________________ ચન્દ્રને મુનિ એજ કહી રહ્યા છે કે, “તું દુઃખની રાડ પાડે છે, અને આપઘાતને એનું ઔષધ સમજે છે, પરંતુ આ તારી રાડ પણ ખોટી અને સમજ પણ જૂઠી ! રાડ પાડવી હોય તો એ પાડ કે આ ક્યાં મેં ઉપાધિરૂપી ડાકણને પગભર કરી ? ક્યાં મેં ઉપાધિરૂપી શિકારીને નોતર્યો ? તેમ, ઔષધ સમજવું હોય તો ઉપાધિ વિનાની જીવનપદ્ધતિને ઔષધ સમજ. એજ સાચું ઔષધ છે, એનાથી જ દુઃખ દૂર થાય છે, ને પછી રાડ પાડવી પડતી નથી.” બીજી વાત એ છે કે તારું દુઃખ મારા દુઃખ આગળ શા વિસાતમાં છે ?' ચન્દ્ર પૂછે છે, “હું તમને દુઃખ ? ઘણું દુઃખ ? દેખાઓ છો તો મસ્ત !" “હા, મને દુઃખ, પણ તે અત્યારે નથી, આજ જીવનમાં પહેલાં હતું.' એવું તે તમને શું દુઃખ હતું ?' ચન્દ્રના આ પ્રશ્ન પર મુનિ પોતાની આત્મકથા કહે છે. બહુ રસિક છે હો, સાથે એમાં ઘણી ઘણી વાતો શીખવા મળે એવી છે. ચન્દ્રને મુનિએ કહેલ આત્મકથા : અનંત ઉપકારકારી અનંત ગુણનિધાન ત્રિલોકનાથ શ્રી અરિહંત પરમાત્મા સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપી રત્નત્રયીને મોક્ષના અનન્ય સાધન તરીકે જે ફરમાવે છે, એ એટલા માટે કે મોક્ષ સંસારના અંતથી નીપજે છે, અને સંસારનો અંત એટલે આધિ-વ્યાધિ-ઉપાધિમય સંસારના ત્રિવિધ તાપનો અંત. વ્યાધિને હજી કદાચ પૂર્વના કર્મથી નીપજતી કહો, પણ કેટલીય આધિ અને ઉપાધિ તો જીવ પોતે ઊભી કરે છે. એમ તો ગમે તેમ ખાનારા, ગમે તેમ વર્તનારા, અને આજના શોધકો પણ કહે છે તેમ ભારે કામ, ક્રોધ, ઇર્ષ્યાદિની લાગણીને ઉત્તેજિત રાખનારા, એ ય વ્યાધિને જાતે ઊભી કરે છે. પરંતુ આધિ એટલે ઉપાધિ થી સમાધિ તરફ