SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સુખો ! પતિની હુંફ ! મહારાણી-પદે નિષ્કલંક કીર્તિ !'... આવી આવી ઉપાધિ ઊભી કરી તો એની પાછળ કલેશ કષ્ટ ઊભા થયા ને ?" ઉપાધિમાં નાના કલેશનો રાફડો : આ તો મોટા કષ્ટની વાત છે. બાકી નાના-મોટા તો કેટલાય ક્લેશકષ્ટ ઉપાધિમાંથી જન્મે છે અને વધે છે. તમે કહેશો કે સુખ પણ એમાંથી જ મળે છે ને ? પણ આ એક ભ્રમણા છે. ઉપાધિથી નિવૃત્ત રહેનારને પૂછો તો ખબર પડે કે એમને કેવી મહાશાંતિ મહાસ્વસ્થતા, અને આંતરિક મહા-આનંદના અનુભવ થાય છે. દહાડામાં દસવાર આરોગનારને શી સમજ હોય કે રોજ એકાશનમાં કેટલી બધી મઝા અને તાઝગી રહે છે ? દસ ટંકની પાછળ કાંઈ એક જાતનો કલેશ ઊભો થાય છે ? ના, સત્તર જાતના કલેશ ! કલેશનો રાફડો ખડકાય છે ! “ઓછું પડ્યું, “વધુ દબાયું,' “મોડું થયું,” “જોઈએ તેવી ભૂખ નથી.” “ખરચો ઘણો થાય છે,' “ખાવા ટાણે ક્યાંથી વિઘ્ન ઊભું થાય છે ?," “જંપીને જમવા ય દેતા નથી,' “મસાલો ઓછો છે,’ ‘ઠંડુ થઈ ગયું,” “ઉતાવળ છે, ને ઝટ ઠંડુ પડતું નથી,” બોલો, બોલો, કેટલાક કલેશ ? તો શું એકાશનમાં આ બધું નહિ, એમ પૂછશો; પણ એ જોજો કે ટંક ઘણા, માટે જ કાંઈ ને કાંઈ નવા ફતવા ફૂટી નીકળે છે ! આવું એક બાબતમાં નથી, ઉપાધિમય ઢગલાબંધ બાબતો આજના જીવનમાં એવી ઊભી કરી દીધી છે કે એમાં કલેશકષ્ટનો રાફડો ઊભરાયા છે ! સીતાજીએ એનાથી બચવા માટે ચારિત્ર-જીવન પસંદ કર્યું. કેમકે આધિ-ઉપાધિથી એમાં લગભગ દૂર રહેવાનું. માટે જ રાજશાહી વૈભવવિલાસો દેખીતા સુખભર્યા છતાં ઉપાધિના ઘર ! એટલે કલેશમય ! આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી બચાવનાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, એની દાન-શીલ-તપ ભાવની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ છે. એ તો કુદરતી છે કે જીવનમાં સારો વ્યવસાય નિયમિત સ્થાન પામે તો નરસા વ્યવસાય પર કાપ પડે; સારી વૃત્તિઓ અને ભાવનાઓને અવકાશ મળે, તો આધિરૂપી નીચી મનોવૃત્તિઓ ઓછી થતી આવે. 68 ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy