________________ છે કે દેશ-ભક્ષણ છે ? સુધારાવાદમાં વહી જઈ પવિત્ર ભારતભૂમિના ગભરુ જીવોને અપવિત્ર વિચારસરણી, બીભત્સ રહેણીકરણી ઉચ્છંખલતા વગેરે મલિન અને પાશવી જીવનમાં ઘસડવાનું થાય ત્યારે આહ્વાન કરવું પડે કે આ તમારો સુધારો છે પણ સત્યાનાશ નથી એ પુરવાર કરો. પ્રજા-સુધારાના ઉપાય : આ બધા પાપો તો વગર જોઈતી ઉપાધિઓ ઊભી કરવાથી જન્મે છે. પછી એમાં સરવાળે કલેશ, કંકાસ સિવાય બીજું કાંઈ જોવા મળતું નથી. તો જુઓ આજે આ ચોમેર ફેલાયા છે કે નહિ ? માનવતાના કેટલાય ગુણોનો અભાવ દેખાય છે ! અનીતિ, અપ્રામાણિકઅન્યાયી વ્યવહાર, જૂઠ, માયા, નિર્દયતા, સ્વાર્થલંપટતા, વિલાસી વૃત્તિ ઈષ્ય વગેરે કેવા કેવા દુર્ગુણોનો જોસ દેખાય છે ! માનવતાના આ બધા દુર્ગુણો સુધારવા એના મૂળ તરફ જોવું જોઈએ. (1) અધિક ઉપાધિના મોહ મૂકાવવા જોઈએ. (2) જીવનના સાચા આનંદ સ્વસ્થ અને પ્રસન્ન મનમાં છે એ બતાવવું જોઈએ. (3) જીવનની ઉચ્ચતાની પારાશીશી શક્ય નિરુપાધિતાની ઉચ્ચતામાં બતાવવી જોઈએ. (4) પરલોકદષ્ટિને જીવંત અને જવલંત બનાવરાવવી જોઈએ. (5) જડ કરતાં સ્વાત્માના, અને કાયા કરતાં મનના મહામૂલ્યાંકન કરાવવા જોઈએ. (6) જીવનમાં અને કેળવણીમાં સારગ્રહણ ધર્મને કેન્દ્ર સ્થાન આપવું અપાવવું જોઈએ. (7) પૂર્વની ભવ્ય આર્ય સંસ્કૃતિમય જીવનના ગૌરવ વધારી પરમાત્મા અને સંત મહર્ષિઓની ઉપાસના ને એમના ઉપદેશની ઉપાધિ થી સમાધિ તરફ 1 28