________________ વગેરેને પોતાના જીવનમાંથી દૂર કરવા અને સદ્ગતના સગુણો વગેરેને પોતાના જીવનમાં ઉતારવા માટે એના તરફ દૃષ્ટિ નખાય તો એ સાર તરફ દષ્ટિ થઈ. બીજો સાર : આ ઉપરથી બીજા મુદ્દા તરીકે સારમાં આ આવશે કે આ લોકની દૃષ્ટિએ પણ જશ અપાવનારા આત્માના ગુણો, આત્મહિતકારી આચાર, સુકૃતો અને આત્માના સારા સ્વભાવ, એ સાર છે. એનું બને તેટલું ગ્રહણ કર્યો જવું. બીજાની પ્રત્યે આપણે કઠોરતા-નિર્દયતા કરીએ, જૂઠ બોલીએ, અપ્રામાણિકતા રમીએ, એ બીજાને નથી ગમતું, આપણને એમાં એ જશ નથી આપતા, સારા વર્યા એમ એ નથી કહેતા. એવી રીતે માયાવી બોલ બોલીએ કે દાવ ખેલીએ, કૃપણતા કરીએ, બીજાને ઉતારી પાડીએ કે એમની નિંદા કરીએ એ એમને નથી ગમતું. આપણો ધૂળ જેવો સ્વભાવ ને તામસી પ્રકૃતિ-આપણો સ્વાર્થી સ્વભાવ અને ઈર્ષ્યાખોર પ્રકૃતિ બીજાને નથી ગમતી; એવા સ્વભાવ વગેરે બધું અસાર કહેવાય. એની સાધના કરવાને બદલે સારભૂત તરીકે દયા, સત્ય, નીતિ, ઉદાર વ્યવહાર, પરોપકાર, સેવા, દુલો સ્વભાવ, સરળ પ્રકૃતિ, વગેરેના ખપી બનવું જોઈએ. “મારે આનો ખપ છે, અસારનો નહિ, અસાર તો મેં બહુ બહુ અને બહુ-બહુવાર લીધું, પણ એથી એક ક્ષુદ્ર જંતુની કક્ષાથી કાંઈ આગળ વધ્યો નહિ ! હવે તો પ્રત્યેક વિચારણાનું જીવન, વાણીનું જીવન, વર્તાવનું જીવન, અને દુનિયાના જડ કે ચેતનની પ્રસંગમાં આવવાનું જીવન, એ બધામાં સાર સાર જ ગ્રહણ કરું. આ ધગશ, આ તાલાવેલી અને આનો જ પુરુષાર્થ પરલોકદૃષ્ટિએ સાર : આ તો હજી આ લોકની દષ્ટિએ સારની વાત થઈ, પણ પરલોકની દૃષ્ટિએ તો એથી ય ઉપર કેટલો ય સાર ખેંચવાનો છે. જયાં જયાં બને ત્યાં યોગ્યતાના ગુણો, માર્ગાનુસારી વગેરેના આચારો, વ્રતનિયમ, પ્રભુભક્તિ, ધર્મ-ક્રિયાઓ, એ બધું આદરવું એ સાર, 120 ઉપાધિ થી સમાધિ તરફ