________________ અરેરે ! બિચારી મંત્રી પત્નીના મેં પ્રાણ લીધા ? હવે મારી નરક સિવાય બીજી ગતિય શી હોય ? ત્યારે મારે મંત્રીનેય હવે માહિત કેવી રીતે કરવો ? કેમકે એનોય પ્રેમ પત્ની પર અથાગ છે, તો એ ય પત્ની મરી ગયાના સમાચાર કેવી રીતે સાંભળી શકે ? કદાચ સંભળાવી દઉં, તોય એ સાંભળતાં ક્યાંથી જીવી શકે ? પાપનો ઈન્કાર એ અધમતા : રાજાને કલેશનો પાર નથી, મંત્રી પ્રત્યે પ્રેમ અને સદ્ભાવ ખૂબ છે, તેમ હૃદયનો કોમળ છે. એટલે એનું દિલ વલોવાઈ રહ્યું છે. પોતાના કૌતુકના હિસાબે એક માનવ પ્રાણીનું મોત નિપજાવ્યાનો ભયંકર ગુનો એની નજર સામે તરવરી રહ્યો છે. મોટો રાજા છે, બનવાનું બની ગયું, એવા શોક શા સારુ કરે ? મન વાળવું હોય તો શું ન વાળી લે કે “એમાં ક્યાં મેં શસ્ત્ર ચલાવરાવ્યું છે કે ઝેર દેવરાવ્યું છે ? પોતાના હૃદયની નિર્બળતાથી એક સમાચાર માત્ર ઉપર માણસ મરે એમાં આપણે શું કરીએ ?' અથવા શું ઢાંકપિછોડો કરવા ખાનગી માણસને શાન્ત પાપ કરી દેવા ન કહી દે ? પણ ના, એની ઉત્તમતા એવું કરવા દેતી નથી. એવું કરનારી તો ક્ષુદ્રતા છે, અધમતા છે. સાહસથી એક તો પાપ કરી નાખવું, પાછું એના પર માની લેવું કે મેં કાંઈ એવું પાપ નથી કર્યું અથવા પાપનો ઢાંકપિછોડો કરવો એ અધમતા નથી તો શું ઉત્તમતા છે ? માનવના અવતારે આટલું તો હૃદયબળ જોઈએ જ કે કદાચ પાપ થઈ ગયું તો એનો ઇન્કાર કે ઢાંકપિછોડો નહિ જ કરવો. અધમમાંથી ઉત્તમ બનવા માટે પાપનો સ્વીકાર, ભૂલ કબૂલવી, એ પહેલું પગથીયું છે. પછી, પાપ જ ન કરવું એ ઉપરનું પગથિયું છે. રાજાએ કેવી ભૂલ કરી એ હવે ન જુઓ, રાજાની વિચારસરણી જુઓ. ‘બંનેના પ્રેમનું પારખું કરવાનું મારે પ્રયોજન શું કે હક શો ?' અલબત પહેલાં આવો વિચાર કરવો'તો ને ? એમ પ્રશ્ન થાયપરંતુ એટલું ખૂબ સમજી રાખો જીવન જીવતાં જીવતાં જેને સાર સાર ગ્રહી ઉપાધિ થી સમાધિ તરફ 1 17