________________ પરિસ્થિતિ વચ્ચે આ રાજાની હકુમતમાં બચાવનાર કોણ ? એટલે, પતિના મરણ વખતે પોતાના આ બધો સ્વાર્થ ભંગાતો નજરે ચઢે એવો છે; છતાં એ બધાનો હમણાં કોઈ જ વિચાર ન કરતાં, અત્યારે તો તત્કાળ ઉપસ્થિત થયેલ પતિના પરલોકનો વિચાર જ એણે મુખ્ય ર્યો ! એ પણ એક મહર્ષિને છાજે એવી ભવ્ય તત્ત્વવાણી સુણાવીને, ને દુષ્ટ જેઠ પ્રત્યે પણ ભારોભાર ક્ષમાના દાન કરાવીને ! | મુનિ કહે છે, “હે ચન્દ્ર ! બધી પંચાતી મોહના ઘરના સ્નેહમાંથી ઊભી થાય છે. મોહ-સ્નેહ વિટંબણા અને કલેશ કલ્પાંત વિના કશું સારું આપી શકતો નથી. ત્યારે ધર્મસ્નેહ તો ધર્મના મમત્વ જગાવીને સામાના વિશેષ આત્મહિતનું લક્ષ ઊભું કરે છે, એની જ ચિંતા કરાવીને એ માટેનો પુરુષાર્થ કરવામાં તત્પર રાખે છે, અને સુખદ પરિણામની પરંપરાનો સ્વામી બનાવે છે. પણ આ બધી સમજ તે વખતે મારામાં નહોતી અને મોહાંધ સ્નેહમાં હું તણાયો ! પરિણામ એ આવ્યું કે વિજ્ઞસંતોષીઓએ રાજાને ચઢાવવાનું કર્યું. “આ મંત્રી તો એની પત્નીમાં બહુ આસક્ત છે, અને પત્ની પણ એનામાં અત્યન્ત આસક્ત છે. બે કદી છૂટા ન પડી શકે,” વગેરે વગેરે કાન ભંભેરણી એમણે કરી અને અમારા પર મહાન આપત્તિ વરસવાના વાદળ ઊભા કર્યા ! અસહિષ્ણુતા અને ઈર્ષાની નાગણ : હે ચન્દ્ર ! આ જગતમાં માણસને કાં સાચી પ્રવૃત્તિ આખા દિવસભરની હોતી નથી, અગર હોય છે તો એને ખોરબે રાખીને પણ અસહિષ્ણુ દિલની ખોટી ખણજને લીધે આવી ઇર્ષાભરી ગલીચા પ્રવૃત્તિમાં રાચે માચે છે, એમાં એને પોતાને શું મળવાનું હોય છે ? કાંઈ જ નહિ. પરંતુ ઝેરીલી નાગણ જેવી આ ઝેરીલી દષ્ટિ દુષ્કૃત્યોના ઝેર ઓકાવ્ય જ રાખે છે. કહે છે ને “સાપ ખાય ને મુખડું થોથું,' કોઈને સર્પ ડેસે ત્યારે ગામડામાં કહેવાય છે કે “આને સાપે ખાધો.' હવે જો સાપ ખાતો હોય તો સાપના મોમાં કાંઈ આવવું જોઈને ને ? પણ ના, ઉપાધિ થી સમાધિ તરફ