________________ જીવનની આ બધી આઈટમો (items) રકમોમાં અસાર તરફનું દુર્લક્ષ રાખી સાર સાર તરફ દૃષ્ટિ રાખવાની છે, સાર સારનું ગ્રહણ કરવાનું છે. પ્ર- અસાર શું અને સાર શું ? ઉ.- પહેલું તો નજીકના સાર તરીકે એ, કે જેમાંથી દુન્યવી દષ્ટિએ પણ કાંઈ લાભ ન થવાનો હોય, અર્થ ન સરવાનો હોય, એ અસાર; અને કાંઈ લાભ થાય, કોઈ પ્રયોજન સરે એમ હોય, એ સાર. દા.ત. સ્નેહીનું મૃત્યુ થઈ ગયું યા કોઈ વસ્તુ ભાંગી ફૂટી ગઈ, એના પરનો શોક અને ઉગ તથા વિલાપ અને વિકલ્પો એ અસાર છે. શો લાભ થાય એનાથી ? એમ કરવાથી શો અર્થ સરે ? ડહાપણની વિચારણા તો છે કે “આવી ઉગભરી વિચારણા કરવાના ને બીજાની આગળ એનાં રોદણાં રોવાના અસારમાં પડી, જીવન-સમય કે જીવન-શક્તિ કાં બગાડું ? એમાંથી કાંઈ સાર નીકળવાનો નથી. હજી ય નેહીનાં મૃત્યુમાંથી સાર ગ્રહવો હોય તો એ ગ્રહું કે મારા ય” જીવનનો ભરોસો નથી કે ક્યારે પૂરું થાય, માટે અત્યારથી જ સાવધાન થઈ જાઉં, અને આત્મચિંતામાં લાગી જાઉં ! એમ, એ વિચારું કે મારા પ્રેમનું એક પાત્ર ફૂટી ગયું એ મારો સ્વાર્થ ભંગાયો એનું રુદન કરું છું, પણ મરનારનો સ્વાર્થ ભંગાયો કેમ જોતો નથી ? એ વિચારું કે જીવતો હતો ત્યાં સુધી મેં એને પરલોકનું ભાતું શું બંધાવ્યું? દાવો તો ગાઢ સ્નેહી-હિતૈષીનો રાખ્યો, પણ એ બિચારો જયારે પરલોક જાય છે, ત્યારે ત્યાં કાંઈ હું એની સાથે નથી જવાનો, તો ત્યાં એને ઓથ કોની એ ન વિચાર્યું. એના જીવતાં પરલોક-હિતકારી સુકૃતો અને સદ્ભાવનામાં એને જોડું, આવી વિચારણા મેં કાંઈ જ ન કરી; ને એ તો ઉઠીને ચાલતો થયો. તો હવે બીજા જીવંત સ્નેહીઓને તો પરલોક હિતમાં પ્રવર્તાવું, તેમજ એ ભયંકર ભૂલના પ્રાયશ્ચિત્ત રૂપે પણ આટલી આટલી તપસ્યા કરું, આટલો આટલો રસ ત્યાગ કરું, આટલું દાન, શીલ આચરું...' વગેરે વગેરે જગાવાય તો એ સાર ગ્રહણ કર્યો કહેવાય. એમ, મરનારને પીડતા દોષો-દુર્ગુણો અને ખરાબ સ્વભાવ ઉપાધિ થી સમાધિ તરફ 119