંકોડાદિના અવતાર વગેરે કારમાં ફળ નીપજશે તે ભૂલાય ? પણ કહો કે લક્ષ્મીરૂપ સંસાર સારભૂત માન્યો છે માટે બધું ભૂલાય છે. ક્ષુદ્રતા-અહંકાર અને સ્વાર્થપરાયણતા, ઇર્ષ્યા, વેરઝેર અને નિંદા, શઠતા, જૂઠ અને અનીતિ, વિષયલંપટતા અને કષાયપ્રિયતા, ઇત્યાદિ દુર્ગુણો પશુની માફક કે તેથી અધિક માત્રામાં જેની ખાતરી કરવામાં આવે છે; એને સારભૂત માન્યા માટે જ કરાય છે ને ? એને તુચ્છ માન્યા હોત, દુઃખરૂપ માન્યા હોત તો કરાત? ઉપાધિ થી સમાધિ તરફ (૯પ Page #104 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીઓ કહે છે, અને વિવેક ચક્ષુથી જોઈ શકાય છે કે સંસાર નિસ્સાર છે, દુ:ખરૂપ છે. (2) સંસાર દુઃખફલક : સંસારનું કાર્ય પણ દુ:ખ ઊભું કરવાનું છે. માટે જ સંસાર એ એકલો દુઃખરૂપ નહિ પણ દુ:ખફલક પણ છે. અહીં પણ પરિણામે દુઃખ દેખાડે, અને પરલોકમાંય દુઃખના થોક વરસાવે. સંસાર શું છે ? બાહ્ય સંસાર વિષયોરૂપ અને આંતર સંસાર કષાયરૂપ. હવે જુઓ વિષયરૂપ સંસારની વિટંબણા : સંપત્તિ, સગાંવહાલાં, પ્રિયપદાર્થો વગેરે વિષયોના સંગમાં અહીં રોગો ને રગડા ક્યાં ઓછા થાય છે ? ઇષ્ટ વિષયોનો વિયોગ થતાં કેવા કલેશ, કષ્ટ અને કલ્પાંત જન્મે છે ! આજે દુનિયા ત્રાહિ-ત્રાહિ પોકારે છે એ શા કારણે ? વિષયોના લીધે જ ને ? સગાં-સ્નેહી સાથે પણ કોરટોમાં ઝગડવાનું ને એમના તરફથી બીજા ત્રાસ જન્મવાનું મૂળ તો વિષયોના-દુન્યવી પદાર્થોના કારણે જ ને ? ઘરસંસારમાં એકબીજાના ઊંચા મન, કડવા બોલ, અને કટુ વર્તાવ, આ બધું વિષયોના હિસાબે જ થાય ને ? એમ, કષાયરૂપ સંસાર પણ ક્યાં ઓછી વિટંબણા આપે છે? ક્રોધ કરતાં તો કરી નાખ્યો પણ પછી પસ્તાવાનો પાર રહેતો નથી; સામાના પ્રેમ-સર્ભાવ ખંડિત થાય છે; ને કદાચ આગળ વધીને જીવનભરના યા ભવોભવના વૈર-વિરોધ ઊભા થાય છે. અગ્નિશર્માએ ઉપાધિ થી સમાધિ તરફ Page #105 -------------------------------------------------------------------------- ________________ ક્રોધની પાછળ કેટલું ભોગવ્યું ? અહીં પણ અનર્થ ઓછા છે ? આપણા ક્રોધની પાછળ સામાના મન બગડી ગયા પછી એ આપણી વિરુદ્ધ પણ વર્તવા સંભવ છે, ને તેથી આપણે નુકસાન આપત્તિના ભોગ બનવું પડે છે. ક્રોધ કરનારને પોતાને પણ એની શારીરિક યંત્ર પર અસર પડે છે ને વિચિત્ર રોગો જન્મે છે, એમ આજના વિચારકો અને શોધકો પણ કહે છે. રોગ થયો એટલે એની પાછળ પૈસાના આંધણ, પીડાના કલેશ અને કેટલાય કાર્યો સદાવા ઉપરાંત ધર્મસાધવામાં ડખલ, ઇત્યાદિ સહેજે આવી ઊભા છે. ત્યારે ક્રોધિલાની આબરૂ કેવી ? સમાજમાં સ્થાન કેવું ? સારી સલાહ લેવા લાયક કે નેતા થવા તરીકેની લાયકાત કેટલી ? આમ ક્રોધ કષાયરૂપી સંસાર ફળમાં દુઃખ સિવાય બીજું શું સારું દેખાડે છે ? તો અભિમાન કષાય પણ, સામેથી શેરને માથે સવાશેરિયો મળવો જોઈએ. ત્યાં સમજાય કે કેવાં અપમાન, ને કેવી રીબામણ આપે છે ! કદાચ બીજાઓ સહી લે તોય એમના દિલમાંથી અભિમાનીનું સ્થાન ઘટે તો ખરું જ. “હું કાંઈ રાંક કે ભોટ નથી' એવું હુંપદ, હું બરાબર વિચારું-કરું છું. એવી આપમતિ, “મારું તે સારું અને સાચું જ આવો હઠાગ્રહ, આ બધા માન કષાયનાં રૂપકો છે; એની પાછળ જગતમાં ને જાતમાં જોઈ વળો, કેટકેટલા અનર્થો જન્મે છે ? હુંપદ, આપમતિ અને હઠાગ્રહના પરિણામે ભારે નુકસાન થયાની હકીકતોના તો આ જગતમાં મોટા ગ્રન્થો ભરાય ! હુંપદની પાછળ વાતવાતમાં પોતાની જ વડાઈ, ચતુરાઈ અને ચોક્કસતાના ગીત ગાવા તો માંડ્યા, પણ સામાના મગજ પર એની કેવી ઊંધી અસર થાય છે અને એના પરિણામે ઊલટી પોતાની કિંમત કેવી ઘટતી જાય છે એ ક્યાં જોવું છે ? તેમ, એવા કોઈ અવસરે પોતાની ગાયેલી વડાઈ ચતુરાઈ કેવી ઉપાધિ થી સમાધિ તરફ 97 Page #106 -------------------------------------------------------------------------- ________________ માથે પડે છે, અગર મૂર્ખતામાં ઉતરે છે, એ બધો વિચાર કરાય તો અનર્થનો ખ્યાલ આવે. ત્યારે આપમતિમાં તણાવાથી તો કેટલીય વાર ઠોકર ખાવી પડે છે ને નુકસાનમાં મૂકાવું પડે છે ! જીવનમાં મળતી દુર્લભ સોનેરી તકોને આપમતિમાં ગુમાવવાનું થાય છે, ને મનમાન્યા પણ અવળા રસ્તે, અવળી પ્રવૃત્તિમાં ચઢવાથી ભારે આગળ વધવાનું ચૂકાય છે, ને પોતાની કિંમતી શક્તિઓ મામૂલી વાતમાં વેડફાઈ જાય છે, તેમ નુકસાન વહોરવું પડે છે એ જુદું. તો, હઠાગ્રહમાં રાવણે ઈજ્જત ખોઈ ! મહામૂલું માનવજીવન ગુમાવ્યું ! આજે નવી પ્રજા આપમતિ અને હઠાગ્રહમાં ક્યાં અનર્થો નથી અનુભવતી ? તમારા જીવનમાં ય સંપત્તિનાશ, રોગ, સ્નેહભંગ, હાયબળતરા વગેરે દુ:ખદ પરિણામો જોયા છે ને ? બધાનો સાર એ છે કે ચાહ્ય હુંપદ હો, આપમતિ હો કે હઠાગ્રહ હો, એ બધા જે માનના રૂપકો છે, એ માન કષાયરૂપી સંસાર દુઃખફલક છે. ત્યારે શું માયા કષાય એટલે કે વક્રતા, દંભ, ભેદનીતિ, શઠતા, દાવપેચ વગેરેના પરિણામમાં સુખ મળે છે ? દંભી અને વક્ર માણસ બીજાનો વિશ્વાસ ગુમાવે છે, પ્રેમ ગુમાવે છે, પ્રતિષ્ઠા ગુમાવે છે. ત્યારે જેની પાસેથી સ્વાર્થ છે, એનો વિશ્વાસ ગુમાવ્યા પછી દુઃખ શું ઓછું લાગે છે ? પ્રેમને બદલે અરુચિ-દ્વેષ દેખવા મળે ત્યાં મન કેટલી વ્યથા અનુભવે છે ? પ્રતિષ્ઠા ખલાસ થઈ ત્યાં કેટકેટલી વિપદા ઊભી થાય છે ? બધું મૂળ દંભરૂપી આંતર સંસારના હિસાબે જ ને ? ભેદનીતિ કરવા જતાં, શઠતા રમવા જતાં, ને દાવપેચ ખેલવા જતાં પાસા ઊંધા પડ્યે ટાંટિયા કેવા ગળામાં ભરાય છે ! કેવા કેવા માર ખાવા પડે છે ! એ બધું જગતમાં જોવા મળે છે ને ? કદાચ પાસા સીધા પડે તો ય આગળ જતાં કેઈ નવા દુ:ખદ લફરા ઊભા થાય છે ! એવું જ લોભ, તૃષ્ણા, મમતા, રાગાંધતા, આસક્તિ વગેરે પણ, સારી રીતે દુઃખ, પીડા, સંતાપના ખાડામાં ઉતારે છે, એ દરેકના અનુભવનો વિષય છે. સટોડિયાના બેહાલ, ભાગીદાર કે નોકરોનો ઉપાધિ થી સમાધિ તરફ Page #107 -------------------------------------------------------------------------- ________________ ગોટાળો, ભાવમાં ઉથલપાથલ, લેવાના દેવા, સરકારી ટેક્ષોમાં ફસામણ, આ બધું મૂળ તો લોભ, તૃષ્ણા વધારી એના પર જ ને ? જેના પર રાગ, મમતા બહુ કર્યા એ અવસરે વાંકા થઈ બેસે ત્યારે ખેદનો પાર નથી રહેતો ! શોકનાં રોદણાં ચાલુ થઈ જાય છે ! અરે, એ વાંકા ન થાય પણ કોઈ રોગ કે બીજી વિટંબણામાં આવી જાય તો ય એ કેટલું દુઃખરૂપ બને છે ? અને નથી ને એનું મૃત્યુ થયું તો તો એના પર જીંદગીભર કલેશ-કલ્પાંતમાંથી ઉગારો ખરો ? ત્યારે માણસને કોઈ ને કોઈ વસ્તુની આસક્તિ વળગી, લગની જાગી તો એની પાછળ શું એ સુખી અને સ્વસ્થ બને છે ? આ વિશાળ પૃથ્વી પર નજર નાખશો તો દેખાશે કે નાની નાની કે મોટી મોટી દુઃખની પોક પડે છે તે વધારે પડતી આશા, આસક્તિ, મમતા, તૃષ્ણા વગેરેના મૂળમાંથી જ ઉઠેલી હોય છે. ટૂંકમાં, ક્રોધ-માન-માયા લોભરૂપી આંતર સંસાર એના નાચના પરિણામે દુ:ખોની આગમાં સળગાવે છે ! માટે સંસાર દુઃખફલક છે એ વાત નિર્વિવાદ છે. આ તો અહીંના દુઃખની વાત થઈ, પરંતુ પછી પરલોકના દુ:ખનો તો વિચારમાત્ર પણ કમકમાટી ઉપજાવે છે. બોલો છો ને “સુણી કંપે સમકિતવંત રે...' ? માનશો નહિ કે પરલોકમાં કોણ જોવા ગયું છે. તમારી નજર સામે કઈ કીડી-મંકોડા વગેરે નાના જંતુઓ અને પશુ-પંખી વગેરે મોટા પ્રાણીઓ દુ:ખી દુ:ખી દેખાય છે, તમારે નહિ ને એને એવી દુઃખમય સ્થિતિ ક્યાંથી ઊભી થઈ ? જીવ તો એ પણ છે ને તમે પણ છો છતાં કેમ આટલો બધો ફરક ? સમજવું જ પડશે કે પૂર્વ ભવના ખેલેલા બાહ્ય અને આભ્યન્તર સંસારના એ દુઃખદ પરિણામ છે. તો પછી એમ પણ નહિ કહેતા કે- “હશે, જોઈશું પડશે એવા દેવાશે, જે બનશે તે બનશે, આવું કેમ નહિ કહેવાનું ? કારણ છે, એ જ તિર્યંચ સૃષ્ટિના દુઃખો જોયા જાય એવા નથી હોતા. ઉપાધિ થી સમાધિ તરફ Page #108 -------------------------------------------------------------------------- ________________ પરલોકના ત્રાસ : મોટા રાજાનો ખાસ માનીતો ઘોડો પણ રાત પડ્યે તબેલામાં પૂરાય છે ત્યાં રાતભર ડાંસમચ્છરની પીડામાં રાત કેવી રીતે કાઢતો હશે એની કલ્પના છે ? પાછું શોભા માટે એના પૂંછડાના વાળ કાપી નાખીને ટૂંકા કરી નાખ્યા હોય ત્યાં એ ડાંસમચ્છરના ક્રૂર ડાંસની સામે શું રક્ષણ ? એવી સ્થિતિને એક રાત પણ સહવાનું ગજું છે ? ના, તો શું સમજીને કહો છો કે જોયું જાશે ? આ તો મામૂલી દુઃખનું દૃષ્ટાંત; તે સિવાયના આજના વિજ્ઞાનના અખતરા અને દવાઓના ઉત્પાદન માટે પશુ-પંખી-કીડાઓને કેવા રીબાવી-રીબાવીને કચરવામાં આવે છે, પીડવામાં આવે છે, અમેરિકાના કcખાનામાં યંત્રો દ્વારા પશુઓની ચામડી ઉઝરડવી, માંસ, લોહી, કલેજા વગેરે છૂટા પાડવા વગેરે કેવી કેવી ક્રૂરતાથી થાય છે, જીવોની કેવી કરુણ ચીસોના આર્તનાદ વાતાવરણમાં ગુંજીને કરુણતા સર્જી રહ્યા હોય છે, ને ભયંકરતા પ્રદર્શિત કરી રહ્યા હોય છે, એ બધું જાણો છો ? સાંભળતાં પણ કમકમાટી વછૂટે એવું એ ચિત્ર છે ! બોલવું સહેલું છે કે “પરલોકમાં જોઈ લઈશું' પણ આ હત્યાકાંડની રીબામણો અને ત્રાસ કલ્પનામાં લાવો તો સમજાય કે આવું સહવું કેટકેટલું મુશ્કેલ છે ? ત્યારે નરકની પીડાઓનું તો પૂછવું જ શું? તેમ, પૃથ્વીકાયાદિ જીવોની તો વળી કોઈ ઓરજ યાતનાઓ છે ! અને નિગોદ-કંદમૂળ લીલફુગ વગેરે એક શરીરમાં અનંત જીવોની જકડામણમાં તો નરક કરતાં ય અનંતગણું દુ:ખ છે. આ બધું શું છે ? વિષય-કષાયરૂપી સંસાર ખેલવાના પરલોકમાં દુ:ખ માટે પરલોકદષ્ટિએ પણ સંસાર દુ:ખફલક છે. (3) સંસાર દુઃખાનુબંધી છે. સંસારના દુ:ખસ્વરૂપ અને દુ:ખદ ફળે પતતું નથી. સંસાર એ પછી પણ દુઃખની પરંપરા ચલાવે છે. અહીં એક પ્રશ્ન થશે, પ્ર.- સંસારના યોગે બાંધેલા કર્મ તો પોતાનું ફળ એકવાર આપી રવાના થાય, પછી દુ:ખની પરંપરા ચાલવાનું ક્યાં રહ્યું ? ઉપાધિ થી સમાધિ તરફ 100 Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉ.- વિષય-કષાયરૂપી સંસારનું ફળ માત્ર પાપ કર્મ અને એનું દુ:ખ નથી; પરંતુ એ એ પાપ કર્મની સાથે વિષય-કષાયના કુસંસ્કારો પણ સંસાર સેવવામાંથી જન્મે છે. એ કુસંસ્કાર સહિતના પાપ કર્મોને અનુબંધવાળા પાપ કર્મ કહે છે. એ અનુબંધ એટલે ઝેર. ઝેર સાથે એ પાપ કર્મ ઉદયમાં આવે ત્યારે દુઃખના આગમન તો હોય છે જ, પરંતુ સાથે સાથે પેલા કુસંસ્કાર કહો મોહનીય કર્મ કહો, કે ઝેર કહો, એના લીધે દુખ બુદ્ધિ, દુષ્ટ વૃત્તિ, દુષ્ટ વલણ જાગતું રહે છે. એ તરત જ નવાં પાપકર્મની ફોજ ઊભી કરે છે કે જે પાછી આગળ ઉપર દુ:ખની પોઠ ઊભી કરે છે. ત્યાંય દુષ્ટ બુદ્ધિ આદિથી નવાં પાપ અને નવું દુઃખ અને એમાંય કુસંસ્કાર ને વિષય-કષાયની ભારોભાર લગની ચાલુ રહે છે. માટે કહેવાય છે કે સંસ્કાર મહત્ત્વના છે, એવાં પુણ્ય પાપ નહિ : આ જન્મ પછી પુણ્ય-પાપ સાથે આવે છે એ તો મામૂલી ચીજ છે, કેમકે એકવાર ફળ આપી દે એટલે પત્યું, પણ કુસંસ્કાર કે સુસંસ્કાર જે સાથે લાગી પડે છે, એ મહત્ત્વની ચીજ છે; કેમકે એ કેટલાય જન્મો સુધી ચાલ્યા કરે છે. એ સાથે લાગ્યા એટલે એનું દુષ્ટ કાર્ય થયા જ કરવાનું. તેથી જ ખાસ પુરુષાર્થ તો આ કરવાનો છે કે(૧) કુસંસ્કાર સામે શું? અનાદિના ચાલ્યા આવતા કુસંસ્કારોને મંદ પાડતા આવો, એને જરાય પોષણ ન આપો, એ માટે એને યોગ્ય ભારોભાર વિચારો કરવાનું છોડો, એની પોષક વિકથા-કૂથલી ન કરો, એને સતેજ કરનારા નિમિત્તોમાં જવાનું ઓછું કરી નાખો. (2) સુસંસ્કાર માટે શું ? : આની સાથે સાથે સુસંસ્કરણ કરતા રહો, સુસંસ્કારો ઊભા કરો, પગભર કરો, વારંવાર એનું પોષણ કરો. એ માટે “જગતના પદાર્થો સંયોગો અનિત્ય છે, જગતમાં જીવ અશરણ નિરાધાર છે, સંસારના ઉપાધિ થી સમાધિ તરફ 101 Page #110 -------------------------------------------------------------------------- ________________ સંબંધો વિચિત્ર વિચિત્ર થયા કરે છે, આત્મા એકલો જન્મ-મરે છે, એકલો કર્મ કરે- ભોગવે છે..વગેરે વગેરે ભાવનાઓ, તેમજ મૈત્રીકરુણા આદિ ભાવનાઓ ભાવતા રહો. તત્ત્વદષ્ટિ કેળવતા રહો, અધ્યાત્મના શાસ્ત્રોનું શ્રવણ-મનન કરતા રહો, પ્રભુભક્તિ-સાધુસેવાધર્મસાધનાઓને જીવનનું મુખ્ય કાર્ય બનાવ્યા કરો. આવું બધું થાય તો એના સુસંસ્કારો જે પડશે એ કેટલાય જન્મ સુધી અને યાવત્ મોક્ષ પામવા સુધી સાથે રહેશે, ને એ ઉત્તરોત્તર ઊંચી ઊંચી સામગ્રી-સગતિ આપવા સાથે સંપુરુષાર્થ કરાવ્યા કરશે. આ જો ન આવડ્યું તો જીવન છે એટલે કાંઈ ને કાંઈ વિચાર, વાણી, વર્તાવ રહેવાના; એ સારા નથી આવડતા માટે અધમ ચાલ્યા કરવાના; ને કુસંસ્કારો એથી પુષ્ટ બન્યા કરવાના. પછી આનું દીર્ઘ પરિણામ શું? એ જ કે એ લોથ ઊંચકીને દુર્ગતિના પંથે પડી જવાનું ! એમાં દુઃખો ભોગવ્યા કરવાનું ને હિંસાદિ પાપો કર્યા કરવાનું બનશે ! દુઃખના અનુબંધ ચાલ્યા કરશે ! આ બધું વિષય-કષાયરૂપી બાહ્ય-આંતર સંસારના કારણે જ ને ? માટે કહ્યું કે સંસાર દુઃખાનુબંધી પણ છે. આ દુઃખાનુબંધિતાના હિસાબે જ મોટા તીર્થકરના જીવ જેવાને દા.