SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અને તપ એ ત્રિપુટીને પણ ધર્મ કહેવાય છે, એનો સમાવેશ સમ્યગ્દર્શન જ્ઞાન પૂર્વકના ચારિત્ર ધર્મમાં થવાનો. દાન-શીલ-તપ-ભાવના રૂપ ધર્મનો પણ એમાં સમાવેશ કરાશે. શ્રાવક ધર્મ અને યતિધર્મ પણ એમાં જ સમાવેશ કરાશે. તાત્પર્ય, સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર, એ શુદ્ધ ધર્મ છે. સંસારના આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપ મિટાવવા છે ને ? તે આનાથી મિટશે. હવે અહીં. જરા ઊભા રહેવાનું છે, વિચાર કરવાનો છે. તમે તો જન્મથી જૈન છો જૈન કુળમાં જ જન્મી ગયેલા છો એટલે એમ માની જ લો છો ને કે અમને તો શુદ્ધ ધર્મ જ મળી ગયો છે ? ‘હા’ કહેતાં પહેલા જરા ખમો, અને એ વિચારી જુઓ કે દર્શન-જ્ઞાન-ચારિત્ર તમારા અંતરાત્મામાં દ્રવ્ય દર્શન, દ્રવ્ય જ્ઞાન, અને દ્રવ્ય ચારિત્ર રૂપે ઉતર્યા છે કે ભાવ દર્શન, ભાવજ્ઞાન અને ભાવ ચારિત્ર રૂપે ? વળી કહેશો કે આ પાછું દ્રવ્ય દર્શન શું ને ભાવ દર્શન શું ? ચાર નિક્ષેપા : દુનિયામાં વસ્તુ માત્ર ચાર નિક્ષેપ એટલે કે ચાર રૂપે હોય છે, નામ રૂપે, સ્થાપના રૂપે, દ્રવ્યરૂપે અને ભાવરૂપે. છોકરાનું નામ પાડ્યું “ઇન્દ્ર, ત્યાં એ છોકરો ઇન્દ્ર તરીકે ઓળખાય છે, પણ શું એ સાચેસાચ ઇન્દ્ર છે ? ના, માત્ર નામરૂપે ઇન્દ્ર છે. એમ ઇન્દ્રની મૂર્તિ કે ચિત્ર, એ સ્થાપના રૂપે ઇન્દ્ર છે. ત્યારે ખુદ ઇન્દ્ર પણ જયારે સભામાં સિંહાસન પર બેસી ઇન્દ્રપણાની ઠકુરાઈ ભોગવવાની અવસ્થામાં નથી, ત્યારે એ દ્રવ્ય ઇન્દ્ર છે. દ્રવ્ય એટલે ભાવનું કારણ. ઇન્દ્ર બરાબર સિંહાસને આરૂઢ થઈ દેવસભાના નેતા રૂપે ઇન્દ્રપણાના પૂરા દમામની અવસ્થામાં હોય ત્યારે એ ભાવ ઇન્દ્ર છે. ભાવદર્શનાદિ દર્શનાદિનો ભાવ : બસ, આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સમજવાનું છે. નામ રૂપે ઉપાધિ થી સમાધિ તરફ 1 /4
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy