SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (1) તત્ત્વનો પ્રતિભાસ : શેય, હેય, ઉપાદેય-ત્રણેય પ્રકારના તત્ત્વનો તો પ્રતિભાસ એક જાતનો જ. એનું જ્ઞાન માત્ર હોય, પરંતુ આત્મા પર તેની કોઈ યોગ્ય અસર નહિ; ઊલટી ઊંધી અસર હોય. દા.ત. જીવ, અજીવ જાણવા છતાં મન કબૂલ ન કરતું હોય કે “આ જીવ-અજીવની જે વ્યવસ્થા સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવે બતાવી છે તે તેવી જ છે, બરાબર છે.” ઊલટું મનને લાગતું હોય કે આમ તે હોતું હશે ? એમ, પાપ-આશ્રવ-બંધ તત્ત્વનું જ્ઞાન માત્ર થયું, પણ રૂચિ નહિ, શ્રદ્ધા નહિ, અને યોગ્ય અસર નહિ. એમ નહિ કે આ પાપ વગેરે તરફ ધૃણા થાય, એના તરફથી કોઈ ભય લાગે. એમાં અકળામણ ન થાય, હૃદય કંપે નહિ, ચિંતા ન રહે કે “અરે ! આ પાપ વગેરે સેવ્યે જાઉં છું પણ એમાં મારા આત્માનું શું થશે ? આવા ઊંચા ભાવમાં આવું કાર્ય કરવાનું ?' વગેરે વગેરે કોઈ લાગણી, કોઈ અસર, કોઈ ચોટ ન લાગે. બસ કોરેકોરું જાણી લીધું કે “જૈન ધર્મમાં આને આને પાપ કહ્યાં, આટલા આશ્રવ, આ આ બંધ.” એવી રીતે પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષનું કોરું જ્ઞાન માત્ર હોય, એના પર યથાર્થપણાની શ્રદ્ધા નહિ. “પુણ્ય એ જિનેન્દ્રદેવે વર્ણવ્યા મુજબ છે, ધર્મસામગ્રી તરીકે ઉપયોગી છે; જિનવચનાનુસારી સંવર-નિર્જરા એ જ આત્મહિતકારી પ્રવૃત્તિ છે, મોક્ષ સર્વજ્ઞ ભગવંતે કહ્યો તે જ પ્રમાણે છે; અને એ જ મારું અંતિમ લક્ષ્ય છે. અહો આ બધું ક્યારે મળે !" સંવર વગેરે પ્રત્યે આવી કોઈ જ લાગણી નહિ, એના પ્રત્યે કોઈ જ હરખનું, એમાં જ આશ્વાસનનું, નિશ્ચિત્તિતાનું વલણ નહિ ! ઊલટું એનાથી બીએ, “આ સંવર, નિર્જરાથી તો આપણે દુઃખી થઈ જઈએ ! આનાથી તે સુખ મળતું હશે !..." આવો આવો ભ્રમ રહ્યા કરે. આ સ્થિતિમાં તત્ત્વો સાથે કદાચ બોધ થવા દ્વારા સંબંધ થયો, પણ તે માત્ર પ્રતિભાસરૂપ સંબંધ કહેવાય. (2) તત્ત્વની પરિણતિ : ત્યારે તત્ત્વ સાથે પરિણતિરૂપ સંબંધ થવામાં જ્ઞાન ઉપરાંત તત્ત્વની ઉપાધિ થી સમાધિ તરફ 107
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy