________________ જસ્થાનની ખરેખરી દેઢ પ્રતીતિ અસ્થિમજ્જા નથી વસી હોતી, એટલે જ જડ પુદ્ગલના વિશ્વાસે જીવને કૂટાઈ મરવાનું થાય છે. “આત્મા જેવી સ્વતંત્ર વસ્તુ છે અને તે પોતે છે. તેમજ એની સાચી સંપત્તિ તો વિશુદ્ધ જ્ઞાનાદિ ગુણો છે, બાકીનું બધું ધનમાલ વગેરે તો બાહ્ય અને પારકું છે આવી શ્રદ્ધા બેઠા પછી તો ધનમાલ વગેરે અંગેની કેટલીય આધિ ઓછી થઈ જાય. મનને થાય કે “કોની વેઠ કરું ? મારા આત્માની કે પારકાની ?' (2) “આત્મા નિત્ય છે, પરલોકમાંથી ફરતો ફરતો અહીં આવેલો અને અહીંથી દીર્ઘ ભાવીકાળમાં અવશ્ય જનારોઆ શ્રદ્ધા ઉપર પણ આધિ ઘટવાને અવકાશ છે, કેમકે માનસિક આધિ માટે મોટે ભાગે વર્તમાન જડ પદાર્થો અને કાયા અંગે થાય છે. ત્યારે નિત્ય આત્મા પર દૃષ્ટિ કેન્દ્રિત થઈ એટલે પછી એનો હિસાબ મુખ્ય બની જાય અને વર્તમાન જડ સંયોગ તો એક મુસાફરખાનાના સંબંધો જેવા લાગે.' (3-4) “આત્મા કર્મનો કર્તા-ભોક્તા છે' એ શ્રદ્ધા તો દુ:ખમાં પોતાના પૂર્વકર્મ તરફ નજર નખાવી એટલું બધું આશ્વાસન આપે છે કે પછી બહારની વસ્તુ વ્યક્તિના વાંક કાઢવાનું અને એની આધિથી પીડાવવાનું રહેતું નથી. ત્યારે સુખમાં પણ પુણ્યકર્મ અને એના કારણભૂત પરમાત્મા તથા ધર્મની ઉપર દૃષ્ટિ લઈ જઈને ઘમંડી બનતા અટકાવે છે, પાપબુદ્ધિ નથી થવા દેતા-આમ, આધિ કાબૂમાં આવે છે, (5) “મોક્ષ છે,' એ શ્રદ્ધા સ્વાત્માની એ અનંત ઉન્નત દશા પર મુસ્તાક બનાવી તે પૂર્વનાં સુખ-દુઃખની આધિ નથી કરાવતા; અને મન-વચન-કાયાની પ્રવૃત્તિ માત્રમાં એ મોક્ષનું ધ્યેય જાગતું રખાવી કેઈ બીજી આધિઓથી બચાવી લે છે. ત્યારે (6) “મોક્ષના ઉપાય છે' એ શ્રદ્ધા જીવનનાં સાચાં કર્તવ્ય સમજાવી કેઈ ખોટી આધિથી બચાવી લે છે. આત્મજ્ઞાનના અભાવે દુઃખદ સ્થિતિ : આજે આ આત્મજ્ઞાનની કોઈ વાત શિક્ષણમાં નથી ને ? બસ વાત છે વિજ્ઞાનની. વિજ્ઞાન શાનું? જડનું જ ને ? એમાં આધિ કેટલી ઉપાધિ થી સમાધિ તરફ 5 1