ત. મહાવીર પ્રભુના જીવ વિશ્વભૂતિને ચારિત્ર પામ્યા છતાં સંસારની આકાંક્ષા કરવાના પ્રતાપે ભવસાગરમાં બહુ ભમવાનું થયું. જીવમાત્રની ધર્મક્રિયાઓ અનંતીવાર સંસાર-લાલસાને લીધે જ નિષ્ફળ ગઈ, મોક્ષની અવસ્થા તરફ પગલા માંડનારી ન થઈ ! શું મિથ્યાધર્મની ઓળખ એ નિંદા : પંચસૂત્રકાર કહે છે કે સંસાર આવો દુ:ખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી અનંતાનંત કાળથી ચાલ્યો આવે છે, છતાં એનો પણ શુદ્ધ ધર્મથી અંત આવી શકે છે. અહીં “ધર્મમાં શુદ્ધ એવું વિશેષણ લગાડ્યું, શું કારણ? એજ કે જગતમાં સોનું, મોતી, હીરા વગેરે કિંમતી વસ્તુની 102 ઉપાધિ થી સમાધિ તરફ Page #111 -------------------------------------------------------------------------- ________________ જેમ નકલો ચાલે છે, તેમ મહાકિંમતી ધર્મનામની ચીજની નકલો ચાલે છે. એમાં અશુદ્ધ ધર્મ ન પકડાઈ જાય, એનામાં સંસારનો અંત કરવાની શક્તિના વિશ્વાસે ન રહેવાય, એ માટે શુદ્ધ ધર્મ લીધો. ધ્યાનમાં રાખજો કોઈ ધર્મની નિંદા નથી કરવાની, પરંતુ અશુદ્ધ ધર્મ અને શુદ્ધ ધર્મ વચ્ચે વિવેક જરૂર કરવાનો છે. કેમ કે એક ધર્મ સંસારનો અંત કરનાર નહિ અને બીજો ખરો, એ સમજવું જોઈએ. જગતમાં પણ એક સાચું સોનું અને બીજું કથીર, એમ ભેદ પાડીએ તે શું કથીરની નિંદા કરીએ છીએ ? એક સમજદાર ઘોડું અને બીજું અબુઝ ગધેડું, એમ ઓળખ કરીએ, ત્યાં શું ગધેડાની નિંદા છે ? ના, હરગીઝ નહિ, તો પછી એક શુદ્ધ ધર્મ અને બીજો અશુદ્ધ ધર્મ, એ રીતે ધર્મનાં લક્ષણ જોઈને વિવેક કરીએ એમાં અશુદ્ધ ધર્મની નિંદા નથી. એવું જ અશુદ્ધ દેવ-ગુરુ બાબતમાં પણ ઓળખ માત્ર છે, નિન્દા નથી. જો આટલી ય ઓળખ કરવાની ન હોય, વિવેક કરવાનો ન હોય, તો દુનિયામાં જે હિંસાના ધર્મ ચાલ્યા, વ્યભિચારના ધર્મ ચાલ્યા, એને પણ નિન્દાના ભયથી અશુદ્ધ નહિ કહી શકાય. એટલે કે એને ય આદેય અને મોક્ષસાધન તરીકે માનવા પડશે ! પણ હૃદય તેમ માનવા ના પાડે છે. શુદ્ધ ધર્મ કયો? : દુઃખાનુબંધી સંસારનો ઉચ્છેદ શુદ્ધ ધર્મથી થાય. એનો ભાવ એ છે કે અશુદ્ધ ધર્મથી સંસારનો ઉચ્છેદ ન જ થઈ શકે. ત્યારે, પ્ર- આ આવીને ઊભો રહે છે કે શુદ્ધ ધર્મ કોને કહેવો ? ઉ.- જૈન દર્શનનો એ છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ શુદ્ધ ધર્મ છે. ધર્મના આમ બે વિભાગ આવે છે; એક શ્રત ધર્મ અને બીજો ચારિત્ર ધર્મ. એમાં શ્રત ધર્મ તરીકે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આવવાના અને ચારિત્ર ધર્મ તો સમ્યક ચારિત્ર છે જ, અહિંસા, સંયમ ઉપાધિ થી સમાધિ તરફ 103 Page #112 -------------------------------------------------------------------------- ________________ અને તપ એ ત્રિપુટીને પણ ધર્મ કહેવાય છે, એનો સમાવેશ સમ્યગ્દર્શન જ્ઞાન પૂર્વકના ચારિત્ર ધર્મમાં થવાનો. દાન-શીલ-તપ-ભાવના રૂપ ધર્મનો પણ એમાં સમાવેશ કરાશે. શ્રાવક ધર્મ અને યતિધર્મ પણ એમાં જ સમાવેશ કરાશે. તાત્પર્ય, સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર, એ શુદ્ધ ધર્મ છે. સંસારના આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપ મિટાવવા છે ને ? તે આનાથી મિટશે. હવે અહીં. જરા ઊભા રહેવાનું છે, વિચાર કરવાનો છે. તમે તો જન્મથી જૈન છો જૈન કુળમાં જ જન્મી ગયેલા છો એટલે એમ માની જ લો છો ને કે અમને તો શુદ્ધ ધર્મ જ મળી ગયો છે ? ‘હા’ કહેતાં પહેલા જરા ખમો, અને એ વિચારી જુઓ કે દર્શન-જ્ઞાન-ચારિત્ર તમારા અંતરાત્મામાં દ્રવ્ય દર્શન, દ્રવ્ય જ્ઞાન, અને દ્રવ્ય ચારિત્ર રૂપે ઉતર્યા છે કે ભાવ દર્શન, ભાવજ્ઞાન અને ભાવ ચારિત્ર રૂપે ? વળી કહેશો કે આ પાછું દ્રવ્ય દર્શન શું ને ભાવ દર્શન શું ? ચાર નિક્ષેપા : દુનિયામાં વસ્તુ માત્ર ચાર નિક્ષેપ એટલે કે ચાર રૂપે હોય છે, નામ રૂપે, સ્થાપના રૂપે, દ્રવ્યરૂપે અને ભાવરૂપે. છોકરાનું નામ પાડ્યું “ઇન્દ્ર, ત્યાં એ છોકરો ઇન્દ્ર તરીકે ઓળખાય છે, પણ શું એ સાચેસાચ ઇન્દ્ર છે ? ના, માત્ર નામરૂપે ઇન્દ્ર છે. એમ ઇન્દ્રની મૂર્તિ કે ચિત્ર, એ સ્થાપના રૂપે ઇન્દ્ર છે. ત્યારે ખુદ ઇન્દ્ર પણ જયારે સભામાં સિંહાસન પર બેસી ઇન્દ્રપણાની ઠકુરાઈ ભોગવવાની અવસ્થામાં નથી, ત્યારે એ દ્રવ્ય ઇન્દ્ર છે. દ્રવ્ય એટલે ભાવનું કારણ. ઇન્દ્ર બરાબર સિંહાસને આરૂઢ થઈ દેવસભાના નેતા રૂપે ઇન્દ્રપણાના પૂરા દમામની અવસ્થામાં હોય ત્યારે એ ભાવ ઇન્દ્ર છે. ભાવદર્શનાદિ દર્શનાદિનો ભાવ : બસ, આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સમજવાનું છે. નામ રૂપે ઉપાધિ થી સમાધિ તરફ 1 /4 Page #113 -------------------------------------------------------------------------- ________________ ને સ્થાપના રૂપે તો સમજાય એવું છે, દર્શનાદિ દ્રવ્ય રૂપે એટલે ભાવદર્શનાદિના કારણરૂપે સમજવાના છે. આપણે મુખ્ય કામ છે ભાવદર્શનાદિનું; કેમકે એ શુદ્ધ ધર્મ તરીકે બની સંસારનો ઉચ્છેદ કરનારા છે. એ ભાવદર્શનાદિ લાવવા માટે દર્શનાદિના ભાવ કેળવવા પડશે. ભાવદર્શન માટે દર્શનનો ભાવ લાવો, ભાવજ્ઞાન માટે જ્ઞાનનો ભાવ લાવો, તથા ભાવ ચારિત્રને માટે ચારિત્રનો ભાવ લાવો. ભાવદર્શન એટલે દર્શનનું મુખ્ય અસલી સ્વરૂપ. શું છે ? એ જ કે સર્વશે કહેલા તત્ત્વનું યથાર્થ દર્શન થયું હોય, એ તત્ત્વો પ્રત્યે આત્મામાં તે તે તત્ત્વને યોગ્ય પરિણતિ થઈ હોય. આવું ભાવદર્શન પ્રગટાવવા માટે દર્શનનો ભાવ લાવવો એટલે જીવાજીવાદિ નવ તત્ત્વને જ્ઞાનીએ જેવા સ્વરૂપવાળા કહ્યા છે, તેની પ્રત્યે તે સ્વરૂપને મળતી લાગણી ધરવી. જીવ-અજીવ એ શેય જાતના તત્ત્વ છે, ઉદાસીનતા રાખવા યોગ્ય તત્ત્વ છે. તો આત્મામાં એને યોગ્ય પરિણતિ થઈ હોય. ઉદાસીનતાને યોગ્યભાવ : હૈયે સચોટ વસી ગયું હોય કે જીવ-અજીવ પ્રત્યે રાગદ્વેષ કરવા જેવા નથી, પણ ઉદાસીન ભાવ જ રાખવા જેવો છે. કોઈ જીવો મને ગમે તેવા દુન્યવી સુખ દેનારા દેખાતા હોય, નેહી સંબંધી હોય, તોય એ રાગના વિષય બનાવવા જેવા નથી; તેમ કોઈ જીવો મને ગમે તેવાં દુઃખ દેનારા દેખાતા હોય, દુશ્મન જેવા લાગતા હોય, તોય એ દ્વેષનો વિષય, અરુચિ-ઇતરાજીનો વિષય બનાવવા જેવા નહિ.' અર્થાત જીવો પર રાગદ્વેષ કરવા યોગ્ય નહિ. એમજ સુખદ કે દુ:ખદ જડ પદાર્થો પણ રાગ કે દ્વેષથી નિરખવા યોગ્ય નથી. એ બધા જ જીવ અને જડ પ્રત્યે ઉદાસીન વૃત્તિ જ રાખવી જરૂરી છે. મારું હૃદય માનતું હોય કે “તમે બધા જીવ અને જડ મારા સુખ-દુઃખના કરનાર નથી, મારા ઉપકારી અપકારી નથી. મારું કાંઈ બગડે તો એ મારા રાગદ્વેષ બગાડે છે, મારું સુધરે તો એ મારા દેવ-ગુરુ-ધર્મના પ્રતાપે સુધરે છે. ઉપાધિ થી સમાધિ તરફ 105 Page #114 -------------------------------------------------------------------------- ________________ માટે તમારા પ્રત્યે શા હરખ-શોક ધરું ? જીવ કે જડ માટે તમે બહુ સારા અગર ખરાબ” એવું શા સારુ માનું-સમજું ? તમારે ને મારે કોઈ લેવાદેવા નથી. બસ, આવું મારું દિલ ક્યારે બને, ! આવી જે તમન્ના, એ જીવ-અજીવ તત્ત્વની શેયતા, ઉદાસીન વિષયતાને યોગ્ય પરિણતિ કરી કહેવાય. પરિણતિ અને સંવેદનનો તફાવત : અહીં એક વસ્તુ સમજી રાખજો કે સમ્યગ્દર્શન તત્ત્વ પરિણતિ રૂપ કહ્યું છે. તે પરિણતિ તત્ત્વના શ્રદ્ધાનુભવ, રુચિ-અનુભવરૂપે લેવાની છે, પણ નહિ કે તત્ત્વયોગ્ય અમલરૂપે; અમલ તો સંવેદનમાં જશે. તત્ત્વની સાથે સંબંધ ત્રણ રીતે થાય, 1. પ્રતિભાસરૂપે, 2. પરિણતિ રૂપે અને 3. સંવેદન રૂપે. મિથ્યાદષ્ટિ જીવ કોઈ દુન્યવી લાલસાવશાત્ ચિનોક્ત તત્ત્વનો બોધ તો કરે, પરંતુ એને એની હાર્દિક શ્રદ્ધા ન હોય; તેથી એને તત્ત્વનો પ્રતિભાસમાત્ર થયો, પરિણતિ નહિ. પણ જેને એના ઉપર હાર્દિક શ્રદ્ધા થઈ, હૈયે સચોટ વસી ગયું, અર્થાત્ હવે અંતરાત્માનો આંતરિક નાદ ઉઠે છે કે “આ તત્ત્વ બરાબર આ રૂપે જ છે' ત્યારે એ પરિણતિરૂપ કહેવાય. પરંતુ આ આટલું જ; અર્થાત હજી શ્રદ્ધા થઈ, પરંતુ તેને અનુરૂપ અમલ નથી કરી શકતો, જયારે અમલ કરશે ત્યારે એ અમલ સંવેદન કોટિમાં જશે. તત્ત્વનો શ્રદ્ધા અનુભવ જુદો. અને અમલ અનુભવ જુદો. ત્યારે અહીં પ્રશ્ન થશે. પ્ર.- તત્ત્વ તો જીવ-અજીવ વગેરે છે, એની શ્રદ્ધા અને અમલમાં શો ફેર ? જીવ-અજીવમાં શ્રદ્ધા ઉપરાંત અમલ શો કરવાનો ? ઉ.- જીવ, અજીવ વગેરે તત્ત્વોના ત્રણ વિભાગ છે. જીવ અને અજીવ એ શેય તત્ત્વ છે. પાપ, આશ્રવ અને બંધ એ હેય (ત્યાય) તત્ત્વ છે, ત્યારે પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ ઉપાદેય તત્ત્વ છે. ઉપાધિ થી સમાધિ તરફ 106 Page #115 -------------------------------------------------------------------------- ________________ (1) તત્ત્વનો પ્રતિભાસ : શેય, હેય, ઉપાદેય-ત્રણેય પ્રકારના તત્ત્વનો તો પ્રતિભાસ એક જાતનો જ. એનું જ્ઞાન માત્ર હોય, પરંતુ આત્મા પર તેની કોઈ યોગ્ય અસર નહિ; ઊલટી ઊંધી અસર હોય. દા.ત. જીવ, અજીવ જાણવા છતાં મન કબૂલ ન કરતું હોય કે “આ જીવ-અજીવની જે વ્યવસ્થા સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવે બતાવી છે તે તેવી જ છે, બરાબર છે.” ઊલટું મનને લાગતું હોય કે આમ તે હોતું હશે ? એમ, પાપ-આશ્રવ-બંધ તત્ત્વનું જ્ઞાન માત્ર થયું, પણ રૂચિ નહિ, શ્રદ્ધા નહિ, અને યોગ્ય અસર નહિ. એમ નહિ કે આ પાપ વગેરે તરફ ધૃણા થાય, એના તરફથી કોઈ ભય લાગે. એમાં અકળામણ ન થાય, હૃદય કંપે નહિ, ચિંતા ન રહે કે “અરે ! આ પાપ વગેરે સેવ્યે જાઉં છું પણ એમાં મારા આત્માનું શું થશે ? આવા ઊંચા ભાવમાં આવું કાર્ય કરવાનું ?' વગેરે વગેરે કોઈ લાગણી, કોઈ અસર, કોઈ ચોટ ન લાગે. બસ કોરેકોરું જાણી લીધું કે “જૈન ધર્મમાં આને આને પાપ કહ્યાં, આટલા આશ્રવ, આ આ બંધ.” એવી રીતે પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષનું કોરું જ્ઞાન માત્ર હોય, એના પર યથાર્થપણાની શ્રદ્ધા નહિ. “પુણ્ય એ જિનેન્દ્રદેવે વર્ણવ્યા મુજબ છે, ધર્મસામગ્રી તરીકે ઉપયોગી છે; જિનવચનાનુસારી સંવર-નિર્જરા એ જ આત્મહિતકારી પ્રવૃત્તિ છે, મોક્ષ સર્વજ્ઞ ભગવંતે કહ્યો તે જ પ્રમાણે છે; અને એ જ મારું અંતિમ લક્ષ્ય છે. અહો આ બધું ક્યારે મળે !" સંવર વગેરે પ્રત્યે આવી કોઈ જ લાગણી નહિ, એના પ્રત્યે કોઈ જ હરખનું, એમાં જ આશ્વાસનનું, નિશ્ચિત્તિતાનું વલણ નહિ ! ઊલટું એનાથી બીએ, “આ સંવર, નિર્જરાથી તો આપણે દુઃખી થઈ જઈએ ! આનાથી તે સુખ મળતું હશે !..." આવો આવો ભ્રમ રહ્યા કરે. આ સ્થિતિમાં તત્ત્વો સાથે કદાચ બોધ થવા દ્વારા સંબંધ થયો, પણ તે માત્ર પ્રતિભાસરૂપ સંબંધ કહેવાય. (2) તત્ત્વની પરિણતિ : ત્યારે તત્ત્વ સાથે પરિણતિરૂપ સંબંધ થવામાં જ્ઞાન ઉપરાંત તત્ત્વની ઉપાધિ થી સમાધિ તરફ 107 Page #116 -------------------------------------------------------------------------- ________________ રુચિ, શ્રદ્ધા, પ્રતીતિ જોઈએ. અંતરાત્મામાં એમ થાય કે “આ આ તત્ત્વ સર્વજ્ઞ ભગવાને કહ્યા તે યથાર્થ છે, તે મુજબ જ છે; એમાં પંચ માત્ર ફરક નથી, ખોટાપણું નથી. એમાં કેટલીય વસ્તુ મારે પ્રત્યક્ષ નથી, છતાં વીતરાગ સર્વજ્ઞ કહી છે માટે બધી બરાબર સાચી છે, વિસ્તૃત કથન કર્યું છે તે અણીશુદ્ધ સાચું છે.” આ હૃદયથી સાચું લાગ્યાનું પ્રતીક છે કે તે તે તત્ત્વોની પ્રત્યે તેનાં સ્વરૂપ પ્રમાણે વલણ ઘડાય, સ્વરૂપને અનુરૂપ લાગણી ઊભી થાય. હજી અમલ કદાચ ન કરી શકતો હોય, પણ મનનું અનાદિનું ધોરણ ફરી ગયું હોય. પહેલાં તે તે તત્ત્વ પ્રત્યે પ્રતિભાસમાં કહ્યું તેવું જે ધોરણ હતું, તે હવે ઊલટું થઈ ગયું. આનું નામ તત્ત્વની પરિણતિ. (i) શેયતત્ત્વની પરિણતિ એટલે? : જીવ, અજીવ એ શેય તત્ત્વ છે, નહિ હેય, નહિ ઉપાદેય, એટલે કે “જીવ, અજીવ પ્રત્યે શુદ્ધ જ્ઞાતૃ દૃષ્ટિભાવ રાખવાનો છે; શુદ્ધ એટલે કોઈ રાગદ્વેષના સંમિશ્રણવાળું જ્ઞાન-દર્શન નહિ, પણ ઉદાસીન જ્ઞાન દર્શન, તટસ્થભાવનું જ્ઞાન દર્શન. તો જીવ અને અજીવ એ આવા શુદ્ધ શેય તત્ત્વ છે. એની એ રીતની શ્રદ્ધા બની ત્યારે કહેવાય કે આ વસ્તુ-સ્થિતિને યોગ્ય પરિણતિ, એને યોગ્ય વલણ પોતાના આત્મામાં ઊભું થયું હોય. એને યોગ્ય વલણ એ, કે અંતરાત્મા કબૂલ કરે કે “મારો આત્મા મૂળમાં વીતરાગ સ્વભાવનો અને જડ-ચેતન જગતથી તદ્દન ન્યારો છે, અલિપ્ત છે. મૂળ સ્વભાવે મારે એની સાથે કોઈ લેવાદેવા નથી. હા, અત્યારે હું કોઈને રાગની ને કોઈને દ્વેષ-અરુચિની નજરથી જોઉં છું ખરો, પરંતુ તે બધું મારો વિભાવ છે. ધીરે ધીરે મારે તો સ્વભાવની નજીક થવાનું છે, અને જીવ-અજીવ માત્રને મારે શુદ્ધ ય રાખવાના છે;' આવું વલણ જાગી જાય એ જીવ-અજીવ તત્ત્વની પરિણતિ. તપાસજો, મોટા ઇન્દ્રના ઠાઠ કે મોટી નરકની ભઠ્ઠીઓ પ્રત્યે કોઈ રાગ દ્વેષ કર્યા વિના એને શુદ્ધ ય તરીકે ઉદાસીન ભાવથી જ જોવા નવાજવાના કોડ થાય છે ને ? તો શેય તત્ત્વની પરિણતિ આવી. 