________________ પ્રત્યક્ષ જોઈ શકતા ન હોઈએ, છતાં એ હિતકારી જ છે, એ જ હિતકર છે. એના ઝીણા ઝીણા પ્રકારો અને એની ઉપયોગિતા કેટલીક પ્રત્યક્ષ ન હોય છતાં એ એમજ છે.” આવી અટલ શ્રદ્ધા જોઈએ, આ શ્રદ્ધાની અસર એ થાય કે એ તત્ત્વોની કર્તવ્યતા-ગ્રાહ્યતાને અનુરૂપ વલણ આત્મામાં ઊભું થઈ જાય. શું આવે એ વલણમાં ? એજ, કે એ સંવર, નિર્જરાદિ પામવાની લાલસા અને પામ્યાનો ગળચટો સ્વાદ દિલને રહ્યા કરે. લક્ષ્મીને ગ્રાહ્ય સમજનારને લક્ષ્મી પામવાની કેવી મધલાળ છુટે છે ? એવી મધલાળ આ ખાસ સંવર-નિર્જરા પામવાની ઝર્યા કરે, મનનું વલણ એવું ઊભું થઈ ગયું હોય કે આમાં જ કલ્યાણ, અને જીવનની સાર્થકતા લાગ્યા કરે. એમાં જ આશ્વાસન અને હૂંફ લાગે. આ સિવાયના જીવનમાં કાંઈ માલ નથી એમ સચોટ ભાસે. સંવર, નિર્જરા, મોક્ષની પ્રત્યે પ્રેમની દષ્ટિ રહે. પુણ્ય પ્રત્યે પણ ધર્મ સામગ્રી તરીકે જ મીઠી નજર રહે. આવું બધું વલણ મનનું ઘડાઈ જાય એ ઉપાદેય તત્ત્વની પરિણતિ. ભાવદર્શન માત્ર બોલવામાં નથી પણ હૃદય પલટો કરવામાં છે : ભાવસમ્યગ્દર્શન લાવવા માટે દર્શનનો ભાવ કેળવવાનો છે. એમાં આ શેય-હેય-ઉપાદેય તત્ત્વોની પરિણતિ ઘડવાની છે, ઘડવા માટે સત્સંગ અને ખૂબ ખૂબ જિનવાણીના શ્રવણ ઉપરાંત જિનભક્તિ, તીર્થયાત્રા, જાપ, પંચ પરમેષ્ઠીનું ધ્યાન-સ્મરણ, તેમ બીજી ધર્મ સાધનાઓ દા.ત. દાન-શીલ-તપ-ભાવના, વ્રત-નિયમ, જ્ઞાન-ધ્યાન વગેરે કેટલીય ચર્ચા પણ આદરવી પડે. એવા પણ જીવો જગતમાં હોય કે જે ઠેઠ સર્વવિરતિ સાધુ-દીક્ષા સુધીની ચર્ચા પાળ્યા પછી ભાવ-સમ્યગ્દર્શનની ફરસના જોવા પામે. આનો અર્થ એ છે કે તત્ત્વપરિણતિ યાને ભાવદર્શન પામવું સહેલું નથી. તત્ત્વની પ્રત્યે તારેતાર ઝણઝણી ઉઠે, અનાદિની ઊંધી માન્યતા અને વલણ સદંતર ભૂંસાઈ જાય, તદ્દન પલટાઈ જાય, અવળી દષ્ટિમાં આખો પલટો આવી જાય ત્યારે ભાવદર્શન અસ્તિત્વમાં આવે છે. એ, ‘તત્ત્વ સાચું, અતત્ત્વ ખોટું' એવી કેવળ માનસિક 1 10 ઉપાધિ થી સમાધિ તરફ