________________ “આ આપત્તિને મારા આત્મસ્વરૂપ સાથે કાંઈ સંબંધ નથી, મારા આત્માનો એક પણ પ્રદેશ એ બગાડી કે નષ્ટ કરી શકતી નથી. તેમ, આવેલા અનિષ્ટનો સંયોગ ટકવાનો પણ નથી. તો આવી બધી પરિસ્થિતિમાં મારે એના તરફ ઉદાસીન રહી મારા આત્મસ્વભાવભૂત જે રાગદ્વેષ વિનાના શુદ્ધ જ્ઞાનદર્શન, તેમાં જ લીન રહેવાનું...” આવી નિર્ધારિત માન્યતા જાગતી રહેતી હોય તો ભારે ઉપદ્રવો પણ મનને આકુલ-વ્યાકુલ કરી શકે નહિ. મન નિશ્ચિતપણે જોયા કરે શું થાય છે,' વિચારે કે, “આ બધાં કર્મનાં નાટક છે, એમાં મારે શા સારું હર્ષ-ખેદ કરવા ?" વહાણ ભાંગ્યું ! : શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રનું વહાણ ભાંગ્યું, અંદર બેઠેલાની ચિચિયારીનો કરુણ આર્તનાદ વાતાવરણમાં ગુંજી રહ્યો ! ચન્દ્રના પણ હોશકોશ ઊડી ગયા ! પ્રયાણ પહેલાની અભિમાનનાં પૂર સડસડાટ ઓસરી ગયા ! હાય ને વોય કરવા લાગ્યો ! વહાણ ભાંગી જતાં પડ્યો વિશાલ સમુદ્રમાં ! ડૂબું ડૂબું થઈ રહ્યો છે ! કોણ બચાવે ? ઊંચે આભ ને નીચે મહાકાય જળનિધિ ! વગર જોઈતી ઉપાધિ ઊભી કરી તો આ પરિણામ આવીને ઊભું રહ્યું ! પરદેશની આપકમાઈની માનસિક આધિ ઉપાધિ ઊભી કરી તો અપશુકનનાં એંધાણ પરખાં નહિ! આધિ ને ઉપાધિમાંથી બચ્યો તે ભાગ્યશાળી ! આજના જગતમાં ઊભરાઈ ઉઠેલા સંતાપના મૂળમાં, જુઓ, શું દેખાય છે ? આધિ, વ્યાધિ ને ઉપાધિ કે બીજું કાંઈ ? પછી એમાં વેર ને ઝેર, અસત્ય ને અનીતિ, દમ ને દમામ, વગેરે કેઈ અવગુણોથી માનવ જીવનને વિડંબવાનું જોરમાં ચાલી રહ્યું છે ! એ તો જ મીટે કે સમ્યજ્ઞાનદર્શન-ચારિત્રના પવિત્ર માર્ગ અપનાવાય. પાટિયું મળ્યું? ચન્દ્ર ભર દરિયામાં પડ્યો છતાં પુણ્ય થોડું જાગતું છે તે એના હાથમાં એક પાટિયું આવી ગયું. તેને ઝટ વળગી ગયો ! વળગે જ 'ઉપ' થી ધ ને