108 ઉપાધિ થી સમાધિ તરફ Page #117 -------------------------------------------------------------------------- ________________ (ii) હેય તત્ત્વની પરિણતિ : હવે જુઓ, સર્વજ્ઞ ભગવાને પાપ, આશ્રવ અને બંધ તત્ત્વને હેય કહ્યાં છે, તો એ પોતાના દિલને બરાબર હેય લાગે, એ ત્યાજ્ય જ ભાસે, એની પ્રત્યે હેયતાને યોગ્ય વલણ ઊભું થાય. જેમ કોઈ અયોગ્ય શેઠને ત્યાં કોઈને કદાચ નોકરી કરવી પડે, પણ એને એ નોકરી હોય અર્થાત્ ત્યાજ્ય જ લાગે છે, છોડવા જેવી જ લાગે છે, તો એને યોગ્ય માનસિક વલણ એવું રહે છે કે એને દિલમાં સદા એના તરફ ધૃણા અને એના સંતાપ રહે છે, શેઠની અયોગ્યતાના ભાવી વર્તાવમાં અનર્થનો ભય રહે છે, ચિંતા રહે છે, નોકરી જો લાગ મળે તો છોડવાની તમન્ના રહે છે ! બસ, એવી રીતે આ પાપ આદિ ખરેખર હેય લાગ્યા, તો એની ધૃણા અને એના તરફ સંતાપ રહ્યા કરે ! એના અનર્થની ચિંતા રહ્યા કરે ! ભય રહે ! એમાં અકળામણ થાય ! હંમેશા એમ તરવરાટ થયા કરે કે “ક્યારે લાગ મળે ને આ પાપ, આશ્રવ વગેરે છોડી દઉં !' મોટરોવાળા ધોરી રસ્તે ચાલતાં કેવો ભય રહે છે ! ગરીબી જીવવી પડે છતાં કેવો સંતાપ હૈયાને બાળ્યા કરે છે ! કાંઈ અજુગતું બોલાઈ-ચલાઈ ગયું પછી નુકસાનની કલ્પનાથી કલેજું કેવું કંપે છે ! કલેશ-કંકાશવાળા કુટુંબીઓમાં રહેવું પડે છતાં કેટકેટલી અકળામણ થાય છે ! આ બધાથી છૂટવાની કેવી તાલાવેલી રહે છે ! બસ, આ રીતે પાપ, આશ્રવ અને બંધના ઘેરાવામાં ઘેરાયા ભય, સંતાપ, કંપ, અકળામણ વગેરેનો અનુભવ થયા કરે, એમાંથી છૂટવાની તમન્ના રહ્યા કરે; એનું નામ એ હેય તત્ત્વોની પરિણતિ. (i) ઉપાદેય તત્ત્વોની પરિણતિ : હવે પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર તત્ત્વો ઉપાદેય છે, તો એના પર એવી અટલ રુચિ, શ્રદ્ધા, પ્રતીતિ, કે “જીવનમાં એજ ખરેખરા કર્તવ્ય તરીકે શ્રી સર્વજ્ઞ પ્રભુએ છે અને જેવા જેવા ફરમાવ્યા છે, તે યથાર્થ છે. એમાં મીન-મેખ ફરક નથી. એના સિવાય બીજું કર્તવ્ય જ નથી, ઉપાદેય જ નથી, ભલે એના રુડાં ફળ આપણે કદાચ ઉપાધિ થી સમાધિ તરફ 109 Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ જોઈ શકતા ન હોઈએ, છતાં એ હિતકારી જ છે, એ જ હિતકર છે. એના ઝીણા ઝીણા પ્રકારો અને એની ઉપયોગિતા કેટલીક પ્રત્યક્ષ ન હોય છતાં એ એમજ છે.” આવી અટલ શ્રદ્ધા જોઈએ, આ શ્રદ્ધાની અસર એ થાય કે એ તત્ત્વોની કર્તવ્યતા-ગ્રાહ્યતાને અનુરૂપ વલણ આત્મામાં ઊભું થઈ જાય. શું આવે એ વલણમાં ? એજ, કે એ સંવર, નિર્જરાદિ પામવાની લાલસા અને પામ્યાનો ગળચટો સ્વાદ દિલને રહ્યા કરે. લક્ષ્મીને ગ્રાહ્ય સમજનારને લક્ષ્મી પામવાની કેવી મધલાળ છુટે છે ? એવી મધલાળ આ ખાસ સંવર-નિર્જરા પામવાની ઝર્યા કરે, મનનું વલણ એવું ઊભું થઈ ગયું હોય કે આમાં જ કલ્યાણ, અને જીવનની સાર્થકતા લાગ્યા કરે. એમાં જ આશ્વાસન અને હૂંફ લાગે. આ સિવાયના જીવનમાં કાંઈ માલ નથી એમ સચોટ ભાસે. સંવર, નિર્જરા, મોક્ષની પ્રત્યે પ્રેમની દષ્ટિ રહે. પુણ્ય પ્રત્યે પણ ધર્મ સામગ્રી તરીકે જ મીઠી નજર રહે. આવું બધું વલણ મનનું ઘડાઈ જાય એ ઉપાદેય તત્ત્વની પરિણતિ. ભાવદર્શન માત્ર બોલવામાં નથી પણ હૃદય પલટો કરવામાં છે : ભાવસમ્યગ્દર્શન લાવવા માટે દર્શનનો ભાવ કેળવવાનો છે. એમાં આ શેય-હેય-ઉપાદેય તત્ત્વોની પરિણતિ ઘડવાની છે, ઘડવા માટે સત્સંગ અને ખૂબ ખૂબ જિનવાણીના શ્રવણ ઉપરાંત જિનભક્તિ, તીર્થયાત્રા, જાપ, પંચ પરમેષ્ઠીનું ધ્યાન-સ્મરણ, તેમ બીજી ધર્મ સાધનાઓ દા.ત. દાન-શીલ-તપ-ભાવના, વ્રત-નિયમ, જ્ઞાન-ધ્યાન વગેરે કેટલીય ચર્ચા પણ આદરવી પડે. એવા પણ જીવો જગતમાં હોય કે જે ઠેઠ સર્વવિરતિ સાધુ-દીક્ષા સુધીની ચર્ચા પાળ્યા પછી ભાવ-સમ્યગ્દર્શનની ફરસના જોવા પામે. આનો અર્થ એ છે કે તત્ત્વપરિણતિ યાને ભાવદર્શન પામવું સહેલું નથી. તત્ત્વની પ્રત્યે તારેતાર ઝણઝણી ઉઠે, અનાદિની ઊંધી માન્યતા અને વલણ સદંતર ભૂંસાઈ જાય, તદ્દન પલટાઈ જાય, અવળી દષ્ટિમાં આખો પલટો આવી જાય ત્યારે ભાવદર્શન અસ્તિત્વમાં આવે છે. એ, ‘તત્ત્વ સાચું, અતત્ત્વ ખોટું' એવી કેવળ માનસિક 1 10 ઉપાધિ થી સમાધિ તરફ Page #119 -------------------------------------------------------------------------- ________________ નવકારવાળી ગણવાથી નથી આવતું. “સંસારમાં શો સાર છે ? ભગવાન કહે છે તે સાચું છે,' એમ એમ માત્ર બોલવા-માનવા પર નથી આવતું; પણ એની પાછળ તો હૃદયનાં વલણ અને ધોરણ ફેરવવા જોઈએ છે. જગત નિસ્સાર લાગે, જિન અને જિનવચન જ સાર, મહા સાર લાગે, હૈયું એમના પર ઓવારી જતું હોય ! આવું બધું ક્યારે બને ? સમ્યગ્દર્શનને પ્રગટાવનારી અને વધુ વધુ નિર્મળ કરનારી પ્રવૃત્તિઓને જીવનમાં ઝગમગતી રાખવામાં આવે. સર્વજ્ઞ ભગવાન શ્રી જિનેશ્વરદેવ ઉપર હૈયામાં અથાગ પ્રીતિ ઉભરાતી કરવી પડે, ભારોભાર ભક્તિ ઉછળતી રાખવી પડે. જિનપ્રીતિનો આકાર : એમ થાય કે “અહો ! મારા પ્રાણ, મારા સ્વામી, મુજ જીવનભૂત હે જિનેશ્વરદેવ ! નાથ તારો કેવો અચિંત્ય અનંત પ્રભાવ ! તારા કેવા અનંતાનંત ગુણરત્ન ! કેવો, પ્રભુ !, તારો જગત પર અને આ રાંક મુજ સેવક પર અનંતો ઉપકાર ! કેવું લોકોત્તર વિશ્વપ્રકાશી તારું શાસન ! હે દેવોના પણ દેવ ! યોગીઓના પણ યોગીશ્વર ! શાસકોના પણ શાસક ! મનને થાય છે કે, તારા મૂલ્યાંકન રૂપે અને તુજ ઉપકારોની કૃતજ્ઞતારૂપે હું તારી શી શી સેવા કરી લઉં ? મારું શું શું તને ન સમર્પી દઉં ? હે મારા નેત્ર ! હે મુજ હૃદય ! તું તો યોગીઓને પણ અકલ, જ્ઞાનીઓને પણ અગોચર, તને હું શું કળી શકું ? શું સ્તવી શકું ? વહાલા વિભુ ! બસ, હું તો તારા ચરણે મારા આત્માને અર્પણ કરું છું, મારે તું જ શરણ છે, તારું સમસ્ત પ્રવચન જ સાંગોપાંગ શરણ...” આવા આવા અંતરમાં નાદ ગાજે. એની સાથે એ નાથ, અને એમના મુનિઓની ભાવભરી સેવા-ભક્તિ, તથા જીવદયા, તીર્થસેવા, સંઘસેવા, નમસ્કાર મંત્રની ઉપાસના, શાસ્ત્ર લખાવવા, એની વાચનાઓ કરાવવી, વ્રત-નિયમો, ત્યાગ-તપસ્યા, જ્ઞાન-ધ્યાન, વગેરે કઈ શુભ પ્રવૃત્તિઓ હોંશે હોંશે આદરવી જોઈએ. તત્ત્વપરિણતિ ન આવી હોય તો એ લાવવા માટે આની જરૂર છે, ને આવી હોય તો એ આની આની જ પ્રેરણા કરે છે. ઉપાધિ થી સમાધિ તરફ 1 1 1 Page #120 -------------------------------------------------------------------------- ________________ 3. તત્ત્વ-સંવેદન : તત્ત્વપ્રતિભાસમાં તો તત્ત્વનું કોરું જ્ઞાન હતું, શુષ્ક બોધ માત્ર હતો; તત્ત્વપરિણતિમાં જ્ઞાન પરિણતિવાળું એટલે કે આત્મા પર એની અસરવાળું બન્યું. હવે તત્ત્વ-સંવેદનમાં જ્ઞાન અમલવાળું બને છે. પરિણતિમાં તત્ત્વ પરિણત થયું, ઠર્યું, ‘એ બરાબર એમ જ છે,” એમ સચોટરૂપે આત્માની આરપાર ઉતરી ગયું એટલું જ, જયારે સંવેદનમાં તત્ત્વને આત્માથી ખરેખર સંવેદવાનું છે. એ ક્યારે થાય ? અમલ થાય ત્યારે. દા.ત. શેય તત્ત્વનો અમલ : શેય તત્ત્વના અમલમાં શેયતા અનુભવવા માંડવી પડે. તેમાં જીવ-અજીવ પ્રત્યે રાગદ્વેષ રહિત અર્થાત્ ઉદાસીન દૃષ્ટિથી જોવાનું કરવું જોઈએ. આમાં કાંઈ પહેલે તબક્કે વીતરાગભાવ ન આવી શકે, છતાં ઇષ્ટ-અનિષ્ટ વિષયો અને વ્યક્તિને રાગદ્વેષની નજરે જોવાનું ઓછું કરાતું જાય, વસ્તુ દર્શનમાં રાગદ્વેષનું મિશ્રણ મોળું મોળું પડતું જાય, ક્રમશઃ આગળ વધતાં અમુક અમુક બિનજરૂરી બાબતોમાં તો રાગદ્વેષ લાવ્યા વિના જાણે આપણને કાંઈ લાગતું વળગતું જ નથી એ રીતે તટસ્થ ભાવનું જ્ઞાન કે દર્શન કેળવતા જવાય, તો વીતરાગ દર્શનની દિશામાં જવાય. ત્યારે જગતમાં જુઓ કે એવી ઢગલાબંધ ચીજો છે, કે જે કાં આપણી નજરે ચઢે છે, અથવા જાણવા-સાંભળવામાં આવે છે, પરંતુ એની સાથે આપણા ચાલુ જીવનને નુકસાનનો કે ઉપયોગોનો કોઈ સંબંધ નથી. બજાર વચ્ચેથી તમે પસાર થઈ રહ્યા છો, સારી-નરસી કોઈ વસ્તુ નજરે ચઢે છે, તમારે એ લેવી મૂકવી નથી, પછી એને જોતાં જોતાં શા સારુ રાગદ્વેષ કરવા ? શા માટે એને રાગદ્વેષની નજરે જોવા ? અર્થાત્ હૃદયના ખીલવા-કરમાવા સાથે, અથવા આંખ-મોઢું ઉલ્લસિત કે બગડેલું કરીને જોવાની શી જરૂર ? ઠીક છે, સમૂળગું એ બંધ ન કરી શકીએ, પરંતુ એમાં કાપ તો મૂકી શકીએ ને ? ઓછું ઓછું તો કરી શકીએ ને ? થોડો થોડો ઉદાસીન ભાવ તો કેળવતા જઈ શકીએ ને ? ઉપાધિ થી સમાધિ તરફ 1 1 2 Page #121 -------------------------------------------------------------------------- ________________ તમને થશે કે, પ્ર.- અનાદિનો અભ્યાસ જ રાગદ્વેષથી જોવાનો પડી ગયો છે, ત્યાં એ શી રીતે બને ? ઉ- પણ મુંઝાશો નહિ. અનંતા મહાપુરુષો એ કરી ગયા છે, એટલે અશક્ય નથી એ સિદ્ધ થાય છે. રાગદ્વેષ વિનાના ઉદાસીન દર્શનનો ઉપાય એ છે કે જે કાંઈ દેખાય એના તત્ત્વમાં ઊંડા ઉતરો. એ જુઓ કે જડ પુદ્ગલો માત્ર પરિવર્તનશીલ છે, આજે ઉજળા, તો કાલે કાળા; ઘડીમાં મીઠા, તો પછી કડવા; હમણાં સારા સુગંધી, એજ પછી દુર્ગધવાળાં. આમ જયારે એ પલટા પામ્યા જ કરે છે, તો એના પર રાગદ્વેષ શા કરવા ? હા, જો સારું એ સદાનું સારું હોત તો તો હજી એને સારું માની ખીલ્યા હોત એ સહેતુક ગણાત. પરંતુ જો એ પાછું નરસું થવાનું જ છે, તો એના પર ખીલવામાં શી બુદ્ધિમતા છે ? રાગ-અરુચિ કરવામાં શો અર્થ સરવાનો છે ? બરફીના પુદ્ગલ પેટમાં ગયા પછી ગંદા અને પરિણામે વિષ્ઠાના પુદ્ગલ બની જાય છે, પછી શા માટે બરફી પર રાગની દૃષ્ટિથી જોવું ? તેમ, એના એ જ સારા પુગલના વર્ણ-રસ-ગંધ ફરી જઈ બગડી ગયા પછી એના પ્રત્યે શા માટે મોઢું મચકોડવું ? તમે કહેશો, “એ બગડી ગયા એટલે મનને એમ થાય છે;' પરંતુ મહાનુભાવ ! એ તો વિચારો કે, એ બગડે એમાં આપણે બગડવું ? હવા બગડે છે છતાં માણસ પોતાનું શરીર ન બગડવા દેવાની પૂરી કાળજી કરે છે. તો જડ બગડે એમાં આપણા આત્માનું શું બગાડવું કે આપણે કરમાઈ જવું, ને એ સુધરે એમાં આત્માનું શું સુધર્યું કે એને જોઈને મલકાઈ જવું ને આખો નચાવવી ? અરે ! વ્યવહારુ દષ્ટિએ પણ આપણા તાબાની નહિ એવી સેંકડો હજારો ચીજો જોવા સાંભળવા મળે છે, એ સારી માની ખીલ્યા, તેથી આપણને થોડી જ કામમાં આવે ઉપાધિ થી સમાધિ તરફ 1 1 3 Page #122 -------------------------------------------------------------------------- ________________ છે ? ઊલટું એને રાગથી સારી તરીકે જોયા પછી તો એ ન મળ્યાના ઓરતા થાય છે ! અને “મળે તો સારું, કેમ મેળવું' એવા એવા મનને સંતાપ થાય છે, તો વ્યવહારથી પણ શું સારું પરિણામ નીપજાવ્યું ? ઊલટું ન જોઈ હોત તો ચિત્ત જે સ્વસ્થ રહે તે રાગની નજરે જોયા પછી અશાંતિ-સંતાપની હૈયા-હોળી ઊભી કરી ! માટે જ રાગ વિના ઉદાસીન ભાવે જોવામાં મઝા છે. એવું જ આપણા તાબાની વસ્તુઓ પણ જેટલું રાગદ્વેષની નજરથી જોવાનું કરાશે એટલો સંતાપ અને દુઃખ થવાનું છે. વસ્તુ મળી તો રાખી લીધી, મળી છે તો વાપરી લીધી, પરંતુ રાગ-દ્વેષની આંધીઓ ચઢાવવાથી કોઈ જ લાભ નથી. આ માત્ર જડ અંગે જ સમજતા મા. જીવો માટે પણ એ જ ઉદાસીન દષ્ટિ રાખવાની છે. પરાયા માણસો ગમે તેવા રૂપાળા મીઠાબોલા, સેવાભાવી ઇત્યાદિ હોય, તેથી આપણને શું ? અથવા કૂબડા, કડવાબોલા, કે સ્વાર્થી હોય, તેથી ય આપણે એની સાથે શી લેવાદેવા ? એમને રાગ-દ્વેષથી જોવાની કોઈ જરૂર છે ? તત્ત્વ સંવેદનમાં આવવા માટે અહીંથી શરૂઆત કરવાની છે, કે આપણને નિસ્બત નથી તેવા લોકોને રાગ-દ્વેષથી નિહાળવાનું ઓછું કરતા આવીએ. ભલે તમને આ ઊંચી કક્ષા લાગે, પરંતુ કંઈક કંઈક પણ અભ્યાસ પાડવાની જરૂર છે. નિસ્બત વિનાનામાં ય નહિ પાલવે તો તો પછી જેની સાથે નિસ્બત છે, અર્થાત્ આપણા સ્વાર્થના સાધક યા ઘાતક છે, એને રાગદ્વેષ વિના ઉદાસીનભાવે જોવાનું આ જન્મમાં તો શું પણ પરભવમાં ય સંભવિત છે ખરું ? આત્મહિતકારી જીવ-અજીવ પ્રત્યે કેવું વલણ ? : અહીં એટલું ધ્યાન રાખવાનું છે કે જયાં સુધી વીતરાગ દશા નથી પ્રાપ્ત થઈ ત્યાં સુધી આત્મહિતકારી તત્ત્વો પર બહુમાન દષ્ટિ રાખવાની છે, અનહદ નિર્મલ રાગ ધરવાનો છે. તો જ એમનું હાર્દિક આલંબન લેવાશે; અન્યને છોડી એમનું જ આલંબન કરાશે. એવું જ આત્મહિતના ઘાતક અને અહિતમાં નિમિત્તભૂત તત્ત્વ પ્રત્યે અરુચિ ઉપાધિ થી સમાધિ તરફ 1 14 Page #123 -------------------------------------------------------------------------- ________________ અણગમો બરાબર ઊભો રાખવાનો છે. તો જ એનાથી દૂર રહેવાનું કરાશે. જયાં સુધી સાધક અવસ્થા છે, ત્યાં સુધી વીતરાગતા સિદ્ધ નથી થઈ, એટલે ક્યાંક ને ક્યાંક રાગ અને અરુચિ રહેવાના તો ખરા. હવે જો આત્મહિતકારી પ્રત્યે અતિ રાગ, ભારે બહુ માન નથી રાખતા, તો સહજ છે કે અહિતકારી તત્ત્વ ઉપરનો રાગ ચાલુ રહેશે; એમ અહિતકારી વસ્તુ પર અરુચિ જો નથી, તો હિતકારી પર દિલ ચોટશે નહિ; તેમ એ અહિતકારીને છોડવાનું મન નહિ થાય. દા.ત. વેશ્યામાંસ-મદિરા વગેરે ઉપર જો ભારોભાર અરુચિ નથી તો એનાથી દૂર રહેવાનું ક્યાંથી કરાશે ? સંયમ ઉપર અનહદ રાગ નથી તો એને વળગી રહેવાનું શી રીતે બનવાનું હતું ? દેવાધિદેવ અને સગુણ ઉપર ભારોભાર પ્રીતિ હશે, બહુમાન હશે, તો જ એમની ઉપાસના અને એમના વચનની આરાધનામાં લીન બન્યા રહેવાશે. એવું જ જિનમૂર્તિમંદિર-તીર્થ-ધર્મપુસ્તક વગેરે અંગે સમજવું. આ સૂચવે છે કે જીવઅજીવ તત્ત્વની અંતર્ગત જ આત્મહિતકારી અને આત્મહિતઘાતક વસ્તુઓ પણ છે, પરંતુ એના પ્રત્યે ઉદાસીનભાવની વાર છે, ક્યાં સુધી ? જયાં સુધી આત્મા રાગ-દ્વેષથી સર્વથા વિમુક્ત નથી બન્યો ત્યાં સુધી. અલબત્ત આમાં અપ્રશસ્ત એટલે કે આત્મહિતઘાતક જે જીવ પદાર્થ, દા.ત. વેશ્યા, ધર્મદ્રોહી, પાપોપદેશક, વગેરે જીવોથી બચવા એમના પર જે ભારોભાર અરુચિ રાખવાની છે, તે એમની પાપપ્રેરકતાને લીધે રાખવાની છે, પણ નહિ કે કોઈ અંગત વ્યક્તિગત દ્વેષ-દુશ્મનાવટને લીધે; કેમકે એમ તો “જીવ માત્રનું એટલે એમનું પણ ભલું થાઓ, એમને ય સુબુદ્ધિ સુઝો'- એમ એમને “પર હિત-ચિન્તા મૈત્રી ની એ મૈત્રી ભાવનાનો વિષય બનાવવાના છે. તો જીવરૂપે તો એમના પર દ્વેષ રખાય જ શાનો ? આવો સંપૂર્ણ તત્ત્વપરિણતિનો ભાવ-દર્શન નામનો ધર્મ એ શુદ્ધ ધર્મ છે. હવે ભાવજ્ઞાન અને ભાવચરિત્રની વાત કરવાની છે. પરંતુ તે પહેલાં પેલાં મુનિ શ્રેષ્ઠીપુત્ર ચન્દ્રને પોતાની પૂર્વ મંત્રી-અવસ્થાની હકીકત કહી રહ્યા છે તે જરા જોઈએ. મુનિને એ બતાવવું છે કે આધિ ઉપાધિ થી સમાધિ તરફ 11 5 Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાધિ ઉપાધિમય સંસાર કેવા કેવા સંતાપ આપે છે, અને એને મિટાવનાર જો કોઈ હોય તો તે સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રનો શુદ્ધ ધર્મ છે. માટે આપણે શ્રી પંચસૂત્રના વચનનો આધાર લઈ આટલી ભાવ-સમ્યગ્દર્શનની વિચારણા કહી. મંત્રીની પત્ની આઘાતમાં મરે છે !: મુનિ પોતાની હકીકત કહેતાં કહે છે, ચન્દ્ર ! જો, રાજાએ પત્ની ઉપર અધિક પ્રેમની ઉપાધિ કરી તો રાજાને પારખું કરવાનું મન થયું, અને હું લડાઈમાં મરી ગયો, એવા સમાચાર મારી પત્ની સરસ્વતીને પહોંચાડ્યા ! પત્ની એ સાંભળીને ક્યાં ઊભી રહે ? એના દિલને એટલો બધો આઘાત લાગ્યો કે એ ત્યાં ને ત્યાં પ્રાણનો નાશ થવાથી મડદું થઈને પડી ! મહાનુભાવ વિચારજે કે આપણા પ્રાણની આસપાસ કેટલા શિકારી ભમે છે ? જેમ જંગલના હરણિયાની આસપાસ શિકારી પશુ ઘૂમતા હોય છે, છતાં એ અજ્ઞાન પ્રાણીને હજી વિષય-સુખોની આરાધના સૂઝે છે, પણ આત્મહિતની સાધના સૂઝતી નથી; તેમ આ માનવ પ્રાણીને પણ જો સ્વાત્મહિતની પડી ન હોય અને એનો કોઈ પ્રયત્ન ન કરવો હોય ત્યારે એ વનવગડાના હરણિયા જેવું મૂરખ પ્રાણી કહેવાય કે બીજું કાંઈ ? રાજાના કહેણને કહેવા જનારો માણસ તો સરસ્વતીના મૃત્યુને જોતાં ગભરાઈ જ ગયો ! હવે તો બીજો વિચાર કરવાને અવકાશ જ નહોતો, એટલે સીધો ત્યાંથી આવીને રાજાને આ હકીકત કહે છે. રાજાને પશ્ચાત્તાપ : રાજાને આશ્ચર્ય તો થયું પણ સાથે પશ્ચાત્તાપ અને કલેશનો પાર રહ્યો નહિ ! મનને થયું કે “અરે ! આ મેં બીજાઓના ચઢાવ્યાથી કેવું ભયંકર સાહસ કર્યું ! બંનેનો પ્રેમ હતો એમાં મારે પારખું કરવાની શી જરૂર હતી ? અને મારે પારખું કરવાનો હક પણ શો હતો ? ઉપાધિ થી સમાધિ તરફ 116 Page #125 -------------------------------------------------------------------------- ________________ અરેરે ! બિચારી મંત્રી પત્નીના મેં પ્રાણ લીધા ? હવે મારી નરક સિવાય બીજી ગતિય શી હોય ? ત્યારે મારે મંત્રીનેય હવે માહિત કેવી રીતે કરવો ? કેમકે એનોય પ્રેમ પત્ની પર અથાગ છે, તો એ ય પત્ની મરી ગયાના સમાચાર કેવી રીતે સાંભળી શકે ? કદાચ સંભળાવી દઉં, તોય એ સાંભળતાં ક્યાંથી જીવી શકે ? પાપનો ઈન્કાર એ અધમતા : રાજાને કલેશનો પાર નથી, મંત્રી પ્રત્યે પ્રેમ અને સદ્ભાવ ખૂબ છે, તેમ હૃદયનો કોમળ છે. એટલે એનું દિલ વલોવાઈ રહ્યું છે. પોતાના કૌતુકના હિસાબે એક માનવ પ્રાણીનું મોત નિપજાવ્યાનો ભયંકર ગુનો એની નજર સામે તરવરી રહ્યો છે. મોટો રાજા છે, બનવાનું બની ગયું, એવા શોક શા સારુ કરે ? મન વાળવું હોય તો શું ન વાળી લે કે “એમાં ક્યાં મેં શસ્ત્ર ચલાવરાવ્યું છે કે ઝેર દેવરાવ્યું છે ? પોતાના હૃદયની નિર્બળતાથી એક સમાચાર માત્ર ઉપર માણસ મરે એમાં આપણે શું કરીએ ?' અથવા શું ઢાંકપિછોડો કરવા ખાનગી માણસને શાન્ત પાપ કરી દેવા ન કહી દે ? પણ ના, એની ઉત્તમતા એવું કરવા દેતી નથી. એવું કરનારી તો ક્ષુદ્રતા છે, અધમતા છે. સાહસથી એક તો પાપ કરી નાખવું, પાછું એના પર માની લેવું કે મેં કાંઈ એવું પાપ નથી કર્યું અથવા પાપનો ઢાંકપિછોડો કરવો એ અધમતા નથી તો શું ઉત્તમતા છે ? માનવના અવતારે આટલું તો હૃદયબળ જોઈએ જ કે કદાચ પાપ થઈ ગયું તો એનો ઇન્કાર કે ઢાંકપિછોડો નહિ જ કરવો. અધમમાંથી ઉત્તમ બનવા માટે પાપનો સ્વીકાર, ભૂલ કબૂલવી, એ પહેલું પગથીયું છે. પછી, પાપ જ ન કરવું એ ઉપરનું પગથિયું છે. રાજાએ કેવી ભૂલ કરી એ હવે ન જુઓ, રાજાની વિચારસરણી જુઓ. ‘બંનેના પ્રેમનું પારખું કરવાનું મારે પ્રયોજન શું કે હક શો ?' અલબત પહેલાં આવો વિચાર કરવો'તો ને ? એમ પ્રશ્ન થાયપરંતુ એટલું ખૂબ સમજી રાખો જીવન જીવતાં જીવતાં જેને સાર સાર ગ્રહી ઉપાધિ થી સમાધિ તરફ 1 17 Page #126 -------------------------------------------------------------------------- ________________ લેવાની જ પડી છે, એ બનેલું ન બન્યું નહિ થનારી વસ્તુ પર આવા પ્રશ્ન ન ઉઠાવે; કેમકે એ વિચારણાઓથી સાર કાંઈ ન મળે, સાર લેવો હોય તો રાજાની પછીની વિચારણા જુઓ. જીવવાની કળા એટલે સારગ્રહણ : જીવનમાં આ બહુ શીખવાની વસ્તુ છે કે અસાર અસારનો વિચાર છોડી દેવો અને સારભૂતનો જ વિચાર કરવો. બને ત્યાં સુધી ભાષણ અને વર્તન પણ એવું કરવું કે જેમાંથી સાર નીકળે. ટૂંકમાં મનુષ્ય તરીકે જીવવું હોય તો સારગ્રાહી જ બનવું જોઈએ. મનમાં આનો નિર્ધાર કરીને થોડું તો વર્તી જુઓ, ચમત્કારિક અસર દેખાશે. મન ફોરું અને પ્રફુલ્લિત બની જશે. અનુભવ થશે કે “અહો ! અસારગ્રાહી વાતો અને વિચારણામાં મારો કેટલો બધો અમૂલ્ય માનવ સમય વહી જતો હતો ! માનવશક્તિ અને તકો કેટલીય બરબાદ થતી હતી ! મનની શક્તિઓ વેડફાઈ કેવી જતી હતી ! ત્યારે અદશ્ય પાપના ભાર અને કુવાસનાઓના દઢીકરણ વધે એ તો જુદું ! જગતમાં જેમ બીજી બીજી કળાઓ છે, એમ જીવવાની પણ કળા છે. તમને કોઈ પૂછે છે કે જીવન જીવવાની કળા કોને કહેવાય ? તો આ ટૂંકો ઉત્તર છે કે એવું જીવાયે જવાય કે ડગલે ને પગલે સાર સાર ગ્રહણ કર્યું જવાય, અને અસારની ઉપેક્ષા થાય, એનું નામ કળાભર્યું જીવન ગણાય, જીવન જીવવાની કળા હસ્તગત થઈ કહેવાય. બસ, જીવવાની કળા એટલે સારગ્રહણ. જીવન જીવવામાં શું આવે છે ? આ જ, કે કોઈ ને કાંઈ વિચારો કરવા, વાણી ઉચ્ચારવી-સાંભળવી, ઇન્દ્રિયોથી દેખવું-સુંઘવું ચાખવું વગેરે, હાથપગથી કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરવી, બીજાઓની સાથે વ્યવહારમાં આવવું, પ્રેમ, ઇતરાજી, પ્રશંસા-ટીકા, સ્વાગત-ઠપકો આવું જ બધું ને ? એવી રીતે પૈસાનો આય-વ્યય કરવો, પરિવારની સરભરા લેવી-દેવી, ખાવું પીવું, પહેરવું, ઓઢવું વગેરે, માલ-મિલકત, આબરૂ ઇત્યાદિની પ્રવૃત્તિ, આવું આવું એ તમારું જીવન છે ને ? બસ, 1 18 ઉપાધિ થી સમાધિ તરફ Page #127 -------------------------------------------------------------------------- ________________ જીવનની આ બધી આઈટમો (items) રકમોમાં અસાર તરફનું દુર્લક્ષ રાખી સાર સાર તરફ દૃષ્ટિ રાખવાની છે, સાર સારનું ગ્રહણ કરવાનું છે. પ્ર- અસાર શું અને સાર શું ? ઉ.- પહેલું તો નજીકના સાર તરીકે એ, કે જેમાંથી દુન્યવી દષ્ટિએ પણ કાંઈ લાભ ન થવાનો હોય, અર્થ ન સરવાનો હોય, એ અસાર; અને કાંઈ લાભ થાય, કોઈ પ્રયોજન સરે એમ હોય, એ સાર. દા.ત. સ્નેહીનું મૃત્યુ થઈ ગયું યા કોઈ વસ્તુ ભાંગી ફૂટી ગઈ, એના પરનો શોક અને ઉગ તથા વિલાપ અને વિકલ્પો એ અસાર છે. શો લાભ થાય એનાથી ? એમ કરવાથી શો અર્થ સરે ? ડહાપણની વિચારણા તો છે કે “આવી ઉગભરી વિચારણા કરવાના ને બીજાની આગળ એનાં રોદણાં રોવાના અસારમાં પડી, જીવન-સમય કે જીવન-શક્તિ કાં બગાડું ? એમાંથી કાંઈ સાર નીકળવાનો નથી. હજી ય નેહીનાં મૃત્યુમાંથી સાર ગ્રહવો હોય તો એ ગ્રહું કે મારા ય” જીવનનો ભરોસો નથી કે ક્યારે પૂરું થાય, માટે અત્યારથી જ સાવધાન થઈ જાઉં, અને આત્મચિંતામાં લાગી જાઉં ! એમ, એ વિચારું કે મારા પ્રેમનું એક પાત્ર ફૂટી ગયું એ મારો સ્વાર્થ ભંગાયો એનું રુદન કરું છું, પણ મરનારનો સ્વાર્થ ભંગાયો કેમ જોતો નથી ? એ વિચારું કે જીવતો હતો ત્યાં સુધી મેં એને પરલોકનું ભાતું શું બંધાવ્યું? દાવો તો ગાઢ સ્નેહી-હિતૈષીનો રાખ્યો, પણ એ બિચારો જયારે પરલોક જાય છે, ત્યારે ત્યાં કાંઈ હું એની સાથે નથી જવાનો, તો ત્યાં એને ઓથ કોની એ ન વિચાર્યું. એના જીવતાં પરલોક-હિતકારી સુકૃતો અને સદ્ભાવનામાં એને જોડું, આવી વિચારણા મેં કાંઈ જ ન કરી; ને એ તો ઉઠીને ચાલતો થયો. તો હવે બીજા જીવંત સ્નેહીઓને તો પરલોક હિતમાં પ્રવર્તાવું, તેમજ એ ભયંકર ભૂલના પ્રાયશ્ચિત્ત રૂપે પણ આટલી આટલી તપસ્યા કરું, આટલો આટલો રસ ત્યાગ કરું, આટલું દાન, શીલ આચરું...' વગેરે વગેરે જગાવાય તો એ સાર ગ્રહણ કર્યો કહેવાય. એમ, મરનારને પીડતા દોષો-દુર્ગુણો અને ખરાબ સ્વભાવ ઉપાધિ થી સમાધિ તરફ 119 Page #128 -------------------------------------------------------------------------- ________________ વગેરેને પોતાના જીવનમાંથી દૂર કરવા અને સદ્ગતના સગુણો વગેરેને પોતાના જીવનમાં ઉતારવા માટે એના તરફ દૃષ્ટિ નખાય તો એ સાર તરફ દષ્ટિ થઈ. બીજો સાર : આ ઉપરથી બીજા મુદ્દા તરીકે સારમાં આ આવશે કે આ લોકની દૃષ્ટિએ પણ જશ અપાવનારા આત્માના ગુણો, આત્મહિતકારી આચાર, સુકૃતો અને આત્માના સારા સ્વભાવ, એ સાર છે. એનું બને તેટલું ગ્રહણ કર્યો જવું. બીજાની પ્રત્યે આપણે કઠોરતા-નિર્દયતા કરીએ, જૂઠ બોલીએ, અપ્રામાણિકતા રમીએ, એ બીજાને નથી ગમતું, આપણને એમાં એ જશ નથી આપતા, સારા વર્યા એમ એ નથી કહેતા. એવી રીતે માયાવી બોલ બોલીએ કે દાવ ખેલીએ, કૃપણતા કરીએ, બીજાને ઉતારી પાડીએ કે એમની નિંદા કરીએ એ એમને નથી ગમતું. આપણો ધૂળ જેવો સ્વભાવ ને તામસી પ્રકૃતિ-આપણો સ્વાર્થી સ્વભાવ અને ઈર્ષ્યાખોર પ્રકૃતિ બીજાને નથી ગમતી; એવા સ્વભાવ વગેરે બધું અસાર કહેવાય. એની સાધના કરવાને બદલે સારભૂત તરીકે દયા, સત્ય, નીતિ, ઉદાર વ્યવહાર, પરોપકાર, સેવા, દુલો સ્વભાવ, સરળ પ્રકૃતિ, વગેરેના ખપી બનવું જોઈએ. “મારે આનો ખપ છે, અસારનો નહિ, અસાર તો મેં બહુ બહુ અને બહુ-બહુવાર લીધું, પણ એથી એક ક્ષુદ્ર જંતુની કક્ષાથી કાંઈ આગળ વધ્યો નહિ ! હવે તો પ્રત્યેક વિચારણાનું જીવન, વાણીનું જીવન, વર્તાવનું જીવન, અને દુનિયાના જડ કે ચેતનની પ્રસંગમાં આવવાનું જીવન, એ બધામાં સાર સાર જ ગ્રહણ કરું. આ ધગશ, આ તાલાવેલી અને આનો જ પુરુષાર્થ પરલોકદૃષ્ટિએ સાર : આ તો હજી આ લોકની દષ્ટિએ સારની વાત થઈ, પણ પરલોકની દૃષ્ટિએ તો એથી ય ઉપર કેટલો ય સાર ખેંચવાનો છે. જયાં જયાં બને ત્યાં યોગ્યતાના ગુણો, માર્ગાનુસારી વગેરેના આચારો, વ્રતનિયમ, પ્રભુભક્તિ, ધર્મ-ક્રિયાઓ, એ બધું આદરવું એ સાર, 120 ઉપાધિ થી સમાધિ તરફ Page #129 -------------------------------------------------------------------------- ________________ અરે ! જરા નવરા પડ્યા અથવા બીજી ત્રીજી કોઈ નિષ્ફળ અગર પાપ બંધાવનારી વાતચીત, વિચારણા કે ચિંતામાં પડ્યા, એમાંથી શો સાર નીકળવાનો ? તો એના બદલે ઉમદા ભાવનામાં મનને લગાડીએ, પૂર્વના અને વર્તમાન તેવા કોઈ ઉત્તમ પુરુષોના જીવન પ્રસંગને વિચારીએ, એમના સત્પરાક્રમો પર ચિંત્વન કરીએ, તો સારનું ગ્રહણ થાય. અરે ! બીજું કાંઈ ન આવડે તો ય નમસ્કાર મહામંત્રનો જાપ કર્યો જઈએ, તે પણ દા.ત. 3,6,9 વગેરે સંખ્યા યાદ રાખતાં ગણીને, જેથી ચિત્ત એમાં જ રહે, અને આટલા આટલા નવકાર ગણાયા, એનું આશ્વાસન મળે, તો ય તે એક મહાન સાર-ગ્રહણ છે. એમ ચોવીસ જિનેશ્વરોનાં નામ એકવાર, બીજીવાર, ત્રીજીવાર... એમ એમ સ્માર્યો જઈએ, તો તે પણ ઉભય લોકની દષ્ટિએ સારભૂત કમાઈ છે. આવું બધું છોડીને મગફળીના ફોતરા ખાંડવા તુલ્ય આડી અવળી નિસ્સાર વિચારણા કર્યે જવામાં શો લાભ ? શી ઉન્નતિ ? એમ સાર જોઈએ છે ને ? સ્વાર્થની પ્રવૃત્તિ વચ્ચે પણ કમમાં કમ વધુ પાપની પ્રવૃત્તિથી બચીએ, અભક્ષ્ય ત્યાગ, અવાચ્ય ત્યાગ, અન્યાયત્યાગ, આવેશનો ત્યાગ, હુંપદનો ત્યાગ, અયોગ્ય સ્થળને અસત્સંગનો ત્યાગ,.... વગેરે તો કરી શકીએ ને ? તો જ સાર હાથમાં આવવાનો છે એ સમજી રાખજો . સાર, અસાર તો જગતમાં નિશ્ચિતપણે વહેંચાઈ ગયેલી વસ્તુ છે, ફળમાં ગલ સાર, તો ફોતરાં અસાર; છોડ પર ગુલાબ સાર, તો કાંટા અસાર; ખાણમાં સોનું સાર, તો માટી અસાર; શરીરમાં ધાતુ સાર, તો મળ મૂત્રાદિ અસાર; એમ, જીવનમાં નિરર્થક કે નુકસાનકારક વિચાર વાણી-વર્તાવ એ અસાર, અને સાર્થક હિતકારી વિચારણાદિ એ સાર, આવો વિભાગ કેમ ખ્યાલ બહાર રહે ? દોષ-દુર્ગુણો અસાર અને ગુણો એજ સાર, પાપ અસાર અને ધર્મ એજ સાર, કર્તવ્યમાં શૂન્ય-મગજ કે બેદરકારી એ અસાર, અને જાગૃતિ, ઉપયોગ અને ચોક્સાઈ-ચીવટતા એ સાર, એ કેમ નિશ્ચિત ન કરી રાખીએ ? ઉપાધિ થી સમાધિ તરફ 1 2 1 Page #130 -------------------------------------------------------------------------- ________________ જીવનના પ્રસંગ-પ્રસંગમાં વૈર-વિરોધ અસાર, મિત્રતા-પ્રેમ સાર; મનને ખોટું લગાડવું અસાર, સારું માનવું સાર; પ્રસંગને કષાયવર્ધક બનાવવો એ અસાર, અને કર્મક્ષયના સાધક તરીકે લેખવો એ સાર. બસ, જીવન જીવવાની આ કળા છે કે સાર સાર ગ્રહો અને અસાર અસાર પડતું મૂકો. અરે ! એક જરા નજર પણ ક્યાંક પડી, તો એમાંથી આત્મહિતને ઉપયોગી સાર ખેંચો, સાર ગ્રહણના દૃષ્ટાંતો : રાજા ગુણસને મડદું જોતાં એમાંથી જમરાજની જોહુકમી, જીવની પામરતા, જગતના સંયોગોની વિનશ્વરતા, વગેરેની વિચારણાનો અને વૈરાગ્ય, જવલંત વૈરાગ્યનો સાર ખેંચ્યો ! વૈશ્રવણ રાવણથી હાર્યો છતાં એણે એમાંથી આત્મજાગૃતિનો સાર ખેંચ્યો ! વાલીએ રાવણને જીત્યો, છતાં વાલીએ એમાંથી પુણ્યની આત્મા પર થતી ઠગાઈ વિચારવાનો અને ચારિત્રનો સાર ગ્રહણ કર્યો ! જીવન જીવવાની કળા સાર ગ્રહણ કરવામાં છે, એ વસ્તુ પૂર્વના મહાપુરુષોના જીવન પ્રસંગમાંથી કેવી કેવી સારી જોવા મળે છે. મહારાજા કુમારપાળ કુબેરશેઠની સંપત્તિ જોવા ગયા છે. કેમ ? એની અઢળક સંપત્તિ છે, અને પરદેશ ગયેલા કુબેર શેઠ મરી ગયાના સમાચાર આવ્યા છે. મહાજન આવીને કહી ગયું કે “નામદાર ! શેઠને પુત્ર નથી, એટલે સંપત્તિ રાજાની માલિકીની થાય છે, માટે પહેલાં આપ કબજો લેવરાવો, પછી અમે શેઠનું મરણકાર્ય કરીએ.” કુમારપાળ મનમાં સંકલ્પ કરીને કુબેરશેઠની મહેલાતો તરફ આવી રહ્યા છે. હવેલીઓ પર દૂરથી ધજાઓ ફરકતી બતાવતાં અમલદારો કહે છે મહારાજ ! આ શેઠની હવેલીઓની ધજાઓ ફરકતી દેખાય છે.' કુમારપાળ કહે છે “અહો ! આ ધજાઓ તો કહી રહી છે કે જેમ અમે સ્થિર નથી એમ સંપત્તિ પણ સ્થિર નથી !' ઉપાધિ થી સમાધિ તરફ 1 2 3 Page #131 -------------------------------------------------------------------------- ________________ અમલદારો ચકિત થઈ જાય છે, કહે છે, “મહારાજ ! આ તો આપની જ બુદ્ધિ પહોંચે ! અમારા જેવાને તો એમ થાય છે કે અહો કેટલી બધી મહેલાતો ! કુબેર શેઠ કેવોક ભાગ્યશાળી !' અહીં કુમારપાળમાં જીવવાની કળા દેખાય છે. એણે એક વસ્તુ જોવાનો પ્રસંગ આવ્યો એમાંથી સાર ગ્રહણ કર્યો, તત્ત્વ-દષ્ટિને એજ પ્રસંગથી સિંચન કર્યું ! ત્યારે, અમલદારોને મળવાનું કાંઈ નથી, વળવાનું કશું નથી, એ મહેલાતોમાં એક રાત સૂવા ય નહિ મળે, છતાં એમણે અસત્કલ્પનાનો અસાર ખેંચ્યો ! કેમકે જે કુબેર શેઠને ભાગ્યશાળી કહી રહ્યા છે તે શેઠ બિચારો તો મરી ગયેલો જાહેર થયો છે ! તો હવે સંપત્તિ શું એની સાથે ગઈ ? ના, તો એ ભાગ્યવાળો શું રહ્યો ? આગળ જતાં અમલદારો કહે છે. “આ બધા સફેદ બંગલાઓ ઊંચા ઊંચા માળના, કેટલા ય જોખ-ઝરૂખાવાળા, અંદર ઝગમગતા દિવ્ય દિવાનખાના વગેરેથી શોભતા દેખાય છે ને ? તે કુબેર શેઠના !' રાજા કહે છે, “એમ? તો આ જાણે સફેદ બંગલા તો એમ કહી રહ્યા છે કે જેમ અમે બીજા ત્રીજા રંગ વિનાના છીએ એમ અમારામાં મૂર્ખ માનવ શું જોઈને રંગરાગ કલ્પતા હશે? અમે બંગલા નથી બગલા છીએ, કેદખાના છીએ !' આ સારગ્રહણ. સંપત્તિમાં રંગ જોઈને માણસ એ મળી હોય તો પાગલ બને છે. અને ન મળી હોય તો ન મળ્યાનો સંતાપ કરે છે, એ અસારનું ગ્રહણ કર્યું કહેવાય. બંગલાના કંપાઉન્ડમાં પેસતાં અમલદારો કહે છે, “મહારાજ આ હારબંધ હાથીઓ સૂઢો ઝુલાવતા દેખાય તે બધા કુબેર શેઠના !' રાજા કહે છે, “અરે ! હાથીઓ તો સૂંઢ હલાવીને જાણે ના કહી રહ્યા છે કે “અમે કાંઈ કાયમ રહેવાના નથી, તો માણસ શું જોઈને એવી અકાયમી વસ્તુમાં ભૂલો પડી પોતાના કાયમી આત્મહિતને સાધી લેવાનું મોકૂફ રાખતો હશે ?' ઉપાધિ થી સમાધિ તરફ 1 23 Page #132 -------------------------------------------------------------------------- ________________ જો જો આ સાર-ગ્રહણ. વસ્તુ તો એની એજ દેખાવાની છે, છતાં બુદ્ધિમાન દૃષ્ટા એમાંથી અસાર પકડીને ખોટા સંતાપ ઊભો કરવાનું નથી કરતો, પણ સાર ગ્રહીને મનોરત્નને રાગદ્વેષથી મેલું થતું અટકાવી લે છે. એ મહત્ત્વનું છે. માટે અમલદારો બોલી ઉઠે છે કે “મહારાજ ! એવું તો આપ જ વિચારી શકો. અમે તો પામર છીએ. હાથીઓ અમને મળવાના નથી એ નિશ્ચિત છતાં, લોભાઈએ છીએ.' રાજાનું આશ્વાસન : બધું જોતાં જોતાં બંગલાની અંદર ગયા ત્યારે કુબેરની મા અને પત્ની બેફાટ રડી રહ્યા દેખાય છે. રાજા સમજી જાય છે રડવાનું કારણ. એમને રાજા કહે છે. હવે રડવાથી શું? આ જગતમાં એ નક્કી થોડું જ છે કે પહેલું કોણ મરશે અને પછી કોણ મરશે. કસાઈએ બકરાં ભેગાં કર્યા હોય, એમાંથી એ કોઈ બકરાંને પહેલો મારે ત્યાં બીજો બકરો રુએ કે “હાય ! મારા ભાઈને માર્યો ! એ કેવું નિરર્થક છે ! જાણે એને એ ખબર નથી કે “મારો પણ વારો આવવાનો છે.” માટે રડો નહિ; અને સંપત્તિની ચિંતા કરશો નહિ. મારે સંકલ્પ છે કે “અપુત્રિયાનું ધન લેવું નહિ.” હું શા માટે એવા જેટલા મરે એનું ધન ખાવા માટે છોકરો થાઉં? વનના દાવાનળમાં પશુપંખીઓ બળી રહ્યા હોય એનું માંસ ખાવા તો ગીધડા-શિયાળિયા દોડે ! તમે પુત્ર શોકથી બળી રહ્યા છો ત્યાં તમારા પ્રાણતુલ્ય ધનમાલને શું હું ખાઉ ? ના, આ બધી ય સંપત્તિ સુખેથી તમારી માલિકીમાં રહેશે.” જુઓ કુમારપાળની જીવન જીવતાં જીવતાં સાર ગ્રહવાની દૃષ્ટિ ! અપુત્રિયાના વારસદારોના કેઈના હૈયાં જીવનભર શેકી ખાય એવું ધનગ્રહણ એ સાર કે અસાર ? કદાચ મરેલો મનાતો જીવતો પાછો આવે તો ધન પાછું દઈ વિલખા થવું પડે, એ સાર કે અસાર ? ઉપાધિ થી સમાધિ તરફ 1 24 Page #133 -------------------------------------------------------------------------- ________________ બાપ બનીને નહિ, પણ છોકરાં બનીને ધન જે ખાવું પડે, એને શું કહેશો, સાર કે અસાર ? અરે ! પોતાનામાંથી દાન કે સુકૃત કરવાનું તો દૂર રહ્યું, પણ બીજાનું ચાલું કરવાનું કરાય એ સાર કે અસાર ? પછી તો રાજાના આ આશ્વાસન પર કુબેરની મા અને પત્ની સ્વસ્થ થયા, અને પોતાનો મુખ્ય મહેલ રાજાને બતાવે છે. એમાં ગૃહમંદિર જોઈને રાજા કહે છે, “ઘરમાં આ જ ખરેખરા પ્રાણ છે, શોભે છે, સારભૂત છે.' નજરે તો કઈ સારું સારું ચઢે, પરંતુ સાર ગ્રહણ કરવાની જ આવડત હોય, તો આત્મ હિતકારી મુદ્દા પર જ ખાસ દષ્ટિ જાય, હૈયું ત્યાં ઓવારી જાય, અને એની અનુમોદના કરે. કુબેર જીવતો આવે છે : અહીં તો એટલામાં ખુદ કુબેર જીવતો આવીને ઊભો રહે છે ! મર્યાના સમાચાર ખોટા હતા. રાજા કુમારપાળ એને આવું સમૃદ્ધ જિનમંદિર અને શ્રાવકના સુંદર વ્રતો રાખવા બદલ ધન્યવાદ આપે છે. આ પણ મુલાકાતમાંથી સાર ગ્રહણ. | વિમળશા મંત્રીએ, રાજા ભીમદેવને થયેલી બીજાઓ દ્વારા મંત્રીવિરુદ્ધ કાનભંભેરણી ઉપર રાજાને ભારે ઈતરાજી થઈ તો, એનું મંત્રીપદ અને રાજય છોડી દીધું, અને આબુની તળેટીમાં ચન્દ્રાવતી નગરીને રાજધાની કરી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. પરંતુ ત્યાં આજ્ઞા ભીમદેવની મનાવી ! કેમ એમ ? જીવવાની કળા સારગ્રહણ; એણે એનો ખપ . રાજા સાથે અણબનાવ થયો, એમાંથી વિરોધરૂપી અસાર ન ગ્રહ્યો, પણ એના ઉપકારનું સ્મરણ અર્થાત્ કૃતજ્ઞતાનો સાર લીધો. એથી કેવો મહાન લાભ કે પોતાનું માકિંમતી મન બગાડ્યું. નહિ, પણ એને પ્રફુલ્લિત અને કૃતજ્ઞતા બજાવવા વધુ પ્રસન્ન કર્યું ! ત્યારે ભીમદેવના હૃદયમાં ય કેટલી સરસ છાપ પડી હશે ! ઉપાધિ થી સમાધિ તરફ 1 2 5 Page #134 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમાળ વગેરે મહામુનિઓએ મરણાંત ઉપદ્રવ કરનારાની ક્રૂર પ્રવૃત્તિમાંથી પણ એ ઘાતકોને કર્મક્ષયની અનુકુળતા કરી આપનાર હિતૈષી તરીકે માનવાનો સાર ખેંચ્યો ! તો ઝટ અનંત ભવોનાં પરંપરાને મિટાવી પાર પામી ગયા ! રાજા મંત્રીને સમાચાર આપે : આપણી વાત એ ચાલતી હતી કે રાજાએ મંત્રીની પત્નીના પતિ-પ્રેમનું પારખું કરવા અને મંત્રી-મરણના ખોટા સમાચાર અપાવ્યા તો મંત્રી-પત્ની બિચારી આઘાતથી ત્યાં જ મરણને શરણ થઈ ! હવે રાજા મુંઝાય છે, વિચારે છે કે “અરે ! આ બીજાના પરસ્પર પ્રેમનું પારખું કરવાનું મારે શું પ્રયોજન હતું કે શો હક પણ હતો ? અહો, કેવું મેં ઘોર પાતક કર્યું !' નિરર્થક અને હકરહિતમાં જીવન ન વિણસાડો : માણસ જો પહેલેથી આટલું જ વિચારી લે કે, પર સંબંધી પ્રવૃત્તિનું પોતાને કોઈ શુભ પ્રયોજન છે ? તેમ પોતાને તે કરવાનો હક છે ? આટલું વિચારીને પછી આગળ પગલું માંડે, અર્થાત્ પ્રયોજન અને હક ન હોય, કે પ્રયોજન હોય પણ હક ન હોય, યા હક હોય પણ પ્રયોજન ન હોય તો એ પ્રવૃત્તિ નહિ કરવાની. તો કેટલાય અનર્થ અને પશ્ચાત્તાપથી બચી જાય. માણસ જેવો માણસ થઈને એટલે કે બુદ્ધિમાન પ્રાણી થઈને નિપ્રયોજન યા કૌતુક-મશ્કરીની પ્રવૃત્તિ કરે, તો એ વ્યર્થ અને વિનાશક કુટેવનો અંત કયા જન્મમાં આવવાનો ? શું મહાહિતકારી ઉચ્ચ તકોથી ભરેલા આ જીવનની કિંમત નથી ? તેમ એ પણ વાત છે કે બીજાના પર ખોટા હક કરવામાં કઈ માણસાઈ છે ? ઊંચી માનવતા તો એ, કે આપણા પર બીજાના હક ચાલવા દઈએ, અને આપણા વાજબી પણ હક શક્યતા હોય ત્યાં સુધી ન વાપરીએ. પણ આ મોંઘું છે, છતાં નિરર્થક અને હકરહિત પ્રવૃત્તિમાં જીવન ન વિણસાડીએ. ઉપાધિ થી સમાધિ તરફ 1 26 Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ કેવા ત્રાસ ગુજારે છે : રાજાને એમ થાય છે કે “આ સૂતેલા સાપને જગાડવા જેવું મેં શું કર્યું ? જુઓ, પ્રેમનું પારખું કરવાની ઉપાધિ એણે ઊભી કરી તો મંત્રીની સ્ત્રીના મૃત્યુનો અને પોતાના હૃદયદોહનો કલેશ વહોરવો પડ્યો ! અને હવે આટલેથી થોડું જ પતવાનું છે ? હજી તો મંત્રીનો મહાન પ્રશ્ન અને લોકમાં આબરૂનો મોટો સવાલ ઊભો છે ! કહો, ઉપાધિ કેવા કેવા ત્રાસ ગુજારે છે ! ઉપાધિ ઊભી કરવી સહેલી છે પણ એના પ્રહાર સહન કરવા ભારે છે ! માણસને સંતોષવાળી ઉપાધિઓ ન વધારવામાં જીવન મુંજી જેવું લાગે છે, પણ એ એની સરાસર અજ્ઞાન અને મૂઢ દશા કે બીજું કાંઈ ? ઉપાધિ એટલે સંસાર-પારધીની જાળ : પરલોક-દષ્ટિ જાગ્રત નથી હોતી, આધિ, વ્યાધિને બદલે તત્ત્વદૃષ્ટિ અને તત્ત્વ-સંવેદન દ્વારા કેવુંક ભવ્ય જીવન જીવી શકાય છે, એનું ભાન નથી હોતું એટલે એ ઓછી ઉપાધિમાં મૂઢતાથી મનનું માનેલું મુંજીપણું ટાળવા માટે હાથે કરીને સંસારરૂપી પારધીની ઉપાધિ રૂપી જાળને પોતે જ પહોળી કરી આપે છે, ને જાતે એમાં ફસાય છે ? પછી એમાં પારધીની જાળમાં ફસાઈ પડેલા મૂઢ પંખેરાની માફક કરુણ હાલ સિવાય બીજું શું પરિણામ આવે ? આજે જુઓ તો દેખાશે કે જીવનમાં તત્ત્વ-દષ્ટિ અને તત્ત્વસંવેદનને વિસારી કઈ જાતની ઉપાધિ ઊભી કરાય છે, તો એની પાછળ કેટ-કેટલા પ્રપંચો અને લોભ, મદ, અનીતિ અસત્ય વગેરે માનવતાના વિનાશક દુર્ગુણો સેવવામાં આવે છે ! કેળવાયેલા ગણાતાને તૃષ્ણા વધતી જાય ત્યારે વિચારવું પડે કે તે કેળવણી અર્થાત્ સંસ્કારિતા થઈ છે કે અસંસ્કારિતા ? દેશસેવાના દાવા હેઠળ મળતા હોદ્દા પર બેસી લાંચરૂશ્વતથી પાપી પેટ-પટારા ભરવાનું હિચકારું જીવન જીવાય ત્યારે પૂછવું પડે કે એ તે દેશ-સેવા ઉપાધિ થી સમાધિ તરફ 1 2 3 Page #136 -------------------------------------------------------------------------- ________________ છે કે દેશ-ભક્ષણ છે ? સુધારાવાદમાં વહી જઈ પવિત્ર ભારતભૂમિના ગભરુ જીવોને અપવિત્ર વિચારસરણી, બીભત્સ રહેણીકરણી ઉચ્છંખલતા વગેરે મલિન અને પાશવી જીવનમાં ઘસડવાનું થાય ત્યારે આહ્વાન કરવું પડે કે આ તમારો સુધારો છે પણ સત્યાનાશ નથી એ પુરવાર કરો. પ્રજા-સુધારાના ઉપાય : આ બધા પાપો તો વગર જોઈતી ઉપાધિઓ ઊભી કરવાથી જન્મે છે. પછી એમાં સરવાળે કલેશ, કંકાસ સિવાય બીજું કાંઈ જોવા મળતું નથી. તો જુઓ આજે આ ચોમેર ફેલાયા છે કે નહિ ? માનવતાના કેટલાય ગુણોનો અભાવ દેખાય છે ! અનીતિ, અપ્રામાણિકઅન્યાયી વ્યવહાર, જૂઠ, માયા, નિર્દયતા, સ્વાર્થલંપટતા, વિલાસી વૃત્તિ ઈષ્ય વગેરે કેવા કેવા દુર્ગુણોનો જોસ દેખાય છે ! માનવતાના આ બધા દુર્ગુણો સુધારવા એના મૂળ તરફ જોવું જોઈએ. (1) અધિક ઉપાધિના મોહ મૂકાવવા જોઈએ. (2) જીવનના સાચા આનંદ સ્વસ્થ અને પ્રસન્ન મનમાં છે એ બતાવવું જોઈએ. (3) જીવનની ઉચ્ચતાની પારાશીશી શક્ય નિરુપાધિતાની ઉચ્ચતામાં બતાવવી જોઈએ. (4) પરલોકદષ્ટિને જીવંત અને જવલંત બનાવરાવવી જોઈએ. (5) જડ કરતાં સ્વાત્માના, અને કાયા કરતાં મનના મહામૂલ્યાંકન કરાવવા જોઈએ. (6) જીવનમાં અને કેળવણીમાં સારગ્રહણ ધર્મને કેન્દ્ર સ્થાન આપવું અપાવવું જોઈએ. (7) પૂર્વની ભવ્ય આર્ય સંસ્કૃતિમય જીવનના ગૌરવ વધારી પરમાત્મા અને સંત મહર્ષિઓની ઉપાસના ને એમના ઉપદેશની ઉપાધિ થી સમાધિ તરફ 1 28 Page #137 -------------------------------------------------------------------------- ________________ આરાધના વિકસાવવી જોઈએ. મંત્રી પાસે રાજા : મુનિ શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રને કરી રહ્યા છે કે “હે ચન્દ્ર ! રાજા સમજી લે છે કે આ મંત્રીને પત્નીના મૃત્યુની ખબર તો પડવાની જ, તે વખતે વળી પાછી એના મોતની પાતકી વાત ન બની જાય એ માટે એ ઉઠીને મારા તંબૂમાં આવે છે. રાજાને કોઈ કાર્ય હોય તો મને બોલાવી લે, એને બદલે પોતે ઉઠીને મારી પાસે આવ્યો એથી હું સહસા ઊભો થઈ ગયો. ' કહ્યું “મહારાજ ! કાં આ તકલીફ લીધી ? મને જ આપની પાસે બોલાવી લેવાનો હુકમ કરવો હતો ને ?" રાજા કહે છે, “એક અગત્યની વાત કરવી છે, પણ તમે કબૂલાત આપો કે એ સાંભળીને હું આપઘાત નહિ કરું.” હું વિચારમાં પડ્યો. પત્ની મર્યાની તો કલ્પના જ શાની હોય ? ત્યારે, બીજું કાંઈ હશે તો ચિંતા નહિ, એમ માનીને મેં કબૂલાત આપી. પછી રાજાએ મને નિખાલસ દિલે પોતાને થયેલ કૌતુક અને કરેલી પરીક્ષા-વિધિ વગેરે, તે ઠેઠ સરસ્વતી મૃત્યુ પામી ત્યાં સુધીની બધી વિગત કહી. “હે ચન્દ્ર ! ભલે ને કોઈ રોતા હૃદયે નિખાલસતાથી વાત કરે, પરંતુ જેને સર્વસ્વ નાશ પામ્યા જેવું લાગે છે, એને એથી થોડું જ આશ્વાસન મળે છે ? મરતા પતિને રોતી-કકળતી કહેતી હોય કે હાય ! નાથ, મેં અજ્ઞાનતાથી તમારી સેવા-સંભાળ ન કરી, તે આ રોગ વધી ગયો ! હું કેવી પથ્થર ! કેવી પાપિણી ડાકણ !' પરંતુ પતિને તેથી શું ? શું એથી કાંઈ નિરાંત વળે જ્યાં મોત ડોકિયા કરતું હોય, જ્યાં રોગની ભયંકર વેદનાઓ હોય ? “હે ચન્દ્ર ! એમજ આત્માને જ્યારે માનવતાનો ઉત્તમ જન્મારો ખોઈ નાખ્યા નો, ઉપાધિ થી સમાધિ તરફ 1 29 Page #138 -------------------------------------------------------------------------- ________________ સંયમ અને તપની સાધના નહિ કરીને પૂર્વના અસંખ્ય કર્મના વિપુલ ભાર એમજ રાખ્યાનો, ઉપરાંત અઢાર પાપસ્થાનકની આચરણા કરી પાપના ગંજ વધાર્યાનો, તેમજ ક્રોધાદિ કષાય, ઇન્દ્રિયલપટતા, વગેરે દુર્ગુણો દઢ કર્યાનો, ભારે ખેદ અનુભવાતો હોય, તે વખતે સ્નેહીઓનાં રોતાં દિલનાં ગમે તેવા સવાલા પણ શું કામ લાગે? મંત્રી કબૂલાત માગે છે : મહાનુભાવ ! મને તો પત્નીના અકાળ અને આવી રીતે થયેલ મૃત્યુથી ખેદનો પાર ન રહ્યો ! રાજાને મેં કહ્યું કે આવી વસ્તુસ્થિતિમાં હું જીવી જ કેમ શકું ? છતાં હા, કબૂલાત આપી છે, એટલે શું થાય ? આ તો મારે તો મરાય પણ નહિ ને સહેવાય પણ નહિ, એવું થયું છે. પરંતુ હવે તમે કબૂલાત આપો કે મને ફરી લગ્ન કરવાનું મુદ્દલ નહિ કહો.” આ કબૂલાત લેવાનું કારણ તું સમજી ગયો હોઈશ. પત્નીને વચન આપ્યું હતું. રાજાએ કરેલી મહાન ભૂલના પ્રતાપે એનાથી બીજું બોલાય એવું નહોતું એટલે એણે મને કબૂલાત આપવી પડી. મંત્રી ઘેર : ધારણા ધૂળમાં : “પછી તો હું એકદમ સીધો ઘેર પહોંચ્યો. મનને એમ કે છેલ્લું છેલ્લે એનું મુખ જોઈ લઉં પણ ત્યાં ગયો તો મેં શું જોયું ? હે ચન્દ્ર ! વિધિની ગતિ વિચિત્ર છે. માણસ આવેશ અને આતુરતાથી કોઈ કાર્ય કરવા દોડતો જાય, પણ રૂઠેલા કર્મ ધાર્યું શાનું થવા દે ? બને છે ને આ જગતમાં, કે ચોક્કસ ધારણા કરીને દોડનારા અને ભારે પરિશ્રમ કરનારાની ધારણા ધૂળ ભેગી થઈ ગઈ ? છતાં માણસ ઇચ્છાઓ કર્યું જાય છે, એની સિદ્ધિ પાછળ કઈ પાપો અને દુર્ગુણો આચર્યે જાય છે ! નવા નવા તરંગો અને નવી નવી ધારણાઓ ધર્યું જાય છે ! માખીઓએ લાંબા પરિશ્રમથી ઊભા કરેલા મધપૂડાની અંતે દશા શી ? કરોળિયાએ ભારે પરિશ્રમથી બાંધેલા જાળાના ઝાડુવાળાનું ઝાડું ફરતાં કઈ અવસ્થા ? એમ મનુષ્યની ધારણા સફળ થાય તો ય 1 30 ઉપાધિ થી સમાધિ તરફ Page #139 -------------------------------------------------------------------------- ________________ આવી અંતિમ દશા તો મૃત્યુ કાળે નક્કી જ ને ? પછી એ કૂડી ધારણાઓ સિદ્ધ કરવાની ખાતર અયોગ્ય રાહ લેવામાં તથા માયા, પ્રપંચ, જૂઠ, ડફાણ વગેરે આદરવામાં શી બુદ્ધિમત્તા છે? તેમ ધારણાની પાછળ બહુ આવેશ-આતુરતા રાખવાનો ય શો લાભ છે ? | મુનિ કહી રહ્યા છે કે મને ઘરમાં ન તો પત્નીનું મડદું કે ન પત્ની જોવા મળી. આકુળ-વ્યાકુળ થઈને આજુબાજુ પૂછતાં માલૂમ પડ્યું કે એને તો બાળવા લઈ ગયા છે. એટલે હું સીધો સ્મશાન ભૂમિ પર પહોંચ્યો. પણ ત્યાં જઈ જોઉં છું તો ચેહ ભડભડાટ સળગી રહી છે ! મનને તેથી ખેદનો પાર ન રહ્યો ! એમ થયું કે “અરે ! રાજાએ ઠેઠ આટલે સુધી વાત પહોંચાડી ! મરેલી પત્નીના દર્શન પણ મને નહિ ? આ તે રાજાની કેવી જાણે ઉગ્ર વૈરબુદ્ધિ ! અગર કેટલી મૂર્ખતા ! એને મારી પત્નીના મૃત્યુથી મને થતા દુઃખમાં ઓછાશ લાગી, તે એના મડદાના દર્શનથી મને વંચિત રાખી અતિશય દુઃખની આગમાં મને ઝીંક્યો ? આપઘાત એ મૂઢતા છે : “હે ચન્દ્ર ! આ બધી હકીકતનો બહુ વિચાર કરજે દુઃખ તારું વધારે કે મારું? છતાં મેં આપઘાત નથી કર્યો અને તે આપઘાત કરવા ઇચ્છે છે? એ સમજ કે મેં આપઘાતનું સાહસ નહોતું કર્યું તો જ આજે આ ભવ્ય સ્થિતિમાં છું, દુઃખના માર્યા આપઘાત કરી નાખવો એ તો સરાસાર મૂઢતા છે ! આ ઊંચા જીવનમાંની મહામૂલ્યવતી તકોનો અને ભાવી સદ્ગતિનો સંહાર કરવાની મૂર્ખાઈ છે ! દુનિયાના કદાચ એક ખૂણામાં દુઃખ લાગતું હોય તો બીજા ખૂણે ક્યાં જઈ શકતા નથી ? એક પ્રકારના જીવનમાં હોઈએ તો બીજા પ્રકારના જીવનને અપનાવી ક્યાં ન અપનાવી શકીએ ? આપઘાત શા માટે કરવો ? રાજા ક્રૂર હતો : હે ભાગ્યવાન ! એ તો મને આજે સમજાય છે કે મને એ ઉપાધિ થી સમાધિ તરફ 1 31 Page #140 -------------------------------------------------------------------------- ________________ વખતે મોહનો કારમો ઉન્માદ હતો એટલે જ પત્નીના મડદાના દર્શન પાછળ પણ ઘેલો બનીને કેઈ ને કંઈ વિચારે ચઢ્યો હતો ! અને રાજાને મહા મૂર્ખ માનતો હતો કે એણે મને આટલું મડદાનું ય દર્શન કરવાની સ્થિતિ મારા માટે ન રાખી. એ તો હવે મને લાગે છે કે રાજાએ દૂરંદેશીપણાથી જ મડદું તરત જ બાળવા મોકલી દીધું હતું. તું ય ચમકશે કે એમાં તે વળી ક્રૂરતા કે દૂરંદેશીપણું? પણ તું જો પછી શું બન્યું એ, એથી દૂરંદેશીતા બરાબર સમજાશે. ચિતા શાંત : મંત્રીનું રુદન : રાજાની મૂર્ખાઈનો બહુ વિચાર ન કરતાં તરત જ મેં પાણી મંગાવી ચિતા ઓલવાવી નાખી, અને શેષ રહેલાં હાડકાં ભેગાં કરી એની આગળ હું ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો ! આંખમાંથી પાણીની ધારા વહી રહી છે, અને મુખમાંથી પોકનો ગદ્ગદ કરુણ સ્વર ચાલી રહ્યો છે ! અહાહા ! કેટલા ઊંડા દુ:ખના સાગરમાં હું પટકાયો ! મારા એ રુદનથી ત્યાં આવેલા લોકોનાં પણ હૈયાં આ મારાં દુઃખથી વધુ દ્રવિત થઈ ગયાં અને એ ય બધા રોવા લાગ્યા ! અરે ! વનનાં પંખેરાના પણ કરુણ આર્તનાદ ભર્યા કલ્પાંત વાતાવરણ વધુ કરુણ કરી દીધું ! બીજાનાં ય દુઃખનું છાતી ફાટ રુદન કોને નથી પીગળાવતું ? હાડકાનું પોટકું ઘેર : રાજા દુરંદેશી : લોકો બિચારા ગભરાઈ ગયા કે આ મંત્રીનું શું થશે ! એમણે મને ઘણું ઘણું આશ્વાસન આપ્યું, પણ શોકના મેરુ-ભાર એમ શે” મીટે ? અંતે એ હાડકાંનું પોટલું હું ઘેર લઈ આવ્યો, અને રોજ એની હું દર્શન-પૂજા કરવા લાગ્યો. મહાનુભાવ ! હવે વિચાર, કે જો મડદું જ મને દર્શન કરવા મળ્યું હોત તો હું એને બાળવા દેત ? એની પાછળ એવો પાગલ થાત કે ચોવીસેય કલાક એની આગળથી હું ખસત નહિ ! અને કદાચ કોઈ પરાણે એને બાળવા લઈ જાત તો હું જીવતો એની ચિતામાં કૂદી કેમ ન પડત ?'... આવો બધો દીર્ધદષ્ટિનો વિચાર રાજાએ કેમ ન કર્યો હોય ? માટે જ હું તો હવે માનું છું કે ઉપાધિ થી સમાધિ તરફ 1 32 Page #141 -------------------------------------------------------------------------- ________________ રાજાએ દૂરંદેશીપણાથી જ મડદાનો તરત જ નિકાલ કરાવવાનું કર્યું હશે. સોળ વરસ પાગલ : બસ, હું તો રોજ આ ધંધો જ લઈ બેઠો કે મરેલી પત્નીનાં હાડકાં પૂજવા, અને એની આગળ રોવું ! રાજા ઘણો ય મુંઝાય, હાડકાં છોડાવવા કઈ પ્રયત્ન કરે, તેમ એને શંકા કે મારો ઉગ વધતાં વધતાં કદાચ હું કાંઈ અવનવું કરી ન બેસું એટલા માટે છૂપા રખેવાળો ફરતા ગોઠવી રાખે, પણ હું ક્યાં હાડકાં મૂકું એમ હતો ? આમને આમ સોળ વરસ મેં પાગલ જેવી અવસ્થામાં કાઢ્યા ! પૂજન અને રુદન કોનાં : “હે ચન્દ્ર ! તું જો કે આ મારી પાગલતા કોણે કરાવી ? સંસારની ઉપાધિ અને આધિએ જ ને ? પાગલ કેવો ? 16-16 વરસ સુધી બાયડીનાં હાડકાં પૂજયા ! અને એને યાદ કરી કરીને રોયો ! એવાં પૂજન પરમાત્માનાં કર્યા હોત અને રોજ ને રોજ એ નાથના વિયોગ પર અને પોતાના આત્માની અનેકાનેક દોષ-દુર્ગુણોમય દુર્દશા પર રોયો હોત, તો એમાંથી કેવો ય આત્માના ઉદ્ધારનો માર્ગ લાધ્યો હોત ! શું ગદ્ગદ દિલે પ્રભુનાં પૂજન કરી કેટલી ય આત્મશુદ્ધિ કરી ન હોત ? પણ આ સૂઝે ક્યારે ? સંસારની આધિ ઉપાધિ આત્માનું લોહી ચૂસનારી અને એકાંતે દુ:ખદાયી તરીકે ઓળખાય, એ અકારી લાગે, અને એને સંપૂર્ણપણે નહિ તો ક્રમસર પણ છોડતા આવવાનું બને ત્યારે ને ? પૈસાથી ધર્મ થાય?? હે મહાનુભાવ ! એમ સમજતો મા, કે પ્ર.- ઉપાધિની સગવડ પાસે હોય તો ધર્મ થાય છે ને ? લક્ષ્મીની ઉપાધિ સંઘરી હોય તો દાન થાય છે ને ? ઉ.