________________ અભ્યાસ નહોતો તેથી એટલી દીર્ઘ ક્ષમા ક્યાંથી લાવે ? બાકી સમ્યગ્દર્શને એટલું તો કામ જરૂર કર્યું કે જરાકુમારને મોકલી દેવા સુધીમાં ચિત્તકલેશ ન કર્યો. સમ્યત્વના પાંચલક્ષણથી આધિ કેમ મટે ? : સમ્યગ્દર્શન જ શમ-સંવેગાદિ ગુણોને અવકાશ આપે છે, એ ચિત્તમાં એવી સચોટ સમજો ઊભી કરી દે છે કે ત્યાં પછી તેવી આધિને સ્થાન મળવું મુશ્કેલ બને છે. શમ એટલે કે ઉપશમ ભાવ આવવાથી ક્રોધાદિ કષાયમય આધિને મોળી પાડી દે છે. | સંવેગ એટલે કે મોક્ષ-પ્રીતિ અને ધર્મરુચિ મોક્ષ અને ધર્મની ચિંતા રખાવે છે તેથી બીજી ચિંતારૂપ આધિ ક્યાંથી કૂદાકૂદ કરી શકે ? ત્યારે નિર્વેદમાં ભવરાગ્ય, વિષયવૈરાગ્ય આવે, એ સંસાર અને ઇન્દ્રિયવિષયોના પક્ષપાતથી થતી આધિને શાની ઊભી રહેવા દે ? અનુકંપામાં તો ચિત્ત દયાથી તરબોળ છે, ત્યાં હિંસાદિના કલેશ ક્યાંથી મહાલી શકે ? અને આસ્તિષ્પ ગુણમાં જિનવચન પર અનન્ય શ્રદ્ધા ઝળહળે છે, તો જિનવચને ત્યાજ્ય બતાવેલી વાતોની ખેંચતાણ કે શિરફોડી શું કામ કરે ? એમ આસ્તિક્યમાં એ પ (છ) સ્થાનનો વિશ્વાસ આપે છે કે (1) આત્મા છે, (2) એ નિત્ય છે, (3) કર્મનો કર્તા છે, (4) કરેલાં કર્મ પોતાને જ ભોગવવા પડે છે, (5) એનો મોક્ષ પણ છે, અને (6) મોક્ષના ઉપાય પણ મોજુદ છે,' આવાં પર્ (છ) સ્થાનની પાકી શ્રદ્ધા બેઠી હોય, તો વિચારો કે એ કેટકેટલા ચિત્તકલેશોને અર્થાત્ કેટકેટલી આધિને દૂર રાખી શકે ! સમ્યત્વનાં ષ સ્થાન પર આધિ કેમ ટળે ? : જીવનમાં જોશો તો દેખાશે કે પોતાના ને બીજાના આત્માના એ ઉપાધિ થી સમાધિ તરફ