________________ ત્યાં ચેતી જવા જેવું છે; નહિતર સમજી લેવું કે કોઈ મહાન આપત્તિને નોતરી રહ્યા છીએ. ચડસ અને મમત પાછળ તો ઘોર આપત્તિઓ ઊભી થઈ છે. રાવણ સીતાને પત્ની બનાવવાના ચડસમાં ચઢ્યો તો ધર્મીને ન છાજે, એવું પરસ્ત્રી હરણનું પાપ કરનારો બન્યો. છતાં સીતા તો માની જ નહીં તો ય રાવણ એને કબજામાં રાખવાની મમત મૂકતો નથી ! યાવતું રામ-લક્ષ્મણ સાથેના યુદ્ધમાં અનેકવાર નાસીપાસ થવા છતાં મોટી વિદ્યા સિદ્ધ કરીને જયારે સીતાને કહે છે કે “બોલ, હવે માને છે કે નહિ ? નહિતર તારા રામ-લક્ષ્ય બધાનો વિનાશ કરી નાખીશ;' ત્યારે પણ સીતા મક્કમતાથી ના પાડે છે; કહે છે, રાવણ ! સમજી લેજે કે, તું ગમે તે કરે પણ મને તું સ્પર્શવા પામે એ પહેલાં મારું મડદું દેખી લેજે.' કહો હવે તો એને પકડી રાખવાનો મમત મૂકી દેવો જોઈએ કે નહિ ? પણ ના, મમત એટલે તો દુનિયાના ભયંકર ગ્રહ કરતાં ય મહાભયંકર ગ્રહ ! તે કેમ છૂટે ! રાવણને એટલું થયું કે આ સીતાથી મારું ઇષ્ટ તો સિદ્ધ નહિ થાય, માટે એને રાખવી વ્યર્થ છે. છતાં એમ તો ન જવા દઉં રામ-લક્ષ્મણને હરાવીને અહીં પકડી લાવું; દરબાર ભરી વચમાં એ બેને તુચ્છકારી પછી એક દયા-દાન કરવા રૂપે સીતાને સોંપું.' થયું આ ? સીતાને રાણી બનાવવાનો ચડસ તો ઉતર્યો, કેમકે ચાલે એવું નથી; પણ એને સીધે સીધી જવા દેવા તૈયાર નથી. મમતકદાગ્રહ થયો કે એમ કાયરની જેમ, હારેલાની જેમ ન જ જવા દઉં. આ મમતમાં લડ્યો ને લક્ષ્મણના હાથે મર્યો ! ચડસ અને મમતે એને શું પરખાવ્યું? મહાન સામ્રાજ્ય મહાસમૃદ્ધિવૈભવ-વિલાસ, યાવત્ મહામૂલો માનવભવ બધું સાફ ! અને નરકનું પ્રયાણ ! આજ ને ? એના સગા ભાઈ બિભીષણે એને સોનેરી