________________ રુચિ, શ્રદ્ધા, પ્રતીતિ જોઈએ. અંતરાત્મામાં એમ થાય કે “આ આ તત્ત્વ સર્વજ્ઞ ભગવાને કહ્યા તે યથાર્થ છે, તે મુજબ જ છે; એમાં પંચ માત્ર ફરક નથી, ખોટાપણું નથી. એમાં કેટલીય વસ્તુ મારે પ્રત્યક્ષ નથી, છતાં વીતરાગ સર્વજ્ઞ કહી છે માટે બધી બરાબર સાચી છે, વિસ્તૃત કથન કર્યું છે તે અણીશુદ્ધ સાચું છે.” આ હૃદયથી સાચું લાગ્યાનું પ્રતીક છે કે તે તે તત્ત્વોની પ્રત્યે તેનાં સ્વરૂપ પ્રમાણે વલણ ઘડાય, સ્વરૂપને અનુરૂપ લાગણી ઊભી થાય. હજી અમલ કદાચ ન કરી શકતો હોય, પણ મનનું અનાદિનું ધોરણ ફરી ગયું હોય. પહેલાં તે તે તત્ત્વ પ્રત્યે પ્રતિભાસમાં કહ્યું તેવું જે ધોરણ હતું, તે હવે ઊલટું થઈ ગયું. આનું નામ તત્ત્વની પરિણતિ. (i) શેયતત્ત્વની પરિણતિ એટલે? : જીવ, અજીવ એ શેય તત્ત્વ છે, નહિ હેય, નહિ ઉપાદેય, એટલે કે “જીવ, અજીવ પ્રત્યે શુદ્ધ જ્ઞાતૃ દૃષ્ટિભાવ રાખવાનો છે; શુદ્ધ એટલે કોઈ રાગદ્વેષના સંમિશ્રણવાળું જ્ઞાન-દર્શન નહિ, પણ ઉદાસીન જ્ઞાન દર્શન, તટસ્થભાવનું જ્ઞાન દર્શન. તો જીવ અને અજીવ એ આવા શુદ્ધ શેય તત્ત્વ છે. એની એ રીતની શ્રદ્ધા બની ત્યારે કહેવાય કે આ વસ્તુ-સ્થિતિને યોગ્ય પરિણતિ, એને યોગ્ય વલણ પોતાના આત્મામાં ઊભું થયું હોય. એને યોગ્ય વલણ એ, કે અંતરાત્મા કબૂલ કરે કે “મારો આત્મા મૂળમાં વીતરાગ સ્વભાવનો અને જડ-ચેતન જગતથી તદ્દન ન્યારો છે, અલિપ્ત છે. મૂળ સ્વભાવે મારે એની સાથે કોઈ લેવાદેવા નથી. હા, અત્યારે હું કોઈને રાગની ને કોઈને દ્વેષ-અરુચિની નજરથી જોઉં છું ખરો, પરંતુ તે બધું મારો વિભાવ છે. ધીરે ધીરે મારે તો સ્વભાવની નજીક થવાનું છે, અને જીવ-અજીવ માત્રને મારે શુદ્ધ ય રાખવાના છે;' આવું વલણ જાગી જાય એ જીવ-અજીવ તત્ત્વની પરિણતિ. તપાસજો, મોટા ઇન્દ્રના ઠાઠ કે મોટી નરકની ભઠ્ઠીઓ પ્રત્યે કોઈ રાગ દ્વેષ કર્યા વિના એને શુદ્ધ ય તરીકે ઉદાસીન ભાવથી જ જોવા નવાજવાના કોડ થાય છે ને ? તો શેય તત્ત્વની પરિણતિ આવી. 108 ઉપાધિ થી સમાધિ તરફ