SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ રાતના ગુપચુપ હાડકાંનું પોટલું ઉપાડી ત્યાંથી નીકળી ગયો, અને ચાલતો ચાલતો પહોંચ્યો ગંગાકાંઠે. ગંગાના કાંઠા ઉપર બેસી મેં પોટકું છોડ્યું. જો હવે એ હાડકાં ગંગામાં પધરાવી દઉં તો બલામાંથી છૂટું એમ હતું, પણ બલા મનાય તો ને ? જેણે મને સોળ સોળ વરસો રોવરાવ્યો હતો એ હજી પણ બલારૂપ લાગતું નહોતું ! તે ઊલટો હું પધરાવવાની હિંમત ન કરી શક્યો, ને એની સામે જોઈ હજી પણ ધ્રુસકે રોવા લાગ્યો ! પણ તે કેટલું રડાય ? પાછું મન વાળ્યું કે હું તો રોઈને આ રાખી મૂકું છું, પણ એને ગંગાજીના પવિત્ર સંસ્કારનું શું? એટલે પાછો લઈને ઊભો થયો પધરાવવા ! વળી ત્યાં એનો પ્રેમ, એની લાયકી, એના ગુણો, ઇત્યાદિ બધું એવું મન સામે ઊભું થઈ ગયું કે પાછો હાડકાં લઈને નીચે બેસી ગયો, અને મંડ્યો રોવા ! વળી પાછો મન વાળી ઊભો થયો, પાછો ફેર પૂર્વનું વધારે યાદ આવી જતાં નીચે બેસી ગયો, અને મંડ્યો રોવા ! વળી પાછો મન વાળી ઊભો થયો, પાછો ફેર પૂર્વનું વધારે યાદ આવી જતાં નીચે બેસી હું કરુણ કલ્પાંતમાં ચઢ્યો ! “હે ચન્દ્ર જોજે સંસારની ઉપાધિના ખેલ ! ઉપાધિ વહોરવા માટે પણ જીવના કેટલા ધમધમતા ઓરતા ! સાથે કેમ મળે, કેમ મળે, એનાં લોહી શેકણાં ઉપાધિ વસાવ્યા પછી ય એમાં સંસારના સ્વભાવ મુજબ ઓછું વધતું તો થવાનું, એટલે કેટ-કેટલી ય લોહી-પીતી ચિંતા, હાયવોય અને સંતાપ ! ત્યારે ઉપાધિ ટળ્યા પછી તો તું આ મારી સ્થિતિ જુએ છે ને ? છતાં તું આપઘાત કરવા તૈયાર થયો છે ? મારા હાલહવાલ તારા ખ્યાલમાં આવે છે ને કે કેવા થઈ રહ્યા છે ? હાડકાં પધરાવી દેવા આવેલો છતાં વારંવાર “પધરાવું ? ના, કેમ પધરાવાય ? ના, ના પણ એનાં સંસ્કારનું શું ? તો પધરાવી દઉં ત્યારે. ના, ના. છેવટે આટલા હાડકાંનો ય વિયોગ ખમાય ?' એમ કરી કરી કરુણ રુદન કરી રહ્યો છું ! મહાપુણ્યના આ શરીરને લોહી બાળી બાળી રાખ કરી રહ્યો છું ! ઉપાધિ થી સમાધિ તરફ ૧૩પ.
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy