________________ પ્રેમ વધ્યો એ સરસ થયું. તને શું, મને પણ એમજ લાગતું. પરંતુ એ તો જ્યારે એના ભયંકર પરિણામની પરંપરા જોઈએ ત્યારે જ સમજાય છે કે જ્ઞાનીઓએ આધિ-ઉપાધિને કેઈ અનર્થોની ખાણ કહી છે તે તદ્દન યથાર્થ છે. પ્રેમ વધાર્યો એ ઉપાધિ જ વધારી હતી, આધિ જ વધારી હતી. એમાં કારણભૂત મારી જીવનભર એકપત્નીવ્રતની પ્રતિજ્ઞા હતી. પણ તે તું સમજતો હશે કે સદાચારની ભાવનામાંથી જન્મી હતી ? ના, સદાચાર-પ્રેમી તો હું પહેલેથી હતો જ, પરંતુ એક પત્ની મર્યા પછી પણ બીજી પત્ની ય ન કરવી એવું કાંઈ મેં નક્કી નહોતું કર્યું, તે નક્કી કર્યું તેમાં આ પત્ની ઉપર અથાગ મોહ અને તેના રુદનથી લેવાઈ જવાપણું હતું. તો આ ય એક આધિનો વધારો જ ને ? હે ભાગ્યવાન ! માટે એ જો કે દેખીતા કેટલાક ગુણો પણ દોષના ઘરના હોય છે, એટલે જ એ દોષમાં પરિણમે છે ! પરિણામે દોષરૂપ નીવડે છે ! જીવનભર એકપત્ની વ્રત એ ગુણ છે; પરંતુ એ મારે સ્નેહાળ પત્ની ઉપરના ગાઢ મોહરૂપી દોષમાંથી જન્મ્યો હતો, માટે એ અધિક સ્નેહના બંધનરૂપી દોષમાં પરિણમ્યો. હવે એ આટલેથી અટકવાનો નથી. પણ અધિક અનર્થમાં ને મહાદુઃખમાં પરિણમવાનો છે, એ તને આગળનું સાંભળીશ એટલે સમજાશે.” | મુનિએ સમજાવેલ આ તત્ત્વ બહુ વિચારવા જેવું છે. આજે જડ પદાર્થોનાં સંશોધન, જડની ખાસિયતોનાં પૃથક્કરણ વગેરે બહુ ચાલી પડ્યું છે. પરંતુ આત્મવૃત્તિઓના ઊંડાણમાં ઉતરવાની જરૂર છે. એના પૃથક્કરણ અને સંશોધન કરવાની જ ખાસ જરૂર છે. શું આપણે ગુણરૂપ માની લીધેલ વૃત્તિઓ ખરેખર ગુણસ્વરૂપ છે ? અને છે તો એ કોઈ દોષના લીધે તો નથી જન્મી ને ? એ તપાસવાની જરૂર છે. સંસારમાં રહ્યા એટલે સ્નેહ તો થવાના અને કરવાના, પણ એ સ્નેહને જો મોહના સ્નેહને બદલે ઔચિત્યના સ્નેહ બનાવી દો, ધર્મના સ્નેહ કરી દો, મૈત્રી, કરુણા અને પ્રમોદભાવના સ્નેહરૂપ બનાવી દો, ઉપાધિ થી સમાધિ તરફ