- ના, ધર્મ એ ઉપાધિના મહિમાએ નહિ, પણ ધર્મબુદ્ધિના ઉપાધિ થી સમાધિ તરફ 1 33 Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવે થાય છે. દાન લક્ષ્મીના સંગ્રહથી નહિ, પણ એના ત્યાગથી થાય છે ! જીવ ભ્રમણામાં પડીને એ જોવું ભૂલી જાય છે કે પૈસા હોય તો ધર્મ થાય એમ માનીને તો પોતે ધર્મ કરતાં ઉપાધિને જ વધુ મહત્ત્વ આપી રહ્યો છે ! અને માટે જ ઉપાધિની ખાતર વચન-કાયાથી કઈ કૂડાં કર્મ કરે છે ! અને સાથે હૃદયને કેઈ માયા-તૃષ્ણા, હુંપદ વગેરેથી ગંદું કરી ભાવી દુર્દશાને નોતરી રહ્યો છે ! ભારોભાર ધર્મશ્રદ્ધા, તીક્ષ્ણ ધર્મબુદ્ધિ, અને ઉલ્લસિત ત્યાગભાવનાથી ધર્મ થવાનું માનતો હોત તો ઉપાધિને તો ઝેરસમી દેખત ! એને વધારીને ખુશી ન થાત, પણ ભયભીત થાત ! ઉપાધિ વધારવાના કોડ ન રાખત ! ઉપાધિમાં જ પૂરું થતું જીવન તો સરાસર નિષ્ફળ સમજત ! એથી માનવભવમાં એક આંટો થયાનું સમજત !" મુનિનો ઉપદેશ વસ્તુના ઠેઠ મૂળ સુધી પહોંચી રહ્યો છે. આધિઉપાધિને એનો નગ્ન સ્વરૂપમાં નિરખો તો ત્યાં પહોંચવું કઠિન નથી. એક મંત્રી જેવો મહાબુદ્ધિમાન માણસ, જુઓ કે, કેટલો ગરીબડો થઈ ગયો છે ! બીજા ખાસ કર્તવ્યોને બદલે હાડકાં પૂજવા અને રોવાનું ઘેલું કામ કરી રહ્યો છે ! મોહની લાગણીઓ ક્યારે કંઈ કેમ ઘસડી જશે એનો વિચાર કરવો હોય તો જુઓ ભૂતકાળ અને વર્તમાનકાળના થોક દૃષ્ટાંતો પડ્યા છે ! મંત્રી ગંગા કાંઠે : મુનિ પોતાના પૂર્વ જીવનની વિગત આગળ કહે છે, “હે ચન્દ્ર ! પછી તો મને વિચાર આવ્યો કે આ બિચારી સરસ્વતી તો મરી પણ એની રાખ પણ ગંગાજીનો સંસ્કાર ન પામી ! તો હવે આ હાડકાંને ગંગાજીમાં પધરાવી આવું તો કંઈક પુણ્ય તો એ પામે ! ચન્દ્ર ! કેવી આ મૂઢતા કે જીવ તો મર્યો કે તરત કોઈ યોનિમાં દાખલ થઈ ગયો અને પોતાનાં કર્મના વિપાક ભોગવવા લાગ્યો, છતાં હવે એની રાખના ગંગા-સંસ્કાર અને પિંડદાન એને પુણ્ય અને અન્ન પહોંચાડશે એમ માનવું ? ખેર ! એ વખતે તો હું ય મૂઢ જ હતો, એટલે એક 134 ઉપાધિ થી સમાધિ તરફ Page #143 -------------------------------------------------------------------------- ________________ રાતના ગુપચુપ હાડકાંનું પોટલું ઉપાડી ત્યાંથી નીકળી ગયો, અને ચાલતો ચાલતો પહોંચ્યો ગંગાકાંઠે. ગંગાના કાંઠા ઉપર બેસી મેં પોટકું છોડ્યું. જો હવે એ હાડકાં ગંગામાં પધરાવી દઉં તો બલામાંથી છૂટું એમ હતું, પણ બલા મનાય તો ને ? જેણે મને સોળ સોળ વરસો રોવરાવ્યો હતો એ હજી પણ બલારૂપ લાગતું નહોતું ! તે ઊલટો હું પધરાવવાની હિંમત ન કરી શક્યો, ને એની સામે જોઈ હજી પણ ધ્રુસકે રોવા લાગ્યો ! પણ તે કેટલું રડાય ? પાછું મન વાળ્યું કે હું તો રોઈને આ રાખી મૂકું છું, પણ એને ગંગાજીના પવિત્ર સંસ્કારનું શું? એટલે પાછો લઈને ઊભો થયો પધરાવવા ! વળી ત્યાં એનો પ્રેમ, એની લાયકી, એના ગુણો, ઇત્યાદિ બધું એવું મન સામે ઊભું થઈ ગયું કે પાછો હાડકાં લઈને નીચે બેસી ગયો, અને મંડ્યો રોવા ! વળી પાછો મન વાળી ઊભો થયો, પાછો ફેર પૂર્વનું વધારે યાદ આવી જતાં નીચે બેસી ગયો, અને મંડ્યો રોવા ! વળી પાછો મન વાળી ઊભો થયો, પાછો ફેર પૂર્વનું વધારે યાદ આવી જતાં નીચે બેસી હું કરુણ કલ્પાંતમાં ચઢ્યો ! “હે ચન્દ્ર જોજે સંસારની ઉપાધિના ખેલ ! ઉપાધિ વહોરવા માટે પણ જીવના કેટલા ધમધમતા ઓરતા ! સાથે કેમ મળે, કેમ મળે, એનાં લોહી શેકણાં ઉપાધિ વસાવ્યા પછી ય એમાં સંસારના સ્વભાવ મુજબ ઓછું વધતું તો થવાનું, એટલે કેટ-કેટલી ય લોહી-પીતી ચિંતા, હાયવોય અને સંતાપ ! ત્યારે ઉપાધિ ટળ્યા પછી તો તું આ મારી સ્થિતિ જુએ છે ને ? છતાં તું આપઘાત કરવા તૈયાર થયો છે ? મારા હાલહવાલ તારા ખ્યાલમાં આવે છે ને કે કેવા થઈ રહ્યા છે ? હાડકાં પધરાવી દેવા આવેલો છતાં વારંવાર “પધરાવું ? ના, કેમ પધરાવાય ? ના, ના પણ એનાં સંસ્કારનું શું ? તો પધરાવી દઉં ત્યારે. ના, ના. છેવટે આટલા હાડકાંનો ય વિયોગ ખમાય ?' એમ કરી કરી કરુણ રુદન કરી રહ્યો છું ! મહાપુણ્યના આ શરીરને લોહી બાળી બાળી રાખ કરી રહ્યો છું ! ઉપાધિ થી સમાધિ તરફ ૧૩પ. Page #144 -------------------------------------------------------------------------- ________________ માનવદેહ, ધ્યાન રાખજે, પુણ્યનો છે. પુણ્યનો એટલે ? પુણ્યથી મળેલો અને મહાપુણ્યના થોક ઊભા કરવા માટે બહુલાયક ! માત્ર એક વખતનાં જ પુણ્ય નહિ, પણ પુણ્યની પરંપરા સર્જી લેવા માટે અનુપમ દેહ ! એને હું મૂર્ખ-શિરોમણિ એ વખતે પત્ની રૂપી ઉપાધિ મરી ખૂટ્યા બાદ પણ સોળ સોળ વરસના અને એ પછીનાં પણ કાળાં રુદનથી વિણસાડી રહ્યો હતો ! ઉપાધિ ટળ્યા પછી પણ અનંત પુણ્ય મળેલા માનવદેહથી પરમાત્મ-ભક્તિ અને પરમાત્માની આજ્ઞાનું પાલન કરી થોક પુણ્ય ઊભું કરવાનું તો દૂર રહ્યું, ઊલટું એને પાપી શોકમાં બાળી શેકી રહ્યો હતો ! ઉપાધિના આગમન, ટકાવ અને નાશ, એ ત્રણેય સ્થિતિમાં આત્માની મહાકંગાલ અને કરુણાપાત્ર દુર્દશા સમજાય છે ને ? | મુનિ ચન્દ્રને સમજાવે છે, એ તમારી સમજમાં પણ ઉતરે છે ને ? એ મંજુર કરો છો ? “હા સાહેબ ! સમજાય તો છે પણ શું થાય, ઉપાધિ લઈ બેઠા એટલે ?'- એમ તમે કદાચ કહેવાના, પણ શું આવું એકલું કથન નિષ્ફર દિલનું નથી ? નહિતર તો કોમળ ભાવુક દિલનું શ્રવણ-કથન હોય ને, તો તો ઉપાધિના ત્રણેય કાળના તાપ-સંતાપ તો ખરાં જ, ઉપરાંત એનાથી ઊભા થતાં ઢગલાબંધ પાપ કર્મોનાં ભયંકર કટુ વિપાક નજર સામે તરવરે ! અને એથી ભડકી ઉઠો ! એમ થઈ જાય કે હાય ! આ બલા ઝટ મૂકીને ભાગું ! જો નથી મૂકાતી તો મારી એ કેવી ધિઠ્ઠાઈ ! કેવી હજીય બેભાન અવસ્થા ! ઉપાધિ મૂકવાના ભવમાં આ ? ખેર ! ઉપાધિ બહુ વધારવાના કોડ ન કરું, ઉપાધિની ખાતર કાળા કષાય, જૂઠ-દંભ, ઇર્ષ્યા-અસહિષ્ણુતા, રોફ, જહાંગીરી વગેરે દુર્ગુણો તો ન લેવું ! ઉપાધિના ગુણગાન તો ન કરું,” આટલું તો થાય ને ? આજનો માનવ કેમ બહેકી ગયો છે? કેમ અનીતિ-અસત્યને અને રગડાઝઘડાને કઠોર દિલે આચરી રહ્યો છે ? જેની પાછળ એ બધું છે એવી ઉપાધિને પાપ નથી સમજતો, બલારૂપ નથી દેખતો, માનવતામાંથી પશુતામાં ભ્રષ્ટ કરનાર પ્રલોભન તરીકે નથી લખતો, ને એના આવવા 136 ઉપાધિ થી સમાધિ તરફ Page #145 -------------------------------------------------------------------------- ________________ પહેલાં, પછી, અને ગયા બાદ પણ લોહી ચૂસનારી ડાકણ તરીકે નથી દેખતો, માટે જ એની ખાતર ગમે તેવાં હિંસા-આરંભ સમારંભાદિ પાપો અને દુષ્ટતા આદરવામાં આંચકો નથી અનુભવતો ! મુનિની મંત્રીપણાની ઉપાધિ પાછળની દુર્દશા હજી વધારે આવવાની છે જુઓ. રાજકુમારીનો યોગ : મુનિ કહી રહ્યા છે, “હે ચન્દ્ર ! એ મારું વારંવાર પત્નીનાં હાડકાં ઊંચકવા-મૂકવાનું જોઈ અને રોવાનું જોઈ ત્યાં ફરવા આવેલી એક રાજકુમારીનું હૃદય ભરાઈ આવ્યું ! બિચારી મારી પાસે આવીને દિલના દર્દ સાથે પૂછે છે, “ભાઈ કેમ રડો છો ?' બેન શું કરું ?' મેં કહ્યું, “આ છોડાતું નથી ને સહેવાતું નથી, રડું નહિ તો બીજું કશું ય શું ?' ‘પણ એવું તે એટલું બધું શું દુઃખ છે તમને ?" મને દુઃખ પૂછે છે ? તે સાંભળ,' એમ કહીને એ કુમારી સારું માણસ લાગવાથી મારું દુ:ખ એને હું કહેવા લાગ્યો !" રાજકુમારી બેભાનઃ બાપ ગુસ્સે ? મુનિ શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રને કહી રહ્યા છે, “મેં ઠેઠ સરસ્વતીને વચન આપ્યાથી માંડી મારી બધી હકીકત રાજકુમારીને કહી તે એ સાંભળીને હું જોઉં છું તો તરત બેભાન જ થઈ ગઈ ! એના નોકરો તરત એના પિતા રાજાને બોલાવી લાવ્યા. એણે એક બાજુ કુંવરીને સ્વસ્થ કરવાના ઉપાય કરાવવા માંડ્યા, અને બીજી બાજુ મારા પર એ ગુસ્સે થઈ ગયો કે મેં કુંવરી પર શો પ્રયોગ કર્યો ? હે મહાનુભાવ ! જોજે આ સંસારની વિટંબણા ! એક તો હું મારા નિસ્ટ્રીમ દુઃખને રડી રહ્યો હતો, ત્યાં આ પડતા પર પાટુ આવ્યું ! કુમારી આગળ દિલ ઠાલવવાની ઉપાધિમાં પડ્યો તો આ નવી ઉપાધિ ઊભી થઈ ! પણ ત્યાંય આપણને ખબર નથી હોતી કે એમાંથી ય ઉપાધિ થી સમાધિ તરફ 1 37 Page #146 -------------------------------------------------------------------------- ________________ વળી કેવા ફણગાં ફૂટશે ! માટે જ ઉપાધિ એ વિટંબણા રૂપી વૃક્ષનું બીજ છે. મંત્રીને મરેલી પત્ની મળે છે ? રાજાને હું કાંઈ ખુલાસો કરું તે પહેલાં રાજકુમારી જાગ્રત થઈ ગઈ, રાજાને કહે છે “પિતાજી ! કોના પર ગુસ્સો કરો છો ? મારે તો એમની સાથે લગ્ન કરવાના છે.' રાજા કહે છે “આ તું શું બોલે છે ? ગાંડી થઈ ગઈ શું ? કે આ માણસે તારા પર કામણ-ટુમણ કર્યું ? તારા માટે તો કોઈ મહાન રાજવી રાજકુમાર પસંદ કરીશું.' કુમારી કહે છે, “ના બાપુજી મને ગાંડપણે ય નથી થયું, ને આમણે કોઈ કામણટુમણ પણ નથી કર્યું. મારે આ જીવનમાં આમના સિવાય બીજાને નહિ વરવાની પ્રતિજ્ઞા છે. પતિ કરીશ તો આમને જ !' રાજા કહે છે, “અરે ઘેલી ! આ શી ઉતાવળ કરે છે ? આવી વિચાર વિનાની વાત કરાય ?' કુમારી ઉત્તર કરે છે, “તાત મારા ! સાંભળો. આ મારા પૂર્વભવના પતિ છે. ત્યાં પણ હું એમની પત્ની સરસ્વતી હતી, અને અહીં પણ ભાગ્યયોગે નામ સરસ્વતી મળ્યું છે. જુઓ એ અહીં આ મારા પૂર્વ શરીરના હાડકાં લઈને આવ્યા છે. તેના પર 16-16 વરસ એ રોયા છે. અહીં એમણે મને બધી વિગત કહી તેથી મને ઉહાપોહ થયો અને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું; તેથી હું મૂછિત થઈ ગઈ. અમારો પરસ્પરનો ગાઢ પ્રેમ અને મારી પાછળ એમનું આ 16-16 વરસનું દુઃખ મને કેમ વિહ્વળ ન કરે ?' “હે ચન્દ્ર ! જુએ છે ને રાગની આધિનાં તોફાન ? પોલાદી બેડીનાં બંધનને ટપી જાય એવા આ રાગનાં બંધન છે. બકરીને કસાઈ લઈ જતો હોય છતાં સ્નેહની દોરીથી બંધાયેલું એનું બચ્ચું પાછળ પાછળ ચાલ્યું આવે છે ! મોતના મુખમાં જ પ્રવેશ ને ? કુમારીની ઉપાધિ થી સમાધિ તરફ 1 38 Page #147 -------------------------------------------------------------------------- ________________ વાત સાંભળી હું તો ચકિત થઈ ગયો, દુ:ખ ભૂલી ગયો અને પાછો સ્નેહના આનંદમાં ઝળબોળ નહાવા લાગ્યો. પણ હમણાં મારે બોલવા જેવું નહોતું તેથી મૌન રહ્યો. કુમારી બિચારી હરખઘેલી થઈને રાજાને કહે છે ! ત્યારે રાજા વધારે શંકામાં પડ્યો કે આ કુમારી પર ભારે વશીકરણનો મંત્ર પ્રયોગ થયો લાગે છે ! પરંતુ કરે શું ? કુમારીને પ્રતિજ્ઞા છે. એણે માર્ગ કાઢયો. પુત્રીને ખાનગીમાં મારાં ને એનાં પૂર્વ જીવનની બીજી બીજી વિગતો શી છે એ પૂછે છે. કુમારી ઘણી ઘણી વિગતો કહે છે. પછી રાજા મારી પાસે આવીને એ વિગતોની સત્યતા પરખવા મને પ્રશ્નો પૂછે છે. એમાં મારા રાજાનું નામ, કુટુંબીઓનાં નામ, ઘરનો આકાર-સ્થાન, ઘરની માલમિલકત, ખાન-પાન-પહેરવેશ વગેરેની ખાસિયતો કોઈ કોઈ બનેલા બનાવો વગેરે વગેરે કેટલુંય મને પૂછ્યું. મારે અસત્ય બોલવાને કોઈ કારણ નહોતું, આમેય રાજાનો મારા માટેનો ખોટો ખ્યાલ તો દૂર કરાવવો જ હતો, તેમ એજ પત્ની ફરી પાછી નવા દેહે મળે છે એનો આનંદ તો તું સમજે છે ને કે કેટલો હોય, એટલે મેં એ પ્રશ્નોના ઉત્તર આપ્યા. એટલે હવે રાજાને શું બોલવાનું રહે ? વિશ્વાસ પડી ગયો, એટલું જ નહિ પણ હું એક સામાન્ય માણસ નથી પણ બાહોશ રાજમંત્રી છું એથી એને ભારે આકર્ષણ પણ થયું અને એ ભાવ એની મુખમુદ્રા, આંખો અને શબ્દોમાં હું જોઈ શક્યો.” જુઓ આ સંસારમાં કેવી કેવી વિચિત્ર ઘટનાઓ બને છે. ક્યાં મંત્રીનો દેશ અને ક્યાં સરસ્વતીનું બીજા જન્મમાં અવતરવું ! તે પણ આ રીતે બંનેનો ભેટો થાય એવું બનાવનાર નિમિત્તોનું કેવું સહજ ભાવે બની આવવું ! આને કોણ ગોઠવવા જાય છે ? કર્મ, કાળ અને ભવિતવ્યતાની વિચિત્રતા જ આવું અચિંત્ય અને દુર્ઘટ પણ સર્જી દે છે. જીવનું તેવું પુણ્યકર્મ કામ કરતું હોય તો જ કુંવરીને આવો જન્મ અને મંત્રીને આવો લાભ થાય. તેમ, તેવા પ્રકારની ભવિતવ્યતા જ ઉપાધિ થી સમાધિ તરફ 1 39 Page #148 -------------------------------------------------------------------------- ________________ આ રીતના વિચિત્ર સંયોગમાં બેનો ભેટો કરાવી દે. ત્યારે બરાબર રાજપુત્રીના નદી પર ફરવાના કાળે જ મંત્રીનું ત્યાં હાજર થવાનું હોય તો જ એ કાળ બળે આ ઘટના સર્જાય. જગતની વસ્તુના સંયોગ બની આવવામાં માણસ કાળ-કર્માદિની શ્રદ્ધા નહિ પણ પુરુષાર્થના ગુમાન રાખે એમાં શું વળે ? “બસ, મેં આ રીતે અહીં આવવાનો પુરુષાર્થ કર્યો તો હું આ પામ્યો,'- એમ માનવું અજ્ઞાનતાભર્યું નથી ? અજ્ઞાનતા એટલા માટે કે તે ક્યાં આમ બનાવવાનું ધારીને પુરુષાર્થ કર્યો હતો ? માટે પુરુષાર્થનાં ગુમાન ખોટા છે. હા, આત્માના દયા, સત્ય, મૈત્રીભાવ, પ્રામાણિકતા, ક્ષમા-સમતા, નમ્રતા-નિખાલસતા, વૈરાગ્યનિસ્ટંગતા, સુદેવગુરુ-બહુમાન અને તત્ત્વરુચિ, ત્યાગ તથા તપસ્યા વગેરે ગુણોના ઉદ્દેશથી પુરુષાર્થ તો આના જ કરું,' એમ થાય. મંત્રીનો ગમે તેટલો પુરુષાર્થ હોય છતાં એ કુમારીને પૂર્વ જન્મનું સ્મરણ શું કરાવી શકે ? તો તે વિના જે બને છે તે ક્યાંથી બની શકે ? મંત્રી પતિ ને રાજા થાય છે પણ શરતે : મુનિ આગળ કહે છે, “હે ચન્દ્ર ! પછી તો રાજા ખુશ થઈ કહે છે મને, “હું તમને આ કુમારી પરણાવું, પણ એક શરતે.” ત્યારે વળી હું મુંઝાયો કે આ પણ પેલા રાજાની જેમ શું એ કબૂલાત તો નહિ માગે કે નથી ને કદાચ કાંઈ બને તો તમારે આપઘાત નહિ કરવાનો ? વહેમીલું કે અતિ દાઝેલું મન જીવને શંકામાં ને શંકામાં જ અથડાવે છે. શંકિત મન એ સંયોગો રુડા મળ્યા હોય છતાં અજંપો, અસ્વસ્થતા અને કેટલીકવાર અજુગતું કરી બેસવાનું સાહસ કરાવે છે ! શા માટે વહેમીલા બન્યા રહેવું ? કે શા માટે કોઈ અનિષ્ટ બની ગયું તેથી મનને ભારે શોકમગ્ન કરી દેવું ? હે ચન્દ્ર ! રાજાને મેં પૂછયું, ‘શી શરત ?" રાજા મને કહે છે કે “એ જ, કે મારે આ એક પુત્રી જ છે, પુત્ર નથી, તો તમારે પરણીને મારે ત્યાં જ રહેવાનું, અને મારી પછી મારું રાજય સંભાળવાનું.' હા પાડી, કેમ ? આવો રાજવી બનવાનો મહા લાભ મળે છે માટે નહિ, પણ પ્રાણપ્રિયા મળે 140 ઉપાધિ થી સમાધિ તરફ Page #149 -------------------------------------------------------------------------- ________________ છે માટે. કામદેવની કેટલી કારમી શૃંખલાઓ જીવને જકડી લે છે કે કામના પાત્રની આગળ કશું વિસાતમાં ન ગણે, અને કામની સિદ્ધિ ખાતર બધું કરી છૂટે. આ શૃંખલાઓનાં બંધન ઓછા કર્યા વિના કામ પાત્રનાં આકર્ષણ ક્યાંથી મોળા પડે ? ને તે વિના પરમાત્મા અને સંતના આકર્ષણ ક્યાંથી જન્મે કે વધે ? હે ચન્દ્ર ! પછી તો ધામધૂમથી રાજા મને એની રાજધાનીમાં લઈ ગયો અને અમારાં લગ્ન કરાવ્યાં ! વિચારજો હસ્તમેળાપ વખતના મારા આનંદનું ગાંડપણ ! અહાહા ! જીવને પરમાત્માનો મેળાપ થતાં કે સગુરુનો યોગ થતો આવો આનંદાનુભવ ખરો ? થાય તો ખ્યાલ જ થઈ જાય ને ? પછી તો ત્યાં રહીને આનંદમગ્ન થઈ ગયો અને આગળ જઈને રાજા પણ બની ગયો.” કહો, પહેલાં કહ્યું તેમ બહાર માટેના પુરુષાર્થનાં ગુમાન કામ લાગે એવા છે ? મંત્રીએ આવી કોઈ ધારણાથી પુરુષાર્થ કર્યો હતો ? તો શું 16-16 વર્ષ રોવા અને હાડકાં પૂજવાનો ને પછી નદીમાં પધરાવવા આવવાનો પુરુષાર્થ એ મરેલી પત્ની પાછી મેળવવા તરીકેનો અને રાજા બનવા તરીકેનો પુરુષાર્થ ગણાય ? જો હા કહેશો તો તો પછી એ માટે એમ જ કરવા માંડવું પડશે ! ઠોકર લાગતાં ક્યાંક ઈંટોડું ઉખડી નીચે દટાયેલ પૈસા નીકળ્યા, તો શું પૈસા કાઢવા માટેનો પુરુષાર્થ એટલે ઠોકર મારતાં ચાલવું એમ કહેવાય ? ના, એ એનો પુરુષાર્થ જ નથી. એવું અહીં મંત્રીને બને છે. ત્યારે તમે કહેશો કે છતાં અહીં મંત્રીએ જે કર્યું તે તો સારામાં ઉતર્યું ને ? એકદમ હા કહેવાની ઉતાવળ કરતાં નહિ. કેમકે હવે જુઓ શું સારું-નરસું બને છે તે. ભાવની ખબર નથી એટલે તત્કાલ લાભ ઉપર ઓવારી જવાય છે. મંત્રી આપઘાત કરવા : મુનિ કહે છે “હે ચન્દ્ર ! પછી તો એકવાર મારી પત્ની એવી બિમાર પડી કે કોઈ ઉપાય જ કારગત થાય નહિ ! મારી ધીરજ ખૂટી. મને એમ થયું કે નથી ને જો આનું મૃત્યુ થશે તો પછી તો મારે જીવવું ઉપાધિ થી સમાધિ તરફ 141 Page #150 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલ થશે, હવે કરવું શું ? દિવસે દિવસે આને બગડતું દેખાય છે. મહાનુભાવ ! આવા અવસરે જીવન જીવવામાં કેન્દ્ર સ્થાને પડેલો પત્નીનો રાગ બીજો કોઈ વિચાર નહિ આવવા દે ! એ શું, કે લક્ષ્મી વગેરેનો રાગ શું, એ માણસને ઉચ્ચ માનવ ભવની વિશેષતા, કિંમત અને કર્તવ્ય સૂઝવા દેતો નથી. હું તો ચઢ્યો ઊંચા મહેલની અગાશી ઉપર ! શું કરવા ? બસ, પત્ની મરે એ પહેલાં નીચે ભૂસકો મારી આત્મહત્યા કરવા ! મુનિનું આગમન : હે ચન્દ્ર ! વિપુલ રાજ્ય, ખજાનો, પરિવાર, હોશિયારી એ બધું મને અત્યારે બચાવે એમ નહોતું, કેમકે હવે હું પડું એટલી જ વાર હતી. હા, પાસે ધર્મ હોત તો એ હિંમત આપત કે “છે શું ? પત્ની જશે તો પછી જીવન પ્રભુના માર્ગે લઈ જવાશે.” ત્યારે આજે મને સમજાય છે કે ધર્મ એ કેવો તારણહાર છે ! બન્યું એવું કે હું જ્યાં પડવાની તૈયારીમાં છું ત્યાં ઓચિંતા એક આકાશગામી મુનિ આકાશમાંથી જતાં જતાં ત્યાં અગાશી ઉપર ઉતરી આવ્યા ! હું તો ચમક્યો ! મારે તો મરવું જ હતું એટલે મને તો એમ થયું કે “પહેલાં રાજા નડ્યો'તો, એમાં પાછું વળી આ વિઘ્ન ક્યાં આવ્યું ?' | મુનિ મને કહે છે, “મહાનુભાવ ! આ શું કરી રહ્યો છે ? અકાળે આવા સુવર્ણભવનો નાશ ?' મેં કહ્યું “પણ શું કરું ન મરું તો ?' એમ કહીને મારા દુઃખની રામાયણ મેં એમને કહી સંભળાવી. દુખિયારાને બીજું શું સુઝે ? ત્યારે એ કહે છે, “ભાગ્યવાન ! પરંતુ આમે ય તારા મર્યા પછી પણ તારી પત્ની તને મળવાની ક્યાં ખબર છે ? વિયોગ તો રહેવાનો !" ' કહ્યું, ‘પણ મારે જે અહીં જીવતે એના વિયોગ યાદ કરી કરીને રોવાનું તે પછી તો નહિ ? | મુનિ કહે છે “અરે ઘેલા ! જો પત્નીની યાદ ભૂલવી હોય તો ઉપાધિ થી સમાધિ તરફ 1 42 Page #151 -------------------------------------------------------------------------- ________________ તો વૈરાગ્યના માર્ગે ચઢી જા. જરા દષ્ટિ ફેરવીને જો કે જીવનમાં આ બધું તોફાન સંસારની ઉપાધિ કરાવે છે. ઉપાધિમાંથી મનોદુઃખ, ચિંતા, શોક, કુમતિ વગેરે કેટલીય આધિઓ જન્મી જીવને હેરાન પરેશાન કરી નાખે છે. ત્યારે ઉપાધિઓથી મુક્ત થવામાં કેટલો ગજબ આનંદ અને સ્વસ્થતા સાથે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપાસના કરીને, એ તો જો કે, ભીષણ ભવભ્રમણના અનંત દુઃખ પાર કરી જવાય છે ! માનવ જીવનમાં જ આ શક્ય છે, ને માનવ જીવન આ માટે જ છે. પાછું આવો ભવ ફરી ફરી મળવો સહેલો નથી. તો એને ઊંચા આત્મ-પરાક્રમને બદલે આ ઉપાધિ પાછળની કાયર, કંગાળ અને ખતરનાક કાર્યવાહીમાં કાં વિણસાડી નાખે?.. મંત્રી અને સરસ્વતીનો સંસાર ત્યાગ : મુનિની વેધક વાણીએ મારો મોહ ભેદી નાખ્યો. “હે ચન્દ્ર ! મેં એમના એકેક શબ્દ પર ગંભીર અને વિસ્તૃત વિચાર કર્યો, નક્કી કર્યું કે ઉપાધિમય સંસાર ત્યજી હવેના જીવનનો પંથ સમ્યગ્દર્શનાદિની ઉપાસના કરવાનો જ મને ખપે. મુનિ પાસેથી મેં એની સમજ લીધી, ને એથી તો હું ખૂબ ઉલ્લાસમાં આવી ગયો. વળી પત્ની પણ કાંક તત્ત્વ પામે એ માટે હું મુનિને પ્રાર્થના કરીને નીચે લઈ ગયો; અને આવા પવિત્ર મહાત્માના દર્શનનો ચમત્કાર એ થયો કે પત્ની તરત ઊભી થઈ ગઈ ! રોગ-બોગ પલાયન ! એ મુનિના ચરણે પડી. મુનિએ એને પણ પ્રતિબોધ કર્યો. એટલે અમે બંનેએ રાજય બીજાને ભળાવી દઈ આ અસાર સંસારનો ત્યાગ કરી ચારિત્ર લીધું. ખત્તા ખાધા પછી સંસારની આધિ-ઉપાધિમાંથી છૂટ્યા, એજ હું આજે સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની સાધના કરતો મુનિપણે તારી આગળ ઊભો છું. હવે કહે દુઃખ તારું મોટું કે મારું ? ધ્યાન રાખજે, સંસારની આધિવ્યાધિ-ઉપાધિના તાપ જ જીવને દુઃખી દુઃખી કરે છે. એને મિટાવવા ભગવાન શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તપનો માર્ગ એજ સચોટ એક જ ઉપાય છે. એથી જન્મ-મરણ ભવભ્રમણ ઉપાધિ થી સમાધિ તરફ 1 43 Page #152 -------------------------------------------------------------------------- ________________ વગેરે અપરંપાર દુઃખમય સંસારનો અંત થઈ જીવ મોક્ષ પામે છે, અને શાશ્વત કાળ માટે અનંત સુખનો ભોક્તા બને છે.'' ચન્દ્ર આત્મકલ્યાણના માર્ગે : ચન્દ્રને આ બધું સાંભળીને મન પલટાઈ ગયું ! મનમાં હિંમત આવી ગઈ ! પ્રકાશ થયો ! સંસાર ત્યાગ કરવાની હજી શક્તિ ન લાગવાથી સમ્યક્ત્વ સહિત અહિંસાદિના અણુવ્રતોવાળો શ્રાવકધર્મ એણે સ્વીકાર્યો. પછી પરદેશ જઈ ભાગ્ય ખુલવાથી ધન કમાયો. પણ હવે ઘેર પાછો જાય છે તે આપકમાઈ કરનાર અહંકારી તરીકે નહિ, પણ એક ધર્માત્મા પુરુષ તરીકે ! પોતાની હકિકત કહી એણે કેટલાયને ધર્મનિષ્ઠ કર્યા ! આગળ જઈને એણે પણ ચારિત્ર લઈ આત્મકલ્યાણ સાધ્યું. સમ્યગ્દર્શનથી સંસારના આધિ-વ્યાધિ અને ઉપાધિમય ત્રિવિધ તાપ કેમ મીટે એ વિચાર્યું. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રથી પણ એ કેવી રીતે દૂર થાય છે એ વિસ્તારથી વિચારવા જેવું છે. 1 44 ઉપાધિ થી સમાધિ તરફ Page #153 -------------------------------------------------------------------------- ________________ ભુવનભાનુ એન્સાઈકલોપીડિયા ભાગ-૧ થી 75 ની વિગતો ભાગ - 1 થી 10, અગ્રલેખામત ભાગ - 11, અગ્રલેખામૃત + દિવ્યદર્શન + ગણધરવાદ ભાગ - 12, સાધર્મિક ભક્તિ - જીવનના આદર્શ + અનંતના પ્રવાસે ભાગ - 13 / 14, શ્રી યોગદષ્ટિ સમુચ્ચય ભાગ - 15, શ્રી યોગદષ્ટિ સમુચ્ચય + નિશ્ચય અને વ્યવહાર ભાગ - 16, અનાથી મુનિ + મદનરેખા + કલ્યાણ મિત્ર + નમિરાજર્ષિ ભાગ - 17, સંસારની જડ + જીવનમાં દિશાનું પરિમાણ + સંસારના ત્રિવિધ તાપ ભાગ - 18, ગૃહસ્થ ધર્મ કેમ દીપે? + દર્શનની ષવિધ કલા + અરિહંત પરમાત્માની ઓળખાણ + જૈનશાસનમાં ભાગવતી દીક્ષાનું સ્થાન + સંસ્કૃતિના સંરક્ષણ ભાગ - 19, ધ્યાન અને જીવન ભાગ - 20, ધ્યાન અને જીવન + ચિંતા ચાર પ્રકારની ભાગ - 21/12/23, શ્રી સમરાદિત્ય કથા ભાગ - 24/25, શ્રી સમરાદિત્ય કથા, ભાગ - 26, શ્રી સમરાદિત્ય કથા + અમીચંદની અમીદષ્ટિ + મહાસતી દેવસિકા + રૂપસેન અને સુનંદા ભાગ - 27, પર્યુષણ પર્વના પ્રવચનો ભાગ - 28/29, આત્માનો વિકાસ અને મહાસતી સીતાજી ભાગ - 30, લલિત વિસ્તરા + સતી દમયંતી ભાગ - 31, શ્રી શાંતિનાથ ભવ - 1 થી 4 ભાગ - 32, શ્રી શાંતિનાથ ભવ - 4 થી 6 ભાગ - 33, શ્રી શાંતિનાથ ભવ - 6 થી 8 ભાગ - 34, શ્રી શાંતિનાથ ભવ - 8 થી 10 ભાગ - 35, શ્રી શાંતિનાથ ભવ - 8 થી 10 + પ્રારબ્ધ પર પુરુષાર્થનો વિજય + ઉબુટ્ટો મા પુણો નિબુફિજ્જા ભાગ - 36, શાંતસુધારસ અને ઋષિદત્તા - 1, ભાગ - 37, શાંતસુધારસ અને ઋષિદત્તા - 2 ભાગ - 38, વીસસ્થાનક-અરિહંત પદ-દેવપાલની સાધના + તામસભાવના તાંડવ ભાગ - 39, વીસસ્થાનક-સિદ્ધપદ - હસ્તિપાલની સાધના + રાગદ્વેષ કરાવે કલેશ ભાગ - 40, રાગદ્વેષ કરાવે કલેશ + નરસિંહની કથા + દાનધર્મ ભાગ - 41-42 શ્રી કુવલયમાળા-ચરિત્ર વ્યાખ્યાન 1 - 2 ભાગ - 43, શ્રી કુવલયમાળા-ચરિત્ર વ્યાખ્યાન -3 + કષાય રોકો છૂટવાનો મોકો ભાગ - 44, કષાય રોકોઃ છૂટવાનો મોકો ભાગ - 45, શ્રી પંચસૂત્ર-૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાગ - 46, શ્રી પંચસૂત્ર ભાગ-૨ + ભવાભિનંદી જીવના ૮દુર્ગુણ + જીવનસંગ્રામ ભાગ - 47, સંદેશો પ્રભુવીરનો + કામલતાની કરુણ કહાની ભાગ - 48, સુલસાચરિત્ર + ભોગોપભોગ પરિમાણવ્રત ભાગ - 49, તરંગવતી-૧ ભાગ - 50, તરંગવતી-૨ + અસખય જીવિયં મા પમાયએ ભાગ - 51/52, રુમિરાજાનું પતન અને ઉત્થાન-૧/૨ ભાગ - 53 રાજપુત્ર આદ્રકુમાર ભાગ - 54 આનંદઘનજી કૃત સ્તવન રહસ્યાર્થ -1 થી 5 ભાગ - 55 આનંદઘનજી કૃત સ્તવન રહસ્યાર્થ -6 + ઉપા. યશોવિજય કૃત ચોવિસી રહસ્યાર્થ 1 થી 7 ભાગ - 56 ઉપા. યશોવિજય કૃત ચોવિસી રહસ્યાર્થ 8 થી 15 ભાગ - 57 પરમતેજ સારોદ્ધાર ભાગ - 58 અરિહંત-સિદ્ધ-આચાર્યપદ પૂજા ભાગ - 59 ઉપાધ્યાય-સાધુપદપૂજા+માર્ગાનુસારી જીવન+ષોડશક+ગણધરવાદ (૨થી૧ 1) ભાગ - 60 ધ્યાનશતક + શ્રી તત્ત્વાર્થ ઉષા + નમસ્કાર ગ્રન્થનો ઉપોદ્ધાત ભાગ - 61 ઉચ્ચપ્રકાશના પંથે ભાગ - 6 2 શ્રી ભગવતીસૂત્ર વિવેચન ભાગ-૧ + ઉપદેશમાલા ભાગ - 63 ધર્મ કેમ અને કેવો આરાધ્ય ? + પ્રકરણ દોહન + પળમાં પાપને પેલે પાર, + પ્રકીર્ણ પ્રસાદ ભાગ - 64 શ્રદ્ધાંજલી-૧ ભાગ - 65, શ્રદ્ધાંજલી-૨ ભાગ - 66, સમાચાર-૧ ભાગ - 6 7, સમાચાર- 2 ભાગ - 68, સમાચાર-૩ ભાગ - 69, સમાચાર-૪ ભાગ - 70, સમાચાર-૫ ભાગ - 71, શાસન પ્રભાવના-૧ ભાગ - 72, શાસન પ્રભાવના-૨ ભાગ - 73, શાસન પ્રભાવના-૩ ભાગ - 74, શિબિર-૧ ભાગ - 75, શિબિર-૨ ભાગ - 76, પ્રકીર્ણ પ્રસાદ-૧ ભાગ - 77, પ્રકીર્ણ પ્રસાદ-૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાન્ત મહોદધિ પ.પૂ.આચાર્ય ન્યાયવિશારદ પ.પૂ.આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા શ્રી વિજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા સરળ સ્વભાવી પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મઘોષવજયજી મ.સા. તપાગચ્છભૂષણ સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા Page #156 -------------------------------------------------------------------------- ________________ બિર , અધad ઇ.સં.૧૯૬ તાદા t962 થી ઇ.સ ઇ.સ. 20 પ્રિન્ટીંગઃ જય જિનેન્દ્ર અમદાવાદ મોકલ૮૫૦ 24204