SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય ? ના, તપનો અતિરાગ કહેવાય. તેમ પાપી સંગમ દેવ ભયંકર ઉપસર્ગોથી ડગાવવા ઘણું મથ્યો, છતાં પ્રભુએ ક્ષમા-સમતા ન છોડી, ને એની આગળ નમતું ન જોખ્યું, તે શું પ્રભુ મમતમાં ચર્ચા હતા ? ના, એ તો દેઢ પ્રતિજ્ઞ હતા, ક્ષમા-સમતાની દઢતાવાળા હતા. | મમત તો કષાયોના કહેવાય છે, અસત્યનો મમત અર્થાત્ દુરાગ્રહ કહેવાય. વડીલો, હિતૈષીઓ કે, ગુરુઓની હિતશિક્ષાને અવગણી પોતાની ખોટી વાત વસ્તુ પકડી રાખે એ મમત કહેવાય. ચડસ-મમતનાં ફળ : ચડસ એ અભ્યદય-ઉન્નતિ માટે નાલાયક બનાવે છે ત્યારે મમત એ હિતશિક્ષા અને સદ્વર્તાવ માટે અયોગ્ય ઠેરવે છે. ચડસમાં પુણ્યની ઘોર બરબાદી થાય છે, કેમકે એમાં આંધળિયા કરીને એકલું દુનિયાનું મેળવી લેવું છે, મેળવવામાં બાકી રાખવું નથી; ત્યારે મમતમાં ધર્મ માટેની લાયકાતનો નાશ છે. હઠાગ્રહી, ભારે અહંકારી, એ ધર્મ માટે લાયક નથી રહેતો. ત્યારે પૂર્વનું પુણ્ય ભોગવાઈ ગયું અને નવા પુણ્યને લાવનાર ધર્મ પણ ગયો પછી કઈ દશા ? ખૂબી તો એ છે કે ચડસમાં કાંઈ દુનિયાભરનું ધન વગેરે મળી જતું નથી, અને મમતમાં કાંઈ દુનિયાભરની શાબાશી મળતી નથી, છતાં રાંક જીવ આ ટૂંકાશા પ્રકાશમય ભવમાં ઘોર અંધારા કરી મૂકે છે ! આ દુનિયાની નજરે પણ હલકો ઠરે છે, અને પરલોકમાં દીર્ઘકાળ પડે એવી પાપબુદ્ધિ દઢ કરે છે ! પૂર્વવાસનાઓને પુષ્ટ ન કરાય ? જીવનમાં વિચારી જો જો કે ક્યાં ક્યાં ચડસમાં ચઢવાનું થાય છે, ને ક્યાં ક્યાં મમતમાં પડવાનું થાય છે, નાની પણ વસ્તુનો ચડસ ખોટો; એમાંથી ય કંઈ ને કંઈ અનર્થ ઊભો થાય છે; દા.ત. ઘરમાં જરા દમામથી બોલવાનો ચડસ છે. ઉપલક દૃષ્ટિએ જોતાં લાગે કે એથી કુટુંબીઓ દાબમાં રહે છે, પરંતુ ખરું જોતાં અંદરખાને એ ઉિપાધિ થી સમાધિ તરફ 15
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy