________________ લેવાની જ પડી છે, એ બનેલું ન બન્યું નહિ થનારી વસ્તુ પર આવા પ્રશ્ન ન ઉઠાવે; કેમકે એ વિચારણાઓથી સાર કાંઈ ન મળે, સાર લેવો હોય તો રાજાની પછીની વિચારણા જુઓ. જીવવાની કળા એટલે સારગ્રહણ : જીવનમાં આ બહુ શીખવાની વસ્તુ છે કે અસાર અસારનો વિચાર છોડી દેવો અને સારભૂતનો જ વિચાર કરવો. બને ત્યાં સુધી ભાષણ અને વર્તન પણ એવું કરવું કે જેમાંથી સાર નીકળે. ટૂંકમાં મનુષ્ય તરીકે જીવવું હોય તો સારગ્રાહી જ બનવું જોઈએ. મનમાં આનો નિર્ધાર કરીને થોડું તો વર્તી જુઓ, ચમત્કારિક અસર દેખાશે. મન ફોરું અને પ્રફુલ્લિત બની જશે. અનુભવ થશે કે “અહો ! અસારગ્રાહી વાતો અને વિચારણામાં મારો કેટલો બધો અમૂલ્ય માનવ સમય વહી જતો હતો ! માનવશક્તિ અને તકો કેટલીય બરબાદ થતી હતી ! મનની શક્તિઓ વેડફાઈ કેવી જતી હતી ! ત્યારે અદશ્ય પાપના ભાર અને કુવાસનાઓના દઢીકરણ વધે એ તો જુદું ! જગતમાં જેમ બીજી બીજી કળાઓ છે, એમ જીવવાની પણ કળા છે. તમને કોઈ પૂછે છે કે જીવન જીવવાની કળા કોને કહેવાય ? તો આ ટૂંકો ઉત્તર છે કે એવું જીવાયે જવાય કે ડગલે ને પગલે સાર સાર ગ્રહણ કર્યું જવાય, અને અસારની ઉપેક્ષા થાય, એનું નામ કળાભર્યું જીવન ગણાય, જીવન જીવવાની કળા હસ્તગત થઈ કહેવાય. બસ, જીવવાની કળા એટલે સારગ્રહણ. જીવન જીવવામાં શું આવે છે ? આ જ, કે કોઈ ને કાંઈ વિચારો કરવા, વાણી ઉચ્ચારવી-સાંભળવી, ઇન્દ્રિયોથી દેખવું-સુંઘવું ચાખવું વગેરે, હાથપગથી કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરવી, બીજાઓની સાથે વ્યવહારમાં આવવું, પ્રેમ, ઇતરાજી, પ્રશંસા-ટીકા, સ્વાગત-ઠપકો આવું જ બધું ને ? એવી રીતે પૈસાનો આય-વ્યય કરવો, પરિવારની સરભરા લેવી-દેવી, ખાવું પીવું, પહેરવું, ઓઢવું વગેરે, માલ-મિલકત, આબરૂ ઇત્યાદિની પ્રવૃત્તિ, આવું આવું એ તમારું જીવન છે ને ? બસ, 1 18 ઉપાધિ થી સમાધિ તરફ