________________ માટે તમારા પ્રત્યે શા હરખ-શોક ધરું ? જીવ કે જડ માટે તમે બહુ સારા અગર ખરાબ” એવું શા સારુ માનું-સમજું ? તમારે ને મારે કોઈ લેવાદેવા નથી. બસ, આવું મારું દિલ ક્યારે બને, ! આવી જે તમન્ના, એ જીવ-અજીવ તત્ત્વની શેયતા, ઉદાસીન વિષયતાને યોગ્ય પરિણતિ કરી કહેવાય. પરિણતિ અને સંવેદનનો તફાવત : અહીં એક વસ્તુ સમજી રાખજો કે સમ્યગ્દર્શન તત્ત્વ પરિણતિ રૂપ કહ્યું છે. તે પરિણતિ તત્ત્વના શ્રદ્ધાનુભવ, રુચિ-અનુભવરૂપે લેવાની છે, પણ નહિ કે તત્ત્વયોગ્ય અમલરૂપે; અમલ તો સંવેદનમાં જશે. તત્ત્વની સાથે સંબંધ ત્રણ રીતે થાય, 1. પ્રતિભાસરૂપે, 2. પરિણતિ રૂપે અને 3. સંવેદન રૂપે. મિથ્યાદષ્ટિ જીવ કોઈ દુન્યવી લાલસાવશાત્ ચિનોક્ત તત્ત્વનો બોધ તો કરે, પરંતુ એને એની હાર્દિક શ્રદ્ધા ન હોય; તેથી એને તત્ત્વનો પ્રતિભાસમાત્ર થયો, પરિણતિ નહિ. પણ જેને એના ઉપર હાર્દિક શ્રદ્ધા થઈ, હૈયે સચોટ વસી ગયું, અર્થાત્ હવે અંતરાત્માનો આંતરિક નાદ ઉઠે છે કે “આ તત્ત્વ બરાબર આ રૂપે જ છે' ત્યારે એ પરિણતિરૂપ કહેવાય. પરંતુ આ આટલું જ; અર્થાત હજી શ્રદ્ધા થઈ, પરંતુ તેને અનુરૂપ અમલ નથી કરી શકતો, જયારે અમલ કરશે ત્યારે એ અમલ સંવેદન કોટિમાં જશે. તત્ત્વનો શ્રદ્ધા અનુભવ જુદો. અને અમલ અનુભવ જુદો. ત્યારે અહીં પ્રશ્ન થશે. પ્ર.- તત્ત્વ તો જીવ-અજીવ વગેરે છે, એની શ્રદ્ધા અને અમલમાં શો ફેર ? જીવ-અજીવમાં શ્રદ્ધા ઉપરાંત અમલ શો કરવાનો ? ઉ.- જીવ, અજીવ વગેરે તત્ત્વોના ત્રણ વિભાગ છે. જીવ અને અજીવ એ શેય તત્ત્વ છે. પાપ, આશ્રવ અને બંધ એ હેય (ત્યાય) તત્ત્વ છે, ત્યારે પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ ઉપાદેય તત્ત્વ છે. ઉપાધિ થી સમાધિ તરફ 106