SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાભર્યો સચોટ નિર્ણય કરો : ‘અમને આત્માની શ્રદ્ધા છે'- એમ બોલવું સહેલું છે, પણ અંદરખાને જયારે તપાસવામાં આવે કે જગતની વસ્તુ કરતાં આત્માનું મમત્વ કેટલું છે, પોતાના શરીર કરતાં પોતાના આત્મા પ્રત્યે પક્ષપાત કેટલો છે, અને એ બધાનું સમાલવા જતાં આત્મહિત ન ઘવાય, આત્મહિત સારું સધાય એનો વિચાર કેટલો રહે છે, ત્યારે સમજાય કે હૈયે આત્મશ્રદ્ધા ખરેખર ફરસી છે કે માત્ર બોલવા પૂરતી છે. હૃદયનો પ્રદેશ પ્રદેશ એ શ્રદ્ધાભર્યા નિર્ણયથી સચોટ રંગાઈ જાય છે, 'एगो मे सासओ अप्पा, णाणदंसणसंजुओ / सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा // ' - મારો આત્મા જગતથી તદ્દન નિરાળો, જગત પાસેથી કોઈ આધાર નહિ પામનારો, અને સ્વયં સ્વરૂપસ્થ રહેનારો છે; શાશ્વત સનાતન છે, તેમજ શુદ્ધ જ્ઞાન-દર્શનથી તદ્રુપપણે પરિવરેલો છે. બાકીના સર્વ જડ-ચેતન ભાવો મારાથી બાહ્ય છે, અને એ બધાં જ સાંયોગિક છે, સંયોગને લીધે જ મારા સંબંધમાં આવેલા છે, પણ સંયોગ તો અવશ્ય નાશવંત છે, તો મારા આત્મસ્વરૂપને એની સાથે શું લાગે-વળગે ?' 'संजोगमूला जीवेण पत्ता दुःखपरंपरा'બાહ્ય સંયોગને લીધે જ આ વિરાટ ભવસાગરમાં મારે દુઃખની પરંપરા ચાલી આવી છે, તો એવા વિનાશી પર પદાર્થનો ધડો રાખ્યાથી શું ? હું તો મારા સહજ જ્ઞાનદર્શન-સ્વરૂપ ઉપર જ નિર્ભર રહું..” -આવો અટલ વિશ્વાસ આત્માના તાણેવાણે વણાઈ જવો જોઈએ, પછી અણધાર્યા અશુભ કર્મના ઉદય જાગે ત્યારે કાંઈ જ આશ્ચર્ય ન લાગે, એના પર મન વલોપાત ન કરે કે- “અરે ! આ કેવુંક ભારે દુઃખ આવ્યું ! હાય ! શું કરું ?.." ત્યાં તો મનમાં નિશ્ચિતપણે ફુરતું હોય કે, ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy