________________ સમાચાર પણ સાંભળવા દુ:સહ છે. એમાંથી જે માનસિક આધિ ઉઠે છે એનો સંતાપ પારાવાર પીડા આપે છે ! માણસ એ બીજામાં નજરે જુએ છે પણ ખરો, છતાં પાછો પોતાને એવી આધિનો શિકાર બનાવનારી ઉપાધિને હોંશપૂર્વક વહોરે છે ! એ એની કેવી અજ્ઞાન અને મૂઢ દશા !" “હે ચન્દ્ર ! જ્યારે જગત પર શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવાનનું કલ્યાણશાસન મોજૂદ છે, અને એ સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રના ભવ્ય સાધનાપંથને પ્રકાશમાં મૂકે છે, એવો કે જે આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપને મિટાવી શકવા, તદ્દન નાબૂદ કરી દેવા સમર્થ છે, ત્યારે જીવ એ સાધના-પંથે વળી જવાને બદલે ઉપાધિઓના મજૂર બની એને માથે ઊંચકી ઊંચકીને ફરે એ એની કેવી કંગાલિયત ! બંને ત્રિપુટીનાં વહેણ જુદી તરફ : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આધિ-વ્યાધિ-ઉપાધિના તાપ મિટાવનારા શાથી ? કારણ સ્પષ્ટ છે. આધિ-વ્યાધિ-ઉપાધિનાં વહેણ જડ વસ્તુની તરફ છે, અને આત્માને એ તરફ ઘસડાવું પડે છે. પછી જડના સંપર્કમાં આત્મા તણાયો એટલે તાપ સિવાય બીજું કાંઈ જોવા મળે એમ નથી. કેમકે જડ વિષયો આત્માથી તદન પર વસ્તુ છે, આત્માને પરાધીન અને પામર બનાવનાર છે. જીવના કહ્યામાં એ નહિ, જીવના કબજામાં એ નહિ, જીવની સાથે એ કાયમી નહિ, જીવની ઇચ્છા કરતાં સવાયાં તો નહિ પણ હંમેશ અધૂરાં, પછી એ સંતાપ ન આપે તો બીજું શું આપે ? દુનિયામાં દેખો છો ને કે પત્ની કે પુત્ર જો કહ્યામાં નહિ, કબજામાં નહિ, કાયમી નહિ, ઇચ્છીએ એવા નહિ બલ્ક ઇયા કરતાં ઉપાધિ થી સમાધિ તરફ 91