SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છે તો એ પ્રતિષ્ઠાના આધારે એ લોકને ઊંધે રસ્તે દોરવવાના ગુપ્ત અનીતિ-દુરાચાર સેવવાના, શાસ્ત્રને કોરાણે મૂકવાના, ગુરુઓ તથા વિવેકીજનોને અવગણવાના, વગેરે કેટકેટલાય પાપો કરવા અચકાતો નથી ! એમ, બળનાં અભિમાન, વિદ્યાનાં અભિમાન, સમૃદ્ધિનાંપરિવારનાં-સત્તાનાં...વગેરે કેઈનાં અભિમાન જગતના રાંક જીવને એવો ધિ કરી દે છે કે પછી એ ધૃષ્ટતાથી પાપનાં પરાક્રમ ખેડવા દોડે છે. ત્યાં પછી એ ધર્મ, કુળ, ગુરુઓ, વગેરે કોઈને ગણકારતો નથી; ચંદન સમા માનવભવની સુગંધ અને શીતળતા લેવાને બદલે એને બાળીને કેવી ગરમી લેવાઈ રહી છે, ને રાખ કરાઈ રહી છે... એવું એવું એ કશું જ લેખામાં લેતો નથી. અભિમાનની આ કેવી જોહુકમી ! એને ખબર નથી પડતી કે હું આ કેવા પિશાચની સંગતિ કરું છું ! એ મારી પાસે કેવાં કનિષ્ઠ પાપ કરાવશે ! અભિમાન શાથી? : પણ માણસ ઘણું ખરું તો પુણ્યાઈની ઓથ ઉપર ભૂલો પડી અભિમાનની જોહુકમી માથે વહોરે છે ! અને એના પર સરવાળે પેલી પુણ્યાઈને તો ધોઈ નાખે ધોઈ નાખે, પણ ઉપરથી દીર્ઘ ભવો સુધી ચાલે એવાં અઢળક પાપનાં થોક ભેગાં કરે છે ! ભાન નથી કે- “જે પુણ્યાઈની ઓથ પકડી આ ભયંકર સાહસ ખેડી રહ્યો છું, એ પુણ્યાઈ તો એક આગન્તુક પરદેશી મારી સાથે થઈ ગયો છે. એની ઓથે મારી પોતાની આત્મસંપત્તિ કાં ગુમાવું? મારા સાચા તારણહાર ધર્મને કાં કાઢી મૂકું ? શા સારું નવા પાપ-પિશાચોને ઘરમાં ઘાલું ?' ધ્યાનમાં રહે કે પૂર્વે પુણ્યાઈ કમાયો હતો એ પાપના સહારે નહિ, પણ ધર્મના સહારે, દેવ-ગુરુના સહારે. હવે એમની આપેલી પુણ્યાઈ પર એમનો જ દ્રોહ કરવાનો ? આ કેવી ઊંધાઈ ? પ૬ ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy