________________ માનસિક ચિંતાઓ વગેરે અને ઉપાધિ એટલે બહારના સરંજામો તો જીવ જાતે ઊભા કરે છે. એ તો દેખો છો ને ? “એ તો કર્મ કરાવે છે.” એમ કર્મને આડે લાવતા નહિ; નહિતર એની સામેના પુરુષાર્થની સબળતા મનમાં નહિ જશે. સમ્યક્ પુરુષાર્થથી ઘણી ઘણી આધિ, વ્યાધિ, ઉપાધિને દૂર રાખી શકાય છે, ને એમ કરવાથી એના તાપમાંથી ઘણું બચી જવાય છે. રત્નત્રયથી આધિ-ઉપાધિ કેમ મીટે ? : આધિ-ઉપાધિના નિવારણ માટે રત્નત્રયીનો પુરુષાર્થ એ સપુરુષાર્થ છે. એમાં પહેલું સમ્યગ્દર્શન જ એવી શ્રદ્ધા કરાવે છે કે આધિ-ઉપાધિ એ પાપ અને દુઃખનું મૂળ છે. ત્યારે મૂળમાં આ શ્રદ્ધા ન હોય તો આધિ ઉપાધિને ટાળવાની બુદ્ધિ જ થવી મુશ્કેલ છે, પછી એ ટાળવાની પ્રવૃત્તિનું તો પૂછવું જ શું ? સમ્યગ્દર્શનના શમ-સંવેગાદિ લક્ષણો અને પરમાર્થ-પરિચય વગેરે બીજા વ્યવહારો આધિ-ઉપાધિના કેટલાય વેગને નરમ પાડી દે છે. સમ્યજ્ઞાન એ વેગ નરમ પાડવામાં વિશેષ આગળ વધારે છે, અને સમ્યક ચારિત્ર આધિ-ઉપાધિને લગભગ મિટાવી દે છે. આધિ ઉપાધિને મિટાવ્યા વિના દુઃખ મટાડવાની આશા ફોગટ છે. શ્રેષ્ઠીપુત્ર ચન્દ્રને આપઘાત કરવામાંથી અટકાવી મુનિએ એને દુ:ખના કારણ તરીકે આધિ-વ્યાધિ-ઉપાધિને સમજાવી, પછી કહ્યું. ‘તને બહુ દુઃખ એટલું બધું તે શું છે ? દુઃખ તો મારું સાંભળ' એમ કહી પોતાની હકીકત કહે છે. “જો હું આજ જન્મમાં પૂર્વે રાજમંત્રી હતો. રાજાને મારા પર પૂરો વિશ્વાસ અને ખાતરી હતી કે આ પ્રમાણિકપણે અને એક સમર્થ બુદ્ધિમાન શાસક તરીકે રાજ્ય ચલાવશે. ત્યારે મેં પણ એજ વિશ્વાસ અને ખાતરીને બરાબર વફાદાર રહીને રાયતંત્ર સંભાળવાનું રાખ્યું હતું.” શું ? ધ્યાનમાં લીધું ? મંત્રી રાજાના વિશ્વાસને બરાબર વફાદાર છે. ઉપાધિ થી સમાધિ તરફ